Last Update : 06-August-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

નાગપંચમી
તા. ૬-૮-૨૦૧૨, સોમવાર
શ્રાવણ વદ ચોથ - શ્રાવણી ત્રીજો સોમવાર.
આજે નાગપાંચમ છે. પંચક
જૈન-દોઢ મહિનાનું ધર
દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૦ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૧ મિ. (સૂ) ૭ ક. ૦૩ મિ. (મું) ૭ ક. ૦૬ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ ઉત્તરા ભાદ્રપદ રાત્રે ૧૦ ક. ૫૮ મિ. સુધી પછી રેવતી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષાઋતુ રા.દિ. શ્રા ૧૫ માસ તિથિ વાર ઃ શ્રાવણ વદ ચોથ ને સોમવાર.
- શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર, શિવ પૂજા, વ્રત, ઉપવાસ,
- આજે નાગપંચમી છે. પંચક છે.
- જૈન, દોઢ મહિનાનું ધર.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો ૧૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પેર્દાંર્પદ માસનો ૨૪ રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૬-૮-૨૦૧૨, સોમવાર
મેષ ઃ આજે નાગ પંચમીએ નોકરી-ધંધાના, બેંકના કામમાં જાગૃતિ, સાવધાની રાખવી, પરિવારની ચિંતા રહે, ખર્ચ થાય.
વૃષભ ઃ આપના નોકરી-ધંધામાં ફાયદો-લાભ પ્રગતિથી આનંદ રહે. ઉઘરાણીના નાણાં છુટા થાય. બેંકનું કામકાજ થઇ શકે.
મિથુન ઃ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. વિલંબમાં પડેલ કામમાં ધ્યાન આપવું પડે. સરકારી, ખાતાકીય કામ થાય.
કર્ક ઃ નાગ પંચમીએ આજે હળવાશ- રાહત રહે. ધર્મકાર્ય થાય. બહાર કે બહારગામના કામમાં સાનુકુળતા રહે. પ્રવાસ થાય.
સિંહ ઃ નાગ પંચમીના આજના દિવસે આપને આકસ્મિક ચિંતા, તકલીફ, નોકરી-ધંધાના કામમાં જણાય. વાહન ધીમેથી ચલાવવું.
કન્યા ઃ આનંદથી પોતાનું કામકાજ કરી શકો. નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. ધંધો આવક થાય. સંતાનનું કામ થાય.
તુલા ઃ નાગ પંચમીના પર્વે આજે રોજીંદા કામ ઉપરાંત નોકરી-ધંધાના, સગા સંબંધી મિત્રવર્ગના કામમાં સાનુકુળતા રહે.
વૃશ્ચિક ઃ આજે નાગ પંચમીનું પર્વ પુત્ર પૌત્રાદિકતા, નોકરી-ધંધાના તેમજ ધર્મકાર્યમાં વ્યસ્તતાવાળું રહે. ધંધો આવક થાય.
ધન ઃ ચિંતા ઉચાટ રહે, બહારના કે બહારગામ જવાના આયોજનમાં રુકાવટ, મુશ્કેલી અનુભવો. નોકરી-ધંધામાં ચિંતા રહે.
મકર ઃ નાગ પંચમીના પર્વે આજે ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાના કામ અંગે કોઇને મળવાનું થાય. વધારાનું કામ રહે.
કુંભ ઃ નોકરી-ધંધાના બેંકના કામમાં, ઉઘરાણીના કામમાં સાનુકુળતા રહે. જુના સંબધો સંસ્મરણો તાજા થાય.
મીન ઃ ઘર પરિવારના પ્રશ્ને કામકાજ અંગે માનસિક પરિતાપ વ્યગ્રતા ચિંતા, ઉચાટ રહે, કામ ઉકેલાય પરંતુ ઉચાટથી ઉકેલાય.

જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૬-૮-૨૦૧૨, સોમવાર
આજથી શરૃ થઇ રહેલ આપના જન્મવર્ષમાં વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક જવાબદારીમાં, સાંસારિક પ્રશ્નમાં નાની મોટી કોઈ ને કોઈ ચિંતા, મુશ્કેલીના કારણે તમારી નોકરી-ધંધાની કામગીરીમાં પુરતું ધ્યાન આપી શકો નહીં. તમારા જન્મના ગ્રહયોગની પ્રબળતાના કારણે મોટી ચિંતા, આપત્તિમાંથી બચી શકો.
* સંયુકત મીલ્કતની વહેંચણી વેચાણના કે કાનૂની કાર્યવાહીમાં તકલીફ અનુભવાય. માલીક ભાડુઆત અંગેના વિવાદમાં શાંતિ જણાય નહીં. સંયુકત પરિવારમાં મતભેદ મનદુઃખ થવાના કારણે અલગ થવું પડે.
* નોકરી-ધંધાની કામગીરીમાં, નાણાંકીય જવાબદારીમાં ગાફેલ રહેવું નહીં. કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં.
* સ્ત્રીવર્ગને જસ મળે નહીં. આરોગ્યની કાળજી રાખવી પડે.
* વિદ્યાર્થીવર્ગને પરીક્ષાની તૈયારી વર્ષારંભથી જ કરવી, વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગને ઓફિસેથી આવીને પત્ની લીલીને પૂછ્‌યું, ‘‘જમવાનું તૈયાર છે ? બહુ ભૂખ લાગી છે...’’
‘‘બસ, દસ-પંદર મિનિટની વાર છે,’’ લીલી બોલી.
‘‘તો પછી હું બહાર જ હોટલમાં ખાઈ લઉં છું,’’ છગન બોલ્યો, ‘‘બહુ ભૂખ લાગી છે.’’
‘‘તો પછી પાંચ મિનિટ થોભો,’’ લીલી બોલી.
‘‘કેમ, પાંચ મિનિટમાં ખાવાનું તૈયાર થઈ જશે ?’’ છગન બોલ્યો.
‘‘ના,’’ લીલી બોલી, ‘‘હું તૈયાર થઈ જઈશ.’’

[Top]
 

આજ ની રેસીપી

તહેવારોનો આનંદ વધારતી વાનગીઓ

પિસ્તાની ધારી

 

સામગ્રી ઃ ૧ કિલો માવો, ૧૦૦ ગ્રામ પિસ્તા, ૭૫૦ ગ્રામ ખાંડ, ૧ ચમચી દૂધ, પ્રમાણસર બદામ, એલચી-જાયફળ, કેસર-ગુલાબની પાંદડીઓ, જાવંત્રી-ઘી.

 

રીત ઃ બદામ-પિસ્તા - ચારોળી ઝીણા પીસી નાખવા. પીસેલા ભૂકામાં માવો નાખવો. પછીથી ખાંડની એકતારી ચાસણી બનાવવી. તેમાં માવો, બદામ, પિસ્તા, એલચી વગેરેનો ભૂકો ભેળવી દેવો. બરાબર હલાવવું ઘટ્ટ થાય એટલે સગડી પરથી ઉતારી લેવું. આ બધામાં એક ચમચી દૂધમાં ધૂંટેલું કેસર ભેળવવું અને એક ચમચી જાવંત્રી નાખવી. આ બઘું હલાવીને થાળીમાં ઠારી દેવું.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved