Last Update : 06-August-2012, Monday

 

યુ.એસ- યુરોપની તોફાની તેજી છતાં ચોમાસા, કોર્પોરેટ પરિણામો પર નજરે

નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૪૫૫થી ૧૬૭૬૬, નિફ્ટી ૫૨૯૯થી ૫૦૭૭ની રેન્જમાં ફંગોળાશે

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
નબળા ચોમાસાએ હવે એક પછી એક રાજ્યો દુષ્કાળગ્રસ્ત બની કેન્દ્ર પાસે રાહતનો હાથ લંબાવવા લાગ્યા છે, ત્યારે વડા પ્રધાન મનમોહન સિંહે આગોતરા જ પરિસ્થિતિનો તાગ મેળવી અઠવાડિયા પૂર્વે જ વિવિધ મંત્રાલયોના પ્રધાનો- અધિકારીઓને રાજ્યો સાથે સંપર્કમાં રહી સંકટને પહોંચીવળવા પગલાં લેવાની શરૃઆત તો કરી દીધી છે. પરંતુ ઘણા વર્ષો બાદ દુષ્કાળની ભીતિએ ખેડૂતો સાથે ઉદ્યોગોને મંદ વૃદ્ધિના દિવસોમાં ભયભીત કરી દઇ વર્ષ ૨૦૧૨ પડકારરૃપ મંદીનું બની રહેવાની ચિંતામાં ગરકાવ કરવા માંડયા છે. ચોમાસાની પ્રગતિ ધીમી છે અને ફુગાવો ફરી ભડકવા લાગી કૃષિ ચીજોના વધતા ભાવોએ કેન્દ્ર સરકાર- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હાથ ફરી બાંધી દીધા છે. સ્થાનિક પડકારરૃપ પરિબળો, કોર્પોરેટ ઇન્ડિયાની સાધારણથી નબળી ત્રિમાસિક કામગીરીથી સામાન્ય રોકાણકારો હજુ નિરૃત્સાહી બની રહ્યા છે, પરંતુ વૈશ્વિક પરિબળો યુરો ઝોનના અસ્તિત્વને ટકાવવા યુરોપીય સેન્ટ્રલ બેંક (ઇસીબી)ના પ્રમુખ મારિઓ ડ્રાગચીની કટિબદ્ધતા અને યુ.એસ.માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પૂર્વે રોજગારીમાં અણધારી ઉંચી વૃદ્ધિના ગત મહિનાના આંકડાએ યુ.એસ., યુરોપના બજારોમાં તોફાની ઉછાળાના ટેકાએ મુંબઇ શેરબજારોમાં ફ્રન્ટલાઇન- ઇન્ડેક્ષ શેરોની મર્યાદિત તેજીએ સેન્સેક્ષને ૧૭૦૦૦ ઉપર અને નિફ્ટીને ૫૨૦૦ની સપાટી ઉપર ટકાવી રાખ્યા છે. ટૂંકમા ંવર્તમાન તેજીનો દોર અગાઉ કહ્યું એમ ફ્રન્ટલાઇન -ઇન્ડેક્ષ શેરોની તેજી પૂરતો મર્યાદિત જોવાઇ રહ્યો છે. ફુગાવાનું જોખમ નબળા ચોમાસાએ વધ્યું હોઇ જૂન અંતના સાધારણથી નબળા પરિણામ બાદ સંખ્યાબંધ કંપનીઓ માટે સપ્ટેમ્બર ૨૦૧૨ અંતના બીજા ત્રિમાસિકના પરિબળો નબળા અપેક્ષીત હોઇ ઇન્ડેક્ષની તેજી ટકાવી સાઇડ માર્કેટમાં શેરોમાં ઉછાળે સપ્લાય વધતું જતું હોય ત્યારે આ તેજીને ભ્રામક જ કહી શકાય.
પી. ચિદમ્બરમ સાહેબ આપશ્રીને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માટે FM પદ મળ્યું છે કે બજારના Reforms માટે? HOME OR MARKET, હોમ મીનીસ્ટ્રી છોડી માર્કેટ માટે કંઇક કરો!
અટકી પડેલા આર્થિક સુધારા- નિર્ણયોથી ઉદ્યોગો અને 'ગાર'ના ગારમાં ફસાવાતા વિદેશી રોકાણકારો, એફઆઇઆઇ ભૂતપૂર્વ નાણા પ્રધાન પ્રણવ મુખર્જીથી નારાજ હતા અને પરિવર્તન ઇચ્છી રહ્યા હતા, ત્યારે ફરી નાણા પ્રધાન તરીકે પી. ચિદમ્બરમ સાહેબના પુનરાગમનને ઉદ્યોગોએ અપેક્ષીત આવકાર આપ્યો છે અને વિદેશી રોકાણકારો- કોર્પોરેટ વિશ્વને ઝડપી આર્થિક સુધારાની આશ બંધાઇ છે. પરંતુ ફરી નાણા પ્રધાનનો તાજ પહેરનાર પી.સી સાહેબની આ વખતે અત્યાર સુધી ચૂપકીદી- મીડિયા સમક્ષ નહીં આવી હજુ સુધી આર્થિક સુધારા- નિર્ણયો મામલે કોઇ સંકેત આપવાથી બજાર પણ ગત અઠવાડિયે તેજીના અંડરટોન છતાં ઉછાળે ફંગોળાતી ચાલ બતાવી છે. શું પી.સી સાહેબ આપશ્રીને વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માટે એફ.એમનું મળ્યું છે કે? બજારના રીફોર્મ માટે? હોમ કે માર્કેટ? હવે હોમ મીનીસ્ટ્રી છોડી જ દીધી છે તો ફરી બજાર માટે કંઇક કરો! જેથી અગાઉ આપના નાણા પ્રધાનના કાર્યકાળ સમયે શેરબજારની તેજીથી સંપતિ સર્જનના સ્વપ્નો જોનારા અને ન્યાલ થનારા રોકાણકારોની છેલ્લા બે વર્ષથી નિરાશા ફરી દૂર થાય અને અર્થતંત્રનું બેરોમીટર ગણાતા બજાર થકી ઉદ્યોગો ફરી ધમધમતા થાય.
નબળું ચોમાસુ, ફુગાવાનું જોખમ, એનપીએ વધવાનું જોખમ, રાજ્યોનું દુકાળ પેકેજ માટે દબાણના પડકારો વચ્ચે સેન્ટીમેન્ટ સુધારવા પગલાં લેવા જટીલ કામગીરી
નબળું ચોમાસુ, ફુગાવાનું જોખમ અને હવે કૃષિ ક્ષેત્રે ખેડૂતોની લોન માફીએ બેંકોની એનપીએ વધવાનું જોખમ અને રાજ્યો તરફથી કેન્દ્ર સરકાર પાસેથી રાહતોના અબજોના પેકેજ મેળવવાનું દબાણ સરકાર - નાણા પ્રધાન માટે અત્યારે સરકારની ખાધ મુદ્દે બેલેન્સશીટ સુધારવાને બદલે વધુ બગડવાનું જોખમ બન્યું છે. ત્યારે નાણા પ્રધાને પી. ચિદમ્બરમે હવે આ મહત્વના મોટા પડકારને ઝીલીને આર્થિક સુધારા થકી આવકના નવા સ્ત્રોતોનું સર્જન કરી આર્થિક વૃદ્ધિના એન્જિનને ખોટકાતું અટકાવવું પડે એમ છે. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે યુરોપ, યુ.એસ.ની પરિસ્થિતિ વધુ સુધારો થવો આવશ્યક છે, નિકાસ મોરચે ભારતની ગત મહિને પાંચ ટકાના ઘટાડાની નબળી સ્થિતિને સુધારવા અનિવાર્ય છે.
સેન્સેક્ષ ૧૭૪૫૫થી ૧૬૭૬૬ અને નિફ્ટી ૫૨૯૯થી ૫૦૭૭ વચ્ચે ફંગોળાતા જોવાશે
યુ.એસ., યુરોપના બજારોની ગત અઠવાડિયાના અંતે તોફાની તેજીએ આગામી સપ્તાહમાં મુંબઇ શેરબજારોમાં આરંભ મજબૂતીએ અપેક્ષીત છે. પરંતુ હજુ ચોમાસાની પ્રગતિ પર નજર અને જૂન અંતના કોર્પોરેટ પરિણામોના અંતિમ દોરમાં સેન્સેક્ષ ઉપરમાં ૧૭૪૫૫થી નીચામાં ૧૬૭૬૬ વચ્ચે અને નિફ્ટી સ્પોટ ઉપરમાં ૫૨૯૯થી નીચામાં ૫૦૭૭ વચ્ચે ફંગોળાતા જોવાશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકન અવકાશયાન 'ક્યુરિયોસિટી' આજે મંગળ પર ઉતરાણ કરશે

૨૦૦૨માં માઓવાદીઓએ વાજપેયીને પત્ર લખેલો
ઓબામા અને રોમ્ની બંનેએ ભારતીય- અમેરિકનોને અગત્યની જવાબદારી સોંપી

યેમેનમાં અલ કાયદાએ કરેલા આત્મઘાતી હુમલામાં ૪૨નાં મોત

અમેરિકામાં નિર્મિત ભારતનું નેવલ એરક્રાફ્ટ લોન્ચ થવાની તૈયારીમાં
યુ.એસ- યુરોપની તોફાની તેજી છતાં ચોમાસા, કોર્પોરેટ પરિણામો પર નજરે
સોનામાં મિશ્ર હવામાનઃ ઘરઆંગણે ભાવો તૂટયા જ્યારે વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલર પાર થયા
દેશભરમાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં થયેલો નોંધપાત્ર ઘટાડો
એક ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલોગ્રામ કોથળી નીકળી !!
સોનિયાના ભોજન સમારંભમાં તૃણમૂલના સાંસદો હાજરી આપશે

મોટી હસ્તીઓના કેસમાં સાક્ષીઓનું ફરી જવું ચિંતાજનક ઃ સુપ્રીમ

વિદેશથી પરત ફરી રહેલા ભારતીયોની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો
આ માહિતી સાઉદી અરેબિયા મોકલાયા બાદ જુંદાલને ઝડપી લેવાયો
કૃષી પેદાશોના વાયદામાં જોરદાર ઉછાળોઃ ત્રીજા ભાગનો દેશ દુકાળ જેવી સ્થિતિ અનુભવે છે

ભારતની આઈટી કંપનીઓ ચીનમાં પોતાનો પાયો મજબૂત કરવા કર્મચારીઓનું સંખ્યાબળ વધારશે

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved