Last Update : 21-July-2012, Saturday

 

ભવિષ્યની સ્કૂલો ‘ક્લાઉડ’ પર ભણાવશે...!

શોધ-સંશોધન- વસંત મિસ્ત્રી

 

હેલ્વેટ પેકાર્ડ નામની કંપનીએ ભવિષ્યની સ્કૂલનું એક મોડેલ તૈયાર કર્યું છે.
‘ક્લાઉડ’ પ્લેટફોર્મ પર આધારિત આ વ્યકિતગત શૈક્ષણિક પઘ્ધતિ અનેક આકર્ષણો ધરાવે છે. વરચ્યુઅલ સ્કૂલ પ્રોવિઝન અને એજયુકેશન સર્વિસ ડિલિવરી જેવી બાબતો પર તે સંશોધન કરશે.
ભવિષ્યની સ્કૂલો ઓનલાઇન સેવાઓ આપશે. તેને માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર (સર્વર, સ્ટોરેજ, કોમ્યુનિકેશન, અને ઇ. લર્નંિગ સોફટવેર) હેલ્વેટ પેકાર્ડ આપશે.
શૈક્ષણિક કન્ટેન્ટના સમતુલન માટેના પ્રશ્નોનું નિરાકરણ પણ ઓનલાઇન સૂચવવામાં આવશે. કોર્સ બધે સરખો જ રહેશે. આવી શાળાઓ આભાસી (વરચ્યુઅલ) રહેશે. વિદ્યાર્થીઓને કવૉલિટી એજયુકેશન માટે શ્રેષ્ઠ શિક્ષકો મળશે. શિક્ષકો પણ ટિચંિગ માટેની અદ્યતન પ્રથાઓનો લાભ મેળવી શકશે. આવી શાળાઓમાં ઓડિઓ / વિડીઓ કાર્યક્રમ અથવા ઓનલાઇન ચેટ પણ હશે.
લ્લઁ રિસર્ચ હવે એક સાથે ચાલનારી મલ્ટીપલ ઓનલાઇન શાળાઓ તૈયાર કરશે, જે ‘ક્લાઉડ’ પ્લેટફોર્મ પર આધારિત હશે.
આવી શાળાઓમાં કોઇપણ સ્થળેથી શિક્ષકનો સંપર્ક સાધી શકાશે, જે કૉસ્ટ ઇફેકિટવ (પોષાય એવો) હશે. શિક્ષકો માટે પણ નવી ટેકનીક અપનાવવાની સ્પર્ધા રહેશે.
વિદ્યાર્થીઓ અને વડીલો સ્ટીવ જોબ્સ (ઍપલ) ના ‘કલાઉડ’ ને સમજશે અને આઈપેડ-૨ની તૈયારી રાખશે તો આવી શાળામાં પ્રવેશ અને સમજ બંને સરળ બનશે.

 

કામવાળાને છોડો, રોબોટને પકડો...!

 

સમય બદલાઈ ગયો છે. હવે કામવાળાથી છુટકારો મેળવો. ઘરકામ કરનારા રોબોટ ભારતમાં આવી ગયા છે. આ રોબોટ કામવાળાનાં બધાં જ કામ કરે છે. માર્બલ, કાર્પેટ, ફલોરંિગની સફાઈ તેને માટે સરળ છે. ૪૫થી ૯૦ મિનિટની સફાઈ પછી એ જાતે જ રિચાર્જ થાય છે.
આ રોબોટમાં સેન્સર હોય છે જેને કારણે તે તમારી સાથે અથડાતો નથી અને સફાઈ કરતાં કરતાં દાદર પરથી ગબડી પડતો નથી.
તમે ચોક્કસ તારીખ અને સમય તેનામાં ‘ફીડ’ કરી દો એટલે તે પોતાની રીતે દરરોજ કામ કરી લે છે...!
તમારો કામવાળો ફિનાઇલથી પોતા કરવાનું ભૂલી જતો હશે પરંતુ રોબોટ તો પોતાના અલ્ટ્રાવાયોલેટ ઇનબિલ્ટ લેમ્પ વડે જીવાણુ અને વિષ્ણુઓનો ખાતમો બોલાવી દે છે.
તમારી ગેરહાજરીમાં પણ આ રોબોટ સોફા અને પલંગ નીચેની ઘૂળ અચૂક સાફ કરે છે.
કેસેરોલથી મોટાં અને ડિસ્ક આકારના આવા રોબોટ દિલ્હી, ચંદીગઢમાં વઘુ પહપસારો કરી રહ્યા છે. મોટાં શહેરો કે જ્યાં પતિ-પત્ની બન્નેેે જોબ કરતાં હોય ત્યાં તે અતિ ઉપયોગી જણાયા છે. આ રોબોટ બેટરી પૂરી થઈ જાય તો થોડીવાર ચાર્જીંગ કરી ફરી ત્યાંથી જ કામકાજ શરૂ કરે છે.
જેમ કામવાળી જુદા જુદા નામવાળી હોય તેમ રોબોટ પણ જુદા જુદા નામ ધરાવે છે. રોબોકોપ, સુપરબોટ જેવા કામવાળા તમને ૧૦,૦૦૦ની આસપાસ મળે.
જરા વઘુ કામ માટે રેડહોક અને બ્લેકકેર પોકેટમાં જરા મોટું કાણું પાડે પરંતુ કામવાળાના સમય. તેની માંગ, તેની રજાઓ, ઉત્સવો વખતે જ રાજસ્થાન તરફની તેમની સફર તો ગૃહિણીઓ માટે ભારે માથાનો દુખાવો બની રહે છે.
એના કરતાં રોબોટ વસાવવો એ ‘વેલ્યુ ફોર મની’ કહી શકાય.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved