Last Update : 05-August-2012, Sunday

 

ચોકલેટ, કોમિક બુક્સ અને સંગીતના રસિયા રાષ્ટ્રપતિ

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

બોલીવુડમાં એક વખતે નમણા અને રૂપાળા ચોકલેટી હિરોનો જમાનો હતો. એક્ટંિગમાં ભલે એ-કટંિગ હોય છતાં આવાં ચોકલેટી હિરો લોકોને ભાવી ગયા. ચોકલેટ કોને ન ભાવે? નવા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પણ ચોકલેટ બહુ જ ભાવે છે.
સામાન્ય રીતે રાજકારણીઓ પ્રજાને વચનયુક્ત તત્ત્વોથી ભરપુર લોલીપોપ ખવડાવવામાં માહેર હોય છે. જ્યારે પ્રણવબાબુ ખુદ ચોકલેટ ખાવાના શોખીન છે. નાનપણથી તેઓ ચોકલેટના દિવાના છે. જ્યાં ચોકલેટ દેખાય ત્યાં ઉપાડીને ખાઈ લે અને ખિસ્સામાં પણ ભરી લે. સામાન્ય રીતે બાળકોમાં જોવા મળતી બીજી આદત છે કોમિક બુક્સ વાંચવાની. રાજકાજનો અસહ્ય બોજો ઉતારી રિલેક્સ થવા આજે પણ ચાચા ચૌધરી સહિતની કોમિક બુક્સ રસપૂર્વક વાંચે છે. લેખન-વાંચનની સાથે સંગીતનો પણ એમને બેહદ શોખ છે. તેમનું સૌથી પ્રિય ગીત છે હેમંતકુમારે ગાયેલું આમાર પૃથ્વી, તોમાર સલામ. કાયમ આ જ ગીત ગણગણતા હોય છે. જ્યારે કારમાં પ્રવાસ કરતા હોય ત્યારે રવીન્દ્ર સંગીત સાંભળવાનું પસંદ કરે છે. પ્રણવબાબુ મા દુર્ગાના પરમભક્ત છે. ૧૯૭૧ના યુઘ્ધમાં પાકિસ્તાનને પરાસ્ત કરી ઇન્દિરા ગાંધીએ બાંગલાદેશના સર્જનમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી ત્યારે તેમને દુર્ગાનું જ બિરુદ મળ્યું હતુંને?
રણના વહાણને બદલે રણનાં વાહન
કચ્છ અને રાજસ્થાનની સીમાના રણ-વિસ્તારતાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના જાંબાઝ જવાનો દિવસ-રાત ઊંટ પર સવાર થઈને પહેરો ભરતા હોય છે. દાણચોરો અને ધૂસણખોરોને આંતરવા માટે રણની રેતીમાં ફરવા માટે રણનું વહાણ ઊંટ જ કામ આવે છે.
જોકે હવે બીએસએફના સત્તાવાળાએ ‘રણના વહાણ’ને ડુબાડી એની જગ્યાએ આઘુનિક રણનાં વાહન દોડતાં કરવાનું વિચાર્યું છે. વસમા પાડોશી દુશ્મન પાકિસ્તાનમાંથી દાણચોરો અને ધૂસણખોરો રણમાં ધૂસણખોરી માટે ટાંપીને જ બેઠા હોય છે. એટલે જ બદલાયેલા સમય અને સંજોગોને અનુરૂપ અત્યાઘુનિક વાહનો રણની રેતીમાં દોડતાં કરવામાં આવશે. રણની રેતી, ઊબડકાભડ જમીન, કાદવ-કીચડ અને પથરાળ જમીન પર સડસડાટ દોડાવી શકાય એવાં ઓલ ટેરેન વેહિકલ્સ (એટીવી) અને સેન્ડ સ્કૂટર ઉપર બીએસએફના જવાનો રમણાં પહેરો ભરતા જોવા મળશે. પછી ધીરે ધીરે ઊંટોની સંખ્યા ઘટાડીને આ આઘુનિક રણગાડીઓ દોડતી કરવામાં આવશે.
અત્યારે તો અમેરિકા અને ચીનથી આયાત કરવામાં આવેલાં રણનાં વાહનોની ટ્રાયલ ચાલે છે. વિદેશી વાહનોના ઉપયોગનો આધાર ટ્રાયલની સફળતા પર છે. પણ દુશ્મન દેશ ચીનનાં વાહનોનો ઉપયોગ દેશની સરહદની રક્ષા માટે કરવાનું કેમ વિચાર્યું હશે સરકારે? ચીની બનાવટની અને ‘મેડ ઈન ચાઈના’ના માર્કાવાળી ઢગલાબંધ ચીજવસ્તુઓ ભારતમાં ઠલવાય છે અને આ રીતે ચીન ભારત સામે ખુલ્લંખુલ્લા લડવાને બદલે આર્થિક પ્રહાર કરતું જ રહે છે. બધી ચીજો ચીની બનાવટની હોય તો રણનાં વાહનો પણ ચીનમાં બનેલાં હોય તો શું વાંધો છે? સ-ચિનનો સંબંધ રન સાથે અને ચીનનો સંબંધ રણ સાથે, બરાબરને?
હવાઈજહાજ ચડે આકાશમાં અને ગુરુદ્વારામાં
હવાઈ જહાજ તો આકાશમાં ચડે, પણ પંજાબ એક જ એવું રાજ્ય છે જ્યાં હવાઈ જહાજ ગુરુદ્વારામાં ચડે છે. પંજાબના એનઆરઆઈ ઇલાકા તરીકે જાણીતા દોઆબા ક્ષેત્રમાં એવી માન્યતા છે કે જાલંધર જિલ્લાના તલ્હણ ગામના ગુરુદ્વારામાં જઈને રમકડાનાં વિમાન ચડાવવાનાં આવે તો વિદેશ જવાની મનોકામના પૂરી થાય છે. અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને સંિગાપોર સહિતના દેશોમાં જઈ સ્થાયી થવા માટે પંજાબી યુવકો થનગનતા હોય છે. આ બધા વિદેશ જવા ઇચ્છુક શ્રઘ્ધાળુઓ રવિવારે ગુરુદ્વારામાં આવીને રમકડાનાં ટચુકડાં પ્લેન ચડાવે છે. હવે તો ગુરુદ્વારામાં રમકડાનાં પ્લેનના રીતસર ઢગલાં થાય છે. આ તો શ્રઘ્ધાની વાત છે. ધર્મસ્થાનકોમાં જાતજાતની ચીજો ચડાવવામાં આવે છે. કોઈ જગ્યાએ ઘોડિયાં ચડાવવામાં આવે છે તો કોઈ જગ્યાએ મોટા ઘંટ ચડાવવામાં આવે છે. વડોદરા બાજુ એક ધર્મસ્થાનમાં લોકલવાળાં ઘડિયાળ ચડાવવામાં આવે છે. સિક્કિમમાં એક બાબાનું દેવસ્થાન છે. લશ્કરમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા આ જવાન કહેવાય છે કે હજી પણ બાબાના રૂપમાં દેખા દે છે. આ મંદિરમાં રબ્બરના સ્લિપર ચડાવવામાં આવે છે. પછી ઘણાબધા સિલ્પર ભેગા થાય એ બર્ફીલા પહાડી વિસ્તારમાં રહેતા લોકોને વહેંચી દેવામાં આવે છે. જોવાનું એ છે કે આપણાં લશ્કરના જવાનો જ આ મંદિરનો કારભાર સંભાળે છે. શ્રઘ્ધાને કોઈ સરહદ નથી નડતી.
રાજસ્થાનમાં તાલિબાની સજા
અફઘાનિસ્તાનાં જાલિમ તાલિબાનીઓ જાહેરમાં કોઈ સ્ત્રીને કોરડા ફટકારી ચામડી ઉતરડી નાખે, પરપુરુષ સાથે જોઈજાય તો ગોળીઓથી વીંધી નાખે, લિપસ્ટિક લગાડીને નીકળે તો હોઠ કાપી નાખે અને મરદોને બત્તીના થાંભલા ઉપર કે પછી ફૂટબોલના મેદાનમાં સહુની નજર સામે ફાંસીને માંચડે ચડાવી દેવામાં આવે એનાં ફોટા કે પછી ન્યુઝ ચેનલો પર વિડિયો જોઈને ઘૂ્રજી જવાય છે. પણ આવાં અરેરાટીપૂર્ણ દ્રશ્યો જોઈ ફિટકાર વરસાવવા માટે ઠેઠ અફઘાનિસ્તાન સુધી નજર દોડાવવાની જરૂર નથી. માનવતા માટે કલંકરૂપ આવા કિસ્સા ઘરઆંગમે પણ બનવા માંડ્યા છે.
રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કોલર ગામની પંચાયતે તાલિબાની ફરમાન છોડ્યું. અનૈતિક સંબંધ ધરાવતાં એક સ્ત્રી અને પુરુષને પંચાયતે એવી આકરી સજા ફરમાવી કે એ જોઈને ભલભલા હચમચી ઊઠ્યા. ઘરેથી ભાગ્યા બાદ પકડાઈ ગયેલા આ પ્રેમી જોડકાને ચાર કલાક ઝાડ સાથે મુશ્કેરાટ બાંધી ફટકારવાળાં આવ્યા, બન્નેના વાળ કાપી નાખવામાં આવ્યા. આટલી સજા ઓછી હોય એમ મહિલાને નિઃવસ્ત્ર કરીને પિટાઈ કરવામાં આવી. પોલીસને ખબર પડતાં ઉદયપુરથી ૬૦ કિલોમીટર દૂરના ગામે પહોંચી ત્યારે પોલીસે પણ વિરોધનો સામનો કરવો પડ્યો. લાઠીચાર્જ અને હવામાં ગોળીબાર કરવો પડ્યો. પ્રેમી યુગલને જીપમાં બેસાડી પોલીસ નીકળી કે તરત જીવ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. ત્યાર પછી યુગલને જીવમાંથી નીચે ઉતારી ફરી ઢોર માર મારવામાં આવ્યો. પોલીસે મહામહેનતે બન્નેને બચાવ્યાં. ઉદયપુરની બાજુમાં આવું ‘નિર્દયપુર’ હોય?
સાડીમાં શીર્ષાસન
યોગનાં કઠિન આસનો કરતી વખતે સૂટ-બૂટ, સાડી, લૂંગી થોડાં જ પહેરવાય? પણ હરિયાણાના રોહતકમાં કેટલીય કોલેજો ચલાવતા એક સંચાલકે હદી કરી નાખી. પ્રેક્ટિકલ એકઝામ આપવા માટેની ખૂબ જ ઊંચી ફી ભરવાનો વિદ્યાર્થિનીઓએ ઇનકાર કરતાં આ માથાફરેલ સંચાલકે શું સજા કરી ખબર છે? સાડી પહેરેને આવેલી બી.એડ. કોલેજની વિદ્યાર્થિનીઓને જબરજસ્તી શીર્ષાસન કરાવ્યું એટલું જ નહીં અશ્વ્લીલ અને બીભત્સ કોમેન્ટ પાસ કરી ઠેકડી. ઉડાડી. એક રાષ્ટ્રીય અંગ્રેજી દૈનિકમાં આ સમાચા પ્રગટ થતાં ઊહાપોહ થયો હતો. આવી હીણી હરકત બદલા રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીએ આ માથાફરેલ સંચાલકની છ કોલેજોની માન્યતા રદ કરી. જોકે માન્યતા રદ કરવામાં આવતાં સહન તો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને જ કરવું પડશેને? ઊખળી ઊઠેલા સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે વિદ્યાર્થિનીઓને સાડીમાં શીર્ષાસનની ફરજ પાડનારા સંચાલકને જ ધોતિયું પહેરાવી જાહેરમાં શીર્ષાસન કરાવવું જોઈએ, તો જ આ ‘ઊંધિયા’ની અક્કલ ઠેકાણે આવશે.
પંચ-વાણી
એનડીએ (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ)ને આપણે ગુજરાતીમાં ટૂંકમાં શું કહી શકીએ ખબર છે? ‘ન.ડી.એ.’

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 

 

 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved