Last Update : 21-July-2012, Saturday

 

ઑલિમ્પિકમાં મેડલો ખેલદિલી અને મર્દાનગીથી નહીં, ડ્રગ્સના જોરે જિતાય છે

હોટલાઇન - ભાલચંદ્ર જાની

પહેલાંનાં જમાનામાં સૈન્ય લડાઈમાં ઉતરવાનું હોય ત્યારે સૈનિકોને સોમરસ પીવડાવીને પાનો ચઢાવવામાં આવતો હતો. લડાઈમાં જે હાથીનો ઉપયોગ થતો હતો તેને પણ દારૂ પીવડાવવામાં આવતો હતો. આજેય ગણપતિનું વિસર્જન કરતી વખતે આખે રસ્તે ભારે ઝનૂનપૂર્વક નાચનારા યુવકો દારૂ પીને જતાં નજરે પડે છે. બંગાળમાં દુર્ગાપૂજા વખતે અને કાલીમાતાની યાત્રા કાઢવામાં આવે ત્યારે ઘણાં બંગાળીઓ ચોખાનો દારૂ પીએ છે.
કોમનવેલ્થ ગેમ્સ કે ઑલિમ્પિકની રમતમાં જાતજાતની કેટલીક સ્પર્ધાઓ - રમતો હોય છે. જેમાં અમુક સ્પર્ધા તો મગજની શાંતિ અને શરીરના સ્નાયુઓની સ્ફૂર્તિ હણી લે તેવી સખત હોય છે. વળી આવી રમતમાં ભાગ લેનારાં ખેલાડીઓ સ્વાભાવિક રીતે જ એક પ્રકારની માનસિક તાણ અનુભવતાં હોય છે. આ બધા કારણોથી છેલ્લાં કેટલાંય વર્ષથી કોમનવેલ્થ ગેમ્સ ઑલિમ્પિક અને બીજી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમાતી રમતોમાં ભાગ લેનારાં ખેલાડીઓ જાત જાતનાં દ્રવ્યો (ડ્રગ્સ)નો ઉપયોગ કરતા હોય છે.
વાસ્તવમાં કોઈપણ પ્રકારની દવા કે અમુક પ્રતિબંધિત ટોનિકનું સેવન કરનારાં ખેલાડીને ઑલિમ્પિકની રમતોમાં ભાગ લેવા દેવામાં આવતો નથી. છતાં દર વર્ષે નશીલાં દ્રવ્યોનો ઉપયોગ વધતો જ જાય છે. દર ચાર વર્ષે જ્યારે ઑલિમ્પિક યોજાવાની હોય ત્યારે તેના છ મહિના અગાઉ ઈન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટિના સભ્યો ભેગા મળીને નક્કી કરે છે કે કયા પદાર્થોના સેવન પર પ્રતિબંધ મૂકવો.
આ વખતે પણ લંડનમાં શરૂ થયેલી ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ડ્રગ લઇને મેડલ જીતવાનો પ્રયત્ન કરી રહેલા ખેલાડીઓને શોધી કાઢવા માટે ૬ હજાર જેટલા ડોપ ટેસ્ટ લેવાશે. આ સાથે ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વઘુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે તેમ વર્લ્ડ એન્ટી ડોપંિગ એજન્સી (વાડા)એ જણાવ્યું હતુ. ઘણા ખેલાડીઓ પોતાનો દેખાવ સુધારવા ડ્રગ લઇને સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય છે. જ્યારે આવા ખેલાડીઓને શોધવા માટે તેમના લોહી તેમજ યુરિનના નમૂના લેવામાં આવે છે અને તેનું લેબોરેટરીમાં પરિક્ષણ કરીને તેઓએ કોઇ ડ્રગ લીઘું છે કે નહીં તે નક્કી કરવામાં આવે છે. જેને ડોપ ટેસ્ટ કહે છે.
વાડાના પ્રમુખ જોન ફેહેયના જણાવ્યા અનુસાર, ખેલાડીઓ જેવા ઓલિમ્પિક વિલેજમાં પગ મુકશે કે તરત એન્ટી ડોપંિગ એજન્સીની અધિકારીઓની નજરમાં આવી જશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિ અને લંડન ઓલિમ્પિક ગેમ્સની આયોજન સમિતિએ આ ્‌અંગેની તૈયારી કરી લીધી છે અને ગેમ્સ દરમિયાન કુલ મળીને ૬,૨૫૦ જેટલા ડોપ ટેસ્ટ લેવાશે. ૨૭મી જુલાઇથી લંડનમાં શરૂ થયેલા ઓલિમ્પિકને અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ મુક્ત રમત મહોત્સવ બનાવવા માટે વાડા કટિબઘ્ધ છે. આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ ખેલાડીઓના ડોપ ટેસ્ટ તો ટુર્નામેન્ટ અગાઉ પ્રેક્ટિસ સેશનમાં જ લેવાઇ ગયા છે. વિશ્વની તમામ એન્ટી ડોપંિગ એજન્સીઓ આ અંગે પોતાની માહિતી એકબીજાને પુરી પાડશે. ઑલિમ્પિક, કૉમનવેલ્થ ગેમ્સ કે એશિયન ગેમ્સનો પ્રારંભ થતા પૂર્વે ખેલાડીઓ દ્વારા ડ્રગ અને હોર્મોન્સના દુરુપયોગ કરવા બાબત હંમેશા ચર્ચા થતી રહે છે. ભારતીય ખેલાડીઓ પણ ભૂતકાળમાં ડ્રગ્સ લેતા પકડાયા છે.
ગયા ઑલિમ્પિક ગેમ્સમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઈન્ગલેંન્ડથી ઓછા ચંદ્રકો જીતનાર ભારતે ચોથા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો. આથી આ વખતે રમતોત્સવના આયોજનને ઘ્યાનમાં લઈ ભારતીય સત્તાવાળાઓ અત્યારથી જ સચેત બની ખેલાડીઓની કામગીરી અંગે ઘટતી કાર્યવાહી હાથ ધરે એ જરૂરી છે. ખાસ તો રમતમાં સારો દેખાવ કરવાના આશયથી ખેલાડીઓને ડ્રગ્સના રવાડે ચઢતા અટકાવવા એ મોટો પડકાર છે.
ભૂતકાળમાં મેલબોર્નમાં ભારતના બે વેઈટલિફ્‌ટરો તેજિન્દરસંિહ અને એડવીન રાજુ કેફી પદાર્થોના સેવન પરીક્ષણમાં દોષી પુરવાર થયા જેને લઈ અપેક્ષા કરતાં સારા દેખાવ છતાં દેશ માટે આ ઘટના શરમજનક બની રહી. જો કોઈ રમતવીર બી. સેમ્પલ ટેસ્ટમાં દોષી પુરવાર થાય તો આંતરરાષ્ટ્રીય વેઈટલિફિ્‌ટંગ ફેડરેશન ભારતના વેઈટલિફિ્‌ટંગ ફેડરેશન સામે પ્રતિબંધનું હથિયાર ઉગામી શકે. આમ થાય તો દેશના વેઈટલિફ્‌ટરો માટે એશિયન રમતોત્સવ, ઓલિમ્પિક તથા આગામી કોમનવેલ્થ રમતોત્સવમાં ભાગ લેવાનું શક્ય નહીં બને. છેલ્લા ઓલિમ્પિકમાં પ્રતિમાકુમારી અને સાનામાના ચાનૂએ આવું કલંક આપ્યું હતું. ભૂતકાળમાં માંચેસ્ટરમાં સતીષ રાય અને કે. મદાસ્વામી પકડાયા હતા.
ભાવિમાં અન્ય કોઈ રમતવીર આવી કામગીરી બજાવે નહીં એ માટે દોષીઓને કડક સજાની જોગવાઈ કરવી જરૂરી છે. વાસ્તવમાં ખેલકૂદ જગતમાંથી ડ્રગ્સનો પ્રભાવ ઓછો કરવા બધા દેશોની માફક ભારતે કમર કસવી જરૂરી છે.
ઑલિમ્પિક સમિતિએ રમતોત્સવ શરૂ થાય તે પૂર્વે કયા ડ્રગનું સેવન ન કરવું તેની યાદી તૈયાર કરી છે. જે બે દ્રવ્યો પર પ્રતિબંધ નથી મૂકાયો તેમાં એક દ્રવ્ય ‘ડેડ મેન્સ ડ્રગ’ (મરેલા માણસની દવા) તરીકે ઓળખાવાય છે. આ દવાનું આવું વિચિત્ર નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે તે મરેલા માણસનાં શબમાંથી પિચ્યુટરી ગ્રંથિમાંથી મેળવેલા રસમાંથી બને છે. આવી જ બીજી એક દવા સગર્ભા સ્ત્રીના પેશાબથી બને છે. એવું મનાય છે કે સગર્ભા સ્ત્રીના પેશાબમાં અમુક પ્રકારના હોર્મોનનો સ્ત્રાવ થતો હોય છે. આ દ્રવ્યનું સેવન કરનાર વ્યક્તિમાં નવા જોમનો ઊમેરો થાય છે અને જુસ્સો વધે છે.
ખરી સમસ્યા તો એ છે કે આ બન્ને પ્રકારનાં દ્રવ્યોનીચકાસણી થાય તો પણ તેણે તે દ્રવ્ય લીઘું છે તેવી ભાળ મળતી નથી. ૧૯૯૬ની સાલમાં ઑલિમ્પિક રમતોત્સવ યોજાયો ત્યારે પણ આયોજકો નશાખોર દ્રવ્યોની દ્વિધામાં હતાં. તે વખતે રમતવીરો ‘ટેસ્ટોસ્ટરોન’ નામના પુરુષના હોર્મોનનું સેવન કરતાં હતાં. આ દ્રવ્ય પર તે વખતે કોઈ પ્રતિબંધ ન હતો.
દાયકા પૂર્વે વેનેઝુએલામાં કારકાસ ખાતે નવમો પાન અમેરિકન રમતોત્સવ યોજાયો ત્યારે ગોલ્ડ મેડલો અને સિલ્વર મેડલો જીતનારાં ઘણાં રમતવીરો કેફી દ્રવ્યોનું સેવન કરતા હતાં તે વાતની જાણ થયા પછી ભારે હાહાકાર મચી ગયો હતો. અમુક ખેલાડીઓની ટેસ્ટ લેવાયા પછી ખબર પડી કે તેઓએ ‘એમ્ફા ટામાઈન્સ’ નામનાં કેફી દ્રવ્યનું સેવન કર્યું હતું. એવું મનાય છે કે ધંધાકીય રીતે ટેનિસ રમનારાં મોટાભાગના ખેલાડીઓ હેરોઈન અને કોકેઈનના બંધાણી હોય છે. કેટલાંક ટેનિસ ખેલાડીઓ તો તેમના કમરપટ્ટામાં હેરોઈનનો પાવડર રાખે છે. ઘણા ખેલાડીઓના હાથમાં અવારનવાર લેવાતાં હેરોઈનના ઈન્જેક્શનનાં સ્પષ્ટ નિશાન દેખાય છે.
રમતગમત ક્ષેત્રે નશાખોર દ્રવ્યો તથા જોમ આપનારાં ટૉનિકો ઘણા દાયકાથી વપરાતાં આવ્યાં છે. ‘પેઈન કિલર’ (શારીરિક દુખાવો દૂર કરનારી દવા), સ્નાયુઓને મોકળા કરનારી દવા (મસલ્સ રિલેક્સર) અને ઍન્ટી ઈન્ફ્‌લેમેન્ટ્‌સનો વપરાશ સામાન્ય થતો જાય છે. આ દવાઓ ઉપરાંત એમ્ફેટામાઈન્સ, એનાબોલીક સ્ટીરોઈડ્‌સ, અને સોમાટ્રોપાઈન નામની કેફી દવાઓ પણ રમતવીરો લે છે. અત્યારે રમતવીરો પોતાના ગજા બહારની શક્તિ દાખવવા આવા કેફી પદાર્થોનું સેવન કરે છે. એમ્ફેટામાઈન્સ નામની દવા જે ‘સ્પીડ’ના નામે ‘ઓળખાય છે, તે એક પ્રકારની ઉત્તેજક દવા છે અને જુસ્સા પ્રેરક છે. લાંબુ અંતર દોડનારા, સાયકિલસ્ટ, બાસ્કેટબોલ અને ફૂટબૉલના ખેલાડીઓ આવી દવાનો ઉપયોગ વિશેષ કરીને શરીરમાં વઘુ જોમ આવે તે માટે કરે છે. તેનાથી સહનશક્તિ વધે, પુષ્કળ થાક લાગે છતાં ઝઝમૂમવાની શક્તિ, રિફ્‌લેક્સ એક્શનની ઝડપ વધે છે. આ દવાઓ કેપ્સ્યુલ અથવા પીલ્સરૂપે લેવામાં આવે છે. જે બેન્ઝેેડ્રીન ડેક્સેડીન અને ઍસ્કાટ્રોલનાં નામે વેચાતી મળે છે. એનાબોલીક સ્ટીરોઈડ નામે ઓળખાતી બીજી દવા એક પ્રકારનાં હોર્મોન છે જે શરીરનું વજન અને શક્તિ વધારે છે. આ દવા વેઈટલીફ્‌ટીંગની સ્પર્ધામાં ભાગ લેનારા અને કુસ્તી ખેલનારાઓમાં લોકપ્રિય છે.
સોમાટ્રોફીન નામની દવા સ્ટીરોઈડ કરતાં પણ વઘુ અસરકારક સાબિત થઈ છે. આ દવા લ્લ.ય્.લ્લ (હ્યુમન ગ્રોથ હોર્મોન) તરીકે ઓળખાય છે. આગળ જણાવ્યું તેમ આ દવા મડદાંની પિચ્યુરિટી ગ્રંથીમાંથી કાઢેલાં રસમાંથી બનાવાય છે. શરૂઆતમાં આ દવાનો ઉપયોગ ડૉક્ટરો નબળાં બાળકોને તંદુરસ્ત બનાવવા માટે કરતાં હતાં. આ દવાથી થાક પણ જલ્દી લાગતો નથી. આ દવાની સૌથી મહત્ત્વની વાત એ છે કે તે (સોમાટ્રોફીન) લીધા પછી પણ પરિક્ષણ કરીને તે પકડી પાડવું મુશ્કેલ છે. તેમાંય જો ખેલાડી ડ્રગ ટેસ્ટ આપે તેના અઠવાડિયાં પહેલાં તેણે આ દવા લીધી હોય તો તે પકડાઈ જવાની શક્યતા બિલકુલ રહેતી નથી.
સગર્ભા સ્ત્રીના પેશાબમાંથી મેળવેલા હોર્મોન દ્વારા બનતી દવાને હ્યુમન કોરીયો - નીક ગોના ટ્રોફીન (લ્લભય્ ) કહે છે. આ દવા પણ ખેલાડીની માનસિક અને શારીરિક શક્તિ વધારવા વપરાય છે. એવું મનાય છે કે પેશાબમાંથી મેળવેલા આ હોર્મોનથી સ્ત્રી અને પુરુષના શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થતા ટેસ્ટોસ્ટરોન નામના મર્દાનાહોર્મોન વિકાસ પામે છે. ઑલિમ્પિક મેડિકલ એસોસિએશને એચ.સી.જી.ના સીધા ઈન્જેક્શન વાપરવા પર પ્રતિબંધ મૂક્યો છે છતાં રમતવીરો ડ્રગ ટેસ્ટમાં ઝડપાયા વગર આ દ્રવ્યો છૂટથી વાપરે છે.
છેલ્લાં કેટલાક સમયથી રમતવીરોએ તેમનું જોમ વધારવા નવો અખતરો શરૂ કર્યો છે જેને ‘બ્લડ ડોપીંગ’ના નામે ઓળખાવાય છે. આ અખતરામાં રમતવીરે તેનાં શરીરમાંથી થોડું લોહી કાઢી લઈને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી રાખવું પડે છે. જ્યાં સુધી રમતવીરોનું શરીર ઓછાં થયેલાં લોહીનાં પ્રમાણમાં નવું લોહી બનાવી ન લે ત્યાં સુધી પેલું લોહી શીતગૃહમાં સાચવી રખાય છે. ત્યારબાદ આ બહાર કઢાયેલા લોહીને સીઘું શરીરમાં દાખલ કરી દેવાય છે. અચાનક શરીરમાં લોહીનો પુરવઠો વધી જવાથી સ્નાયુઓને વઘુ પ્રમાણમાં ઑક્સીજનનો પુરવઠો મળે છે અને તેની સતર્કતા વધે છે.
આ રીતે રમતવીરો માત્ર ઈનામો મેળવવા, મૅડલ જીતવા રમતનાં નિયમોનું પાલન ન કરે માટે તેમને એકલાને જ દોેષિત ન ઠરાવી શકાય. વાસ્તવમાં રમતના નિયમો એટલા બધા જટિલ બનાવી દેવાયા છે અને રમતમાં ભાગ લેનારાંએ એક પ્રકારનાં તંગદિલીભર્યા માનસિક વાતાવરણમાં કામ કરવાનું હોય છે તેથી વઘુને વઘુ ખેલાડીઓ જોમવર્ધક દવાઓનો સહારો લેતા થયા છે.
શરૂઆતમાં રમતગમતનું આયોજન કરવા પાછળનો આશય એ હતો કે, લોકોને ગમ્મત જોવા મળે, મનોરંજન થાય. હવે દરેક રમત સાથે લાખ્ખો, કરોડો રૂપિયાના જુગારીદાવ ખેલાય છે. રાષ્ટ્રીય શાન જોડાયેલી હોય છે. તેમ જ ખેલાડીની મહત્ત્વાકાંક્ષા પણ વધતી જાય છે. કોઈપણ પ્રકારે રમતમાં જીતવું તેવી ફિલોસોફી વઘુ પ્રબળ બનતી જાય છે. તેથી વઘુ ડૉલર મેળવવા રમતવીરો દવાઓનો સહારો લેતાં થયા છે. પ્રતિસ્પર્ધી પણ દવાઓનો આશરો લે છે. તે જાણ્યા પછી દરેક રમતવીર ‘સેલ્ફ ડિફેન્સ’ના નામે પોતે પણ દવાનો ઉપયોગ કરતો થઈ જાય છે.
નિયમિત રીતે જોમવર્ધક દવાઓ લેવાથી તેની ગંભીર સાઈડ ઈફેક્ટ્‌સ શરીર પર થાય છે. તેનાથી રમતવીરના મજ્જાતંતુઓ ઢીલા થઈ જાય છે. અને સાઈકોસોમેટીક ડીસઓર્ડર ઉત્પન્ન થાય છે. એમ્ફાટામાઈન્સનો વઘુ પડતો ડોઝ લેવાથી અવારનવાર તેનો ઉપયોગ કરવાથી અલ્સર, નાના મગજમાં હેમરેજ, પેરાનોઈયા, કાર્ડીયોવેસ્ક્યુલરનું ભાંગી પડવું અને ચિડિયો સ્વભાવ થઈ જાય છે. થાક સંતાડીને રમતવીરને વઘુ શક્તિ ખર્ચવા પ્રેરતી દવા લીધા પછી હૃદય ખૂબ નબળું પડી જાય છે. યુરોપમાં ઘણા સાયક્લિસ્ટો અને ફૂટબૉલ ખેલાડીઓનાં મોત આવી રીતે હૃદય નબળું પડવાથી થયાં છે. સંશોધકોએ એવું જાહેર કર્યું છે કે એનાબોલિક સ્ટીરોઈડ્‌સ લેનારાં ખેલાડીઓને દવામાંના હોર્મોનથી કેન્સર થાય છે તેમ જ ટેસ્ટીક્યુલર એટ્રોફી, લીવરનું નુકસાન અને એડ્‌મા જેવા રોગ થાય છે.
૧૯૬૮માં સ્થપાયેલું ઑલિમ્પિક મેડિકલ કમિશન રમતનાં મેદાનમાં દવાને દૂર કરવાના પ્રયત્નો કરતું રહ્યું છે. દર વર્ષે પ્રતિબંધિત દવાઓની યાદીમાં નવી નવી દવા ઉમેરાતી જાય છે. છતાં રમતવીરો નામ અને મબલખ પૈસા તેમ જ મેડલ કમાવાની ઘેલછામાં જાત જાતની જોમવર્ધક દવાનો ઉપયોગ કરે છે. હવે તો જે સ્થળે કોમનવેલ્થ ગેમ્સ કે ઑલિમ્પિક રમત રમવાની હોય છે ત્યાં લાખ્ખો ડોલરના ખર્ચે કોમ્પ્યુરાઈઝ્‌ડ લેબોરેટરીઓ સ્થાપીને ઑલિમ્પિકની રમતોમાં ભાગ લેવા ઈચ્છનાર દરેક ખેલાડીની ચકાસણી થાય છે. ખેલાડીનો પેશાબ અને લોહીના નમૂના લઈને તેના પરીક્ષણ પરથી તે ખેલાડીએ પ્રતિબંધિત દવાનો ઉપયોગ કર્યો છે કે નહીં તે પકડી પાડવામાં આવે છે. જો કોઈ ખેલાડીએ આવી દવા લીધી હોય તેવી ખબર પડે તો તેનો અહેવાલ રમતોત્સવના આયોજકોને મોકલવામાં આવે છે.
ખેલાડીનો ડોપ ટેસ્ટ કેવી રીતે લેવાય. છે એ પણ જાણી લઈએ. જો કોઇ ખેલાડી જબરજસ્ત કે ચમત્કારિક કહી શકાય તેવી સફળતા મેળવે કે દેખાવ કરે તો તેનો ડોપ ટેસ્ટ લેવામાં આવે છે. જેમાં જે તે ખેલાડીએ તેના લોહી તેમજ યુરિનના નમુના ‘વાડા’ના ઓફિસરને આપવાના હોય છે. જેનું લેબોરેટરીમાં પરિક્ષણ થાય છે અને તેમાં એથ્લીટને સારા દેખાવ માટે મદદ કરનાર ડ્રગ નિર્ધારિત માત્રાથી વઘુ હોય તે ડોપ ટેસ્ટ પોઝીટીવ કહેવાય છે, એટલે તે એથ્લીટે ડ્રગ લઇનેતેની અસર નીચે સારો દેખાવ કર્યો છે તેમ કહેવાય. પ્રથમ પોઝિટીવ ડોપ ટેસ્ટ બાદ બી સેમ્પલ લેવામાં આવે છે અને તે પણ પોઝિટીવ આવે તો એથ્લીટને દોષી ઠેરવીને સુનાવણી બાદ તેને સજા ફટકારવામાં આવે છે.
ઑલિમ્પિક મેડિકલ કમિશનની યાદીમાં અત્યારે ૭૩ પ્રકારની દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો ખેલાડી દ્વારા ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. થોડા વરસ પહેલાં સારા જેવો વિન્ટર ઑલિમ્પિક રમાઈ ત્યારે યાદીમાં પુરુષના હોર્મોન ટેસ્ટોસ્ટરોન અને સ્ટીમ્યુલ્ન્ટ કૅફીન પદાર્થનો પણ પ્રતિબંધિત દવા તરીકે ઉમેરો કરાયો હતો. મેડિકલ કમિશન કોઈ ખેલાડીએ દવાનો ઉપયોગ કર્યો હોય તો તે કેવી રીતે પકડી શકાય તે માટેની નવી ચકાસણી પઘ્ધતિ વિકસાવી રહ્યું છે.
હવે પછીથી કોમનવેલ્થ ગેમ્સ અને આ વખતની લંડન ઑલિમ્પિકમાં ‘બ્લડડોપંિગ’ અને ગ્રોથ હોર્મોનનો ઉપયોગ કરનારાં ખેલાડીઓની છટણી કરવા નવી ચકાસણી પઘ્ધતિ’ વાપરવામાં આવશે.
દરમ્યાન આ વર્ષે પણ ખેલાડીઓ માટે જોમવર્ધક દવા બનાવતી કંપનીઓએ દવાનું ઘૂમ વેચાણ કર્યું છે. અને તે હજુ ચાલુ જ છે. ફ્‌લોરિડા અને કેલિફોર્નિયામાં જોમવર્ધક દવા બનાવતી સંખ્યાબંધ કંપનીઓ છે જે દાણચોરીથી આવતા કોકેઈન અને મેરીજુઆનામાંથી દવા બનાવે છે. લંડનના ઑલિમ્પિક વિલેજમાં પોલીસે આવા કેફી દ્રવ્યો લાવનારા પેડલર્સને પકડવા તેમ જ શહેરભરમાં કેફીદ્રવ્યોની હેરાફેરી પકડવા ખાસ અલાયદું પોલીસદળ રચ્યું છે.
વર્લ્ડ એન્ટી ડોપંિગ એજન્સીના પ્રમુખે એવી પણ અપીલ કરી હતી કે, અમારી તમામ તૈયારીઓ છતાં આખરે તો ઓલિમ્પિકને ડોપંિગથી મુક્ત રાખવાની જવાબદારી ખેલાડીઓની છે. તેમણે આ પ્રકારના દૂષણથી દૂર રહેવું જોઇએ. તેમણે પોતાના વ્યક્તિગત સ્વાર્થને ખાતર પોતાના દેશને તેમજ ઓલિમ્પિકની ગરિમાને ફટકો પહોંચે તેવું કોઇ કામ કરવું ન જોઇએ.

- ભાલચંદ્ર જાની

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved