Last Update : 21-July-2012, Saturday

 

જ્યારે મોબાઈલનો ટાવર જોડે સંપર્ક કપાઈ જાય ત્યારનો અનુભવ
એકાંતનો એકતારો છેડી તો જુઓ

હોરાઇઝન - ભવેન કચ્છી
- ગિરનારના અંતરિયાળ પર્વતીય જંગલમાં રહેતા બાવાજીએ ઠહાકા સાથે હાસ્ય વેરતા કહ્યું કે, ‘‘તમારા શહેરમાં દિપડાઓ નથી ? તમારા દિપડા કરતા અમારા દિપડા સારા !’’
- જંગલમાં રાત્રે બેટરી જેવો પ્રકાશ રેલતી બે આંખો દેખાય એટલે માનવાનું કે સાવજ આવ્યો છે

જૂનાગઢના જાણીતા ઇન્દ્રેશ્વર મંદિરથી ગિરનારના જંગલમાં ચાલીસેક મિનિટ નિર્જન અને ગમે ત્યારે સંિહ-દિપડા આવી પડે તેવી પર્વતમાળા અને વન્ય સૃષ્ટિ ભેદીને ટ્રેકંિગ કરતા હો તેમ ચઢાણ કરો ત્યારે ‘આત્મેશ્વર’ આવે. ત્યાં જ સામે ખડકો વચ્ચે નાની ઝૂંપડી આવેલી છે. બહારના પ્રવાસીઓને તો આવી અંતરિયાળ ગિરકંદરાઓમાં આવેલી જગાની ખબર પણ નથી હોતી. આવી તો જંગલમાં પર્વતમાળામાં કેટલીયે જગા, નાના મંદિરો, મઢી (કુટિર) બાવા-બાપુઓ છે. એકથી માંડી પાંચ સદી જૂની જગાઓ પણ હશે.
આ બધી એવી જગાઓ છે જેની ‘ખુશ્બુ ગુજરાત’માં જાહેરાત ના થતી હોય, જંગલ ખાતુ પણ પ્રોત્સાહન ના આપે અને અજાણ્યાથી જવાય નહીં. આડી અવળી પર્વતીય કેડીઓ પર ચઢી જાવ તો ગાઢ જંગલમાં ધકેલાતાં જાવ, કે પછી બીજા કોઈ ગામડે જ બહાર નીકળો. કોઈ જાણકાર અને બાવા-બાપુનો ભેટો થઈ ગયેલા જૂની પેઢીના વડીલો આવી જગાએ વિશે જાણતા હોય છે.
તમે ભેંસાણ થઈને જંગલમાં ૩૦ કિલોમિટર ઊંડા જાવ એટલે સરકડિયા હનુમાનની જગા આવે. કારતક માસની લીલી પરિક્રમા વખતે ગિરનારનો અંદર આવેલી આ જગા સેવા-ભોજનથી ધમધમે. વર્ષ દરમ્યાન આટલું ઉંડું જંગલ હોઈ મુખ્ય પ્રવાહથી સંપૂર્ણ વિખૂટુ. જંગલ પણ એવું કે મોટા વાહનથી જઈ શકાય. તમે ત્યાં રહેતા બાપુને પૂછો કે ‘‘અહીં સંિહ-દિપડા આવે ?’’ તે સાથે જ જાણે આપણા ક્રોકંિટ જંગલ જેવા શહેરમાં ગાય-કૂતરા માટે સહજ હોઈએ તેમ તેમની કુટિરમાં પડેલું ચવાણું આપતા કહે કે ‘‘રોજ સાંજે અહીં આવે જ.’’ કંઈ ના કરે હા, દિપડાનો ભરોસો ના કરાય. તમે પણ સાંજે પાંચ વાગ્યા સુધીમાં અહીંથી ગામ ભેગા થઈ જજો. તમારે ત્યાં જઈને વિચારવું પડે કે ‘‘તમે અંતરિયાળ ઘનઘોર જંગલમાં ગામથી બે કલાક જેટલું ડ્રાઇવંિગ કરી ચૂક્યા છો. માર્ગમાં આવેલું જંગલ, અલૌકિક નિરવ શાંતિ, મોર, હરણો, ફરતા હોય તો સંિહ કે દિપડા તેમના રાજમાં રૂઆબ અને મસ્તીથી ફરતા હોય.’’
આવા જંગલમાં પ્રકૃતિ અને નિરવ શાંતિ તો એવી કે આપણું ઘ્યાન બે-પાંચ મિનિટમાં જ લાગી જાય, ભારોભાર સંસારથી ભરપૂર સહપ્રવાસીઓથી જ એકબીજાને કહેવાઈ જાય કે ‘‘થોડી મિનિટો મૌન રાખીએ તો ?’’ નિરવ શાંતિ અને તેમાં થતાં કુદરતી અવાજોની ગેબી દુનિયા પલકવારમાં જ આપણે અલૌકિક બનાવી દે. રોજીંદા જીવનમાં થોડી મિનિટો માટે મોબાઈલ ટાવરની બહાર ચાલ્યા જાવ કે ડિસ્કનેન્ટ થઈ જાવ તો આપણે બેબાકળા અને તનાવગ્રસ્ત થઈ જઈએ છીએ. અહીં તો આપણે જ વગર પ્રયત્ને આપણા મનોજગત, સંસાર, કામ-ધંધાથી સ્વયં ડીસકનેન્ટ થઈ જઈએ છીએ. ઘ્યાન કરવું ના પડે, લાગી જાય. જગાનો પાવર છે. આંદોલનો (વાઇબ્રેશન) સામેની શરણાગતિ છે. આપણને કુદરત પર માન થઈ જાય, આપણું સાંસારિક જીવન તુચ્છ લાગે. આપણું આત્મદર્શન સામે આપણે જ આયનો ધરતા થઈ જઈએ. આટલા ગાઢ-અંતરિયાળ જંગલમાં હનુમાનજીની મૂર્તિ સદીઓ પહેલા કોઈ તપસ્વીએ સ્થાપી હશે. જો આજે આવી ઘનઘોર સ્થિતિ હોય તો આપણા ૠષિમુનિઓ હિમાલય કે અન્ય પર્વતો, જંગલો કે ગિરનાર વગેરેમાં અત્યારે અને સદીઓ પહેલા સાધના કઈ રીતે કરી શક્યા હશે ? અત્યારના જંગલખાતાના અધિકારીઓ પણ કહે છે કે જંગલનું એકપણ પ્રાણીને તમે ભયમાં ના મુકો ત્યાં સુધી તમે બાજુમાં ઊભા હો તો પણ કંઈ કરે નહીં. કરવાની વાત તો જવા દો, તમારી સામે નજર ફેંકવાની તસ્દી સુઘ્ધા ના લે. હા, આપણે જંગલ પર પગપેસારો, દબાણ લાવીને તેમને ગામો તરફ લાવવા મજબૂર કર્યા. નાછૂટકે માણસોના લોહી ચાખતા આપણે જ કર્યા તે જુદી વાત છે. આપણને સરકડિયા હનુમાન, ઝિણા બાવાની મઢી, કનકાઈ (વીસાવદરથી ગિરનાર ગીચ જંગલમાં) બાણેજ, તુલસીશ્યામ કે આ બાજુ ગિરનારની તળેટીથી ભવનાથથી બોરદેવીના જંગલમાં જાવ, આવી જગાઓ શોધી કઢાય છે. એમ તો ભવનાથથી અડધો કલાક ઉપર તરફ ખડકો, કેડીઓનું ટ્રેકંિગ કરતા ડાબેથી જટાશંકર અને જમણેથી કાશ્મીરી બાપુની જગાએ પણ જવાય છે. ૫૦-૧૦૦ વર્ષ પહેલાં જૂનાગઢમાં વસતા આપણા વડીલોએ આ ઘ્યાન કુટિરો-નાના મંદિરો શોધી કાઢ્‌યા છે. અંદર તપ-ઘ્યાન કે એમ જ રહેતા બાવા-ચેલાઓ નહોતા (નથી) ઇચ્છતા કે ગામથી કે પ્રવાસીઓ તેમની મુલાકાત લો. પગ કે હૃદયની તકલીફ હોય તેને માટે સલાહભર્યું પણ નથી. બાણેજ, તુલસી શ્યામ જેમ જાણીતી નહીં તેવી કેટલીયે અગમ સાધના ભૂમિ ગિરના જંગલમાં છે. ચોમાસાના ચાર મહિના તો ગિર સહિતના અંતરિયાળ જંગલો પ્રવાસીઓ માટે આમ પણ બંધ રાખવામાં આવે છે. સામાન્ય પ્રવાસીઓ તો ગિરનાર પર્વત ચઢીને કે આજુબાજુના જાણીતા સ્થળોએ જઈને પરત આવે છે. પણ અંતરિયાળ દુનિયા મોટાભાગના માટે અજ્ઞાત છે.
આપણે સરકડિયા હનુમાન, ઝીણા બાવાની મઢી, આત્મેશ્વર, કનકાઈ જેવી જગાએ જઈને પછી શરૂની મિનિટોમાં ત્યાંની દિવ્ય અને ચુંબકીય શાંતિ અનુભવીને તે બાવા-સાઘુને જોઈને એમ લાગે કે કેટલા નસીબદાર છે કે આવી શાંતિ અને નિર્ભયતા તેઓએ આત્મસાત કરી છે ! પછી તરત જ વિચાર ઝબકે કે ‘‘આ લોકો પાસે વાહન તો છે નહીં. વાહન હોય તો જંગલ વંિધતા બે કલાકે ગામમાં પહોંચે.’’ તેઓ રોટલો-શાક-ખીચડીનું ભોજન પેટ પૂરતું લે. ગામમાં જાય ત્યારે એકસાથે થોડી સામગ્રી લઈ લે. હવે તો અમુક દર્શનાર્થીઓ વર્ષે બે-ત્રણ વખત જાય ત્યારે કંઈને કંઈ લેતા જાય. દૂધ જંગલમાં નેસડીમાં ગાય-ભેંસ જોડે રહેનારા માલધારીઓ આપી જાય. તેઓ ઊલટુ અજાણ્યા પ્રવાસીઓ આવી ચઢે તો તેને રોટલા બનાવી દે કે પછી કહે કે લોટ-દાળ અમે તમને આપીએ તમે જાતે બનાવી શકો છો. રૂપિયા કે દાનની તો અપેક્ષા જ નહીં હોય તે તમને ત્યં જ ખ્યાલ આવી જાય. પાવતી ફાડવાની ચોપડીની કલ્પના જ ના થઈ શકે.
હા, હવે આ બાવાઓ અને બાપુઓના શહેરના અમૂક દર્શનાર્થીઓ જોડેના સંપર્ક છે જે તેઓને બિમારી વખતે સારવાર કરાવવા અમદાવાદ, મુંબઈ સુધી લઈ જાય છે.
બાકી તેઓ ખરેખર શહેરથી નજીકના ગામથી કે ભૌતિક જીવનશૈલીથી તેઓ જોજનો દૂર છે. અમુક બાપુ-બાવા મોબાઈલ ફોન રાખતા જરૂર થયા છે. બાકી એમ જરૂર લાગે કે અલગારી બાવા-બાપુઓની (અમુક અપવાદોને બાદ કરતા) વિરકતતાને ઝૂંકવું પડે.
રાત્રે આખું જંગલ ઘટાટોપ અંધકાર ઓઢી લેતું હોય ત્યારે કેવું લાગતું હશે ? ની કલ્પના કરતા જ ભરબપોરે આપણા શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય, ત્યાં રહેતા બાવાજીએ સામે જ જંગલોમાંથી વહેતા પાણી તરફ ઇશારો કરતા કહ્યું કે, ‘‘રોજ રાત્રે આઠ-દસ મોટી આંખો બેટરીની જેમ ઝગારા મારતી હોય તેમ જોઈ શકાય. પાણી પીતી વખતના જીભના લબકારાનો અવાજ પણ સન્નાટામાં સંભળાય. તે સંિહો હોય છે.’’
બાવાજીએ કહ્યું કે ઘણી વખત અમે ઢળતી સાંજે અમારાથી થોડે દૂર સંિહો આવે પણ તેઓ અમારી સામે જુએ-ના જુએ તેમ બેઠા હોય. હું તો અહીં ચાલીસ વર્ષથી છું, રાત્રે દિપડા આવે એટલે ઓરડીની જાળી બંધ રાખીએ. પણ અમે તેને જાળીમાંથી જોઈએ જ. રાત્રે સંિહ-દિપડાની ગર્જના, શિયાળની બિહામણી લાળ તેમજ તમે શહેરીઓ તો કલ્પના જ ના કરી શકો તેવા તમને ડરામણા લાગે તેવા અવાજો આવે.
જો મને કે તમને એકલા કે ચાર-પાંચ જણાને પણ આ જંગલમાં એકલા ૫૦૦ મીટર ચાલવાનું આવે તો ધબકારા વધી જાય જ્યારે આવી જગામાં આ બાવા-બાપુઓ કે તેમના એકાદ-બે ચેલાઓ સાથે કઈ રીતે રહી શકતા હશે ! આગળ જણાવ્યું તેમ અહીં કેટલાંક એવા તત્ત્વો પણ છે જેમની પર જંગલ ખાતુ નજર રાખે છે. પણ વર્ષોથી જૂની અને જાણીતી બની ચૂકેલી અંતરિયાળ સેંકડો જગાઓ છે જેઓ સાધના કે અલિપ્ત, અલગારી જીવન વ્યતિત કરે છે. આવા જ અંતરિયાળ જંગલમાં ઝીણા બાવાની મઢી આવેલી છે ઃ આવી જગાનો ખરો આનંદ ત્યાં સુધી પહોંચવાની યાત્રાનો જ હોય છે. જગા પર તો નાની કુટિર અને નાની દેરી કે જૂનું પૂરાણું નાનું મંદિર હોય છે. બેસવા માટે ખાટલો કે ઓટલો હોય, પણ શાંતિની અનુભૂતિ અંગે તો અગાઉ જણાવ્યું જ છે તેવું. બાવાજી કે તેમનો ચેલો આપણને ચા બનાવી દે. અમને ઝીણા બાપાની મઢીમાં બાવાજીએ કહ્યું કે ‘‘ભાવે તો આ દૂધ વગરની ચા પીઓ !’’ બાવાજીએ લાકડાના તાપણે દૂધ વગરની ચા બનાવી. ચાની લિજ્જત મજાની હતી, જાણે થાક ઉતરી ગયો. ‘‘બહુ સરસ ચા છે બાવાજી, કઈ રીતે બનાવી ? દૂધ વગરની હોઈ કાળી છે પણ ફીક્કી છે.’’ બાવાજીએ નજીકનું લીંબુનું ઝાડ બતાવતા કહ્યું કે આ ઝાડના પાંદડા ઉકળતા પાણીમાં નાંખીને તેમાં થોડી ખાંડ અને મીઠુ નાંખવાનું. બસ ચા તૈયાર.
લેખની શરૂઆતમાં ‘આત્મેશ્વર’ નામની જગાની વાત કરી ત્યાં જાણ્યું કે બાવાજી-ચેલાઓ તો આખરે પુરુષ. તેઓ બે કે ત્રણ સાથે રહે. પણ જંગલમાં અંતરિયાળમાં એક બહેનજી છે. જે છેલ્લા ૩૭ વર્ષથી તેમની કુટિરમાં એકલા રહે છે. ખૂબ જ સૌજન્યની મૂર્તિ સમાન બહેનજીને પણ મળવાનું થયું. બહેનજી તો નજીકના મોટા ખાબોચિયામાં કૂવામાંથી પાણી ખેંચીને પાણી પણ ભરે છે. શા માટે જાણવું છે ? રોજ રાત્રે સંિહ-દિપડા, અને અન્ય પ્રાણી આવતાં હોઈ બિચારા તરસ્યા ના જાય ને એટલા માટે ! બહેનજી ચાર દાયકા પહેલા તેના કેરાલા સ્થિત ગુરુએ કહ્યું હતું કે, તારે સંન્યાસ લેવો હોય તો ભલે લે પણ ગિરનારમાં એકાંત જીવન વિતાવ. બહેનજીને જંગલનાં અંધકારનાં ભય અંગે પૂછ્‌યું તો કહે કે તમે ચાંદનીમાં જંગલ કેવું લાગે છે તેની વાત કરો ને ! અલૌકિક અને ચૂંબકિય અનુભૂતિ થાય છે. પર્વતો પર પવનના સૂંસવાટા અથડાતા જે અવાજ થાય તે તમને જરૂર ડરાવી મૂકે. ગાઢ જંગલના ગાઢ અંધકારમાં વીજળીના કડાકા સાથે મૂશળધાર વરસાદ વખતે બેનજી કે પછી આ બાવાઓ તેમના સ્થાનકોમાં કઈ રીતે એકલા રહી શકતા હશે. નિર્ભયતાની-મનોસ્થિતિ કેવી હશે ?
આદિ સંતો, સાધકો, અવઘૂતો ઉઘાડા પગે, માત્ર ઇશ્વર ભરોસે પરિક્રમા, યાત્રા કે તપ કઈ રીતે કરી શક્યા હશે ? કરતા હશે ? એકાંત, અંધકાર અને ઈશ્વરને સમર્પિત એક અજબ દુનિયા છે.
ગિરનાર મૂળ ભગવાન દત્તાત્રેય અને અવઘૂતોની ભૂમિ છે. જે બાવાઓ વર્ષ દરમ્યાન ના જોવા મળે તે કોણ જાણે ત્યાંથી શિવરાત્રિના મેળામાં આગમન કરે છે. ફરી જૂજ કે ના જ જોવા મળે. કેટલાય તો ગુફામાં રહે છે.
શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે અવઘૂત, અઘોરી કે ભલભલા હિમાલયના સાધકોએ એક વખત તો ગિરનારમાં સાધના કરવી જ પડે. અશ્વત્થામાએ પણ અહીં જ અમરત્વ ધારણ કર્યું છે. ભગવાન નેમિનાથ, અંબાજી માતા, મહાદેવ, પાંડવોના વનવાસથી માંડી છેક અશોકનો શિલાલેખ, અને નરસંિહ મહેતાને કેમ ભૂલાય ? જો પ્રવાસનની રીતે જોઈએ તો ગુજરાત સરકાર માત્ર ‘‘ખૂશ્બુ ગુજરાત કી’’ની જાહેરાત કરીને જ અટકી ગયું છે. પર્વતીય જંગલમાં આવેલ એક નાની કુટિરના બાવાજીને પૂછ્‌યું કે ‘‘તમને દિપડાનો ડર નથી લાગતો બાપુ ?’’
બાવાજીએ જોરથી ઠહાકો લગાવતા કહ્યું કે ‘‘તમારા શહેરમાં દિપડાઓ નથી ? તમારા શહેરના દિપડાઓ કરતા અમારા દિપડાઓ સારા.’’ થોડા કલાકો બાદ જંગલ છોડતા ફરી મોબાઈલ ફોનના ટાવર જોડેનો સંપર્ક શરૂ થઈ ગયો. એવું લાગ્યું કે ત્યાં જંગલ હતું. અહીં આપણા જેવા જંગલીઓ શહેરમાં છે !

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved