Last Update : 06-August-2012, Monday

 

ગુજરાતમાં ગાયોની હત્યા ને ગૌચરનો સત્યાનાશ કર્યો
મોદી સરકાર મુસ્લિમ તરફી, હિન્દુ વિરોધી છેઃ સંતોનો આક્રોશ

ગુજરાતમાં ૬૮ હજાર કિલો માંસ પકડાયું ઃ સંઘ પરિવાર ચૂંટણીમાં મોદી વિરોધી કામ કરશેઃ મણિયાર

ગાંધીનગર, રવિવાર
આજે વિશ્વહિન્દુ પરિષદના ઉપક્રમે યોજાયેલા સંત માર્ગદર્શક મંડળની બેઠકમાં કેશુભાઇ પટેલને ગુજરાતનું શાસન સોંપવા માટે તથા ગુજરાતની વર્તમાન મોદી સરકાર મુસ્લિમ તરફી હોવાના ભાષણો થયા હતા. કેશુભાઇ પટેલનો નવો પક્ષ હિન્દુ વિચારસરણી લઇને આગળ વધશે અને સંઘના કાર્યકરો કેશુભાઇ માટે સક્રિય થઇ કામ કરશે તેવું રાજકોટમાં સંઘના વરિષ્ઠ નેતા પ્રવિણ મણિયારના નિવેદનો પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે.
ડો. પ્રવિણ તોગડિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેશુભાઇ પટેલના ૬૦ વર્ષના જાહેર જીવન પછી તેમને પક્ષ છોડવાની નોબત આવે એ સ્થિતિ દુઃખદાયક છે. આ માટે ભાજપના નેતાઓએ આવી સ્થિતિ માટે ચિંતન કરવાની જરૃર છે.
કેશુભાઇને સમર્થન અંગે પુછતાં તેમણે જણાવ્યું હતું કે અમે હિન્દુ હિતની વાત કરનારા પક્ષને સમર્થન કરીશું. વર્તમાન ગુજરાત સરકાર હિન્દુઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે.
વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે સંત માર્ગદર્શક મંડળની આ બેઠકમાં સંતોએ ઉગ્રતાપૂર્વક ગુજરાતની ભાજપ સરકાર સામે આક્ષેપો કર્યા હતા. તેમણે ગૌચર પાછુ આપવાની તથા અમદાવાદનું નામ કર્ણાવતી જાહેર કરવા માંગણી કરી હતી. સંતોએ અડવાણી પર રોષ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતમાંથી ચૂંટાઇને સંસદમાં જતા અડવાણીએ ૬ વર્ષની સત્તાના સમયમાં કર્ણાવતી નામ જાહેર કરાવી શક્યા નહીં. આવા હિન્દુ વિરોધીઓને હવે ઓળખી લેવાની જરૃર છે.
આ સંમેલનમાં કેશુભાઇ પટેલનું નામ લીધા વિના પુરૃષોત્તમ ચરણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રામરાજ્ય લાવવા માટે રાવણથી છૂટા પડેલા વિભિષણને રાજ આપવું જોઇએ.
ડો. પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે મુસ્લિમોની ખુશામતખોરીની રાજનીતિ પ્રબળ બની રહી છે. કોંગ્રેસ મુસ્લિમ લીગ અને ભાજપ કોંગ્રેસ બની ગયો છે. કોઇ નેતા એવું કહેવા તૈયાર નથી કે તેમને મુસ્લિમ મતો માટે પુંછડી પટપટાવનારા થવું નથી. ગુજરાત સહિતના રાજ્યોમાં મુસ્લિમો હિન્દુઓ પર હુમલા કરી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં ૬૮ હજાર કિલો ગૌમાંસ પકડાયું છે. ૩૩ સ્થાનોપર હિન્દુઓ ઉપર હુમલા થયા છે. ૨૭ સ્થાનો પર હિન્દુ યુવતીઓના અપહરણ કરવામાં આવ્યા છે. અને બે સ્થાનો પર હિન્દુ યુવતિઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યા છે. આ ભાજપ શાસનવાળા ગુજરાતની ઘટનાઓ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકન અવકાશયાન 'ક્યુરિયોસિટી' આજે મંગળ પર ઉતરાણ કરશે

૨૦૦૨માં માઓવાદીઓએ વાજપેયીને પત્ર લખેલો
ઓબામા અને રોમ્ની બંનેએ ભારતીય- અમેરિકનોને અગત્યની જવાબદારી સોંપી

યેમેનમાં અલ કાયદાએ કરેલા આત્મઘાતી હુમલામાં ૪૨નાં મોત

અમેરિકામાં નિર્મિત ભારતનું નેવલ એરક્રાફ્ટ લોન્ચ થવાની તૈયારીમાં
યુ.એસ- યુરોપની તોફાની તેજી છતાં ચોમાસા, કોર્પોરેટ પરિણામો પર નજરે
સોનામાં મિશ્ર હવામાનઃ ઘરઆંગણે ભાવો તૂટયા જ્યારે વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલર પાર થયા
દેશભરમાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં થયેલો નોંધપાત્ર ઘટાડો
એક ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલોગ્રામ કોથળી નીકળી !!
સોનિયાના ભોજન સમારંભમાં તૃણમૂલના સાંસદો હાજરી આપશે

મોટી હસ્તીઓના કેસમાં સાક્ષીઓનું ફરી જવું ચિંતાજનક ઃ સુપ્રીમ

વિદેશથી પરત ફરી રહેલા ભારતીયોની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો
આ માહિતી સાઉદી અરેબિયા મોકલાયા બાદ જુંદાલને ઝડપી લેવાયો
કૃષી પેદાશોના વાયદામાં જોરદાર ઉછાળોઃ ત્રીજા ભાગનો દેશ દુકાળ જેવી સ્થિતિ અનુભવે છે

ભારતની આઈટી કંપનીઓ ચીનમાં પોતાનો પાયો મજબૂત કરવા કર્મચારીઓનું સંખ્યાબળ વધારશે

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved