Last Update : 21-July-2012, Saturday

 
 

અનુભવ વ્યક્તિને નક્કરતા આપે છે. લૂખા કે બોદા જ્ઞાનનો કોઈ અર્થ નથી

સ્પાર્ક - વત્સલ વસાણી

 

એક પ્રાચીન સૂફી કથા છે.
એક માણસ સત્યની શોધમાં નીકળી પડ્યો. અહીંથી ત્યાં, અનેક ફકીરોને મળી મળીને એ થાકી ગયેલો. અનેક ધર્મગ્રંથો એણે વાંચી લીધેલા. અનેક પ્રકારના ક્રિયાકાંડ કે એવું બઘું જ એ કરી ચૂક્યો પણ ક્યાંકથી સત્યનું સરનામું કે ખુદના ખબર અંતર આપે એવું સ્થળ મળી શક્યું નહીં. અંતે એક એવા સદ્‌ગુરુની પાસે એ પહોંચી ગયો જેમણે માત્ર એક જ સૂત્ર એને આપ્યું.
શિષ્યે પૂછેલું કે સત્ય ક્યાં મળે? ગુરુએ કહેલું કે જ્યાં દુનિયાનો અંત આવે, જ્યાં સંસાર સમાપ્ત થાય ત્યાંથી જ સત્યનું જગત શરૂ થાય છે.
ગુરુની વાત સાંભળી એ તો નીકળી પડ્યો. વર્ષો સુધી એક જ દિશામાં એ ચાલતો રહ્યો. દિવસ ને રાત એના મનમાં એક જ ઘૂન સવાર હતી ઃ સંસાર જ્યાં સમાપ્ત થાય છે એ જગ્યાએ પહોંચી જાઉં. જંગલ, નાળા, ખાડા, ટેકરા બઘુંજ વટાવતો, અથડાતો પછડાતો એ એક એવી જગ્યાએ આવી ગયો જ્યાં દુનિયાનો અંત નજીક હતો. ગામના લોકોને એણે પૂછ્‌યું કે સૃષ્ટિનો અંતિમ છેડો હવે કેટલોક દૂર છે? ...ગામના લોકોએ કહ્યું કે બસ હવે આ અંતિમ સ્થળ છે. આ ગામથી આગળ પછી કશું નથી. પણ અમારી એ સલાહ છે કે ત્યાં તમે જશો નહીં. એ એક ભયાનક જગ્યા છે. આગળ મહાશૂન્ય સિવાય બીજું કશું જ નથી. અનેક લોકો ત્યાં પહોંચીને પાગલ જેવા થઈ ગયા છે. ભયથી થરથરીને ભાગ્યા છે. માટે અમારું જો માનો તો ભાઈ, પાછા ફરી જાવ. પણ આ માણસ તો જંિદગીભર એ સ્થળ જોવા માટે જ ચાલતો રહેલો. ગુરુની દેશના હતી કે સંસારનો જે છેડો છે ત્યાંથી જ સત્યનું જગત શરૂ થાય છે. આથી કોઈનુંય સાંભળ્યા વિના એ તો આગળ વઘ્યો. થોડેક દૂર ગયો તો એક તખ્તી લાગેલી હતી ઃ ‘અહીં દુનિયા સમાપ્ત થાય છે.’ આંખ ઉઠાવીને એણે જોયું તો આગળ ઊંડી-અતલ ખાઈ સિવાય કશું જ હતું નહીં. મહાશૂન્યથી એ એટલો ગભરાઈ ગયો કે પાછું વાળીને જોવા પણ ઊભો ન રહ્યો. ખાવા પીવાનું પણ ભૂલી ગયો. ગુરુના ચરણમાં જઈને ફસડાઈ પડ્યો. મૂંગો બની ગયેલો. મહા શૂન્યને જોયા પછી એ કશું બોલી શકતો ન હતો. કહેવું શું? શબ્દાતીત એ અનુભવ હતો. ગુરુએ ખૂબ પૂછ્‌યું પણ એનાથી કશું બોલી શકાયું નહીં. માત્ર ઈશારો જ કરતો હતો. ગુરુ સમજી ગયા. એમણે કહ્યું ઃ લાગે છે કે તું સંસારના અંત સુધી પહોંચી ગયો છે. જ્યાં લખ્યું છે કે અહીં દુનિયા સમાપ્ત થાય છે. શિષ્યે માથું હલાવીને હા પાડી. ગુરુએ કહ્યું ઃ પાગલ! એટલે સુધી પહોંચી ગયો તો પાછો ભાગ્યો શા માટે? મેં તો તને કહેલું જ કે જ્યાં સંસારનો છેડો આવે છે ત્યાંથી જ સત્યનું જગત શરૂ થાય છે. તેં માત્ર આ બાજુની તકતી વાંચી પણ પેલી બાજુ જઈને કેમ ન જોયું? ત્યાં લખ્યું છે કે સત્યનું જગત અહીંથી શરૂ થાય છે. બસ, થોડુંક સાહસ જરૂરી હતું. ભલભલા લોકો જગતના અંત પર પહોંચીને ભયભીત બની જાય છે કેમકે બધા જ સંબંધો, બધી સુરક્ષા, તમામ ધારણા ત્યાં જઈને તૂટી જાય છે. અસુરક્ષાના જગતમાં છલાંગ લગાવવી અઘરી છે પણ એ જો શક્ય બની જાય તો આગળ નર્યો આનંદ, નરી શાતા, કેવળ આરામ અને રસમયતા જ છે.’
ઓશો કહે છે ઃ આ એક પ્રતીક કથા છે. જગતનો અંત જોવા માટે બહાર ક્યાંય દોડવાની જરૂર નથી. આ તો એક અંતર્યાત્રા છે. જાગતા રહીને જગતના હર એક અનુભવમાંથી પસાર થવાની આ વાત છે. અધકચરા નહીં, પણ છેક અંત સુધી જઈને જોવાની વાત છે. લોકો પરમાત્માની શોધમાં જગત છોડીને ભાગે છે. એનાથી આ બિલકુલ જુદી વાત છે. સંસાર છોડીને ભાગવાનું નથી. સત્યના સાક્ષાત્કાર માટે સાહસ જોઈએ. જે છે તેને તેવું ને તેવું જ જોઈ લેવાની હંિમત જોઈએ. જગતના સંબંધોથી ભાગો નહીં. દિલ દઈને એમાં ડૂબો અને જુઓ કે એ ક્યાં જઈને અટકે છે? આખરે એમાં છે શું? કેટલેક દૂર સુધી એ સંબંધો સલામત રહી શકે છે? અને જે છેક છેડે જઈને જોઈ શકે છે તેને તમામ સંબંધો છીછરા અને ક્ષણજીવી લાગે છે. અમુક હદથી આગળ એનું અસ્તિત્વ નથી. થોડુંક તાણો અને એ તૂટી જાય છે. હરએક વાસનાને પૂરી કરવાનો પ્રયત્ન કરો. ભરપૂર રીતે એને માણી લઈને જોઈ લો. ઢગલાબંધ ધન હોય, ગણ્યું ન ગણાય એટલું નાણું માનો કે તમારી પાસે હોય પણ એનો અર્થ શો? એ તમને શાંતિ આપશે? પરમાત્માની ઝલક આપી શકશે? સમાપ્ત ન થાય એવા આનંદનો અહેસાસ આપી શકશે? છેડા સુધી જઈને જોઈ જુઓ તો ખ્યાલ આવશે કે ધન, સંપત્તિ કે બહારનું કશું જ તમને તૃપ્તિ નહીં આપે. બસ, આ અનુભવ અને જાગૃત રીતે એને જોઈ લેવાની હંિમત સત્યનું દ્વાર બની જાય છે. ઊંચામાં ઊંચા પદ પર તો પહોંચી ગયા પણ છેવટે શું? અંતે તો હર કોઈ વ્યક્તિએ અહીંથી ખાલી હાથે જ જવાનું છે. મૂઠી રાખ સિવાય પાછળ કશું જ બચતું નથી. તો એનો અર્થ શો? આ રીતે જગતના, જગતની હરકોઈ વસ્તુના અંત સુધી જઈને જોઈ લેવું; સંસારના નિષ્કર્ષને જાણી લેવો એટલે આપોઆપ જ પરમાત્માનું જગત શરૂ થઈ જશે. અનુભવ સિવાય આત્મ પ્રતીતિ કે અંતર્યાત્રા શરૂ થતી જ નથી. અનુભવ વ્યક્તિને નક્કરતા આપે છે. બોદા જ્ઞાનનો કોઈ અર્થ નથી. મગજમાં અનેક ગ્રંથો ભરીને જીવનારા લોકો પણ મોટાભાગે બોદા જ હોય છે અને અભણ લોકો પાસે પણ જો અનુભવનું બળ હોય તો એમની વાતમાં સચ્ચાઈ અને આંખમાં ચમક હોય છે.
મનનો જ્યાં અંત આવે, અહંકાર જ્યાં જઈને સમાપ્ત થાય ત્યાંથી જ સત્યનું જગત શરૂ થાય છે. મન છે ત્યાં સુધી જ સંસાર છે. અથવા તો મન એ જ સંસાર છે. અહંકારના કારણે જ આ આખું સંસારચક્ર ચાલે છે. જગતનો અંત એટલે મન અને અહંકારનો અંત. જે વ્યક્તિ આ અંતને જોઈ લે છે, સ્વયંનો એ અનુભવ બનાવી લે છે તે સત્યના અને પરમાત્માના જગતમાં આપોઆપ પ્રવેશી જાય છે. પણ અહંકાર તૂટે, મન સમાપ્ત થાય, સાંસારિક સંબંધોની વાસ્તવિકતા સામે આવે, દુન્યવી સુખસાહ્યબીનો અર્થ સમજાય ત્યારે જે ખાલીપો, જે અસુરક્ષા અને પીડાનો અનુભવ થાય છે તેનાથી પણ ભાગવાનું નથી. બસ એ પળમાં પણ જે શાંતિથી જાગરૂક રહીને જોઈ શકે છે તે સત્યના, સતત આનંદ અને સુખથી ભરેલા જગતમાં પ્રવેશવા માટે લાયક બની જાય છે. અહંનો જ્યાં અંત છે, ત્યાંથી જ બ્રહ્મનું જગત શરૂ થાય છે. આજે બસ આટલું જ.
ક્રાન્તિબીજ
હ્યૃહ્લ ફહ્લ્‌ય ગ્શ્ન
આંતરિક અને બાહ્ય જીવનમાં યાત્રા કરવા માટે પોતાના અંતરાત્માના અવાજને અનુસરી યાત્રા કરો. તમારા સિવાય તમારો કોઈ બેલી નથી. અંતર્જ્યોતિને પ્રજ્વલિત કરી પોતે જ પોતાની યાત્રાના પથદર્શક બનો.
- ભગવાન બુદ્ધ

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved