Last Update : 21-July-2012, Saturday

 

લોભ અને બુદ્ધિનો સંઘર્ષ !

પારિજાતનો પરિસંવાદ - ડૉ.કુમારપાળ દેસાઈ

 

મનઝરૂખો

રશિયાના પ્રસિદ્ધ વિજ્ઞાની નીલ્સ બોરની ખ્યાતિ સર્વત્ર પ્રસરેલી હતી. એમની વિજ્ઞાન એકેડેમીના ભૌતિક વિભાગની ચોતરફ બોલબાલા હતી. ફિઝિકસમાં સંશોધન કરવા માટે નીલ્સ બોરની ઇન્સ્ટિટયૂટ સૌથી મોખરે ગણાતી હતી. એના યુવાન વિજ્ઞાનીઓ સતત નવાં નવાં સંશોધનો કરતા હતા અને વિજ્ઞાનના ક્ષેત્રમાં આવનાર સહુ કોઈ નીલ્સ બોરની ઇન્સ્ટિટયૂટમાં કામ કરવાની તક મળે, તે માટે આતુર રહેતા હતા.
વિજ્ઞાની નીલ્સ બૉર એક અન્ય ઇન્સ્ટિટયૂટની મુલાકાતે ગયા અને એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નીલ્સ બોરે મનનીય પ્રવચન આપ્યું અને પછી પ્રશ્નોત્તરી દરમ્યાન અનેક વિષયો પર સવાલ-જવાબ થયા. આ સમયે એક વ્યક્તિએ પૂછ્‌યું, ‘આપને માઠું ન લાગે તો મારે એક અંગત બાબત પૂછવી છે ?’
નીલ્સ બોરે હસતાં હસતાં કહ્યું, ‘જરૂર પૂછો. જવાબ આપવા માટે હું હાજર છું.’ ‘સાહેબ, આપની સાથે કામ કરનારી પ્રત્યેક વ્યક્તિ સદા પ્રસન્ન હોય છે. આપની સંસ્થા પણ પ્રગતિના પથ પર અગ્રેસર રહે છે. આનું રહસ્ય શું છે ?’
નીલ્સ બોરે હસતાં હસતાં કહ્યું, ‘એનું રહસ્ય સાવ સામાન્ય છે અને તે એ કે હું મારા સંસ્થામાં કામ કરતી નાનામાં નાની વ્યક્તિના કામને પૂરેપૂરું પ્રોત્સાહન આપું છે, એમની પ્રશંસા પણ કરું છું અને એથીય વિશેષ જો મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો એનો સ્વીકાર કરવામાં સહેજે સંકોછ અનુભવતો નથી. આને કારણે જ સંસ્થામાં તમામ વ્યક્તિઓ જીવ રેડીને કામ કરે છે અને પોતાની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શક્તિ દાખવવા પ્રયત્ન કરે છે. એમની વચ્ચે પરસ્પર સકારાત્મક સ્પર્ધા ચાલતી હોય છે અને એનો ફાયદો સંસ્થાને થતો હોય છે.’ પ્રશ્ન પૂછનાર આ ઉત્તર સાંભળીને વિચારમાં ડૂબી ગયો.


લંડનની સીટી બેંકના ઇનવેસ્ટમેન્ટ વિભાગમાં સર્વોચ્ચ હોદ્દો ધરાવનારી સ્ત્રી કોઈ રોમાંચક નવલકથા સર્જી શકે ખરી ? એમાં પણ લંડનમાં વસતી એ મહિલા અમેરિકાના લોસ એન્જલિસ શહેરમાં બનેલી ઘટનાને આધારે પ્રભાવક રહસ્યકથા રચી શકે ખરી ? ઑરેન્જ પ્રાઇઝ માટે નામાંકન પામેલી ઍઇફ્રિક કેમ્પબેલની નવલકથા ‘ધ સેમેટિક્સ ઑફ મર્ડર’ આનું ઉદાહરણ છે. પ્રકાશકે આ લેખિકાનું પહેલું પુસ્તક પ્રગટ કરતી વખતે એને વિનંતી કરી કે પુસ્તકના પાછલા આવરણ પર તમારા પરિચયમાંથી તમે બેંકર હોવાની વાત કાઢી નાખીએ તો સારું. કારણ કે કોઇ બેંકરે આ નવલકથા લખી છે તેથી એ સુસ્ત, સામાન્ય અને નિરસ હશે એમ માનીને વાચકો એને હાથ પણ નહીં અડાડે !
કેમ્પબેલે પ્રકાશની આ સલાહનો સ્પષ્ટ શબ્દોમાં અસ્વીકાર કર્યો અને કહ્યું, ‘મારે મન બેંકનો વ્યવસાય પણ મારા સર્જન જેટલો જ મહત્ત્વનો છે અને તેથી હું મારા પરિચયમાં આ વિગતની બાદબાકી કરવા માગતી નથી.’ વળી એણે હસતાં હસતાં કહ્યું કે, ‘બેંકરો એ તો આજે નવલકથાનો મસાલો પૂરો પાડે છે. આજની વૈશ્વિક મંદીના કારણે બેંકરો જેવા ખલનાયક બીજે ક્યાંથી મળશે ?’
ગમે તેમ, પણ તેર વર્ષ સુધી લંડનની બેંકમાં ઊંચા હોદ્દા પર કામ કરનારી કેમ્પબેલે પોતાની વ્યવસાયી ઓળખ છુપાવવાનો સહેજે પ્રયત્ન કર્યો નહીં, એથીય વિશેષ એણે એની ત્રીજી નવલકથા ‘ઑન ધ ફલોર’માં તો સ્ત્રી પાત્રોને પ્રાધાન્ય આપીને શૅરબજારની સૃષ્ટિનું આલેખન કર્યું છે. એને એ બતાવવું છે કે પુરુષ-પ્રધાન શૅરમાર્કેટમાં સ્ત્રીઓએ કઈ રીતે પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે.
આમેય આ લે-વેચના સોદાઓનો કેમ્પબેલને ઊંડો અભ્યાસ છે, કારણ કે ૧૯૯૮માં એ લંડનની વિખ્યાત બેંકમાં એના ટ્રેડંિગ ફલોરની મૅનેજંિગ ડિરેક્ટર હતી. આવું સ્થાન મેળવનાર એ પ્રથમ મહિલા હતી. એ પછી એઇફ્રિક કેમ્પબેલ પ્રસૂતિને કારણે રજા પર ઊતરી ગઈ અને ત્યારે જીવનનો ખાલીપો અનુભવવા લાગી. નાની વયથી જ એના મનમાં સર્જનાત્મક લેખન કરવાની ભારે ધગશ હતી. એને એમ લાગતું હતું કે બેંકના વ્યવસાયની એકવિધતાને કારણે એની લાગણીઓ ભીતરમાં રૂંધાતી હતી અને તેથી એણે આ સમય દરમ્યાન સર્જનાત્મક લેખનમાં અનુસ્નાતકની પદવી મેળવી અને એથી આગળ વધીને ડૉક્ટરેટની પદવી પણ પ્રાપ્ત કરી.
એઇફ્રિક કેમ્પબેલને વારંવાર એ સવાલ પૂછવામાં આવે છે કે કઈ રીતે તેઓ બેંકના ઉચ્ચ અધિકારીમાંથી ‘ચિત્તપલટો’ સાધીને આકર્ષક કથાનક રચતા લેખિકા બની જાય છે ? એ માને છે કે આને માટે તમારામાં ‘પ્રબળ અનાસક્તિ’ હોવી જોઈએ અને જ્યારે એક ક્ષેત્રમાં કાર્ય કરતા હો, ત્યારે બીજા ક્ષેત્રની જળોજથા સંપૂર્ણપણે ભૂલાઈ જવી જોઈએ. જેમ શૅરબજારનો ખેલાડી સોદાની દુનિયામાં ડૂબી જાય છે, એ જ રીતે લેખકે પોતાની દુનિયામાં ડૂબી જવું જોઈએ. આ રીતે કેમ્પબેલ પોતાના વ્યવસાયમાંથી પણ લેખનનાં પાઠો શીખી રહી છે.
એની એક વાત તો ભારે મજાની છે ! એ કહે છે કે શૅરબજારમાં કડાકો બોલી જાય અને પછી જે અફરાતફરીનો માહોલ સર્જાય છે, એ માહોલમાંથી આ લેખિકાને શું મળે ? એ કહે છે કે શૅરબજારની આવી પરિસ્થિતિ એના સાહિત્યિક સર્જનને માટે ઘણી લાભદાયી બની રહે છે અને એ સમયે એ પ્રલોભન, સત્ય, ભય, અધીરાઈ, અકળામણ - આ બધા ભાવો અનુભવતા લોકોને નજીકથી નિહાળે છે અને એમના માનસને પારખે છે. વળી, જેમ આ બધાની વચ્ચે શૅરબજારનો અઠંગ ખેલાડી હારતો હોવા છતાં તટસ્થ રહીને કામ કરતો હોય છે, એ જ રીતે પોતે પણ એવું તાટસ્થ કેળવ્યું છે કે જેને પરિણામે એ શૅરબજારમાં જોવા મળતા જુદા જુદા માનવીય સંવેદનોને પારખી શકે છે.
પરંતુ સૌથી વઘુ પાઠ તો એને એ શીખવા મળે છે કે માનવીની લોભવૃત્તિ કઈ રીતે એની બુદ્ધિને ભ્રમિત કરે છે. એના કહેવા પ્રમાણે તો જેમ પ્રેમમાં માણસ ખુવાર થઈ જાય છે, એ જ રીતે પ્રલોભનમાં પણ માણસ સામે ચાલીને ખુવાર થતો હોય છે. એ સમયે માણસ પોતાની તાર્કિકતા ખોઈ બેસે છે. બુદ્ધિ લડાવતો નથી અને ભાવિ ભયસ્થાનોની પરવા કરતો નથી. એની લોભવૃત્તિ એટલી બધી હોય છે કે સઘળી ચેતવણી એના બહેરા કાને અથડાતી હોય છે અને આવી પરિસ્થિતિની રોમાંચકતાને દૂર રહ્યે રહ્યે આઇફ્રિક કેમ્પબેલ અનુભવી શકે છે.
પોતાની કથા સર્જવા માટે એક રૂમમાં લેપટોપ લઇને કેમ્પબેલ કામ કરતી રહી, પણ એણે અનુભવ્યું કે છેલ્લા તેર વર્ષથી ચારસો લોકો સાથે શૅરબજારના સ્ક્રીન પર અને ફોન પર થતી વાતચીતના અવાજો વચ્ચે એની પાસે જેવી એકાગ્રતા હતી, એવી જ એકાગ્રતા બંધબારણે લખાતી નવલકથા સમયે પણ એને જરૂરી બની. વળી એના કહેવા પ્રમાણે બૅંકંિગ અને નવલકથા વચ્ચે એક એવું સામ્ય છે કે આ બંને વ્યવસાય તમને નમ્ર બનાવે છે. એમાં પણ તમે જ્યારે શૅરબજારમાં થાપ ખાતા હો, ત્યારે નમ્ર બનીને પોતાની ભૂલોની ખોજ કરો છો. એ જ રીતે નવલકથા સર્જન વખતે પણ તમે પોતાની ક્ષતિઓ શોધવા માટે એટલા જ આતુર હો છો. શૅરબજારની સ્થિતિ હોય કે નવલકથાના ઘટનાની પરિસ્થિતિ હોય, ત્યારે તમારા આત્મવિશ્વાસ સામે ક્યારે પડકાર ઊભો થશે એનો કોઈ પૂર્વસંકેત હોતો નથી. શૅરબજારમાં ખોટ જતાં વેપારીનું માથું કામ કરતું નથી, એ જ રીતે રાઇટર્સ બ્લોકને કારણે પણ લેખક ક્યાંક થોભી જાય છે.
આઇફ્રિક કેમ્પબેલ આટલું બઘું સામ્ય બતાવે છે, પણ સાથોસાથ એના ભેદને પણ એ જાણે છે. સર્જનાત્મક લેખકનો અનુસ્નાતક કોર્સ એ કરતી હતી ત્યારે અઘ્યાપકોએ આ બેંકરને ચેતવણી આપી હતી કે આવા લેખન દ્વારા તમને લધુતમ વેતનથી પણ ઓછી રકમ મળશે. બીજી બાજુ લંડનના મોર્ગન સ્ટેન્લીના માર્કેટની જવાબદારીમાંથી ઘણી મોટી રકમનો પગાર મળશે અને પ્રમોશન પણ મળતું રહેશે. આમ છતાં પોતાનો વ્યવસાય ચાલુ રાખીને કેમ્પબેલે નવલકથા-લેખન એ માટે સ્વીકાર્યું કે એને એમ લાગે છે કે બેંકની આવી કપરી કામગીરી પચાસ વર્ષ પછી અત્યંત થકવનારી બનતી હોય છે.
સીટી ઑફ લંડનના ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે એને કામ ઘણું થકવાનરું લાગ્યું છે, જ્યારે લેખન એ તો વ્યક્તિ જીવનભર કરી શકે છે અને જો તમે સ્વાસ્થ્ય અને સર્જનાત્મકતા બરાબર જાળવી રાખો, તો છેક અંતિમ કાળ સુધી લેખન-કાર્ય કરી શકો છો અને એથી જ આ કુશળ ઇન્વેસ્ટમેન્ટ બેંકર પોતાના ધમાલિયા કામમાંથી વખત કાઢીને લેખનકાર્ય કરતી રહે છે.
ક્ષણનો સાક્ષાત્કાર
ટીકા કરનાર પ્રત્યે ગુસ્સો નહીં, પણ દયા ખાવાની જરૂર છે. કેટલીક ઉંદ્દડ મિજાજી વ્યક્તિને ટીકા કરવામાં આનંદ આવે છે. કોઈપણ સારી બાબત હોય, તો એની ટીકા કરવાનું વિકૃત વલણ એમનામાં જોવા મળે છે. વ્યક્તિના નકારાત્મક વલણમાંથી કે મનની હતાશામાંથી ટીકાત્મક વલણ જાગ્રત થતું હોય છે.
કેટલીક વ્યક્તિઓ બીજાથી પોતાની સરસાઇ સિદ્ધ કરવા માટે ટીકાનો શોર્ટકટ અપનાવે છે. કોઈ મહેનતુ વ્યક્તિએ ઉદ્યોગમાં વિકાસ સાઘ્યો હોય, તો એ એવી ટીકા કરશે કે અંબાણી કે તાતાની સામે એ બિચારો કોઈ વિસાતમાં નથી. કોઈ કવિએ સુંદર કાવ્ય લખ્યું હોય તો કહેશે કે ખરું કાવ્ય તો પેલા મહાકવિનું, આ કાવ્ય તો જોડકણાં જેવું કહેવાય !
આવી ટીકાના મૂળમાં ઇર્ષાનો ભાવ હોય છે અને એ ઇર્ષા ટીકા સ્વરૂપે પ્રગટ થતી હોય છે. આપણા દેશમાં તો ટીકા કરવા માટે ઘણા માર્ગો છે. વ્યક્તિની જાતિને અનુલક્ષીને પણ ટીકા થાય છે, તો એની જ્ઞાતિને અનુલક્ષીને પણ ટીકા થાય છે. એના પહેરવેશ કે એની જીવનરીતિને પણ ઘ્યાનમાં રાખીને ટીકા થઈ શકે છે. ક્યારેક તો એવું લાગે કે એવી જાતજાતની ટીકા કરનારાઓ મળે છે કે દેશની ૧૨૦ કરોડની વસ્તીમાં કોઈપણ વ્યક્તિ એવી નહીં હોય કે જેને કોઈ ને કોઈ પ્રકારની ટીકાનો સામનો કરવો પડ્યો ન હોય !

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved