Last Update : 21-July-2012, Saturday

 

ટેબલેટનું માર્કેટ જોરમાં...

નેટોલોજી

સેમસંગે જે ટાર્ગેટ નક્કી કર્યો હતો તેના એક અઠવાડીયા પહેલાં જ ૧૦ મીલીયન ગેલેકસી જી-૩ વેચીને ચમત્કાર સર્જ્યો છે. સેમસંગ ૧૯ મીલીયન જી-૩ વેચવા માગે છે. તેનું નજીકનું પ્રતિસ્પર્ધી છે. સેમસંગ વેચાણ વધારીને બેસ્ટ ફોન ઇન ધ વર્લ્ડનું ટાઇટલ મેળવવા માગે છે. જી-૩ ની સાથે-સાથે ગુગલનું નેકસસ-૭ પણ સંપૂર્ણ રીતે વેચાઇ ગયું છે. આ જોતા એમ લાગે છે કે ટેબલેટનું માર્કેટ જોરમાં છે. નેકસસ-૭ વાપરનારા માને છે કે તેનો એન્ડ્રોઇડ બેઝ ઉપયોગી બન્યો છે. ૩૪૦ ગ્રામ વજન, ૧૦.૪ એમએમ, ૧.૩ ય્લ્લડ પ્રોસેસર, ૧ ય્મ્ રેમ અને ૧૬ ય્મ્ નીસ્ટોરેજ (૧૮ ય્મ્ પણ છે) કેપેસીટી ગ્રાહકોમાં આવકાર્ય બની છે.
એપલ અને માઈક્રોસોફટ ૭ ઇંચના ટેબલેટ સાથે બજારમાં આવી રહ્યા છે.

 

સોશ્યલ નેટવર્ક દ્વારા જાસુસી...

 

ભારતીય કંપનીઓ એકબીજાની પ્રવૃત્તિઓ પર નજર નાખવા સોશ્યલ નેટવર્કીંગ દ્વારા જાસુસી કરવામાં પ્રવૃત્ત હોય છે. મોટો ડેટાબેઝ ધરાવતી, સેન્સીટીવ નેટવર્ક, ઇનોવેશન અને સંશોધનમાં કામ કરતી કંપનીઓના આઇડયા નેટ પરથી આંચકી લેવા હેકર્સ તૈયાર બેઠા હોય છે. સોશ્યલ નેટવર્કીંગ સાઇટ પર સતત નજર રાખતા ઇન્ટરનેટ ડીટેકટીવો સક્રિય હોય છે. દેશના વેપારી સમુદ એસોકેમના જણાવ્યા અનુસાર પ્રતિસ્પર્ધી કંપનીઓના કર્મચારીઓની મુવમેન્ટ પર સોશ્યલ નેટવર્કીંગ દ્વારા નજર રાખે છે. ૧૫૦૦ જેટલી કંપનીઓના અધિકારીઓ ફેસબુક, ટવીટર, યુટયુબ, ગુગલ પ્લસ, લીંકકીન વગેરેનો ઉપયોગ કરે છે. જેના પરથી કંપનીની એકટીવીટી જાણી શકાય છે.
આ કંપનીઓના ૯૦૦ જેટલા અધિકારીઓએ જણાવ્યું હતું કે અમારા એકાઉન્ટ પર નજર રાખવામાં આવી રહી છે અને એમને વિવિધ લોકો મિત્રો બનવાની ઓફર મોકલીને માહિતી મેળવવા ઇચ્છે છે. બીજી તરફ સ્પાઇંગ ગેજેટસની પણ બોલબોલા વધી છે. કંપનીના અધિકારીઓને કોના ફોન આવે છે કેટલી લાંબી વાત ચાલે છે વગેરે પર પણ કંપની પોતે જ નજર રાખે છે. આમ કોર્પોરેટ કંપનીઓ વચ્ચેની સ્પર્ધા ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તીવ્ર બની રહી છે.

 

ઇરાન સામે સાયબર વૉર

 

અમેરિકાએ તાજેતરમાં ઇરાન સામે સાયબર વૉર ઉભી કરી છે. ઇરાનના અણુ કાર્યક્રમ સામેની આ વોરમાં સ્ટકસનેટ વોર્મનો ઉપયોગ થયો છે. ઇરાનના સમૃદ્ધ યુરેનિયમ વર્કને આ સ્ટકસનેટ વૉર્મ ડામાડોળ કરી રહ્યા છે. આમ તો ઇરાને રશિયા પાસેથી ડીજીટલ સિકયોરીટીની સહાય મેળવી છે. ઇરાન માને છે કે સ્ટકસનેટ બનાવવા પાછળ અમેરિકા અને ઇઝરાયલના કોમ્પ્યુટર પ્રોગ્રામરોનું ભેજુ કામ કરે છે.
અણુ ટેકનોલોજી સામે ડીજીટલ ટેકનોલોજીનું યુદ્ધ ચરમસીમાએ છે તે દેખાઈ રહ્યું છે. કોઇ દેશનો ચોક્કસ પ્રોગ્રામ ખોટકી નાખવા જયારે ચોક્કસ પ્રકારના વાયરસ તૈયાર કરાય ત્યારે લાગે છે કે આવું તો દરેક વિકાસશીલ દેશો સાથે થઇ શકે છે. અમેરિકાએ શરૃ કરેલી સાયબર વોરની સામે ઇરાન પણ ચૂપ રહે એમ લાગતું નથી.

 

સાથે... સાથે...

 

- ચેન્નાઈની અન્ના યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના ત્રણ વિદ્યાર્થીઓએ 'સેલફોન એકસીડન્ટ પ્રિવેન્ટર' અર્થાત્ સેલફોનથી થતા અકસ્માતો નિવારવા એક ડીવાઈસ તૈયાર કર્યું છે. જે ડ્રાઈવરના ફોન હેન્ગ કરી દે અને પોલીસને જાણ પણ કરી દે...

 

- માત્ર બે મહિનામાં સેમસંગે સ્માર્ટ ફોન ગેલેકસી જી-૩ ના ૧૦ મીલીયન હેન્ડ સેટ વેચ્યા છે.. (૧ મીલીયન = ૧૦ લાખ)

 

- ઇન્ટરનેટ વપરાશકારોએ પોતાને સૌથી વધુ કઇ ગેમ પસંદ છે તેના ઓપીનીયન આપ્યા હતા. જેમાં લોકોને ગમતી ગેમમાં ગીલ્લી દંડા અને અંતાક્ષરી મોખરે હતા.

 

- કરીના કપુરને ચમકાવતી ફિલ્મ હિરોઇનના પોસ્ટર અંગે ટવીટર પર સૌથી વધુ ટીકા થઇ હતી.

 

- સિંગાપુરના એક ટેકનોલોજી ઓફીસરે ણૈજજીહયીિ કિસીંગર નામનું ગેજેટ તૈયાર કર્યું છે. તેમાં સેન્સીટીવ ઇલેકટ્રોનિક લીપ (હોઠ) મુકાયા છે. જેનાથી અન્ય દેશમાં બેઠેલ કપલ એક બીજાને લીપ-કિસ કરી શકે. જેમાં રીયલ લીપ કિસનું સેન્સેશન ઉભું થાય છે.

 

- સેકસ લાઇફ અંગે ઇન્ટરનેટ પર BDSM શબ્દ વપરાય છે જેમાં બોન્ડેજ, ડીસીપ્લીન, સબમીશન, સેડીઝમ

 

- મોબાઈલ પર TWIST ટવીસ્ટ નામની એપ્લીકેશન તમે ઘેર મોડા પહોંચશો તેની ગણત્રી કરીને વિગત મિત્રોને મોકલી શકે છે. એમ Checkmark તમારા મહત્વના કામોની નોંધ કેલેન્ડરમાં રાખે છે.

 

- ગામડા - ટાઉન લેવલના નોકરી શોધી શકે તે માટે નોકરી-ચાકરી નામની વેબસાઇટ શરૃ થઇ છે. www.naukri-chaakri.com

 

- અમેરિકા અને ઇન્ટરનેશનલ યુનિવર્સિટમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે નવું સર્ચ એન્જીન તૈયાર કરાયું છે. www.yournextleap.com

 

- જુલાઈ-ડિસેમ્બર ૨૦૧૧ દરમ્યાન ભારતના સત્તાવાળાઓએ ગુગલને ૨૫૫ આઇટમો ખસેડી નાખવા જણાવ્યું હતું. જે પૈકી ૧૩૦ બદનક્ષીવાળી, એક પોર્નોગ્રાફી ૧૦૧ વાંધાજનક હતી.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved