Last Update : 06-August-2012, Monday

 

બોડકદેવના 'નેબ્યુલા ટાવર'માં IPSના ફલેટમાં પોલીસનો દરોડો

નબીરાઓની 'ફ્રેન્ડશીપ ડે' ઉજવણી છ યુવતી દારૃના નશામાં છાકટી

અમદાવાદ, રવિવાર
ધનાઢય પરિવારના કોલેજમાં અભ્યાસ કરતાં નબીરાઓ માતા-પિતાની ધ્યાન બહાર કેવી ઉજવણી કરતાં હોય છે તેનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજે 'ફ્રેન્ડશીપ ડે'ની ઉજવણીના ભાગરૃપે શનિવારે રાત્રે એકત્ર થયેલા સુરતના છ અને અમદાવાદના બે મળી આઠ યુવક-યુવતી દારૃનો નશો કરેલી હાલતમાં પકડાયા છે. બોડકદેવના પોશ 'નેબ્યુલા ટાવર'માં નશાની મહેફીલ અંગેનો ફોન આવતાં વસ્ત્રાપુર પોલીસે દરોડો પાડી પકડી પાડેલા યુવક-યુવતીમાં ચાર નિફ્ટના અને ચાર એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે. નબીરાઓની 'ફ્રેન્ડશીપ ડે'ની ઉજવણીની પધ્ધતિએ પોલીસને પણ ચોંકાવી દીધી હતી. આઈ.પી.એસ. અધિકારી વિકાસ સહાયના ભાડે અપાયેલા ફલેટમાંથી તમામ નબીરાની ધરપકડ કરી પોલીસે વિધીવત કાર્યવાહી હાથ ધરી છે.
NIFT અને ટેક્સટાઈલ એન્જિનીયરિંગમાં અભ્યાસ કરતા સુરત અને અમદાવાદના મિત્રોને ઉજવણીનું આયોજન મોંઘું પડયું
આજે સવારે સાડા સાત વાગ્યાના અરસામાં પોલીસ કન્ટ્રોલ રૃમને મેસેજ મળ્યો હતો કે, બોડકદેવમાં ગ્રાન્ડ ભગવતી પાસે આવેલા નેબ્યુલા ટાવરના એક ફલેટમાં યુવક-યુવતીઓ નશાની પાર્ટી કરી રહ્યાં છે. આ ફલેટ આઈ.પી.એસ. અધિકારીનો હોવાની વિગતો હોવાથી પોલીસ પહેલા તો હરકતમાં આવી નહોતી. પણ, ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગર સુધી જાણ કરવામાં આવતાં વસ્ત્રાપુર પોલીસે દરોડો પાડયો હતો. સવા આઠ વાગ્યાના અરસામાં વસ્ત્રાપુર પોલીસ નેબ્યુલા ટાવરમાં પહોંચી ત્યારે સ્થાનિક રહીશો એકત્ર થઈ ચૂક્યા હતા. પોલીસે બંધબારણે પંચનામું કરી વ્હીસ્કી અને વોડકાની બે ખાલી બોટલ અને આઠ મોબાઈલ સાથે છ યુવતી અને બે યુવકોને પકડી પાડયા હતા. આઠ યુવક-યુવતીઓમાં સુરતની ચાર યુવતી અને બે યુવક ઉપરાંત અમદાવાદની બે યુવતીઓ હતી. ચાર યુવતીઓ નિફ્ટમાં અભ્યાસ કરે છ અને બે યુવક, બે યુવતી ટેક્સટાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે.
વસ્ત્રાપુરના પી.આઈ. ડી.ડી. ગોહીલે કહ્યું કે, નેબ્યુલા ટાવરના ડી-૬૪ નંબરના ફલેટમાંથી આઠ યુવક-યુવતી દારૃનો નશો કરેલી હાલતમાં મળી આવ્યાં છે. એન.આર.આઈ. અને નિફ્ટમાં અભ્યાસ કરતી માનસી કિર્તીભાઈ તુલી અને તેની સહાધ્યાયી તન્વીએ ફલેટ ભાડે રાખ્યો હતો. 'ફ્રેન્ડશીપ ડે' નિમિત્તે આઠ મિત્રો શનિવારે સાંજે મળ્યાં હતાં. સુરતથી આઈ-૧૦ કાર લઈને સાંજે અમદાવાદ આવેલા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ નિશ્ચલ આહુજા અને સ્ટીવ માર્ટીન સાથે યુવતીઓએ પણ દારૃની મહેફીલ માણી હતી. મોડીરાતે તમામ લોકો સુઈ ગયા હતા. પણ, સવારે દારૃના નશો કરેલી હાલતમાં મળી આવતાં યુવક-યુવતીઓની ધરપકડ કરાઈ છે. 'ફ્રેન્ડશીપ ડે'ની સાથે મળીને ઉજવણી કરવાનું આયોજન નબીરાઓને મોંઘું પડયું છે.
પોલીસ સૂત્રોને એવી વિગતો મળી છે કે, માનસી અને તેના માતા આ ફલેટમાં રહેતા હતા. પરંતુ, રક્ષાબંધનના તહેવારમાં માતા વતનમાં જતા એકલી રહેલી માનસી અને મિત્રોએ ફ્રેન્ડશીપ ડે ઉજવવાનું નક્કી કર્યું હતું. અંદાજે ૮૦૦ જેટલા પોશ પરિવારો રહે છે તેવા નેબ્યુલા ટાવરમાં પરિવારોને જ ફલેટ ભાડે આપવા ઠરાવ થયેલો છે. પરંતુ, આઈ.પી.એસ. વિકાસ સહાયના ભાડે અપાયેલા ફલેટમાં નબીરા યુવક-યુવતીઓની પાર્ટી યોજાયાની વાતે સ્થાનિક રહીશે જ પોલીસને જાણ કરી હતી. ડી બ્લોકમાં જ રહેતા સોસાયટીના પૂર્વ સેક્રેટરી શૈલેષ મહેશ્વરીએ સોસાયટીમાં સામાજીક વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસને જાણ કરી હોવાની વિગતો ખૂલી છે. પોલીસ કહે છે કે- સામાન્યતઃ આવી પાર્ટીઓની ફરિયાદ ધમાલ અને મ્યુઝીકના કારણે પોલીસ સુધી પહોંચતી હોય છે. આ કિસ્સો સોસાયટીના આંતરિક વિખવાદના કારણે પોલીસ સુધી પહોંચ્યાની સંભાવના વિશેષ છે. હાલમાં તો એન્જિનિયરીંગ અને નિફ્ટના આઠ સ્ટુડન્ટ અને ધનાઢય પરિવારના નબીરા દારૃની મહેફીલ યોજવાના આરોપસર પકડાઈ ગયાં છે. આ ઘટનાએ ચર્ચા જગાવી છે.

 

નશાખોરોમાં એક NRI અને સુરતના ધનાઢય પરિવારની યુવતી
* દારૃનો નશો કરેલી હાલતમાં એન.આર.આઈ. માનસી તુલી પકડાઈ છે. તો, સુરતના ધનાઢય પરિવારની તન્વી સાવલાની અને અંજલી બચકાનીવાલાનો પણ સમાવેશ થાય છે. માત્ર ૨૦ વર્ષની ઉંમરે દારૃની બે બોટલો ખાલી કરી ચૂકેલા યુવક-યુવતીઓના નામ આ મુજબ છે.
(૧) માનસી કિર્તીભાઈ તુલી (રહે. નેબ્યુલા ટાવર, બોડકદેવ) પરિવાર લંડન રહે છે. નિફ્ટમાં અભ્યાસ.
(૨) તન્વી હરેશભાઈ સાવલાણી (રહે. સાવલાણી એસ્ટેટ, ઘોડદોડ રોડ, સુરત) ધનાઢય પરિવારની પુત્રી. નિફ્ટમાં અભ્યાસ.
(૩) બિનાઝ કેરસી પારસી (રહે. જોરાસ્ટ્રીયન બિલ્ડીંગ, ઘોડદોડ રોડ, સુરત) સુરતની સાર્વજનિક કોલેજમાં એન્જિનિયરીંગ સ્ટુડન્ટ.
(૪) અંજલી દિનેશભાઈ બચકાનીવાલા (રહે. હિમસન બંગલોઝ, સુરત) ડી.આર.બી. કોલેજમાં અભ્યાસ, ધનાઢય પરિવારનું સંતાન.
(૫) નિશ્ચલ કિશનભાઈ આહુજા (રહે. આદર્શ સોસાયટી, અઠવા લાઈન, સુરત) સ્કેટ કોલેજમાં અભ્યાસ. વેપારીનો પુત્ર.
(૬) સ્ટીવ સ્ટેનલી માર્ટીન (રહે. ઐશ્વર્યા પાર્ક, સુરત) સ્કેટ કોલેજમાં ટેક્સટાઈલ એન્જિનિયરીંગમાં અભ્યાસ.
(૭) સનાયા સંજયભાઈ બજાજ (રહે. સનરાઈઝ પાર્ક, સેટેલાઈટ, અમદાવાદ) નિફ્ટમાં ફેશન ડીઝાઈનિંગનો અભ્યાસ, વેપારીની પુત્રી.
(૮) કાયલ પ્રકાશભાઈ પારખ (રહે. પંચશીલ સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ) નિફ્ટમાં અભ્યાસ, ધનાઢય પરિવારની પુત્રી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકન અવકાશયાન 'ક્યુરિયોસિટી' આજે મંગળ પર ઉતરાણ કરશે

૨૦૦૨માં માઓવાદીઓએ વાજપેયીને પત્ર લખેલો
ઓબામા અને રોમ્ની બંનેએ ભારતીય- અમેરિકનોને અગત્યની જવાબદારી સોંપી

યેમેનમાં અલ કાયદાએ કરેલા આત્મઘાતી હુમલામાં ૪૨નાં મોત

અમેરિકામાં નિર્મિત ભારતનું નેવલ એરક્રાફ્ટ લોન્ચ થવાની તૈયારીમાં
યુ.એસ- યુરોપની તોફાની તેજી છતાં ચોમાસા, કોર્પોરેટ પરિણામો પર નજરે
સોનામાં મિશ્ર હવામાનઃ ઘરઆંગણે ભાવો તૂટયા જ્યારે વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલર પાર થયા
દેશભરમાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં થયેલો નોંધપાત્ર ઘટાડો
એક ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલોગ્રામ કોથળી નીકળી !!
સોનિયાના ભોજન સમારંભમાં તૃણમૂલના સાંસદો હાજરી આપશે

મોટી હસ્તીઓના કેસમાં સાક્ષીઓનું ફરી જવું ચિંતાજનક ઃ સુપ્રીમ

વિદેશથી પરત ફરી રહેલા ભારતીયોની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો
આ માહિતી સાઉદી અરેબિયા મોકલાયા બાદ જુંદાલને ઝડપી લેવાયો
કૃષી પેદાશોના વાયદામાં જોરદાર ઉછાળોઃ ત્રીજા ભાગનો દેશ દુકાળ જેવી સ્થિતિ અનુભવે છે

ભારતની આઈટી કંપનીઓ ચીનમાં પોતાનો પાયો મજબૂત કરવા કર્મચારીઓનું સંખ્યાબળ વધારશે

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved