Last Update : 21-July-2012, Saturday

 

૨૦૧૪ ઈન્ડિયા પોલિટીકલ ઓલિમ્પિક્સ

ટોકિંગ પોઇન્ટ - સુદર્શન ઉપાધ્યાય
- લંડન ઓલિમ્પિક્સના જેટલો જ દબદબો ભારતનો રાજકીય સત્તા માટેના જંગમાં છે
- ૨૦૧૪ના જંગ માટે અત્યારથી જ તૈયારીઓ પ્રાદેશિક પક્ષોની નજર અર્જુન જેવી છે ઃ સત્તા પર ચીટકી છે ઃ ઓલિમ્પિકના ખેલાડી એક જ ગેમના નિષ્ણાત; ભારતના રાજકીય નેતાઓને બધી જ ગેમ આવડે છે..
- ઉત્તર પ્રદેશની ૮૦માંથી ૫૦ બેઠક જીતીને મુલાયમસંિહ હુકમનો એક્કો બનવા માગે છે ઃ મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ કરતાં પ્રાદેશિક પક્ષો વઘુ વ્યૂહાત્મક..

લંડન ઓલિમ્પિક્સમાં વિજય મેળવવા ભારતના ખેલાડીઓ છેલ્લા બે વર્ષથી સખત મહેનત કરતા હતા. ચારે બાજુ જ્યારે ઓલિમ્પિકનું વાતાવરણ છે ત્યારે ભારતમાં ૨૦૧૪માં રમાનાર પોલીટીકલ ઓલિમ્પિક દેશની સવા અબજની વસ્તિને અસરકર્તા બની રહી છે. સમયસર ચૂંટણીઓ આવે તો હજુ ૧૭ મહિનાની વાર છે. પરંતુ ઓલિમ્પિકના ખેલાડીઓએ જેમ બે વર્ષથી પ્રેકટીસ કરી છે એવું જ પોલીટીકલ ઓલિમ્પિક માટે ભારતના રાજકારણીઓ અત્યારથી જ સજ્જ થઇ રહ્યા છે. જેમ ઓલિમ્પિક નિહાળવાની મજા આવે છે એમ ભારતની પ્રજા ૨૦૧૪ની આ પોલીટીકલ ઓલિમ્પિક પણ માણશે.
ભારતમાં રાજકીય ચૂંટણી જંગ ઓલિમ્પિકની જેમ જ લડાય છે.. એક સમય હતો કે જ્યારે મતપેટીઓ કબજે કરવી; મત મથકો કબજે કરવા વગેરે રૂટીન હતું પરંતુ હવે તબક્કાવાર ચૂંટણીઓ અને ચૂંટણી પંચની આચારસંહિતાએ શાંત મતદાન માટે જગ્યા કરી આપી છે. પરંતુ પહેલાં ચૂંટણીઓમાં ગુંડા ચૂંટાતા હતા હવે ક્રિમીનલો ચૂંટાય છે. માથાભારે લોકો ચૂંટાય છે. લોકોમાં ધીરેધીરે જાગૃતિ આવી જાય છે. શહેરના લોકોની સાથે સાથે ટાઉન લેવલના લોકો પણ વિકાસલક્ષી રાજકારણને આવકારતા થયા છે અને મત આપતા થયા છે.
ઓલિમ્પિકમાં જેમ કુસ્તીબાજી, શૂટીંગ, તીરંદાજી, વેઈટલીફ્‌ટીંગ જેવી સ્પર્ધા હોય છે એમ ભારતની રાજકીય ઓલિમ્પિકમાં પણ છે. નાના પ્રાદેશિક પક્ષો જેવાં કે રાષ્ટ્રીય લોકદળ, નેશનલ કોન્ફરન્સ, રાષ્ટ્રીય જનતા દળ જેવાઓ હોકી ટીમ જેવી ભૂમિકામાં રહેશે જ્યારે રાજકીય કુસ્તીબાજીમાં મુલાયમસંિહ જેવાઓ રાજકીય વેટ-લીફ્‌ટીંગમાં જોર બતાવશે.
લંડન ઓલિમ્પિકના ખેલાડીઓ માત્ર એક ગેમના નિષ્ણાત હોય છે, તેમાં તે પ્રેકટીસ કરે છે. બીજી ગેમનું જ્ઞાન તેમને નથી હોતું. ઉદાહરણ તરીકે કુસ્તીબાજને તીરંદાજી ના આવડે તે તો ઠીક પણ તીર પકડતા પણ ના આવડે પરંતુ ૨૦૧૪માં ઈન્ડિયન પોલીટીકલ ઓલિમ્પિક ગેમમાં ભાગ લેનારા તમામ રાજકીય પક્ષોના લોકો બધી જ ગેમ રમવાના નિષ્ણાત હોય છે. તેમનામાં કુસ્તીબાજી, તિરંદાજી, શૂટીંગમાં કૌવતના ગુણો હોય છે. તેમના આ કૌવતથી પ્રજા માહિતગાર હોય છે. પરંતુ સારા માણસો સત્તા પર આવશે તેની સૌને આશા છે.
૨૦૧૪ના જંગમાં પ્રાદેશિક પક્ષો, મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસ અને ભાજપને થકવી મારશે તે નક્કી છે. ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકમાંથી મુલાયમસંિહ યાદવનો સમાજવાદી પક્ષ ૫૦ બેઠક જીતી લાવશે તો તે ધાર્યો હોદ્દો મેળવી શકશે. એક સમયમાં સંરક્ષણ પ્રધાન મુલાયમસંિહ યાદવને રોજ વડાપ્રધાન તરીકે શપથ લેતા હોય એવા સપનાં આવે છે.
લોકસભાની ૫૪૪ બેઠકોમાંથી જેની પાસે ૨૭૩ બેઠકો હશે તે સરકાર રચી શકશે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની સૌથી વઘુ ૮૦ બેઠકો છે. માયાવતીના બહુજન સમાજવાદી પક્ષને રાજ્ય વિધાનસભામાં હટાવનાર મુલાયમસંિહનો સમાજવાદી પક્ષ માને છે કે જો વહેલી અર્થાત્‌ ૨૦૧૩માં ચૂંટણી આવે તો સમાજવાદી પક્ષને ૮૦માંથી ૫૦ બેઠક મળે એમ છે. વિધાનસભાના જંગમાં મુલાયમસંિહ યાદવે બેરોજગારી ભથ્થું, મફત લેપટોપ જેવા અનેક વચનો આપ્યા છે. આ માટે ૮૦ લાખ કરોડ રૂપિયા જોઇએ. ઉત્તર પ્રદેશની સરકારની તિજોરી ખાલી છે. પરંતુ સમાજવાદી પક્ષ કેન્દ્ર સરકાર સાથે હાથ મીલાવીને આર્થિક સહાય મેળવીને પ્રજામાં પોતાનો દમનો પરિચય આપી રહ્યા છે. પ્રજાના દરેક વર્ગને રાજ્યનો એવો સત્તાધીશ ગમે છે. લોકસભાની ચૂંટણીઓ સુધી યાદવ કુટુંબ સવલતોની લ્હાણી ચાલુ રાખશે. તેમને પ્રજાને સહાય કરવામાં રસ છે તેના કરતાં વઘુ રસ ૮૦ બેઠકોમાં છે. મુલાયમસંિહ જાણે છે કે આ તેમના વડાપ્રધાન બનવાનો છેલ્લો ચાન્સ છે. સભ્યસંખ્યાના જોરે તે ૨૦૧૪ની પોલીટીકલ ઓલિમ્પિક જીતવા માગે છે એટલે તો માયાવતીની પ્રતિમા તોડનારને સજા કરીને જાહેરમાં માફી માગી છે.
બીજી તરફ તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી માયાવતી પણ જોરમાં છે. તેમની સામેની વઘુ પડતી સંપત્તિનો કેસ ઉડી ગયો છે. માયાવતી પણ ૨૦૧૪ના જંગથી માહિતગાર છે. તે પણ વડાપ્રધાન બનવાની ઈચ્છા વ્યક્તિ કરી ચૂક્યા છે. મુલાયમ અને માયાવતીની મહેચ્છા અને વ્યૂહાત્મક પ્લાનીંગમાં કોંગ્રેસ-ભાજપ કરતા વઘુ હોંશિયાર છે. બંને પૈસાદાર છે. બંને ગુંડાગીરીમાં માને છે. બંને જીત મેળવવા કોઇપણ હદે જવા તૈયાર છે.
જેવી ઉત્તર પ્રદેશની સ્થિતિ છે એવું જ બિહાર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિળનાડુમાં છે.
જેમ ઓલિમ્પિક્સ એ વિવિધ રમતોનો મહાકુંભ છે એમ ભારતનું રાજકારણ સત્તાવાંછુઓનો મહાકુંભ છે. ભારતનું રાજકારણ બહુમતી સંખ્યા આધારીત છે. હવે રાજકીય જોડાણોના પ્રભુત્વવાળું ભારતનું રાજકારણ છે. રાજકારણીના ખેરખાંઓ અત્યારથી જ પોતાના ખેલાડીઓ પસંદ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં તો ઉમેદવાર અત્યારથી જ નક્કી કરી દેવાયા છે. કોંગ્રેસ અને ભાજપ યાદી બનાવવામાં વ્યસ્ત છે જ્યારે પ્રાદેશિક પક્ષો તો ઘણાં આગળ વધી ચૂક્યા છે. પ્રાદેશિક પક્ષો અર્જુન જેવા છે. તે લોકો સત્તાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે.
દેશના સૌથી જુના પક્ષ કોંગ્રેસ માટે ૨૦૧૪ની રાજકીય ઓલિમ્પિક મહાભારત સમાન બની રહેવાની છે. કોંગ્રેસ છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓમાં મોટો ફટકો ખાધો છે. કોંગ્રેસે તેના પ્રિન્સ રાહુલ ગાંધીને નેતાગીરીના પાઠ ભણાવવા રાજ્ય વિધાનસભાના ચૂંટણી જંગનો હવાલો સોંપ્યો હતો પરંતુ નિરાશાજનક પરિણામો મેળવ્યા હતા.
કોંગ્રેસને જોડાણવાળી સરકારો સાથે રહીને કદાચ વઘુ પ્રેક્ટીકલ બની છે, કોંગ્રેસ નમતા શીખી છે; સમય આવે બોલ્ડ નિર્ણય લેતા શીખી છે જ્યારે ભાજપ દંભમાંથી ઊંચું નથી આવતું. તેણે ૨૦૧૪ની ઓલિમ્પિક જીતવી હશે તો ફ્રન્ટ-રોમાં પ્રેકટીકલ લોકોને રાખવા પડશે.
રાજકીય ઓલિમ્પિકની ગેમમાં પ્રજાએ તો મત આપીને વઘુ એકવાર મૂરખ બનવાનું છે. સત્તા માટેની ખેંચાખેંચ અને રાજકીય તોડબાજી એટલી મોટા પાયે જોવા મળશે કે ભ્રષ્ટાચાર વિહોણી સરકાર જોવાનું પ્રજાનું સપનું ઠેરનું ઠેર રહેવાનું છે.
હવે જ્યારે જોડાણવાળી સરકારનો સમયગાળો ચાલે છે ત્યારે મીક્સ વિચારોવાળી સરકાર બનશે. પાંચ સભ્યો ધરાવતો સાથી પક્ષ પણ મુખ્ય પક્ષની ઉંઘ હરામ કરવાની ક્ષમતા ધરાવતો હોય છે જેથી પ્રજા માટે સહન કરવાનું આવશે.
ભારતની ૨૦૧૪ની રાજકીય ઓલિમ્પિક સમયસર યોજાશે એમ મનાય છે પરંતુ યુપીએ-ટુ સરકાર જો ચારેબાજુથી ઘેરાઇ જશે તો અથવા તો રાજકીય પરિસ્થિતિનો લાભ ઉઠાવવા વહેલી ચૂંટણીઓ જાહેર કરે તે શક્ય છે.
ભારતની પ્રજા એવા ભ્રમમાં ફર્યા કરે છે કે તેના હાથમાં મત આપવાનો પાવર છે. તે પરિવર્તન લાવી શકે છે. પરંતુ છેલ્લા સાડા છ દાયકાથી પ્રજા ભ્રમમાં જીવે છે. પ્રજા પોતાની જ શૉર્ટ-મેમરીને ભોગ બને છે અને ફરી એકવાર અયોગ્ય ઉમેદવારને મત આપવાની ભૂલ કરી બેસે છે.
ઓલિમ્પિકમાં જેમ ગોલ્ડ મેડલ માટેની દોડ જોવા મળી છે એમ ભારતમાં સત્તા રચવા માટેની દોડ શરૂ થઇ ચૂકી છે. આ દોડમાં મુલાયમસંિહ યાદવ આજની તારીખમાં મજબૂત છે, એમ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી પણ એગ્રેસીવ મૂડમાં છે.
પ્રાદેશિક પક્ષોનો દબદબો એટલો બધો વઘ્યો છે કે મુખ્ય રાજકીય પક્ષો તેમના હાથ નીચે રહેતા થઇ ગયા છે અને તેમના મનામણા-રીસામણા પાછળ સિઘ્ધાંતો નેવે મૂકી રહ્યા છે. પ્રાદેશિક પક્ષોની મનમાની પાછળ મુખ્ય રાજકીય પક્ષોની સત્તાભૂખ નજરે પડે છે.
ત્રણ મહિના પહેલા પુરી થયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને સમજવામાં કોંગ્રેસ અને ભાજપ બંને માર ખાઇ ગયા હતા. કોંગ્રેસે રાહુલ ગાંધીને પ્રચારની કમાન સોંપીને ધબડકો નોંતર્યો હતો તો ભાજપ અંદરો-અંદરની ખેંચાખેંચીમાં વ્યસ્ત રહ્યું હતું. જ્યારે સમાજવાદી પક્ષના નેતા મુલાયમસંિહ યાદવે ૨૦૧૪ના ગણિત સાથે વિધાનસભાનો દાવ ખેલ્યો હતો. તેમના પુત્ર અખિલેશને મુખ્યપ્રધાન બનાવ્યો તે તો ઠીક પણ પુત્રવઘૂ ડિમ્પલને પણ બિનહરીફ સાંસદ તરીકે જીતાડવામાં પણ સફળતા મેળવી હતી.
કોંગીજનોને ના ગમે એવી વાત છે કે ગાંધી પરિવારની પ્રિયંકા કરતા યાદવ પરિવારની ડિમ્પલ વહુ વઘુ લોકપ્રિય છે.
ભારતની ૨૦૧૪ની રાજકીય ઓલિમ્પિકમાં સાચા અર્થમાં કોઇ ગેમ રમાવાની નથી પણ તેમાં સત્તા મેળવવા માટેની વ્યૂહરચના હશે; રાજકારણની તમામ હુંસા-તુંસી હશે, પક્ષપલટા થશે, નાણા કોથળી ખુલ્લી મુકાશે, લધુમતી કોમની આરતી ઉતારાશે; વઘુ લોકો મતદાન કરે એવા પ્રયાસ કરાશે જેવા અનેક મુદ્દા સપાટી પર આવશે.
૨૦૧૪ની ઈન્ડિયન પોલીટીકલ ઓલિમ્પિકમાં કોણ જીતશે તે અંગે અનુમાન કરી શકાય એમ નથી પરંતુ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર સતત ત્રીજીવાર સત્તા પર આવે એમ લાગતું નથી. ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના અનેક આક્ષેપો વચ્ચે ઘેરાયેલી સરકાર માટે સૌથી મોટી મુસીબત તેમના સાથી પક્ષો છે. સાથી પક્ષોની ડીમાન્ડ સતત વધતી જાય છે અને હવે સરકાર તે પુરી કરતાં - કરતાં થાકી ગઇ છે, હાંફી ગઇ છે.
સમાચાર માઘ્યમોએ મુખ્ય રાજકીય પક્ષો દ્વારા જે બે વડાપ્રધાન વચ્ચેની સંભવિત વૉર ઊભી કરી છે તે પૈકી રાહુલ ગાંધીનો સ્પર્ધાત્મક રાજકીય ગ્રાફ નિરાશાજનક છે જ્યારે નરેન્દ્ર મોદી માટે ભાજપમાં જ હજુ સર્વસંમતિ નથી. તેમ છતાં ૨૦૧૪ની આ વૉરમાં પ્રાદેશિક પક્ષો ઈચ્છશે તે થશે, આ રાજકીય વાવાઝોડામાં ઘણાં ઉખડી જશે.
એક સાઈન બોર્ડ પર વાંચવા મળ્યું હતું કે ‘‘હર ખેલ કી શરૂઆત હોમગ્રાઉન્ડ સે હોતી હૈ’’. રાજકારણમાં પણ તે બંધ બેસતી વાત છે. જે પક્ષ પાસે રાજ્ય મજબુત છે તે ૨૦૧૪ના લોકસભાના જંગમાં છવાઇ જશે એમ દેખાઇ રહ્યું છે.
હાલનો રાજકીય પવન યુપીએ-ટુ કેન્દ્ર સરકારની વિરૂઘ્ધનો છે એમ માનવાની જરૂર નથી. કોંગ્રેસના મેનેજરો સ્પષ્ટ માને છે કે યુપીએ-થ્રી પણ આકાર લઇ રહ્યું છે. યુપીએ-થ્રી આવશે તો પ્રજાએ વઘુ ભ્રષ્ટાચારનો સામનો કરવો પડશે એમ દેખાઇ રહ્યું છે. યુપીએ-ટુ સાથી પક્ષો સાથે પૅચ-અપ કરવામાં સફળ રહ્યું છે. સરકાર સામે મુસીબતના સમયે પણ સાથીપક્ષો સરકાર સાથે રહ્યા હતા. સાથી પક્ષો સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો વખતે પ્રજાના રોષથી પણ કોંગ્રેસે તેમને બચાવ્યા હતા અને તેમનો સાથ છોડ્યો નહોતો.
૨૦૧૪માં રમાનાર ઈન્ડિયન પોલીટીકલ ઓલિમ્પિક અત્યારથી જ શરૂ થઇ ગઇ છે. પોતાને વિજય મળશે એવી આશામાં આળોટતા રાજકીય પક્ષોએ પોતાની વ્યૂહરચના તૈયાર કરી દીધી છે. ભારતનું રાજકારણ સત્તાલક્ષી છે. સત્તા મળ્યા પછી પ્રજાને આપેલા ચૂંટણી વચનોને કોઇ પાળતું નથી. ભ્રષ્ટાચારના મુદ્દે કોઇ પક્ષ દૂધે ધોયેલો નથી. સંગઠનમાં બધા નબળા છે. ભાજપ રાષ્ટ્રવાદના નામે મત લે છે તો કોંગ્રેસ સૌથી જુના પક્ષ તરીકે મત ખંખેરે છે.
આમ તો; ભારતના રાજકારણમાં દરેક ચૂંટણી ઓલિમ્પિકની જેમ રમાય છે. દરેકને સત્તારૂપી ગોલ્ડ મેડલ જોઇએ છે. આ સત્તાનો ગોલ્ડ મેડલ તેમના માટે પાંચ વર્ષ લખલૂટ કમાણીની ચાંદી લઇને આવે છે.
૨૦૧૪ની પોલીટીકલ ઓલિમ્પિકની પ્રિઓલિમ્પિક ૨૦૧૨ના અંતમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં રમાશે. હિમાચલ પ્રદેશ અને ત્રિપુરામાં પણ જંગ ખેલાશે. આ ત્રણેય રાજ્યોની ચૂંટણી પ્રિ-ઓલિમ્પિકના જંગ સમાન બનશે જે ૨૦૧૪ માટેની વિજય કુંડળીની રચના કરશે.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved