Last Update : 05-August-2012, Sunday

 
૬૦૦ વર્ષ જૂના અમૃતસરના સ્વર્ણ મંદિરમાં દુનિયાભરમાં મોટામાં મોટું રસોડું ચાલે છે અને એ પણ મફતમાં ! અને દરેક જણ માટે !

- દુનિયામાં જ્યાં જ્યાં ગુરુદ્વારા હોય ત્યાં ‘‘લંગર’’ (રસોડું) ચાલતું હોય છે
- સ્વર્ણ મંદિરમાં દરરોજ લગભગ એક લાખ લોકો ‘‘લંગર છકતે’’ છે
- મંદિરની નજદીક ૫૦૦ થી ૬૦૦ કમરાની ૭ સરાઈ છે
- રોજ ૧૬ ક્વીન્ટલ દાળ, ૯ ક્વીન્ટલ શાક અને ૧૨ ક્વીન્ટલ ભાત બને છે

આપણે અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા ગુરૂદ્વારમાં જઈને કે લડાખથી કારગીલ જતા વેરાન માર્ગમાં આવતા ગુરૂદ્વારમાં જઈએ કે જર્મની, ફ્રાન્સ, ઈંગ્લાંડ, અમેરિકા સેંકડોમાંના કોઈ પણ એક ગુરૂદ્વારમાં જઈએ તો ‘‘લંગર’’ (ભોજન) મળે, મળે અને મળે જ ! કશોજ ચાર્જ નહીં અને હિન્દુ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી, યહુદી બધા જ ‘‘લંગર છકતે’’ કરી (જમી) શકે !
બીજી ભોજનશાળાઓ પણ હોય છે પણ ત્યાં ‘‘ટોકન’’ તરીકે ચાર્જ લેવાતો હોય છે ત્યારે ગુરૂદ્વારમાં ક્યાંય કશું જ નથી લેવાતું ! (બીજા ધર્મના પણ આ કરી શકે, બધા ધર્મો પાસે અઢળક નાણું છે જ અને આવતું જ રહે છે તો તેઓ કેમ આ રીતે ‘‘લંગર’’ કરી શકે નહીં ? દા.ત. સત્ય સાંઈબાબાએ પુટ્ટપાર્થીમાં સર્વરોગોની હોસ્પીટલ કરી છે ત્યાં કશો ચાર્જ લીધા વિના સારવારની સગવડ છે. ત્યાં દર્દીને રહેવાનું અને જમવાનું પણ ખર્ચ આપ્યા વગર તેમજ સારવાર પણ ખર્ચ આપ્યા વગર થાય છે. એનું એક અંગ રાજકોટમાં પણ છે. એ હોસ્પીટલમાં પણ સારવાર વગેરે બઘું જ મફત છે. સત્ય સાંઈબાબા જીવિત હતા ત્યારે લગભગ ૨૦ વર્ષ પહેલાં ત્યાંના ૮૦૦ ગામોને પાણી આપવાનો પ્રોજેક્ટ એમણે કરી આપેલો. આ પ્રકારની સેવા બીજી ધર્મનાઓ પણ કરી શકે. સત્ય સાંઈબાબાનો દેહવિલય થયા પછી આજે પણ આ બધી સેવાઓ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કુલ, કોલેજ પણ ચાલે છે જેમાં અમદાવાદ-ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ભણે છે. (દા.ત. સી.યુ. શાહ કોલેજના પ્રિન્સીપાલનો ભાણીયો જ ત્યાં ભણે છે.)
આપણા અમૃતસર શહેરનું સ્વર્ણ મંદિર એટલે શીખોના દુનિયાભરના ગુરુદ્વારાઓનું પણ ગુરુદ્વારા. (પાકિસ્તાનના લાહોરના પ્રવેશદ્વાર જેવા વાઘા બોર્ડર જવું હોય તો અમૃતસર થઈને જ જવાય. અમૃતસરથી એ લગભગ ૫૦ કી.મી. જ દૂર છે. દરરોજ સાંજના સમયે ત્યાં લશ્કરી સલામી બન્ને દેશની મિલીટરી કરે છે એ જોવી એ જીવનનો એક લહાવો છે. આખા દેશમાંથી હજારો ભારતીયો દરરોજ ત્યાં સલામી જોવા જાય છે. એ વખતે ત્યાં સામાન્ય પ્રજા જે દેશપ્રેમના દ્રશ્યો સર્જે છે એ હર્ષના આંસુ લાવનારા હોય છે.)
અમૃતસરનું સ્વર્ણમંદિર ગુરુદ્વારા લગભગ ૬૦૦ વર્ષ પહેલાં બંધાયેલું છે. અને ત્યાં પહેલાંથી જ ‘‘લંગર’’ની પ્રથા છે.
શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમીટીના પ્રમુખ અવતાર સંિહ મક્કડના જણાવ્યા પ્રમાણે... શ્રી અકાલ તખ્ત સાહિબ શરૂ થયા પછી છઠ્ઠા પાતશાહ સાહિબ શ્રી ગુરુ હરગોવંિદ સાહિબે શીખોને શૂરવીર બનાવવાના ઉદેશ્યથી એમને શસ્ત્રધારી બનાવવાની શરૂઆત કરેલી. એમની ફોજમાં લગભગ પાંચ ફિદાયન (એટલે ગુરુ માટે પોતાનું બલિદાન આપનાર) હતા. ગુરુની જે ફોજ હતી એ કશો પગાર નહોતી લેતી પણ દરબાર સાહેબના લંગરથી પોતાનું પેટ ભરીને ગુરુની સેવામાં જ સમર્પિત રહેતા. સ્વર્ણ મંદિરમાં ત્યારથી લંગરની પ્રથા ચાલુ છે.
સ્વર્ણ મંદિરના સંચાલકોનું કહેવું છે કે અત્યારે સ્વર્ણમંદિરમાં દરરોજ એક લાખ કરતાં વઘુ લોકો લંગર છકતે છે. (જમે છે)
લંગરમાં શ્રઘ્ધાળુઓ માટે દાળ, શાક, પ્રસાદા (રોટી) ચાવલ, ખીર અને અથાણું હોય છે. સવારના આઠ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી ગમે ત્યારે ગમે તેટલા જણ લંગર છક શકે છે. બાકી સવારના પાંચથી આઠ સુધી નાસ્તો અપાય છે. નાસ્તામાં ચા, બિસ્કુટ અને રસ મળે છે.
આ નાશ્તાની પણ એક અલગ વાત છે. સંચાલક કમીટી પહેલાં ‘‘નાશ્તા’’માં ચા આપતી હતી. એમાં કેનેડાના એક શ્રઘ્ધાળુની (કેનેડામાં શીખોની સંખ્યા વઘુ છે. કેનેડામાં વસતા શીખોને લગતી ફિલ્મો પણ ઉતરી છે.) શ્રી દરબાર સાહિબે મનોકામના પૂરી કરી એટલે એ શ્રઘ્ધાળુએ લંગર કમીટીના ઉપપ્રમુખ હરવિદંર સંિહ કહે છે તેમ લંગરમાં પોતાનો ફાળો આપવા ઈચ્છા વ્યક્ત કરી. અંતે એવું નક્કી થયું કે એ દરરોજ નાસ્તામાં ચાની સાથે બિસ્કુટ અને રસ આપવાનો ખર્ચ ઉપાડી લેશે. બસ, ત્યારથી એ આજ સુધી ચાલુ છે. નાસ્તામાં દરરોજ પોણા બે લાખ રૂપિયા ખર્ચ થાય છે. એ શ્રઘ્ધાળુ કોણ છે એ કોઈ જાણતું નથી. એ બિસ્કુટનો ત્રણ મહિનાનો સ્ટોક એક સાથે કમીટીને આપી દે છે. ત્રણ મહિનાના સ્ટોક પાછળ ૧ કરોડ ૬૮ લાખ રૂપિયા ખર્ચ થાય છે.
લંગર હોલ મંદિરના દુખભંજની બેટીની સામે આવેલો છે. હોલ બે માળનો છે. આ હોલોના એક હોલમાં એક જ સમયે એક સાથે ૧૮૭૨ જણ એક સાથે ભોજન કરી શકે છે. બન્ને હોલમાં થઈને કુલ ૨૩૪૪ જણ ૩૦ મિનિટમાં જમી લે છે.
લંગર માટે ભોજન બનાવવાના કામમાં હજારો લોકો છે. એમાં ૩૨૫ સંચાલક સમિતિના કર્મચારી છે. એ કર્મચારી ત્રણ શીફ્‌ટમાં કામ કરે છે. એમાં દાળ બનાવનાર એક ટીમ છે. બીજી ટીમ શાક બનાવે છે અને ત્રીજી ટીમ ચાવલ બનાવે છે. દુનિયાભરના આ મોટામાં મોટા રસોડામાં દરરોજ ફ્રાઈડ રાઈસ બને છે. એ પણ એક જ ધડાકે... ૭૫ કિલો.
ખીર બનાવનાર ટીમ પાછી જૂદી છે. પ્રસાદા એટલે રોટી બનાવવા માટે ૩૫ મોટા તવા છે તેમજ એક અત્યંત આઘુનિક યંત્ર છે.
આ રસોડામાં દરરોજ ૧૬ ક્વીન્ટલ દાળ, ૯ ક્વીન્ટલ શાક, ૧૨ ક્વીન્ટલ ચાવલ અને ૬ ક્વીન્ટલ ખીર બને છે. આ બધી રસોઈ રાંધવા માટે દરરોજ એલપીજી ગેસના ૧૦૦ સિલન્ડર વપરાય છે. જો કે સ્ટોકમાં હંમેશા ૪૦૦ સિલિન્ડર રાખતા હોય છે.
કમીટી પાંચ મહિનાનું રેશન સ્ટોર કરે છે. રસોડાની નીચે જ મોટો સ્ટોર રૂમ છે. એમાં રોજના માલ ઉપરાંત ૧૦૦ ક્વીન્ટલ ચણા, ૧૦૦ ક્વીન્ટલ સફેદ ચણા, ૨૦૦ ક્વીન્ટલ ચણાની દાળ, ૭૫ ક્વીન્ટલ મગની દાળ, ૧૦૦ ક્વીન્ટલ મસુર અને એટલા જ રાજમા હોય છે. એ ઉપરાંત ૩૦૦ ક્વીન્ટલ લોટ અને ૨૦૦ ક્વીન્ટલ ચોખા હોય છે.
આ બધો સામાન કમીટી દિલ્લીથી મંગાવે છે બાકી કાંદા, લસણ , આદુ, ટમાટા અને મસાલા અમૃતસર કે આજુબાજુના ગામોથી ખરીદે છે.
દર મહિનાની અમાસે, શનિવારે, રવિવારે અને મંગળે સ્વર્ણમંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા બેથી અઢી લાખ થઈ જાય છે એટલે લંગર એ દિવસોમાં એ હિસાબે રંધાઈ છે. આ ઉપરાંત ગુરુ નાનક જયંતિ, ગુરુ રામદાસ જયંતિ, દિવાળી, વૈશાખી જેવા દિવસોમાં મંદિરમાં ચાર-પાંચ લાખ દર્શનાર્થી ચોવીસે કલાક નતમસ્તક હોય છે. એમના માટે લંગરમાં વઘુ ક્વીન્ટલ અનાજ વપરાય છે. દસ મહિનામાં લગભગ કુલ ૨૮૦૦ ક્વીન્ટલ અનાજ વપરાય છે જે એક વર્લ્ડ રેકર્ડ છે.
સંચાલક કમીટી નીચે કુલ લગભગ ૫૦૦૦ કર્મચારી કામ કરે છે. કમીટીના પેટા વિભાગોમાં લંગર વિભાગ, બહારથી આવનારાઓ માટે રહેવાની વ્યવસ્થા કરનાર પ્રવાસ વિભાગ, ટ્રાન્સપોર્ટ વિભાગ, ઈલેક્ટ્રીકલ વિભાગ, માહિતી વિભાગ વગેરે. ટ્રાન્સપોર્ટ વિભાગ બહારથી આવનાર શ્રઘ્ધાળુઓને સ્વર્ણમંદિર સુધી લાવવા લઈ જવાનું કામ કરે છે. એમાં લકઝરી, એસી, ટુ બાયટુ જેવી આઘુનિક બસો છે. આ બસો અમૃતસર ફરતા ૪૦ કિ.મી.ના વિસ્તારમાં આવેલા ગુરુદ્વારના દર્શને પણ લઈ જાય છે.
પ્રવાસ વિભાગ નીચે મંદિરની આજુબાજુ ૫૦૦થી ૬૦૦ રૂમની સાત સરાઈ છે. બધી સરાઈમાં એસી અને નોન એસી કમરા છે જેનું ભાડું એસીનું ૫૦૦ અને નોન એસીનું ૩૫૦ રૂપિયા છે.
ગુરુને સમર્પિત રકમને ગણવા માટે ૨૫૦ કર્મચારી છે. મંદિરમાં દરરોજ ૩૦થી ૩૫ લાખ રૂપિયાનો ચઢાવો થાય છે. કોઈ શ્રઘ્ધાળુ ગુરુને સોનું પણ ભેટ આપે છે. રોજે રોજની રકમ રોજ બેન્કમાં જમે કરી દેવામાં આવે છે. જુદી જુદી બેન્કોમાં સ્વર્ણમંદિરના નામે લગભગ ૧૪-૧૫ ખાતા ખોલવામાં આવેલા છે. કુલ કેટલી રકમ બેન્કોમાં જમા છે એની જાણકારી કોઈને નથી. ફક્ત ૯૮ કરોડની રૂપિયાની એક એફડી છે એની જાણકારી બધાને છે.
સ્વર્ણમંદિરના દર્શને પરદેશીયો પણ સારી સંખ્યામાં આવતા હોય છે. તેઓ સાધારણ નાગરિક પણ હોય છે અને મહાનુભાવો પણ હોય છે. જેમ કે, બ્રિટનની મહારાણી એલિઝાબેથ, કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પર, ફીજીના વડાપ્રધાન ફૈક બેનીમાલ, તિબેટના દલાઈ લામા વગેરે.
ગુણવંત છો. શાહ

 

ડંિડક
મત નહોતો જોઈતો છતાં મતો મળ્યા !
ગીનીસ બુક ઓફ રેકોર્ડસમાં નામ લખાવવા માટે લોકો જાતજાતના હુન્નર નુસ્ખા કરે છે. હમણાં રાજકોટનો એક યુવાન ઊંઘા પગે માઈલો સુધી નહોતો ચાલ્યો ? ચૂંટણીમાં.
દિલ્લીની મ્યુનિ.ની એ ૠષિ નામનો એક ઉમેદવાર ઊભેલો. એની ઈચ્છા ઝીરો વોટ મેળવીને વર્લ્ડ રેકોર્ડ કરવાની હતી પણ એને ૩૦ મત મળ્યા. એને કેટલાક મતદારોએ કહેલું કે, જો એ એમને દારૂની બોટલ નહંિ આપે તો એ એને મત આપીને એને વર્લ્ડ રેકોર્ડ થવા નહીં દે. જો કે ૠષિએ એવી દારૂની બોટલ નહીં આપેલી પરિણામે પેલાઓએ એને મત આપીને ઝીરો મત થવા દીધેલા નહીં !
હવે એ વર્લ્ડ રેકોર્ડ કરવા ધારાસભાની ચૂંટણી લડવાનો છે.

 

બહુ કે’વાય !
જ્યાં ક્રિકેટ નથી રમાતું એ જર્મનીમાં પણ તેંદુલકરના પ્રશંસકો
જર્મનીના પાટનગર બર્લિનમાં એક આખી સ્ટ્રીટ ભારતીય રેસ્ટોરાંથી ભરેલી છે અને બર્લિનમાં લગભગ ૩૦૦-૪૦૦ ભારતીય રેસ્ટોરાં હશે. એ હકીકત જેમ નવાઈ ઉપજાવે તેવી છે, એમ આ હકીકત કે આપણા મહાન ક્રિકેટર સચીન તેદુંલકરના પ્રશંસકો એ દેશ કે જ્યાં ક્રિકેટ રમાતી જ નથી ત્યાં પણ હજારોની સંખ્યામાં છે ! (આપણા મનમોહન સંિહ, આડવાણી કે મોહન ભાગવતના પણ નહીં હોય !)
જેમ કેટલીક પ્રતિષ્ઠિત મોટરોનું જન્મસ્થાન જર્મની છે એમ ‘‘અડીદાસ’’ બ્રાન્ડનું જન્મસ્થાન જર્મની છે. તેદુંલકર એ અડીદાસની કેટલીક પ્રોડક્ટ (દા.ત. બુટ) વર્ષોથી વાપરે છે એટલે હમણાં એ કંપનીના નિમંત્રણથી તેદુંલકરને જર્મની જવાનું થયેલું.
એ કંપની સચીનને માન આપે એ સમજી શકાય ત્યાંના નાગરિકોમાં સચીનની લોકપ્રિયતા ‘‘બહુ કે’વાય !’’ કરાવે તેવી છે. એના પ્રશંસકોએ સચીનનું બહુમાન કરેલું અને એની સાથે ઊભા રહીને ફોટા પડાવવાનું ગૌરવ મેળવેલું !

 

હે! શું વાત કરો છો?
એક જ ગામમાં બનેલી શ્રીગણેશની
૧ કરોડ કરતાં વઘુ મૂર્તિઓ
આપણા અમદાવાદ, સુરત, વલસાડ, વડોદરા, વગેરે શહેરોમાં ગણેશ ચતુર્થી પહેલાં શ્રીગણેશની મૂર્તિઓ હજારો લાખોની સંખ્યામાં બનતી હોય છે પણ નઇ મુંબઇની પડખે આવેલા પેણ અને બીજા બાજુના હમરાપુર, જોહે, શિર્કી, ગડવ જેવા સેંકડો ગામોમાં પણ માટીમાંથી ગણેશની મૂર્તિઓ બનાવવામાં આવે છે.
એમાં પણ નઇ મુંબઇની પડખેના રાયગઢ જિલ્લાના પેણમાં સુંદર, સુડોલ અને આકર્ષક રંગોમાં બનેલી ગણેશની મૂર્તિઓ આપણા જ દેશમાં નહીં પણ પૂરી દુનિયામાં પસંદગી પામેલી છે. પેણની એ મૂર્તિઓ અમેરિકા, યુરોપ, કેનેડા, આરબ દેશો, એશિયા, ઓસ્ટ્રેલિયા, વગેરે ખંડોના સેંકડો શહેરોમાં જાય છે.
પીઓપીથી બનતી મૂર્તિઓ કરતાં માટીથી બનતી મૂર્તિઓ મોંઘી હોય છે. તો પણ ગ્રાહકોમાં ‘‘ઈકો ફ્રેન્ડલી’’ વલણ વધતા માટીની મૂર્તિઓની માંગ વધી છે.
પેણમાં બારે માસ ચાલતા કારખાનાઓમાં બારેમાસ ગણેશની મૂર્તિઓ જ બને છે. આ વખતે એ આંક ૧ કરોડની પાર નીકળી જવાની ગણતરી છે. હમણાં જુનના અંત સુધીમાં એક પેણથી જ પરદેશોમાં લગભગ ૬ લાખ મૂર્તિઓ તો નિકાસ થઇ પણ ગઇ!

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved