Last Update : 21-July-2012, Saturday

 

શું અમેરિકાનું અર્થકારણ ઝડપી આર્થિક વિકાસ સાધી શકશે?

મેનેજમેન્ટ - ધવલ મહેતા
 

ભારત માટે ઉપરનો પ્રશ્ન અગત્યનો છે કારણકે ભારત અમેરિકાને ચીજવસ્તુઓની અને આઈટી સેવાઓની મોટી નિકાસ કરે છે. અમેરિકામાં અત્યારે સ્લોડાઉન છે પરંતુ મંદી નથી. મંદી (રીસેશન)ની વ્યાખ્યા એવી છે કે જો દેશની રાષ્ટ્રીય આવક સતત બે ત્રિમાસિક ગાળા દરમિયાન નેગેટીવ હોય તો તે દેશમાં રીસેશન છે તેમ ગણાય છે. જો આર્થિક વિકાસ પોઝીટીવ હોય પરંતુ તે ઘટતો જતો હોય તો તેને સ્લોડાઉન કહે છે. તે રીતે જોતાં ભારત અને ચીનમાં પણ સ્લોડાઉન છે. અમેરિકાનો આર્થિક વિકાસ નેગેટીવ નથી પરંતુ તે ઘટતો ગયો છે. છેલ્લાં દસ વર્ષ દરમિયાન અમેરિકાનો સરાસરી આર્થિક વૃઘ્ધિદર ત્રણ ટકાની ઉપર રહ્યો છે. ઈસ ૨૦૧૧ના વર્ષ દરમિયાન અમેરિકાનો વિકાસ દર ૧.૭ ટકા હતો અને ૨૦૧૨ના પ્રથમ છ મહિના (જાન્યુઆરી - જૂન ૨૦૧૨) દરમિયાન તે ૧.૫ ટકાની આજુબાજુ રહેવાનો સંભવ હતો. આંકડા હજુ પ્રાપ્ત થયા નથી. ૨૦૦૮ અને ઈસ ૨૦૦૯માં અમેરિકાએ ખાનગી સાહસોને તેમના બેજવાબદાર જંગી દેવામાંથી મુક્ત કરવા બેઇલ-આઉટ કર્યા. ખરેખર આ પગલું મૂડીવાદની વિચારસરણી વિરૂઘ્ધનું પગલું હતું.
મૂડીવાદી પ્રથામાં જો ખાનગી સાહસો જંગી ખોટ કરે તો તેઓ ડૂબી જાય અને તેને કારણે અર્થકારણમાંથી નિષ્ફળ ગયેલાં સાહસો દૂર થઇ જતાં અર્થકારણ વઘુ ઉત્પાદક બને. અમેરિકાએ બેજવાબદાર ખાનગી કંપનીઓને ઉગારવા સરકારી મદદ કરીને તેના નાગરિકો પર મોટો બોજો નાંખ્યો છે. અમેરિકન સરકારે એવું બહાનું કાઢ્‌યું છે કે ખાનગી સાહસોને જંગી મદદ કરીને તેણે લોકોની નોકરીઓ બચાવી છે. જાન્યુઆરી-માર્ચ ૨૦૧૨ના ત્રિમાસિક દરમિયાન અમેરિકાના અર્થકારણનો વિકાસ દર ૧.૮ ટકા હતો અને તેને કારણે ૭૦,૦૦૦ નવી નોકરીઓ ઊભી થઇ હતી પરંતુ તે પછીના ત્રિમાસિક ગાળામાં તેમ થયું નથી. અમેરિકા અત્યારે યુરો-ઝોનની કટોકટીથી પણ ચંિતિત છે કારણકે અમેરિકા અને યુરોપમાં પરસ્પર વિદેશી રોકાણ જગતના અન્ય પ્રદેશોમાં તેમના મૂડીરોકાણથી ઘણું વધારે છે. અત્યારે ચીન અને ભારતમાં આર્થિક વિકાસની બાબતમાં સ્લો-ડાઉન ચાલે છે. ભારત ૨૦૧૨માં ૬ ટકાથી પણ નીચો વિકાસ સાધશે અને ચીન પણ ૬થી ૭ ટકાની વચ્ચે આર્થિક વિકાસ સિઘ્ધ કરી શકશે, જે ઘણો નીચો ગણાય.
આની અમેરિકાના વિકાસ દર પર પ્રતિકૂળ અસર પડશે. કારણકે ચીન અને ભારત અમેરિકાના વિદેશી વ્યાપારના મોટા પાર્ટનર્સ છે. અમેરિકામાં દોઢ ટકાના વૃઘ્ધિ દર છતાં ત્યાંના મોટાભાગના નાગરિકોની વાસ્તવિક આવક (રીઅલ ઈન્કમ)માં ઘટાડો નોંધાયો છે. ઈ.સ. ૨૦૨૩માં અમેરિકા પોતાના રાષ્ટ્રીય ખર્ચામાં મોટો કામ મૂકવા માગે છે જેથી તેનો વિકાસ દર હજી ઘટશે તેમ લાગે છે. ઈ.સ. ૨૦૧૩માં પેટ્રોલના ભાવો ઘટવાની સંભાવના ઓછી છે કારણકે પેટ્રોલ-સમૃઘ્ધ ઈરાન અમેરિકાને ગાંઠતું નથી. તે તેનો ન્યુક્લીઅર પ્રોગ્રામ ચાલુ રાખવા કૃતનિશ્ચયી થયું છે. અમેરિકાની ધમકીથી ઈરાન ગભરાતું નથી.
અમેરિકન સમાજની એક સૌથી મોટી નબળાઇ તેના નાગરિકો વચ્ચેની આર્થિક અસમાનતા છે. ઐતિહાસિક રીતે અમેરિકા એમ જ માનતું રહ્યું છે કે તેની સરકાર દરેક નાગરિકને સરખી તકો પૂરી પાડે છે. જેઓ આ તકો ઝડપી લે છે તેઓ ધનિક બને છે અને જેઓ આ તકો ઝડપી લેવામાં આળસુ રહે છે તેઓ ગરીબ રહે છે. આમાં સરકાર કશું કરી શકે નહીં. તે તેના નાગરિકને જરૂર પૂરી સામાજીક સુરક્ષા પૂરી પાડી શકે. આને પરિણામે અમેરિકાએ સ્પેશીઅલ સીક્યુરીટી પ્રોગ્રામ ઘડ્યો છે. તેનું નામ સોશીઅલ સીક્યુરીટી છે પરંતુ ખરેખર તે સમાજના તદ્દન ગરીબોને માસિક ભથ્થું પૂરૂં પાડવાનો પ્રોગ્રામ છે. તેનો હેતુ આર્થિક અસમાનતા ઘટાડવાનો નથી. આ બાબતમાં અમેરિકાના નોબેલ પ્રાઇઝ વિજેતા અર્થશાસ્ત્રી સ્ટીગલીત્ઝ ખેદપૂર્વક જણાવે છે કે અમેરિકાના ૧ ટકા લોકો દેશની કુલ આવકના ૨૫ ટકા હડપ કરી જાય છે અને કુલ સંપત્તિ (વેલ્થ)ની વાત કરીએ તો અમેરિકાના કુલ ૧ ટકા ધનિકો પાસે અમેરિકાની કુલ સંપત્તિ (ઘરો, બંગલાઓ, જરઝવેરાત, શેરો, બોન્ડઝ, જમીન, વિમાનો, ખાનગી જહાજો, ખાણો, સોનુ વગેરે)ના ૪૦ ટકા સંપત્તિ છે. આ આર્થિક વ્યવસ્થાને અનૈતિક ગણી શકાય. અમેરિકામાં સમાનતા માટેનું કોઇ આંદોલન ચાલતું નથી. ત્યાં સમાજવાદી કે લેબર પક્ષ નથી. એક જમાનામાં યુજીન ડેબની નેતાગીરી નીચે થોડાંક વર્ષો સમાજવાદી પક્ષ ઊભો થયો હતો પરંતુ સરકારે તેને એક યા બીજા બહાના હેઠળ તોડી પાડ્યો. અમેરિકામાં સમાજવાદી કે સામ્યવાદી કે માર્ક્સવાદી તરીકેની ઓળખને વઘુ નીચી નજરે જોવામાં આવે છે. તમે અમેરિકન નાગરિત્વને બટ્ટો લગાડ્યો તેમ ગણાય છે.
તે ઉપરાંત અમેરિકન અર્થકારણની વધારાની બે મુખ્ય નબળાઇઓ છે. તેની પહેલી નબળાઇ એ છે કે અમેરિકાનું ઘરઆંગણાનું (ડોમેસ્ટીક) દેવું જે ઈ.સ. ૨૦૦૦માં તેની રાષ્ટ્રીય આવકના ૧૦૦ ટકા હતું તે ઈ.સ. ૨૦૦૭માં વધીને તેની રાષ્ટ્રીય આવકના ૧૩૩ ટકા જેટલું થઇ ગયું છે. બીજી નબળાઇ એ છે કે અમેરિકાનો રાષ્ટ્રીય બચત દર ઘણો ઓછો છે. ચીનનો રાષ્ટ્રીય બચત દર તેની કુલ રાષ્ટ્રીય આવકના લગભગ ૫૦ ટકા જેટલો ઊંચો છે અને ભારતનો પણ તે ૩૫ ટકાથી વધારે છે. અમેરિકા જગતના બચત દર પર તાગડધીન્ના કરે છે. વળી અમેરિકાની ચીજવસ્તુની આયાત ૧૬૦૫ બીલીઅન ડોલર્સ અને ચીજવસ્તુની નિકાસ ૧૦૫૬ બીલીઅન ડોલર્સ છે. આમે તે જગતનો ૫૫૦ બીલીઅન ડોલર્સ માલ ભોગવે છે. અમેરિકાનો રાષ્ટ્રીય વિકાસ દર આમ કન્ઝમ્પશન - ડ્રીવન એટલે કે વઘુ પડતા વપરાશી ખર્ચા પર આધારિત છે. ત્યાં લોકોની આવક અને ખર્ચા ઘટી જાય તો દેશનો આર્થિક વિકાસ દર પણ ઘટી જાય છે. હવે તેમાં અમેરિકાની ત્રીજી નબળાઇ ઉમેરાઇ છે. આ ત્રીજી નબળાઇ સ્ટ્રકચરલ (માળખાગત) છે અને મૂડીવાદની દ્રષ્ટિએ વઘુ ગંભીર છે. તે નીચે મુજબ છે. અમેરિકા અત્યાર સુધી એમ માનતું હતું કે જો ખાનગી ક્ષેત્રે ખોટ જાય તો તેની ત્રુટિઓ કે બીનકાર્યક્ષમતાને કારણે છે. ખાનગી ક્ષેત્રની ખોટને સરકાર સાથે કોઇ લેવાદેવા નથી. ખોટ કરતાં ખાનગી સાહસો ડૂબી જાય તો તેને અર્થકારણની સાફસૂફી ગણવી તેમ આખું અમેરિકા માનતું હતું. હવે ખોટ કરતી બેંકો અને જનરલ મોટર્સ જેવી જગતની તે વખતની સૌથી મોટી કંપનીને બેઇલ-આઉટ કરીને અમેરિકાએ તેનું મૂડીવાદી મોડેલ ખોટું પુરવાર કર્યું છે. હવે આ મોડેલને સ્ટેટ-માર્કેટ મોડેલ ગણવું પડશે. અમેરિકા ઈ.સ. ૨૦૧૩માં પણ તે તેનો દસ વર્ષનો સરાસરી આર્થિક વિકાસ દર (૩ ટકાથી વધારે) જાળવી નહીં શકે તેમ પ્રો. રૂબીની નામના ન્યુયોર્ક યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીનું માનવું છે. આ અર્થશાસ્ત્રીએ ઈ.સ. ૨૦૦૮ની આર્થિક કટોકટીની આગાહી એક વર્ષ પહેલાં કરી હતી. હવે તેઓ ઈ.સ. ૨૦૧૩માં અમેરિકાના આર્થિક વિકાસ દરને માત્ર ૧ ટકો જ અંદાજે છે. આમ છતાં અમેરિકાની માથાદીઠ વાર્ષિક આવક એટલી મોટી છે કે અમેરિકા મહાસત્તા તરીકે ઘણાં વર્ષો ચાલુ રહેશે. દા.ત. અમેરિકાની ૨૦૧૦માં માથાદીઠ વાર્ષિક આવક ૪૭૧૪૦ ડોલર્સ હતી જ્યારે ભારતની ૧૩૪૦ ડોલર્સ, ચીનની ૪૨૬૦ ડોલર્સ, રશિયાની ૧૯૧૪૦ ડોલર્સ, થાયલેંડની ૪૨૧૦ ડોલર્સ અને જાપાનની ૪૨૧૫૦ ડોલર્સ હતી. મ્ઇૈંભજી દેશો એટલે કે બ્રાઝીલ, રશિયા, ઈન્ડીઆ, ચાઇના અને સાઉથ આફ્રીકા ટૂંક સમયમાં અમેરિકાને પાછું પાડી દે તેવું માનનારા સ્વપ્નાંની દુનિયામાં જીવે છે.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved