Last Update : 21-July-2012, Saturday

 
નાગપંચમી નાગનું પૂજન કેટલું માનવ હિતકારી છે!
 
 

ભારતી સંસ્કૃતિ એટલે વેદોની સંસ્કૃતિ, આર્યોની સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ એટલે ભારતની - મહાભારતની સંસ્કૃતિ એટલે જ શ્રીકૃષ્ણની સંસ્કૃતિ. શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે ઇશ્વ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે. ભારતીય સંસ્કૃતિ આપણને માનવ તેમજ માનવેતર સૃષ્ટિ તરફ પ્રેમ અને આદરથી જોવાનું સૂચવતી રહી છે. આ રીતે જોતાં માનવતાની કલ્પના કરતાં ઘણી વિકસિત અને વ્યાપક લાગે છે. માનવ જો માત્ર પોતાનો જ વિચાર કરે તો તેનામાં અને પશુમાં ફેર શું? માનવ એ સાચો માનવ ત્યારે જ કહેવાય કે જ્યારે તે બીજા માનવોનો અને પ્રાણીઓનો વિચાર કરે, તેની તરફ સ્નેહાળ નજરથી જુએ, તેની સાથે આત્મીયતા બાંધવાનો પ્રયત્ન કરે.
આપણી સંસ્કૃતિએ પશુ-પક્ષી, વૃક્ષ-વનસ્પતિ સૌની સાથે આત્મીય સંબંધ જોડવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ત્યાં ગાયની પૂજા થાય છે. કેટલીક બહેનો કોકિલા વ્રત કરે છે. કોયલનું દર્શન થાય અથવા તો તેનો સ્વર કાન પર પડે તો જ ભોજન લેવાય એવું આ વ્રત હોય છે. આપણે ત્યાં તો વૃષભોત્સવને દિવસે બળદનું પૂજન કરવામાં આવે છે. વટ-સાવિત્રી જેવા વ્રતમાં વડલાની પૂજા કરાય છે, પરંતુ નાગપાંચમ જેવા દિવસે નાગનું પૂજન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે તો આપણી સંસ્કૃતિના વૈશિષ્ટ્યની પરાકાષ્ઠા આવી જાય છે. ગાય, બળદ, કોયલ ઈત્યાદિનું પૂજન કરી આત્મીયતા સાધવા આપણે પ્રયત્ન કરીએ છીએ કારણ કે તેઓ ઉપયોગી છે, પણ નાગ આપણને શું ઉપયોગમાં આવે? ઉલટાનું એકાદ જણને તે કરડે તો તેનો જીવ લીધા વગર રહે નહીં. આપણે સૌ તેનાથી ડરીએ છીએ. નાગની આ બીકને લીધે નાગપૂજા શરૂ થઈ હશે એમ કેટલાક લોકો માને છે, પણ એ માન્યતા આપણી સંસ્કૃતિ સાથે બહુ સુસંગત લાગતી નથી.
નાગને દેવ તરીકે સ્વીકારી લેવામાં આર્યોના હૃદયની વિશાળતાનાં આપણને દર્શન થાય છે. ‘કૃષ્ણવન્તો વિશ્વમાર્યમ્‌’ એ ગર્જના સાથે આગળ વધતા આર્યોને વિભિન્નતા ઉપાસના કરતા રહેલા અનેક પુંજોના સંપર્કમાં આવવું પડ્યું. વેદોના પ્રભાવી વિચારો તેમના સુધી પહોંચાડવા માટે આર્યોના અથાગ પરિશ્રમ કરવો પડ્યો. વિભિન્ન સમુહોની ઉપાસના વિધિમાં રહેલા તફાવતને કારણે ઊભો થતો ડંખ જો કાઢી નાખવામાં આવે તો માનવ માત્ર વેદનોે તેજસ્વી અને ભવ્ય વિચારો સ્વીકારશે એવી આર્યોની અખંડ શ્રઘ્ધા હતી. આ વાતને શક્ય બનાવવા આર્યોએ જુદા જુદા પૂંજોમાં ચાલતી જુદા જુદા દેવની પૂજા સ્વીકાર્ય ગણી. એ જ રીતે અનંત પુંજોને તેમણે આત્મસાત કરી પોતાનામાં ં ભેળવી નાખ્યા. આ વિભિન્ન પૂજઓના સ્વીકારમાંથી આપણને નાગપૂજા સાંપડી હશે એમ લાગે છે.
આપણો દેશ ખેતીપ્રધાન દેશ હતો અને છે. સાપ આપણા ખેતરોનું રક્ષણ કરે છે, તેથી તેને ક્ષેત્રપાલ પણ કહે છે. જીવજંતુઓ, ઉંદરો ઇત્યાદિ જે પાકને નુકસાન કરનારાં તત્ત્વો છે તેમનો નાશ કરી તે આપણા પાકને હરિયાળો રાખે છે. આ શું તેનો નાનો-સૂનો ઉપકાર છે?
સાપ આપણને કેટલાક મૂક સંદેશાઓ પણ આપે છે. સાપના ગુણો જોવા માટે આપણી પાસે ગુણગ્રાહી અને શુભગ્રાહી દ્રષ્ટિ હોવી જોઈએ.
ભગવાન દત્તાત્રેયની આવી શુભદ્રષ્ટિ હતી તેથી જ તેમને દરેક વસ્તુ પાસેથી કંઈકને કંઈક પાઠ મળ્યો.
સાપ એમ જ કોઈને કરડતો નથી. તેને હેરાન કરનાર કે છંછેડનારને જ તે ડંખ મારે છે. એ પણ પ્રભુનું સર્જન છે, એ જો આપણને નુકસાન કર્યા વગર સરળતાથી જતો હોય, કે નિરૂપદ્રવી રીતે જીવતો હોય તો એને મારવાનો આપણને અધિકાર નથી. જ્યારે આપણે તેના પ્રાણ લેવા પ્રયત્ન કરીએ ત્યારે પોતાના પ્રાણ બચાવવા, પોતાનું જીવન ટકાવવા જો તે આપણને ડંખ દે તો તેને દુષ્ટ શી રીતે કહેવાય? આપણા પ્રાણ લેવા આવનારાનો પ્રાણ લેવા આપણે પ્રયત્ન નથી કરતા?
સર્પદુર્જનયોર્મઘ્યે વરં સર્પો ન દુર્જનઃ।
સર્પો દશતિ કાલેન દુર્જનસ્તુ પદે પદે।।
‘સાપ અને દુર્જન એ બેની સરખામણીમાં સાપ જ શ્રેષ્ઠ છે અને નહીં કે દુર્જન! સાપ એકાદ વખત કરડે છે જ્યારે દુર્જન તો ડગલે ને પગલે કરડે છે.’ વળી બધા જ સાપ ઝેરી પણ હોતા નથી. મોટા ભાગના સાપ તો નિર્વિષ હોય છે. તદુપરાંત સાપ જેને કરડે છે તેને જ પીડા થાય છે, જ્યારે મનુષ્યનો ડંખ અનેક લોકોને વર્ષોનાં વર્ષો સુધી પીડા આપતો રહે છે. રામાયણની મંથરા કૈકેયીના કાનમાં કરડી પણ એ ડંખના પરિણામે રામને વનમાં જવું પડ્યું અને દશરથના પ્રાણ ગયા.
સાપને સુગંધ ખૂબ ગમે છે. ચંપાના છોડને વીંટળાઈને તે રહે છે કાં તો ચંદનના વૃક્ષ પર તે નિવાસ કરે છે. કેવડાના વનમાં પણ તે ફરતો હોય છે. તેથી ભારતીય સંસ્કૃતિને તે પ્રિય છે. પ્રત્યેક માનવના જીવનમાંથી સદ્‌ગુણોની સુગંધ આવતી હોય છે, સુવિચારોની સુવાસ આવતી હોય છે તે સુવાસ આપણને પ્રિય હોવી જોઈએ.
આપણે આગળ જોયું કે સર્પ કારણ વગર કોઈને કરડતો નથી. વર્ષો સુધી મહેનત કરીને પ્રાપ્ત કરેલી શક્તિ એટલે કે ઝેર તે ગમે તેને કરડીને વ્યર્થ બગાડતો નથી. આપણે પણ જીવનમાં કંઈ તપ કરીએ તેનાથી આપણામાં શક્તિ પેદા થાય છે. આ શક્તિ કોઈના પર ગુસ્સો કરવામાં, નિર્બળને હેરાન કરવામાં કે અશક્તોને દુઃખ દેવામાં ન ખર્ચતા તે શક્તિથી આપણો વિકાસ કરી બીજા અસમર્થોને સમર્થ બનાવવામાં, નિર્બળોને સબળ બનાવવામાં ખર્ચીએ એ ઈચ્છનીય છે. કેટલાક દૈવી સાપના માથા પર મણિ હોય છે. મણિ અમૂલ્ય હોય છે. આપણે પણ જીવનમાં અમૂલ્ય વાતોને માથે ચડાવવી જોઈએ. સમાજના મુકુટમણિ સમા મહાપુરુષોનું સ્થાન આપણા મસ્તક પર હોવું જોઈએ. આપણે તેમની પાલખી ઉપાડવી જોઈએ. અને તેમના વિચારો મુજબ આપણા જીવનનું ઘડતર કરવાનો અહર્નિશ પ્રયત્ન કરવો જોઈએ. સર્વ વિદ્યાઓમાં મણિરૂપે જે અઘ્યાત્મ વિદ્યા છે તેને માટે આપણા જીવનમાં અનોખું આકર્ષણ હોવું જોઈએ. આત્મવિકાસ ન સાધી આપે તે જ્ઞાનને જ્ઞાન કેમ કહેવાય?
સમગ્ર સૃષ્ટિના હિત માટે વરસતા વરસાદને કારણે નિર્વાસિત બનેલો સાપ જ્યારે આપણા ઘરમાં અતિથી બનીને આવે ત્યારે તેને આસરો આપી કૃતજ્ઞ બુદ્ધિથી તેનું પૂજન કરવું એ જ આપણું કર્તવ્ય થઈ પડે છે. આ રીતે નાગપંચમીનો ઉત્સવ શ્રાવણ મહિનામાં જ ગોઠવવામાં આપણા ૠષિઓએ ખૂબ જ ઔચિત્ય દાખવ્યું છે.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved