Last Update : 21-July-2012, Saturday

 
શકરાભાઈ ભોળા શંભુથીય વધારે ભોળા !
હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી

એક સવારે શકરાભાઈને ઘેર એમના એક જૂના મિત્ર ગીઘુભાઈ આવી ચડયા. એમનું નામ તો હતું ગિરધરલાલ, પણ સ્કૂલમાં મિત્રો એમને ગીઘુભાઈ નામથી બોલાવતા. સ્કૂલના દિવસોમાં મિત્રોની ટોળીમાં શકરાભાઈ અને ગીઘુભાઈને ઠીક બનતું.
પણ પછી તો વર્ષો વહી ગયાં. કેટલાંય વર્ષોથી ગીઘુભાઈ એમને મળ્યા નહોતા. અલબત્ત લગ્નપ્રસંગ બાદ.
શકરાભાઈએ આશ્ચર્ય અને ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું ઃ ‘અરે, અરે, ગીઘુભાઈ, તમે ?’
‘કેમ ? જૂના મિત્રને મળવા ના આવીએ ?’
‘ક્યાં આવો છો ? કેટલાં વર્ષે મળ્યા ? સ્કૂલના દિવસો યાદ આવે છે.’
શાણીબહેન અને મંજરી તથા મુન્નો પણ આ નવતર અને લગભગ અજાણ એવા શકરાભાઈના દોસ્તારને નીરખી રહ્યા.
એમણે ખાદીની ટોપી પહેરી હતી. પાયજામો અને ઝભ્ભો ચડાવ્યા હતા. શકરાભાઈએ પરિવાર સાથે તેમનો પરિચય કરાવ્યો. ગીઘુભાઈએ ઊભા થઈને શાણીબહેનને નમસ્કાર કર્યા.
શાણીબહેનને આ નવા દોસ્તારનું વર્તન ન જાણે કેમ અજુગતું લાગવા માંડયું. એ ય બે ભાઈબંધોની જૂની વાતો સાંભળવા બેઠાં.
મંજરી પાણી લઇ આવી. ગીઘુભાઈએ જરાક વિચિત્ર નજરે મંજરી સામે જોઈને ‘થેન્ક યુ’ કહીને પાણીનો ગ્લાસ લીધો.
શકરાભાઈએ પૂછયું, ‘ગીઘુભાઈ, કેમ મને યાદ કર્યો ? તમારા પરિવારમાં બધા કેમ છે ?’
‘બધા મઝામાં મારા ભાઈ !’
‘આપણા જૂના ભાઈબંધો, શરદ, સોહન, પકોડો બધા હવે તો પરણીને દાદા ય બની ગયા હશે. તમારી સાથે એમનો સંબંધ લાંબો વખત રહ્યો. હું જ છૂટો પડી ગયો.’
‘શકુભાઈ, એ બધા કહેવાના, તાળી મિત્રો. સાચા દોસ્તોમાં તો તમે જ... તમે એકલા જ. આપણે ભલે વર્ષોથી મળ્યા નથી. પણ તમારો પ્રેમ ભુલાય તેમ નથી. કયાંથી ભુલાય ?’
શકરાભાઈ ખુશ થઇ ગયા ઃ ‘ગીઘુભાઈ, સાચા મિત્રો તો કોઇક જ હોય. કંઇ કામે આવ્યા કે અમસ્તા જ લટારે નીકળ્યા હતા ?
‘ખાસ કંઇ નહિ. પણ તમે યાદ આવ્યા.’ પછી જરા વિચારતા હોય તેમ કહેવા લાગ્યા ઃ ‘શકુભાઈ, મારે અગત્યના એક કામ માટે લોન લેવી છે.. મોટી રકમ નથી. લાખ રૂપિયાની લોનની જરૂર છે.’
શાણીબહેન ચોંક્યા. મંજરી ય ચમકી. એને કશીક લુચ્ચાઈની ગંધ આવી. મુન્નો જરા મૂંઝાયો. આ ગીઘુભાઈ લાખ રૂપિયા ઉછીના લેવા આવ્યો હશે ? પપ્પા..’
ગીઘુભાઈએ કહ્યું ઃ ‘બેંકવાળા લોન આપે છે. પણ કોઇ જામીન જોઈએ.’
શકરાભાઈએ કહ્યું ઃ ‘તમારા સગામાંથી કોઇને જામીન કરો ને ?’
‘શકુભાઈ ?’ ગીઘુભાઈએ પાસો ફેંકવા માંડયો ઃ ‘સગાવહાલા કહેવાના, આ જમાનામાં સગો કોણ ને વહાલો કોણ ? ભીડ વખતે તો ભાઈબંધ જ કામ આવે.’
‘વાત તો સાચી. પેલો શરદ તો લખપતિ છે. એને કહો ને ! એ ય તમારો ખાસ ભાઈબંધ હતો. એની સાથે તમારે ઘરનો ય સંબંધ હતો ને, ભૂલી ગયા ?’
‘શકુભાઈ, એ શરદ હવે પહેલાનો શરદ રહ્યો નથી. પરણ્યા પછી બધા બદલાઈ જતા હોય છે. એની વાઇફ તો ખુરાંટ છે.’
‘એમ ?’ શકરાભાઈ વિચારમાં પડયા.
શાણીબહેનને ફડક પેઠી. મંજરીને પાકો વહેમ ગયો કે ગીઘુભાઈ જૂની ભાઈબંધી વટાવીને ગેરલાભ લેવા આવ્યો છે. એને પપ્પા ભોળપણમાં ફસાઈ ના જાય એની ચંિતા થઈ.
ગીઘુભાઈએ કહ્યું ઃ ‘મારી એક લાખની ડિપોઝીટ ત્રણ મહિનામાં પાકવાની છે. ત્યાં સુધીની જ ભીડ છે.’
શકરાભાઈ કશીક અવઢવમાં હતા. શું કરવું તે સમજાતું નહોતું.
ગીઘુભાઈ જૂના ભાઈબંધ હતા. જો કે વર્ષો સુધી મળ્યા નહોતા.
ગીઘુભાઈ કહે ઃ ‘મને તમે યાદ આવ્યા. તમને મારા પર કેટલો બધો વિશ્વાસ હતો ?’
‘હા, એ કેમ ભુલાય ?’
ગીઘુભાઈએ એમની થેલીમાંથી ફોર્મ કાઢવા માંડયું. શાણીબાઇ ખરેખર ગભરાઈ ગયાં. મુન્નો તો બોલી જ પડયો ઃ ‘અન્કલ, તમારે બીજા કોઇ સંબંધી, ઓળખીતા છે જ નહિ ? તમારા એરિયામાં કોઇક તો તમારા મિત્ર હશે ને ?’
‘એમ તો હોય જ ને ! પણ.. પણ.. મારે એમનું ઓબ્લીગેશન નથી લેવું... શકુભાઈ હોય પછી બીજે શું કામ હાથ લાંબો કરું ?’
એમની વાતો દરમ્યાન મંજરી એકાએક રસોડામાં ગઇ અને તરત બહાર દોડતી આવી ઃ ‘પપ્પા, પપ્પા, ઝટ અંદર આવો ને. દૂધની તપેલીમાં ગરોળી પડી છે.’
શાણીબહેન અંદર દોડ્યા, શકરાભાઈ પણ એકદમ એમની પાછળ ગયા ઃ ‘ગીઘુભાઈ, વન મિનીટ હોં !’
ગીઘુભાઈને આશા બંધાઈ. એક
લાખ રૂપિયાની લોન મળી જાય પછી... પછી...’
શકરાભાઈએ રસોડામાં ધસી જઈ પૂછયું ઃ ‘કયાં છે ગરોળી ? દૂધમાં કયાંથી પડી ?’
શાણીબહેને નાક પર આંગળી મૂકી તેમને ચૂપ રહેવા ઇશારત કરી.
મંજરીએ કહ્યું ઃ ‘પપ્પા, ધીમે બોલો.’
શાણીબહેને દબાવીને કહ્યું ઃ ‘જોજો, ભોગજોગે સહી કરતા.. એક વાર સહી કરી પછી કોઇ દાદ દેવાનું નથી.’
મંજરીએ કહ્યું ઃ ‘અન્કલ પાક્કા દેખાય છે.’
‘અરે, મારો જૂનો ભાઈબંધ છે - અમે સ્કૂલમાં..’
મંજરી કહે ઃ ‘સ્કૂલમાંથી ભણીને બહાર નીકળ્યા પછી આજે જ તમે એમને યાદ આવ્યા...’
શાણીબહેન કહે ઃ ‘જુઓ, કશી સહી બહી કરવાની નથી. તમે ચોખ્ખી ના પાડી દો..’
‘પણ એને એકદમ ના કેવી રીતે પડાય ?’
મંજરી કહે ઃ ‘લાખ રૂપિયાના જામીનની વાત હોય તો ચોખ્ખી ના પાડવી પડે. એક નન્નો સો રોગને હણે.’
શકરાભાઈ બહુ મૂંઝાયા. સહી કરવા તૈયાર થઇ ગયેલા. હવે એમને ના કેવી રીતે પાડવી ?
મંજરી કહે ઃ ‘પપ્પા, તમે અહીં જ રહો. બહાર ના આવશો.’
મંજરી બહાર ગઈ ઃ ‘અન્કલ, પપ્પા એક સંબંધીના જામીન થઈ ચૂકયા છે. એટલે હવે તમારી લોન માટે જામીન થવા માગતા નથી.’
‘શકુભાઈ કયાં છે ? મારા જૂના મિત્ર ?’
ત્યાં શાણીબહેન મંજરીની મદદમાં આવ્યાં ઃ ‘તમે બીજે તપાસ કરો.’
મંજરીએ તરત કહ્યું ઃ ‘સોરી અન્કલ, તકલીફ માફ કરજો.’
ગીઘુભાઈ મંજરી સામે ત્રાટક કરતા હોય તેમ તેને જોતા કટાણે મોઢે ઊભા થઇ ગયા.
મુન્નાએ કહ્યું ઃ ‘અન્કલ, કોઇ વાર આવતા રહેજો.’
ગીઘુભાઈ ખફા થઇ ધમધમ કરતા ચાલ્યા ગયા.
શકરાભાઈએ ગીઘુભાઇના ગયા પછી ડ્રોઈંગરૂમમાં એન્ટ્રી કરી. શાણીબહેને તેમને ખખડાવી જ નાખ્યા ઃ ‘તમે માણસોને ઓળખતા કયારે શીખશો ? એ ગીઘુભાઈ, કેટલાં વર્ષે એકદમ કયાંથી આવી ચડયો ? એ ઉસ્તાદ લાગતો હતો.’
મંજરી કહે ઃ ‘પપ્પા ભોળા શંભુ જેવા છે. એમણે સહી કરી આપી જ હોત. મને એકદમ સૂઝયું એટલે મેં ગરોળીની વાત ઉપજાવી કાઢી. પપ્પા જોખમમાંથી બચી ગયા.’
મુન્નો કહે ઃ ‘પપ્પા તો ભોળા શંભુ કરતાં ય ભોળા છે. ભોળા શંભુ પણ એમને મળવા ઇન્દ્ર કે વરુણ આવે તો ય ભાંગથી એમનું સ્વાગત ના કરે. અને પપ્પા ? કોઇ ઉછીના રૂપિયા લેવા આવે તો એ તેને રૂપિયા તો આપે, પણ ચા- નાસ્તો ય કરાવે..’
પછી પપ્પા સામે હસીને કહે ઃ ‘પપ્પા, તમે ભોળા શંભુથી ય ચડી ગયા.’
શકરાભાઈ હસી પડયા. મંજરીની વાહ વાહ થઇ ગઈ.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved