Last Update : 21-July-2012, Saturday

 

ચાલો, આજે 'વિટામીન સી'ની વાત કરીએ

ફિટનેસ - મુકુંદ મહેતા

- શરીરમાં વિટામીન સી પૂરતા પ્રમાણમાં ના લો તો સ્નાયુ મજબૂત ના રહે, હાડકાં બને નહીં અને મજબૂત ના બને. લોહીની નળીઓ ના બને, ઘણી બધી ગરબડ થાય. આ માટે વિટામીન સી તમારે ખોરાકમાં લેવું ખૂબ જ જરૃરી છે

વિટામિન સી અદ્ભૂત છે. અજોડ છે, બેમીસાલ છે. બધા જ વિટામીનમાં શ્રેષ્ઠ વિટામીન સીની શોધ વિચિત્ર સંજોગોમાં ૧૫૫૬ના વર્ષમાં થઈ હતી. તે વખતે 'સ્કર્વી' નામનો રોજ આખા યુરોપમાં ફેલાયો હતો. શિયાળામાં જ્યારે તાજાં ફળો અને લીલાં શાકભાજીની અછત હોય ત્યારે આ રોગનો વ્યાપ ખૂબ પ્રમાણમાં રહેતો. આ રોગમાં ચામડી ઉપર લાલ ચાઠા પડતા હતા. અવાળાં પોચા થઈ જતા હતાં. તેમાંથી લોહી નીકળતું હતું. આ રોગ વધી જાય ત્યારે વ્યક્તિને નબળાઈ લાગે, થાક લાગે અને તેનું આખું શરીર ફીકું પડી જાય. પથારીમાંથી ઊભો પણ થઈ ના શકે. કેટલાંય વર્ષો પછી જેકવીસ કાર્ટીઅર નામના સાહસિક નાવિકે શોધી કાઢ્યું કે એની સાથે નાવમાં મુસાફરી કરનારા ખલાસીઓ જ્યારે નારંગી, લીંબુ અને ખાટાં બોર (બેરીઝ)નો ઉપયોગ ખાવામાં કરતા હતા ત્યારે તેમને 'સ્કર્વી' રોગ થતો નહોતો અને જેમને થયો હતો તેમને આ ફળો આપવાથી રોગ મટી જતો હતો. આ સિવાય પહેલીવાર સન ૧૭૪૨માં બ્રિટીશ ડૉક્ટર જેમ્સે શોધી કાઢ્યું કે 'સ્કર્વી' અને ખાટાંફળોમાં રહેલા કોઈ તત્ત્વને સંબંધ છે. છેલ્લે ૧૮૦૦ અને ૧૯૦૦ની સાલમાં અને છેલ્લે ૧૯૭૨માં પ્રયોગોથી નક્કી થયું કે આ બધામાં જવાબદાર ફળો, શાકભાજી અને બીજા કુદરતી ખોરાકમાં રહેલા વિટામીન સી છે. વિટામીન સીને 'એસ્કોબૉક એસીડ' પણ કહે છે. જે પાણીમાં ઓગળી જાય છે (વોટર સોલ્યુબલ). બીજા પ્રાણીઓની માફક માનવ શરીરમાં વિટામીન સી બનતું નથી માટે બહારથી લેવું પડે છે.

વિટામીન સી નું શરીરમાં શું કાર્ય છે ?

૧. કોલેજન નામનું પ્રોટીન બનાવવા માટે 'વિટામીન સી' જોઈએ છે. આ કોલેજનની જરૃર લોહીની નળીઓ બનાવવા માટે, ટેન્ડન બનાવવા, લીગામેન્ટ બનાવવા, હાડકાં બનાવવા માટે છે.

૨. વિટામિન સીની 'નૉટ એપી નેફ્રીન' નામનો ન્યુરોટ્રાન્સમીટર બનાવવા માટે જરૃર પડે છે. આ પદાર્થથી તમે આનંદમાં રહો છો, અને તમારો મૂડ સરસ રહે છે.

૩. વિટામીન સી કાર્નાટીન નામનો પદાર્થ બનાવવામાં મદદ કરે છે. આ કાર્ટાનીનની મદદથી જરૃર પડે ત્યારે શરીરની ચરબીનું શક્તિમાં રૃપાંતર થાય છે.

૪. વિટામિન સીની મદદથી કોલેસ્ટ્રોલનું 'બાઈલ'માં રૃપાંતર થાય છે. એ રીતે શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

૫. વિટામીન સી ખૂબ શક્તિશાળી એન્ટી ઓક્સીડંટ છે. શરીરમાં દાખલ થએલા દૂષિત પદાર્થો (ફીરેડીકલ)નો નાશ કરવામાં અને એરીતે શરીરમાં રહેલા પ્રોટીન, કાર્બોહાઇડ્રેટસ, ચરબીના મોલેક્યુલનું તેમજ ન્યુકલીક એસીડ (ડી.એન.એ. અને આર.એન.એ.)નું રક્ષણ કરે છે.

૬. વિટામીન સીની મદદથી બીજો અગત્યનો એન્ટી ઓક્સીડંટ વિટામિન ઈ પણ બને છે અને આડકતરી રીતે તે શરીરનું ફ્રીરેડીકલથી રક્ષણ કરે છે.

વિટામીન સી કયા રોગો અટકાવવામાં મદદ કરે છે


૧. હાર્ટ એટેક ઃ ખોરાક અથવા ગોળીઓથી રોજ ઓછામાં ઓછું ૩૦૦ મી.ગ્રામ જેટલું વિટામીન સી લેવાથી હાર્ટએટેક સામે રક્ષણ મળે છે. આ પ્રયોગમાં ૧૬ વર્ષ સુધી કુલ ૮૦,૦૦૦ વ્યક્તિઓએ ભાગ લીધો હતો.

૨. સ્ટ્રોક (બ્રેઇન એટેક) ઃ જાપાનમાં ૨૦૦૦ વ્યક્તિઓ ઉપર ૨૦ વર્ષ સુધી પ્રયોગ કરીને નક્કી કરવામાં આવ્યું છે કે શાકભાજી અને ફળો મારફત રોજનું ૫૦૦ મી.ગ્રામ જેટલું વિટામીન સી લેવાથી તેઓમાં સ્ટ્રોકનું પ્રમાણ ફક્ત ૧૦ ટકા જેટલું હતું.

૩. કેન્સર ઃ નેશનલ કેન્સર ઇન્સ્ટીટયૂટ ઓફ અમેરીકામાં ૪૦૦૦ જેટલાં પુરૃષો અને સ્ત્રીઓ પર ચાર વર્ષ સુધી ચાલેલા પ્રયોગમાં એ સિદ્ધ થયું છે કે મોંનું, ગળાનું, સ્વરપેટીનું, અન્નનળીનું, હોજરી, આંતરડા, ફેફસા અને ગુદાના કેન્સર થવાની શક્યતા જેઓને ૪૦૦ મી.ગ્રામ જેટલું વિટામીન સી લીલાં શાકભાજી અને તાજાં ફળો આપેલા હતા તેઓમાં ફક્ત પાંચ ટકા જ રહી હતી.

૪. મોતીઓ ઃ કેટેરેક્ટને કારણે આંખે દેખાતું બંધ થવાનું મુખ્ય કારણ વૈજ્ઞાાનિકો અને સંશોધકોના મતે શરીરમાં વિટામીન સીની ખામી ગણાય છે. ખોરાકમાં ૨૫ મિ.ગ્રામ કે તેનાથી ઓછું વિટામીન સી લેનારાને મોતીઓ ૪૦ વર્ષે કે તે પહેલાં આવી શકે છે. નાના બાળકોમાં પણ કેરેટેકટ આવવાનું કારણ તેમના ખોરાકમાં વિટામિન સીની ખામી છે.

૫. ગાઉટ ઃ શરીરમાં જ્યારે યુરીક એસીડનું પરિણામ વધી જાય ત્યારે 'ગાઉટ' થાય. આ દર્દમાં 'યુરેટ' ક્રિસ્ટલ પગના અંગૂઠા, પાની, એડીમાં સોજો અને દુઃખાવો ઉત્પન્ન કરે. આ જ રીતે કિડની અને યુરીનરીટ્રેકટમાં પણ યુરેટ ક્રિસ્ટલને કારણે સોજો અને દુખાવો થાય. આવું થવું વારસાગત પણ છે. અમેરિકાના ડલીસસ્ટેટના 'ગાઉટ પ્રિવેન્શન સેન્ટર'માં ૧૩૮૭ પુરૃષોને ૫૦૦ મી. ગ્રામ જેટલું વિટામિન સી આપવામાં આવ્યું ત્યારે તેમના લોહીમાં યુરીક એસીડનું પ્રમાણ ઘટી ગયું, જેને લીધે 'ગાઉટ'ના પેશન્ટોને સોજો અને દુઃખાવો જતો રહ્યો. સામાન્ય રીતે આવા કેસમાં આપવાની દવા 'ઝાયલોટીક' આપવાની જરૃર ના પડી અને લોહીમાં યુરીક એસીડનું પ્રમાણ ઓછું થઈ ગયું.

૬. સીસાને કારણે થતું પોઇઝનીંગ ઃ રંગના કારખાનાઓમાં કામ કરનારા અને જ્યાં સીસાનો ઉપયોગ કોઈ વસ્તુ બનાવવામાં થતો હોય ત્યાંના કારીગરોમાં સીસું તેમના શરીરમાં જવાથી કિડની ખરાબ થાય, બી.પી. વધે, એનીમીઆ થાય. વર્જીનીઆ સ્ટેટમાં ૩૪૫ જેટલાં ફેકટરીના કારીગરોને રોજનું ૫૦૦ મી.ગ્રામ જેટલું વિટામીન સી આપવાથી તેમના આરોગ્યમાં સુધારો થયો.

૭. ઇમ્યુનીટી (રોગપ્રતિકારક શક્તિ) ઃ અમેરિકામાં અનેક યુનિવર્સિટીમાં થયેલાં સંશોધનો અનુસાર નિયમિત ૫૦૦ મી.ગ્રામ વિટામીન સી ખોરાક વાટે અથવા સપ્લીમેન્ટથી આપવામાં આવે તો લોહીમાં રહેલા 'કીલર સેલ્સ' (લ્યુકોસાઈટસ)ની શક્તિ વધે છે. લોહીમાં એન્ટીબોડીઝ વધે છે. સામાન્ય રીતે બેક્ટેરીઆ અને વાયરસથી લાગતા ચેપના કેસમાં વિટામિન સી આપવાથી એન્ટીબોડીઝ અને લ્યુકોસાઇટસ વડે બેક્ટેરીયા અને વાયરસ નાશ પામે છે અને શરીરનું રક્ષણ થાય છે.

૮. બ્લડ પ્રેશર ઃ રોજ ૫૦૦ મી.ગ્રામ જેટલું વિટામીન સી લેવાથી છ અઠવાડીયામાં સીસ્ટોલીક બી.પી. (ઉપરનું)નું રીડીંગ ૧૫ એમ.એમ. જેટલું ઓછું થાય છે. અલબત્ત આની સાથે બી.પી.ની દવાઓ અને કસરત (૩ થી ૪ કિલોમીટર) ચાલવાની કરવી જોઈએ. બી.પી. ઓછું થવાથી હાર્ટ એટેકનો ડર રહેતો નથી.

૯. ડાયાબીટીસ ઃ ફ્રાન્સમાં થએલા એક પ્રયોગ અનુસાર રોજનું ૧૦૦૦ મી.ગ્રામ જેટલું વિટામીન સી લેવાથી બે વર્ષમાં ૧૬૦ જેટલાં ડાયાબીટીસના કેસોમાં તેમના પેન્ક્રીઆશની ઇન્સ્યુલીન ઉત્પન્ન કરવાની શક્તિ વધી અને તેમના લોહીમાં સાકરનું પ્રમાણ ઓછું થયું.

૧૦. કોમ કોલ્ડ (શરદી) ઃ ડૉ. લીનસ પોલીંગે વર્ષો સુધી કરેલા પ્રયોગ અનુસાર રોજના એક ગ્રામ (૧૦૦૦ મી.ગ્રામ-મેગાડોઝ) જેટલું વિટામીન સી લેવાથી શરદી થવાની શક્યતા ઓછી થઈ જશે તેમજ શરદી થઈ હોય તેવા કેસમાં પણ તાત્કાલિક રાહત થશે અને આંખ અને નાકમાંથી પાણી પડવું, છીંકો આવવી જેવાં લક્ષણો બંધ થઈ જશે.

૧૧. પોઇઝનીંગ ઃ નેવેડા સ્ટેટમાં પ્રેક્ટીસ કરતા ડૉ. રોબર્ટે આજ સુધી ૨૦૦૦ જેટલા સ્નેક બાઈટ, વિંછી કરડવાના કિસ્સા અને જીવજંતુથી થતાં પોઇઝનીંગના કિસ્સામાં વિટામીન સી રોજનું ૧ ગ્રામ આપી તેવા દર્દીઓને સાજા કર્યા છે.

૧૨. હર્પાસ સિમ્પ્લેક્ષ ઃ આ પ્રકારના ખાસ વાયરસથી થનારા રોગોમાં પ્રયોગોથી સિદ્ધ થયું છે કે રોજ ૧૦૦૦ મી.ગ્રામ વિટામિન સી આપવાથી રોગનાં લક્ષણોમાં તરત રાહત મળે છે.

૧૩. જૂનો દમ (ક્રોનીક અસ્થમા) ઃ બીજી સારવાર સાથે રોજનું ૧૦૦૦ મી.ગ્રામ વિટામીન સી લેવાથી દમના દર્દીઓનાં લક્ષણોમાં ફાયદો થાય છે.

 

વિટામિન સી શામાંથી મળે ? કેટલું મળે ?

નામ

માપ

પ્રમાણ મી.ગ્રા.

સફરજન

નંગ-૧ મીડીઅમ

કેળું

નંગ ૧ મીડીઅમ

૧૦

કોબીઝ

૧૫૦ ગ્રામ

૨૨

સક્કરટેટી

૨૫૦ ગ્રામ

૭૦

ગાજર

નં.૧

૧૨

ફલાવર

૨૫૦ ગ્રામ

૩૬

બ્રોકોલી

૨૫૦ ગ્રામ

૭૦

જામફળ

નં.૧ મીડીઅમ

૧૬૫

લીંબુ

નંગ-૧ મીડીઅમ

૩૫

પપૈયું

૨૫૦ ગ્રામ

૧૭૦

પીચ

૧ નંગ

૧૨

પેર

૧ નંગ

૧૫

પાઇનેપલ

છ ગોળ પીસ

૯૦

ટમેટા

૧ નંગ

૨૬

બટાકો

૧ નંગ શેકેલો

૩૨

પાલખ

૨૫૦ ગ્રામ

૪૨

કાકડી

નં.૧ મીડીઅમ

 

સ્ટ્રોબેરી

૧૦૦ ગ્રામ

૩૦

આંબલી

૧૦૦ ગ્રામ

૪૨

લીલા મરી

૧૦૦ ગ્રામ

૪૫

પ્લમ

૧-નંગ

૩૨

કેરી

નં.૧ કાચી મીડીઅમ

૬૫

નારંગી

નં.૧ મીડીઅમ

૮૫

લીંબુ

૧-નંગ મોટું

૫૦

કોળુ

૧૫૦ ગ્રામ

૧૧૦

જાંબુ

૧ નંગ

૧૮

રાસ્બેરી

૧૦૦ ગ્રામ

૩૫

કાળીદ્રાક્ષ

૧૦૦ ગ્રામ

૮૦

લીલાં મરચાં

નં.૧

૩૫

શક્કરીઆ

નં.૧

૩૬

તડબૂચ

૨૫૦ ગ્રામ

૫૨

નારંગીનો રસ

૨૦૦ મી.મી.

૭૦

મોસંબી

નં.૧ મીડીઅમ

૫૨

 

 

વિટામીન સી ની રોજની જરૃરીઆત કેટલી


બાળકોને ૧ વર્ષ સુધી રોજનું ૩૦૦ મી.ગ્રામ એક થી છ વર્ષ સુધી રોજનું ૪૦ મી.ગ્રામ છ વર્ષથી ૧૬ વર્ષ સુધી રોજનું ૫૦ મી.ગ્રામ ૧૬ વર્ષથી ઉપરના સૌને રોજનું ૬૦ મી.ગ્રામ ગર્ભવતી સ્ત્રીઓ માટે રોજનું ૭૦ મી.ગ્રામ નાના બાળકની માતા માટે રોજનું ૯૦ મી.ગ્રામ
રોજની જરૃરીઆતથી ઓછું વિટામીન સી લેવાથી શું થાય ?
આગળ જણાવેલ સ્કર્વીન નામનો રોગ થાય જેમાં આખા શરીરે ચાંદા પડે, દાંત પડી જાય અવાળા સુજી જાય. થાક લાગે નબળાઈ લાગે.

 

કઈ પરિસ્થિતિમાં તમારે વિટામીન સી વધારે લેવું જોઈએ

જો તમને ડાયાબીટીસ હોય તો રોજનું ૨૦૦ મી.ગ્રામ લેશો.

એલર્જી હોય, દમ હોય શરદી હોય તો રોજનું ૫૦૦ મી.ગ્રામ લેશે.

૩.

ઓપરેશન કરાવ્યું હોય તો રોજનું ૨૦૦ મી.ગ્રામ લેશો.

માનસિક તનાવ ખૂબ રહેતો હોય તો રોજનું ૫૦૦ મી.ગ્રામ લેશો.

તમારી ઉંમર ૬૦ વર્ષ ઉપર હોય તો રોજનું ૫૦૦ મી.ગ્રામ લેશો. આવા લોકો અનેક જાતની ગોળીઓ લેતા હોય છે માટે લેવું પડે.

૬.

દારૃ-સિગારેટ લેતા હોય તેમણે રોજનું ૧૦૦૦ મી.ગ્રામ લેવું પડે.

બર્થ કંટ્રોલ પીલ્સ લેતા હોય, એસ્પીરીન લેતા હોય, એન્ટી બાયોટીક ગોળીઓ, કોર્ટીસોન લેતા હોય.
દુઃખાવાની દવા લેતા હોય તેઓએ રોજનું ૫૦૦ મી.ગ્રામ લેવું જોઈએ.


વધારે વિટામીન સી લેવાથી શું નુકશાન થાય

૨૦૦૦ મી. ગ્રામથી વધારે વિટામીન સી લેવાથી પેટના અનેક પ્રોબ્લેમ્સ થશે અને ઝાડા થઈ જશે.

૨૦ મી.ગ્રામથી ઓછું વિટામીન સી લેવાથી શું નુકશાન થાય

૧.

લોહી ઓછું થાય (એનીમીઆ)

૨.

અવાળામાંથી લોહી નીકળે.

૩.

વારેવારે ચેપ લાગે.

૪.

ઘા રૃઝાતા વાર લાગે

૫.

વાળ સુકા થઈ જાય. અને તૂટી જાય.

૬.

ચામડી ઉપર ચકામા પડે.

૭.

અવાળા સૂજી જાય. (જીજીવાઈટીસ)

૮.

નસકોરી ફૂટે.

૯.

વજન વધે

૧૦.

સુકી ચામડી થઈ જાય. ચામડી ઉપર ભીંગડા વળે (સ્કેલ્સ)

૧૧.

તમારા બધા જ સાંધામાં સોજો આવે.

૧૨.

દાંતમાં કેવીટી પડે.


વિટામીન સી દવા તરીકે કયા ફોર્મમાં લેવા જોઈએ.

 

એલ.એસ્કોર્બીક એસીડ (જેનેરીકનામ) તરીકે જુદા જુદા નામથી જુદી જુદી કંપનીઓ બનાવે છે. પ્યોરફોર્મ (ચોકખા) ના એલ. એસ્કોર્બક એસીડથી કેટલીકવાર એસીડીટી થાય છે માટે તમારે મીનરલ એસ્કોર્બેટ (બફર્ડ) હોય છે. જેમાં સોડીઅમ એસ્કોર્બેટ અને કેલ્શ્યમ એસ્કોર્બટ લેવા જોઈએ. ૧૦૦૦ મી.ગ્રામ સોડીયમ એસ્કોર્બેટમાં ૧૧૧ મી.ગ્રામ સોડીઅમ અને ૮૮૯ મી.ગ્રામ એસ્કોર્બીક એસીડ આવે છે. જ્યારે કેલ્શિયમ એસ્કોર્બેટ (૧૦૦૦ મી.ગ્રામ)માં ૯૦ મી.ગ્રામ કેલ્શ્યમ અને ૯૧૦ મી.ગ્રામ એસ્કોર્બીક એસીડ આવે છે.

 

વિટામીન સી માટે થોડી ખાસ વાતો ઃ

 

૧. તમારા શરીરના દરેક અંગના કોષને બાંધી રાખીને તે અંગને વ્યવસ્થિત રાખવાનું કામ કોલેજન નામનંુ પ્રોટીન કરે છે. જો તમે શરીરમાં વિટામીન સી પૂરતા પ્રમાણમાં ના લો તો આ કોલેજન બને નહીં તમે વિચાર કરો કે કોલેજન ના હોય તો તમારા સ્નાયુ મજબૂત ના રહે, હાડકાં બને નહીં અને મજબૂત ના બને. લોહીની નળીઓ ના બને, ઘણી બધી ગરબડ થાય. આ માટે વિટામીન સી તમારે ખોરાકમાં લેવું ખૂબ જ જરૃરી છે.

 

૨. આપણે સૌ ડૉ. આલ્બર્ટ ઝેન્ટ જ્યોર્જ (૧૮૯૩-૧૯૮૬) ના આભારી છીએ, જેમણે વિટામીન સી ની શોધ કરી, જેને કારણે તેમને ૧૯૩૭ના વર્ષમાં નોબલ પ્રાઇઝ મળ્યું.

 

૩. ફળો ને શાકભાજી તાજાં લાવી ઉપયોગ કરવો જોઈએ અને ફ્રીજમાં રાખવા જોઈએ. તેનો ઉપયોગ સમારી તરત કરવો જોઈએ. જેથી વિટામીન સીનું પ્રમાણ જળવાઈ રહે.

 

૪. લીંબુનો રસ કાઢી તરત ઉપયોગ કરવો જોઈએ. એક સાથે કાઢી બાટલા ભરી ફ્રીજમાં રાખી પછી ઉપયોગ કરવાથી પૂરતું વિટામિન મળશે નહીં.

 

૫. રોજ પૂરતાં ફળો કે શાકભાજી ના ખાઈ શકતા હો તો રોજ સપ્લીમેન્ટ તરીકે ૫૦૦ મી.ગ્રામ કેલ્શ્યમ અથવા સોડીયમ એસ્કોર્બેટની ગોળી લેવી ખૂબ જ જરૃરી છે.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved