Last Update : 21-July-2012, Saturday

 
મોન્સૂન - મલ્હાર - મ્યુઝિકનું મદમસ્ત કોમ્બિનેશન
- માત્ર કવિઓ-સંગીતકારો-ખેડૂતો કે જુવાનિયાંને જ નહિ, પરંતુ આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષોને ચંચળ કરી મૂકતું અને તેમનાં દિલમાં ચાહતની ચિનગારી પેટાવતું ચોમાસું સદીઓથી ધરતીને અને મનુષ્યોની કલ્પનાશક્તિને ફળદ્રુપ બનાવતું રહ્યું છે. પ્રસ્તુત છે એના માદક-ઉન્માદક મિજાજની એક ઝલક
 

મોર બની થનગાટ કરે મન,
મોર બની થનગાટ કરે,
ઘનઘોર ઘટા ચહુ ઓર દીસે,
મન મોર બની થનગાટ કરે....
‘આકળવિકળ સાનભાન વરસાદ ભીંંજવે,
હાલકડોલક આંખ-કાન વરસાદ ભીંજવે....
સાવન મેં મરુસ્થલ ભી ચહક જાતે હૈં,
કાંટે ભી બહારોં મેં મહક જાતે હૈં,
નિર્દોષ જવાની પર ન ઝૂંઝલાઓ યૂં,
ઈસ ઉમ્ર મેં તો સભી બહક જાતે હૈં....

 

કહેવાની જરૂર ખરી કે આ પંક્તિઓ માં માનવમન ઉપર મોન્સૂનના મસ્ત મિજાજના કેફનું અદ્‌ભુત દ્રશ્ય ઝિલાયું છે ?
વસંત જો ૠતુઓનો રાજા ‘રસરાજ’ છે, તો વર્ષાૠતુ અવશ્ય ૠતુઓની ‘રાણી’ છે. વાસ્તવમાં વસંતની શોભા-શણગાર પણ વરસાદની રહેમદિલીને જ આભારી છે. વરસાદનું આગમન માત્ર કવિઓ-સંગીતકારો-ખેડૂતો કે જુવાન હૈયાંને જ નહિ, પરંતુ આબાલવૃદ્ધ સામાન્ય જનોનેે સુઘ્ધાં પ્રફુલ્લિત-પુલકિત-રોમાંચિત કરી મૂકે છે.
વર્ષાૠતુએ સદીઓથી મનુષ્યોની કલ્પનાને અને ધરતીને સતત ફળદ્રુપતા બક્ષી છે. સૃષ્ટિના કણેકણમાં નવચેતનનો સંચાર કરનારો વરસાદ તેના ઘમઘમતા નાદ અને મઘમઘતા સાદ સાથે ગીત-સંગીતરસિકોને ડોલાવતો રહ્યો છે.
વેદોમાં સંગીત અને વરસાદ વચ્ચેના અતૂટ સંબંધનો ઉલ્લેખ વાંચવા મળે છે. ભારતના પ્રાચીન ૠષિમુનિઓ માનતા કે સંગીતની ખાસ ઘુનો કે તરજોથી એવાં આંદોલનો રચાય છે, જેનાથી વાદળાં કાજળઘેરાં કે ઘનશ્યામ બનીને પૃથ્વી પર વરસી પડવા પ્રેરાય છે. હકીકતમાં પર્જન્ય કે વરુણ દેવતાને રિઝવવા માટે આજેય આ પરંપરાનો સહારો લેવામાં આવે છે.
વરસાદ લાવવા માટેના વિશિષ્ટ રાગોની શરૂઆત ધર્મપ્રેમી અને સાહિત્ય-સંગીત-કલારસિક મોગલ બાદશાહ અકબરના દરબારમાં થઈ હોવાનું મનાય છે. આપણા સંગીતસમ્રાટ તાનસેને હિન્દુસ્તાની સંગીતના મુખ્ય છ રાગોમાં ‘મેઘ રાગ’ને ગણાવ્યો હતો. તાનસેન એટલી તન્મયતાથી રાગ છેડતો કે તે જ્યારે ‘મન કી મલ્હાર’માં પોતાની બંદિશો ગાતો ત્યારે વરસાદના દેવો ભાવવિભોર બની જતા. પોતાની તાન અને આલાપો વડે તે હાથી-સંિહ-હરણ જેવાં વન્ય પશુઓને શાંત-સૌમ્ય બનાવી મૂકતો અને ‘દીપક’ રાગ ગાઈને તેણે દરબારમાં રોશની રેલાવ્યાની વાત ઘણી જાણીતી છે.
ત્યારપછી બૈજુ બાવરાએ પણ તીવ્ર સંવેદનાના સૂરો રેલાવીને ‘મલ્હાર’ કુળના રાગોને એક ઊંડાણ આપ્યું હતું. રાગ મલ્હાર મૂશળધાર વરસાદ સાથે સંકળાયેલો છે. તેના વિશે અનેક કંિવદન્તીઓ - લોકકથાઓ અને દંતકથાઓના લિખિત ઉલ્લેખો વાંચવા મળે છે. એક જાણીતાં શાસ્ત્રીય ગાયિકા મીરા પંડિત કહે છે કે ‘‘તાનસેનનો ‘મિયાં કી મલ્હાર’ વરસાદનો મુખ્ય રાગ છે. બીજા રાગોમાં ‘રામદાસી મલ્હાર’, ‘ગૌડ મલ્હાર’ અને ‘સરજુ મલ્હાર’નો સમાવેશ થાય છે. મલ્હારની સુંદરતા તેના વૈવિઘ્યમાં છે. તે ખૂબ સુંદર રાગ છે. સાંગીતિક અભિવ્યક્તિમાં અને ગાયનની રજૂઆત બન્નેમાં તે ઉત્કૃષ્ટ છે.
એવું કહેવાય છે કે તાનસેને જ્યારે દીપક રાગ છેડ્યો ત્યારે તે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો અને પછી તેની દીકરીઓએ મલ્હાર રાગ ગાઈને તેને બચાવ્યો હતો. સંગીતના સ્વરોમાં ઉત્તેજક અને શાતાદાયક અથવા ક્રૂર અને સૌમ્ય સંવેદનાઓ જાગૃત કરવાની અદ્‌ભુત શક્તિ રહેલી છે. આપણા પ્રાચીન ૠષિઓ મંત્રોચ્ચાર કરતી વખતે વિવિધ સૂરોના સહારે વરસાદનું આવાહન કરતા અને કેટલીક બીજી બાહ્ય શક્તિઓ પ્રગટ કરી શકતા હતા. આવી ઊર્જા આપણી અંદર જ રહેલી હોવાથી તેઓ તેમ કરી શકતા.
મલ્હાર રાગ એટલો શક્તિશાળી અને સામર્થ્યવાન છે કે વરસાદની ધારા વરસતા ં જ મન આપોઆપ ઝૂમી ઊઠે છે અને ગાવા માંડ ે છે. ગૌડ મલ્હાર રાગ ગાવો બહુ કઠિન મનાય છે. એમાં એક એવી સુંદર બંદિશની ઠુમરી છે કે ‘‘સૈયાં મોરા રે મૈં તો વારી રે વારી’’. આવી સુંદર બંદિશ ગાતી વખતે બહાર વરસતો વરસાદ જુઓ તો એક અદ્‌ભુત અને અલૌકિક અનુભૂતિ થાય છે, એમ મીરા પંડિત કહે છે. બાળપણમાં પંડિત વરસાદી પાણીનાં ઝરણાંમાં કાગળની હોડીઓ તરતી મૂકતી અને તેને તરતી જોઈને આનંદવિભોર બની જતી.
બીજાં એક પ્રતિષ્ઠિત શાસ્ત્રીય ગાયિકા કુમુદ દીવાન કહે છે કે ‘‘દુનિયાભરના તમામ સંગીત કરતાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં દરેક દિવસ, કલાક કે મોસમના મૂડને અભિવ્યક્ત કરનારાં અઢળક ગીતો છે. વિશ્વના કોઈપણ પ્રદેશ કે ભાગની સરખામણીમાં ભારતમાં ચોમાસાનો એક આગવો મહિમા છે અને આપણી સંગીત-સંસ્કૃતિમાં તેનું અનોખું સ્થાન છે.
વરસાદની મોસમમાં ‘કજરી’ ગીતો ગવાય છે. આ શબ્દ ‘કજરા’ પરથી બન્યો છે. તે કાજળઘેરી, શ્યામલ આંખો માટે વપરાય છે. ‘કજરારે કજરારે તેરે કારે કારે નૈના’, ‘યે કજરારી ચંચલ અખિયાં’ કે ‘યે કામ-કમાન ભવેં તેરી, નૈનોં કે કિનારે કજરારે’ જેવાં અનેક ફિલ્મી ગીતોમાં આપણે ઘણીવાર આ શબ્દ સાંભળ્યો છે. આ રૂપક વાદળછાયા આકાશ માટે પણ વપરાય છે. ઉત્તર પ્રદેશ, મઘ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં કજરી ગીતો મશહૂર છે.
ઉપરાંત આ મોસમમાં ‘ઝૂલા’ ગીતો પણ એટલાં જ લોકપ્રિય છે. બ્રજ ભૂમિમાં કુંવારી ગ્રામકન્યાઓ હીંચકા(ઝૂલા)માં બેસીને ગીતો ગાય છે, જ્યારે પરિણીતાઓને તેમની પ્રથમ રાત્રિનો સમાગમ માણવા માટે આવાં ગીતો ગાઈને ઘરે આમંત્રણ આપવામાં આવે છે. વરસાદની મોસમ બહાર હરવાફરવાની, મોજમસ્તી કરવાની અને હળીમળીને એકમેકની રોમાંચક લાગણીઓને વાચા આપવાની મોસમ છે અને ઝૂલા ગીતો શાસ્ત્રીય, અર્ધ-શાસ્ત્રીય અને લોકગીતો સાથે સંકળાયેલું એક અંગ છે. આ ગીતો રોમેન્ટિક અથવા ભક્તિરસપ્રધાન હોય છે અને સામાન્ય રીતે તેમાં ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો ગાઢ અનુરાગ કે પ્રેમ વ્યક્ત થાય છે. ‘ઝૂલા ધીરે ધીરે સે ઝુલાઓ, બનવારી અરે સાવરિયા હો’ જેવા ગીતમાં એક તરફ સમાગમના આનંદ-ઉન્માદનો સંકેત છે, તો બીજી તરફ સર્જનની શાશ્વત પ્રક્રિયાનું સન્માન પણ છે.
મેઘ, મલ્હાર અને મૂશળધાર મોસમની વાત માંડીએ અને મહાકવિ કાલિદાસ ન સાંભરે, તો આપણો અવતાર એળે ગયો ગણાય. હિમાલયમાં પોતાની પ્રિયતમાને સંદેશો મોકલવા માટે વિરહી યક્ષ સંદેશવાહક તરીકે વરસાદી વાદળ કે ‘મેઘદૂત’ની પસંદગી કરે છે, એ કલ્પના જ કેટલી રોમાંચક અને અદ્‌ભુત છે. વાદળની જેમ પોતાના હૈયાની લાગણીઓ ઠાલવવા માટે આવું પ્રતીક કેટલું પરફેક્ટ છે.
બીજા એક જાણીતા સ્વરસાધક પંડિત મઘુપ મુદ્‌ગલ કહે છે કે ચોમાસા દરમિયાન ‘ઠુમરી’ પણ ગવાય છે, કેમકે તેમાં પ્રેમની ભાવના કેન્દ્રમાં હોય છે અને ગીતોમાં વિરહનો તલસાટ-તડપન વર્ણવવામાં આવે છે. ધરતી સાથે વર્ષાના મિલનના પ્રતીકરૂપે વૃન્દાવનની અન્ય ગોપીઓ સહિત રાધા અને કૃષ્ણની ‘રાસલીલા’નાં હૃદયસ્પર્શી વર્ણનો અવારનવાર વાંચવા મળે છે અને તે દ્વારા કુદરતી તત્ત્વોના આશીર્વાદરૂપ મેળાપનો મહિમા ગવાય છે.
જાણીતા સિતારવાદક શુભેન્દુ રોય મલ્હારમાં આઘ્યાત્મિક સમન્વયની અનુભૂતિ જુએ છે. ‘‘આ એક અદ્‌ભુત અનુભવ છે. તમે ચોમાસાની ૠતુ દરમિયાન હૈયાની ભીતરમા ં ઉત્કટતાથી મલ્હારની કલ્પના કરો અને વરસાદ વરસવાનું શરૂ થઈ જાય છે. આવો કિસ્સો તાજેતરમાં જ મારા જીવનમાં બન્યો હતો. કદાચ એ એક યોગાનુયોગ હોઈ શકે, પરંતુ એક સવારે મારી પત્ની અને હું પંડિત એ. કાનનના સૂરમાં ગવાયેલો મિયાં કી મલ્હાર રાગ સાંભળી રહ્યાં હતાં અને એવામાં વર્ષા થઈ હતી.
દિલ્હીમાં પણ આવી ઘટના ઘટી હતી. મિશ્રા બંઘુઓ મલ્હારની તાન છેડી રહ્યા હતા એવામાં અચાનક વરસાદનાં ઝાપટાં વરસવાં શરૂ થઈ ગયાં હતાં. બે બંઘુઓમાંના રજનીશ મિશ્રા કહે છે કે બનારસમાં ગંગાના તટ પર વર્ષાૠતુ દરમિયાન મલ્હાર રાગ ગાતી વખતે અમને આવો ચમત્કારિક અનુભવ થયો હતો. તેમનું ગાયન સાંભળીને આસપાસ જતા-આવતા લોકો મંત્રમુગ્ધ બનીને ઊભા રહી ગયા હતા. તેમાંના ઘણાખરાને રાગ-રાગિણીની સમજણ નહિ હોય એ શક્ય છે. પરંતુ સંગીતના નાદના આકર્ષણે તેમને રોકી રાખ્યા હતા. આવો અનુભવ કોઈ બંધ ઓડિટોરિયમ કે હૉલમાં ક્યારેય સંભવી ન શકે.
જોકે દિલ્હીમાં મલ્હાર રાગ અને મેઘરાજાના આગમનના યોગાનુયોગના બીજા કિસ્સા પણ બન્યા છે. થોડાંક વરસો પહેલાં ઉસ્તાદ રહીમ ફહીમુદ્દીન ડાગરના ‘ઘુ્રપદ’ના સ્વરગાન સાથે નહેરુ પાર્કના ઓપન-એર પ્રાંગણમાં મોસમનાં પહેલાં ઝાપટાં વરસ્યાં હતાં.
મઘ્ય રાત્રિએ ઘેરાયેલાં નીલરંગી જલસભર વાદળાંથી ઘેરાયેલા વાતાવરણમાં કોઈક સુંદરીનાં ભીનાં વસ્ત્રો તેનાં અંગોના માદક મરોડને આલંિગન આપી રહ્યાં હોય અને તે ટાણે નીલાં નેત્રોવાળા રાસબિહારી કૃષ્ણ મોર અને હરણાં સાથે મંંદ સ્મિત વેરતા ઊભા હોય....આવા મનોરમ દ્રશ્યમાં મલ્હાર રાગની સૂરીલી તાન છેડાઈ હોય, પછી પૂછવું જ શું ?

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved