Last Update : 21-July-2012, Saturday

 

પ્રધાન મંડળમાં ફેરફારના પગલે

રાજકીય ગપસપ

પ્રધાન મંડળમાં ફેરફારો આવી રહ્યાના સંકેત મળી રહ્યા છે. યુપીએ સરકારના સૌથી વઘુ ભ્રષ્ટ સાથી પક્ષ ડીએમકે પોતાના બે પ્રધાનોને કેબીનેટમાં મહત્વનો પોર્ટફોલીયો મળે એમ ઈચ્છે છે. અહીં મહત્વનો પોર્ટફોલીયો એટલે વઘુ આવકવાળો પોર્ટફોલીયો એમ સમજવું. ડીએમકે જે એ પ્રધાનોને આગળ વધારવા માગે છે તેમાં ટીઆર બાલુ અને શિવાનો સમાવેશ થાય છે. બંને હવે ગાંધી પરિવારનું ઘ્યાન ખેંચવા પ્રયાસ કરે છે. બાલુને તો બધા ઓળખે છે પણ શિવાએ ઘ્યાન ખેંચવા જલીયા વાલા બાગ ખાતે એમ કહીને એક દિવસના ઉપવાસ કર્યા કે સ્થાનિક સત્તાવાળાઓ અહીં બરાબર સફાઈ કરતા નથી. માત્ર આટલું જ નહીં પણ તે વિગતો સમાચાર માઘ્યમોમાં છપાય તે માટે ઓળખીતા પત્રકારોને પર્સનલ ફોન કર્યા હતા. ત્યારબાદ મેટર છપાયા પછી રાહલુ ગાંધીના ઘ્યાન પર તે આવે એ માટે પણ પ્રયાસો કર્યા હતા... ખુરશીની વાત ન્યારી છે.

 

જોઈએ છે ટ્રબલ શૂટર...

 

પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બન્યા પછી કોંગ્રેસને ટ્રબલ શૂટરની તાતી જરૂર છે. કોંગ્રેસને વફાદાર, નીચી મૂંડીએ કામ કરે એવો અને ગાંધી પરિવારનું હીત નજરમાં રાખે એવા ટ્રબલ શૂટરની જરૂર છે. કોંગ્રેસ એક તબક્કે એમ માનતી હતી કે શરદ પવાર આ કામ માટે ફીટ છે પરંતુ તેમણે કોંગ્રેસને નિરાશ કર્યા હતા. આમ તો, કોંગ્રેસ પાસે નેતાઓની ફોજ છે પરંતુ કામ આવે એવા કોઈ નથી. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ટ્રબલ શૂટર તરીકે કામ કરે એવા દશ નેતાઓના નામ આપવા પક્ષના નેતાઓને જણાવ્યું હતું. પક્ષે દિગ્વીજયસંિહ, સલમાન ખુરશીદ, કપિલ સિબ્બલ, ચિદમ્બરમ્‌ વગેરેના નામો આપ્યા હતા. સોનિયાજીએ લીસ્ટ પર નજર નાખીને કહ્યું કે મારે ટ્રબલ શૂટર જોઈએ નહીં કે ટ્રબલ મેકર્સ...

 

મુલાયમ હવે બિહાર જશે

 

મુલાયમસંિહ યાદવને સમજવા અઘરાં છે એવું કોંગ્રેસ પણ સ્વીકારી રહી છે. ૨૦૧૪ની લોકસભા પર નજર રાખીને બેઠેલા મુલાયમને ઉત્તર પ્રદેશના લોકોની જેમ બિહારના લોકો મોટી સંખ્યામાં મળવા આવે છે. ગપસપ એ ચાલે છે કે મુલાયમ બિહારમાં પ્રવેશવા માગે છે. અગાઉ તેમણે લાલુ પ્રસાદ યાદવ સાથે જોડાણ કર્યું હતું પરંતુ બરાબર જામ્યું નહોતું. હવે ઉત્તરપ્રદેશમાં તે કંિગ છે. ઉત્તર પ્રદેશની લધુમતીકોમને તેમણે હાથ પર લીધી છે અને બિહારમાં પ્રવેશશે. બિહારમાં પણ લધુમતી કોમ મોટા પાયે છે. બિહારમાં સમાજવાદી પક્ષ મોટું સંમેલન યોજવાની ફીરાકમાં છે. મુલાયમસંિહના આ રાજકીય દાવને કેટલો ભાવ મળશે એ તો આગામી સમય જ કહેશે પરંતુ બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે બિહાર રાજકીય શહીદોની ભૂમિ છે.

 

સંગમા અને રાજકીય કલર

 

રાષ્ટ્રપતિપદ માટેનો જંગ છેલ્લાં બે મહિનાથી લડાતો હતો પરંતુ જેવા પ્રણવ મુખરજીએ ૧૩મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા કે તેની સાથે જ ચૂંટણીનો ચાર્મ જતો રહ્યો હતો. એનડીએના ઉમેદવાર સંગમાને કોઈ હવે બોલાવતું પણ નથી. ભારતના લોકો પણ રાષ્ટ્રપતિના જંગને ભૂલી ગયા છે. રાજકારણમાં ઝડપભેર ફેરફારો આવે છે અને લોકો ભૂલી પણ જાય છે. હવે સંગમાની ટીકા થઈ રહી છે કે તેમના કારણે તેમની પુત્રી આગાથાની ખુરશી જતી રહેશે. એનસીપીના આ ભૂતપૂર્વ નેતાની કમનસીબી એ છે કે પક્ષે તેમને જાકારો આપ્યો છે, જેમના જોરે તે કૂદતા હતા તે એનડીએ પણ તેમને બોલાવતું નથી. તેમની પુત્રી આગાથા પાસે એનસીપી ખુલાસો માગે છે કે તું તારા પિતાના પક્ષે છે કે અમારા પક્ષ સાથે?? રાજકારણના અનેક રંગો છે તે પૈકી સંગમાએ અનુભવેલા રંગનો કલર ‘સત્તાવિહોણા’ લોકોનો હોય એવો છે.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

રાજ્યપાલ
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved