Last Update : 21-July-2012, Saturday

 

ક્યારેક ‘પોતાનાં’ય દુશ્મન બની બેસતાં હોય છે, તો ક્યારેક ‘પરાયાં’ સ્વજનથી ય અધિક સ્નેહ વરસાવતાં હોય છે!! - મઘ્યાહ્‌ન

ઝાકળઝંઝા - પરાજિત પટેલ
- વાહ, ડૉ. સંગભદ્રા! તુમને તો કમાલ કર દી! જો કોઇ નહીં કર સકતા, વો તુમને કર દિખાયા! મિરેકલ્સ આર સ્ટીલ હેપન્ડ!

‘ડૉકટર, કોણ લાવી આપશે મારી સદ્‌ભાવના ને?’
પૂછી નાખ્યું મઘ્યાહ્‌ને.. સામે શ્વેત ફરિસ્તા જેવા ડૉ. ચંદ્રાલિયા ખડા હતા.. એમના ચહેરા પર સ્મિત હતું. આત્મવિશ્વાસનું અજબ તેજ હતું. એમણે હોઠ જરૂર ભીડ્યા હતા, પણ એ હોઠ પરની સ્મિતાળ સ્નિગ્ધતા સ્વયં પ્રગટ થઇ જતી હતી. હોશમાં આવેલા મઘ્યાહ્‌નનું મન આશાતંતું રચવા લાગી ગયું હતું! ડૉકટર કહેતા હતા ઃ ‘અશક્યને શક્ય બનાવતાં મને આવડે છે!’ કેવું સેલ્ફ કોન્ફીડન્સના રણકારવાળું વાક્ય બોલી ગયા હતા ડૉકટર! ડૉકટર પાસે જાદૂ છે કે શું? હજી મઘ્યાહ્‌નના મનમાં આશંકાનો મધપૂડો લટકતો હતો!
શંકા સમૂળગી ગઇ નહોતી.
સંશયના સાપોલિયા સળવળતાં હતાં. ડૉકટર એ તો કહેતા નથી કે સદ્‌ભાવના મને મળશે શી રીતે? કે પછી ડૉકટર મને સાજો કરવા માટે મને ખોટી રીતે આશા બંધાવતા હશે? લાગતું તો નથી, છતાં મન માનતું નથી! શી રીતે શક્ય બનશે? એટલે શંકાભર્યા ચહેરા સાથે એણે પૂછી નાખ્યું ઃ ‘કોણ લાવી આપશે મારી સદ્‌ભાવનાને?’
‘હું લાવી આપીશ તારી સદ્‌ભાવનાને!’
‘પ્રોમીસ?’
‘યસ, પ્રોમીસ!’
ડૉ. ચંદ્રાલિયાના હોઠ પર હળવું સ્મિત હતું. ડૉકટર એને આત્મીયજન જેવા લાગ્યા, સ્વજન સમા ભાસ્યા! એક આ ડૉ. ચંદ્રાલિયા છે કે સ્વજન સમા ભાસે છે, ને એક મારા પપ્પા-
છીં.. મોઢામાં કોળિયો મૂકતાં અને ચાવવા જતા માણસના દાંતમાં કાંકરી આવી જાય એમ મઘ્યાહ્‌ન હચમચી ગયો! ક્યારેક ‘પોતાનાં’ય દુશ્મન બની બેસતાં હોય છે, તો ક્યારેક ‘પરાયાં’ સ્વજનથીય અધિક સ્નેહ પ્રગટાવતાં હોય છે! વિચારો જ વિચારો! મઘ્યાહ્‌ન વિચારોના ચગડોળમાં ધુમરિયો લેતો હતો. ત્યાં જ ડૉ. ચંદ્રાલિયાનો પ્રેમાળ અવાજ એના કાને પડ્યો ઃ ‘મઘ્યાહ્‌ન બેટા, વિચારો ન કર. વિચારોથી તનાવ પેદા થશે. બેટા, તું આરામ કર. સંપૂર્ણ સાજો થઇ જા. તારી સદ્‌ભાવના તને મળી જશે.’
- આટલું કહીને ડૉ. ચંદ્રાલિયા બહાર આવ્યા. તેનાં માતાપિતાને મળ્યા. ને બોલ્યા ઃ ‘ચંિતા ન કરશો. તમારો મઘ્યાહ્‌ન એકદમ સ્વસ્થ છે. પણ-’
‘પણ? શું ડૉકટર?’ ટહુકો કરી ઊઠ્યું માતૃત્ત્વ.
‘મારે એને આઘાતમાંથી બહાર લાવવો પડશે. એ વારંવાર માનસિક આઘાતમાં સરી પડે છે. ને એ માટે-’
‘એ માટે જે કરવું હોય તે કરો, ડૉકટર સાહેબ! પૈસાની કોઇ ચંિતા ના કરશો!’ પિતૃહૈયું આખરે શબ્દ બનીને પ્રગટ થઇ ગયું.
‘એ માટે આપણે એક નિષ્ણાત મનોચિકિત્સકને થોડા દિવસ માટે બોલાવવા પડશે. તેઓ મઘ્યાહ્‌નને આઘાતમાંથી બહાર કાઢશે અને તેના ગુસ્સાને પણ શાંત કરી દેશે. ને બીજી વાત. જ્યાં સુધી એ સંપૂર્ણ સ્વસ્થ ના થાય ત્યાં સુધી તમારે એની સામે આવવાનુ નથી!’
‘ભલે.’
બીજા જ દિવસે એક મહિલા મનોચિકિત્સક ડૉ. ચંદ્રાલિયાની હોસ્પીટલનાં પગથિયાં ચઢી રહ્યાં. ડૉ. ચંદ્રાલિયા પાસે ગયાં.. હા, એમનું નામ હતું ડૉ. સંગભદ્રા પટેલ. ડૉ. ચંદ્રાલિયા સાથે ડૉ. સંગભદ્રાએ ગુફતેગો કરી લીધી. સવા પાંચ ફૂટનો ગૌરવર્ણ દેહ, ગુલાબી કિનારવાળી શ્વેત સાડી, એના ઉપર દાકતરી યુનિફોર્મ સમો સફેદ કોટ. હાથમાં સ્ટેથોસ્કોપ, આંખો પર શ્યામરંગી ગોગલ્સ ને મોઢા પર માસ્ક... નાજુકાઇ હતી, તો નમણાશ પણ હતી. દાકતરી પેશામાં ય એમનું અઢળક માર્દવ છૂપું રહેતું નહોતું.. પગલાં ધીમાં, છતાં મક્કમ હતાં ડૉ. પટેલનાં. ડૉ. સંગભદ્રાને હોસ્પીટલના લોકો જોતા જ રહી ગયા! ડૉ. ચંદ્રાલિયાએ મઘ્યાહ્‌નના રૂમમાંથી તમામને બહાર કાઢ્‌યા. હવે?
રૂમમાં હતાં ડૉ. સંગભદ્રા પટેલ.
નિષ્ણાત મનોચિકિત્સક.
અને મઘ્યાહ્‌ન શાહ.
સુસાઇડ કેસવાળો પેશન્ટ.
પહેલો દિવસ.
એમણે મઘ્યાહ્‌નના રૂમમાં પ્રવેશ કર્યો, તે જ વખતે મઘ્યાહ્‌નની નજર ડૉ. સંગભદ્રા પર પડી... ને તે ચમકી ગયો! પણ તેમની પાછળ જ પ્રવેશેલા ડૉ. ચંદ્રાલિયાએ કહ્યું ઃ ‘મઘ્યાહ્‌ન, આ છે નિષ્ણાત મનોચિકિત્સક ડૉ. સંગભદ્રા પટેલ... તારા જખ્મી મનની ટ્રીટમેન્ટ હવે એ કરશે. બી કેરફુલ. તમામ આશંકાઓમાંથી બહાર આવી જા!’
ડૉ. સંગભદ્રાની સારવાર ચાલુ થઇ ગઇ.... ડૉકટરનાં ટેરવાંમાં સાચે જ જાદૂં છે.. એન્ડ ધીસ ઈઝ ધ મિરેકલ.. ચમત્કાર સર્જાઇ ગયો... તેનો ગુસ્સો શાંત થઇ ગયો, પહેલા દિવસે જ ડૉ. સંગભદ્રાની સારવાર રંગ લાવી... હવે તે તેના માતા પિતા સાથે ગુસ્સા વિના જ વાત કરતો હતો. મા-બાપે નિરાંત અનુભવી ઃ ‘હાશ! ભલું થજો ડૉ. સંગભદ્રાનું!’ માબાપની ખુશીનો પાર ન રહ્યો.
ચમત્કાર! ચમત્કાર! ચમત્કાર!
એક ડૉકટર કેવો ચમત્કાર સર્જી શકે છે એનો પુરાવો નજર સામે જ હતો!
મિરેકલ્સ આર સ્ટીલ હેપન્ડ.
મઘ્યાહ્‌નની ખુશી અપરંપાર હતી.. એ અદ્‌ભુત સાજાપણાને પામ્યો હતો.. ઝેરને સ્થાને અમૃત છલોછલ છલકાઇ રહ્યું હતું એના મનમાં.. વાહ.. ડૉ. સંગભદ્રા, તુમને તો કમાલ કર દી! જો કોઇ નહીં કર સકતા, વો તુમને કર દિખાયા!
હવે તે સ

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved