Last Update : 21-July-2012, Saturday

 
વેકેશનમાંય સંિહદર્શન!
સિંહને તેના જ ઘરમાંથી બહાર ધકેલવાનો કારસો
 
- સંિહને તો ફાવી જાય ત્યાં રહે. એને ખબર નથી કે આ રેવન્યૂ વિસ્તાર છે કે જંગલ! એ તો ખોરાક-પાણી મળી જાય એટલે વસવાટ કરી લે છે, અને જ્યાં વસવાટ કરી લે છે ત્યાં જ બ્રિડીંગ કરી લે છે

ગીરની બહાર અત્યારે ૬૫થી ૭૫ ટકા સંિહો ફરી રહ્યા છે. છેક સૂત્રાપાડા, માળિયા હાટીના, પાલિતાણા જેવા વિસ્તારોમાં સાવજોના ધામા છે. આ તો ગીરમાં ટુરિસ્ટ માટે વેકેશન છે અને પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. પણ સંિહને ગીરમાંથી નીકળવા માટે વેકેશન નથી!! સાવજો મોટા ભાગે વાડી વિસ્તારોમાં રખડતા હોવાથી લોકોને ગીરના વેકેશન દરમિયાન પણ સંિહદર્શન થઈ જાય છે.
એક સમયે એમ કહેવાતું કે સંિહો ચોેમાસામાં પ્રજનન કરે છે. એટલે વર્ષોથી પ્રણાલી રહી છે કે સાવજોને ખલેલ ન પહોંચે એ માટે ચોેમાસામાં ગીરમાં ટુરીસ્ટ પર પ્રતિબંધ મુકી દેવાય છે. સરકારે ગીરમાં વેકેશન પાડવાની પ્રથા જાળવી રાખી છે. પણ સંિહોએ પ્રથા બદલી નાખી છે. હવે સાવજોમાં ચોેમાસામાં જ સંવનન થાય છે એવું નથી રહ્યું, બારેમાસ બ્રિડીંગ જોવા મળે છે!
આ અંગે ગીરના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું કે ‘ગીરની બહાર સાવજો ચાલ્યા ગયા છે તે પોતાના નક્કી કરેલા રેવન્યૂ એરિયામાં જ રહે છે. સંિહને તો ફાવી જાય ત્યાં રહે. એને ખબર નથી કે આ રેવન્યૂ વિસ્તાર છે કે જંગલ! એ તો ખોરાક-પાણી મળી જાય એટલે વસવાટ કરી લે છે, અને જ્યાં વસવાટ કરી લે છે ત્યાં જ બ્રિડીંગ કરી લે છે. ચોમાસા દરમિયાન સાવજોની અવરજવર ઉપર ચોેક્કસ વોચ રાખવામાં આવે છે પણ બ્રિડીંગ ઉપર નહીં, કારણ કે સંિહો ગીરની બહાર આવ-જા કરે છે તેમાં વૃદ્ધ સંિહો હોય છે.
સબ એડલ્ટ પણ હોય છે, જરૂરી નથી કે બધા સંિહ એડલ્ટ જ હોય.
આમ તો જંગલ વિસ્તારમાં વિહરતા સંિહો જ્યારે જંગલની બહાર નીકળે છે ત્યારે પેશાબ છોડીને માર્કીંગ કરતા જાય છે. તેની ગંધના આધારે સંિહણ પણ તે રસ્તે જાય છે અને આમ એકબીજાને શોેધી લે છે. બીજી ખાસ વાત એ છે કે સંિહ જ્યારે રેવન્યૂ એરિયામાં રહે છે તેના થોેડાક દિવસ બાદ જંગલમાં પોેતાના વિસ્તારમાં આંટો મારી આવે છે અને ચેક કરે છે કે પોતાની ટેરિટરીમાં કોઈ આવી તો નથી ગયું ને?!
કેશોદના સંિહ અભ્યાસુ અને વાઈલ્ડ લાઈફ બોર્ડના પૂર્વ સભ્ય રાયજાદાએ કહ્યું કે, એક સંિહને ફરવા માટે ૧૫ થી ૨૦ ચોેરસ કિલોમીટરનો એરિયા જોઈએ. અત્યારે ગીરમાં ૪૧૧ સાવજો છે અને એમને જંગલનો એરિયા ટૂંકો પડે એટલે હીપાવડલી, સાવરકુંડલા, પાલીતાણા, માળિયાહાટીના, સૂત્રાપાડા ધારી જેવા સ્થળો પહોંચી ગયા છે. જંગલમાં જ બ્રિડીંગ કરવું એ જરૂરી નથી રહ્યું. હવે સાવજો અનુકૂલન સાધતા થઈ ગયા છે. રાજકોટના પર્યાવરણ તજજ્ઞ પંડ્યાએ કહ્યું કે, સાવજોને શાંત એરિયા મળી જાય તો ગમે ત્યાં બ્રિડીંગ કરી લે છે. હવે ચોેમાસામાં જ બ્રિડીંગ કરવું એવું નથી રહ્યું. જેમ કૂતરા ભાદરવા વગર પણ સંવનન કરતાં થયા છે એમ સંિહોનું બ્રીડીંગ પણ હવે બારેમાસ થઈ ગયું છે. આ મોટો કુદરતી ફેરફાર છે. હા, એટલું ખરું કે સંિહણ ગર્ભવતી થાય અને તેને બચ્ચા આવવાનો સમય પાકી જાય ત્યારે ગીરના ગાઢ જંગલમાં આવે છે અને બૂશી એટલે ગાઢ ઝાડી-ઝાડ હોય તેવી જગ્યામાં બચ્ચાને જન્મ આપે છે. ગામડાંના એરિયામાં અત્યારે બ્રિડીંગ કરતા સાવજો જોવા મળી જાય છે પણ એમાં લોકો સહકાર આપવો જરૂરી છે કે સંિહને સાચવવા હોય તો પ્રજનન વખતે ખલેલ ન પહોંચાડવી.
એક પ્રશ્ન એ થાય છે કે ગીરનાં જંગલમાં સંિહની સંખ્યા વધી રહી છે કે ઘટી છે ? ૨૦મી સદીના પ્રારંભમાં ગિર જંગલનો વિસ્તાર પાંચ હજાર ચો.કિ.મી.નો હતો ત્યારે એટલે ૧૯૧૩ની સાલમાં જંગલમાં માત્ર ૨૦ સંિહ હતા. છેલ્લા સો વર્ષમાં ગિર જંગલમાં સંિહોની સંખ્યા વધી પણ જંગલનો વિસ્તાર ઘટતો ગયો. માનવ જાતિનું ભીષણ આક્રમણ સંિહોના પ્રાકૃતિક આવાસ વિસ્તારના ઘટાડામાં પરિણમ્યું છે. ૨૦૧૦માં થયેલી ગણતરી પ્રમાણે સંિહની સંખ્યા ૪૧૧ નોંધાઈ છે તે સારી વાત છે. પરંતુ વનરાજોના અંતિમ આશ્રય સ્થાન ગિર જંગલમાં થયેલો ઘટાડો ચંિતાજનક છે.
ગિર દુનિયાભરમાં એશિયન સંિહના અંતિમ નિવાસસ્થાન તરીકે જાણીતું છે. એક સમયે સંિહો એશિયા માઈનોર અને અરેબિયાથી પર્શિયા અને ભારત સુધી સમગ્ર એશિયામાં ફેલાયેલા હતા. ભારતમાં ઉતરથી પૂર્વમાં બિહાર સુધી તેમજ નર્મદા નદી સુધીની દક્ષિણ હદ સુધી હતા. છેલ્લી સદીના અંત અગાઉ ગિર સિવાયના પ્રદેશોમાંથી સંિહ લુપ્ત થઈ ગયા. જેમાં બિહારમાં ૧૯૪૦, દિલ્હીમાં ૧૮૩૪, ભાવલપુર ૧૮૪૨, પૂર્વ વંિઘ્ય તથા બુંદેલખંડ ૧૮૬૫, મઘ્યભારત તથા રાજસ્થાનમાં ૧૮૭૦ અને પશ્ચિમ અરવલ્લીમાં ૧૮૮૦માં લુખીતાના સંભવિત વર્ષો હતા. સૌરાષ્ટ્ર બહાર જંગલમાં રહેનારો છેલ્લો સંિહ ૧૮૮૪માં મળી આવ્યાનું નોંધાયુ હતું. ૨૦મી સદીના પ્રારંભે એટલે કે ૧૯૦૧થી ૧૯૫૦ દરમ્યાન આવેલા ભયાનક દુષ્કાળમાં અનેક માનવો અને પશુઓ મૃત્યુ પામ્યા ત્યારે જૂનાગઢના નવાબે સંિહોને પુરતુ રક્ષણ પુરૂ પાડયું અને ૧૯૦૪થી ૧૯૧૧ના વર્ષ દરમ્યાન સંિહોની વસ્તીમાં વધારો થયો. નવાબના મૃત્યુ પછી વર્ષે લગભગ ૧૨થી ૧૩ જેટલા સંિહોનો શિકાર કરાતો હતો. ૧૯૧૧થી બ્રિટીશ સતા દ્વારા શિકાર પર કડક નિયંત્રણ મુકવામાં આવ્યું. ૧૯૧૩માં ગિરજંગલમાં ૨૦થી વઘુ સંિહ ન હોવાનું જૂનાગઢના ચીફ ફોરેસ્ટ ઓફિસરે નોંઘ્યું હતું. ૧૯૧૩માં ૨૦ સંિહ હતા ત્યારે ગિર જંગલનો વિસ્તાર પાંચ હજાર ચો. કી.મી.નો હતો. પરંતુ ત્યાર બાદ માનવ જાતિનું ભીષણ આક્રમણ થતા સંિહોના આખરી આશ્રય સ્થાન વિસ્તાર ઘટાડામાં પરિણમ્યો અને હાલ ગિર જંગલનો વિસ્તાર ૧૪૧૨ ચો.કિ.મી. છે. ૨૦૧૦માં છેલ્લી ગણતરી મુજબ ગિરમાં ૪૧૧ જેટલા સંિહ હોવાનું સતાવાર જાહેર કરાયું છે. ગિરમાં સંિહોની સંખ્યા વધી છે તે સારી બાબત છે. પરંતુ તેના આશ્રય સ્થાનનો વિસ્તાર ઘટયો છે તે ચંિતાજનક છે. આ અંગે એક વન અધિકારીએ જણાવ્યું હતું કે એક સંિહને ૨૦થી ૨૨ ચો.કિ.મી.ની ટેરીટરી હોય છે. પરંતુ જંગલ વિસ્તાર ઓછો અને સંખ્યા વઘુ હોવાથી સંિહોએ ગિર જંગલ બહાર આશ્રયસ્થાન બનાવી લીઘું છે.
મુલાયમ સંિહ યાદવ મુખ્ય મંત્રી હતા ત્યારે જ ઈટાવામાં લાયન સફારી પાર્ક બનાવવાનો પ્લાન ઘડાયો હતો. હવે તેના દીકરા અખીલેશ આગળ ધપાવી રહ્યા છે. યુ.પી. સરકારે સેન્ટ્રલ ઝુ ઓથોરિટી પાસે ગુજરાતના એશિયાટિક સંિહો લાવવાની દરખાસ્ત મુકી છે.
તેના જવાબમાં ઝુ ઓથોરિટીએ એવું કહ્યું હતું કે સંિહોેને સીધા જ જંગલમાં વિહરતા મુકવામાં જોેખમ છે. એમને વાતાવરણ માફક ન આવે તો મૃત્યુ પામે છે. માટે પહેલા ઈટાવાના ફીશર ફોરેસ્ટમાં લાયનનું બ્રિડીંગ સેન્ટર બનાવવું જોઈએ અને પછી સફારી પાર્કમાં વિહરતા મુકવા જોઈએ. સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની આ વાતને ઘ્યાને લઈ ઈટાવાની સફારી પાર્કની ડિઝાઈનમાં ફેરફાર કરાયો અને બ્રિડીંગ સેન્ટર માટે ૫૦ હેક્ટર જમીન અલગ સેન્ટર ૫૦ હેક્ટર જમીન અલગ ફાળવવામાં આવી. અત્યારે જેસીબી, ટ્રેક્ટરો અને જાતજાતના સાધનોથી સફારી પાર્કનું કામ ચાલી રહ્યું છે. પાર્કમાં એક સંિહ અને ચાર સંિહણ અથવા બે સંિહ અને પાંચ સંિહણ મુકવાની માગણી થઈ છે. સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ગુજરાત સરકાર સાથે આ મુદ્દે સંસર્ગમાં છે પણ સંિહ મુકવાની વાત અંગે કોઈ સ્પષ્ટતા હજી થઈ નથી. સંિહનો મુદ્દો ગાજશે ત્યારે ગાજશે પણ અત્યારે યુ.પી. સરકારે લાયન સફારી પાર્કનું કામ ચાલુ કરી દીઘું છે. હવે ભારતના, વિદેશના ટુરિસ્ટોને તાજમહલની સાથે જ જોવા મળશે, ગીરના સંિહ!
રાજકોટ અને જૂનાગઢના ઝૂમાંથી સંિહ અપાશે?
ઈટાવા પાસે બની રહેલા લાયન સફારી પાર્કમાર્ક સંિહ મુકવા ક્યાંથી? ઝુમાંથી કે જંગલમાંથી? હવે જ્યારે સફારી પાર્કની વાત ત્યારે જંગલમાંથી જ મુકવાના રહે, તોે બીજો સવાલ એ થાય કે ગુજરાત સરકાર જંગલમાંથી સંિહ આપશે? જો ઝૂમાંથી સંિહ મુકવાના થાય તો હૈદ્રાબાદ, રાજકોટ અને જૂનાગઢ ઝૂમાંથી સંિહ મુકવા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ભલામણ કરશે.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved