Last Update : 21-July-2012, Saturday

 

વકીલની ‘ફી’ કરતાં ‘માફી’ શું ખોટી?

ફિલ્લમ ફિલ્લમ

સૈફઅલી ખાનનું નવું નામ સોરીખાન પાડવું જોઈએ. (ટ્રાવેલ) એજન્ટ વિનોદની રીલિઝ ટાણે આ ભાઈએ એક રેસ્ટોરાંમાં મારામારી કરી અને તે પછી ‘સોરી’ કહ્યું હતું. અને હમણાં તેમની ‘કોકટેલ’ રીલિઝ થઈ-ના થઈ અને ઢબી ગઈ - એ દરમિયાન પોતે નાટલી પોર્ટમેન સાથે એક રોમેન્ટીક ફિલ્મ કરવાનો છે એવું કહ્યું તેના ગણતરીના કલાકોમાં જ ‘સોરી... સોરી’ કહી દીઘું છે.
‘સોરી’ કહેવા પાછળ સૈફ અલી ખાનની હૃદયના ઊંડાણમાંથી પ્રગટતી ક્ષમા માંગવાની ભાવના નથી, પરંતુ કરારો અને કાયદાના કારણે ઊભા થનારા કકળાટો ટાળવાની વૃત્તિ છે. પેલા મારામારી વાળા કિસ્સામાં તેને કાયદાનો ખાસ ડર ન્હોતો, પરંતુ તેની ઈમેજ બગડે તે સાથે જ કાન આમળતી અને ભલું હોય તો કરાર તોડવાની ધમકી આપતી મસમોટી કંપનીઓનો ડારો જવાબદાર હતો.
સૌ જાણે છે તેમ બોલીવુડના કલાકારો ફિલ્મો કરતાં પોતાના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્‌સમાંથી વધારે કમાણી કરે છે અને આ બ્રાન્ડસના કારણે જ તેમનો ચહેરો દર્શકોની નજરમાં ટકી રહે છે. બાકી, વરસે-દા’ડે માંડ એક ફિલ્મની એવરેજ હોય અને સરેરાશ બે વરસે એકાદ ફિલ્મ માફકસરનો ધંધો કરતી હોય તેવા માહોલમાં સ્ટાર માટે સતત ચમકતા રહેવું અઘરું છે. અને આવી હરકતોના કારણે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની તગડી આવક ગુમાવવાનું કોઈને ના પોસાય.
આ ક્ષેત્રે તો માંદા પડો તો પણ તમારી ઈમેજ બદલાઈ જતી હોવાથી તમારા સ્થાને વઘુ ચુસ્ત-દુરસ્ત સેલિબ્રીટીને સ્થાન મળી જતું હોય છે. યુવરાજને સ્થાને મલ્ટીવિટામીન ગોળીનું માર્કેટીંગ કરતો સલમાન સૌએ જોયો જ છે ને? રીપ્લેસમેન્ટના આવા ડરના કારણે જ સૈફ અલી ખાને પોતાની નવાબી ગરમીને ‘કૂલ’ રાખવી પડે છે અને જ્યારે દિમાગના પ્રેશર કૂકરની સીટી વાગે ત્યારે ‘સોરી’નો રાગ આલાપવો પડે છે.
નાટલી પોર્ટમેનના કિસ્સામાં થોડો અલગ મામલો હતો. સાંભળવા મળ્યા મુજબ સૈફઅલી ખાને મજાકમાં કહી હોવાની કહેવાતી વાતને નાટલી પોર્ટમેનના એજન્ટ તથા મીડિયા મેનેજરે ગંભીરતાથી લીધી અને આ પ્રકારના સમાચારોથી નાટલી પોર્ટમેનની છબી ખરડાતી હોવાના આરોપ સાથે સૈફઅલી ખાનને કાયદેસર નોટીસ ફટકારી હોવાનું કહેવાય છે.
સૈફ અલીની ‘સેન્સ ઓફ હ્યુમર’ની તો ખબર નથી, પરંતુ ‘સેન્સ ઓફ ફીઅર’ મજબૂત લાગે છે. એ કોર્ટ-કચેરી-ખુલાસાના ચક્કર પણ કરીના કપૂર સાથે ફેરા ફરવાના ચક્કર માફક બને ત્યાં સુધી ટાળતો રહે છે. સૈફને ‘સોરી’ કહેવડાવનારી નાટલી પોર્ટમેન મૂળ ઈઝરાયેલની છે અને અત્યારે અમેરીકન સિટીઝન હોવા છતાં પોતાના વતનનું નાગરીકત્વ જાળવી રાખ્યું છે.
હાર્વર્ડમાંથી સાયકોલૉજી સાથે ગ્રેજ્યુએટ થયેલી નાટલી પોર્ટમેનને સ્ટાર વોર્સની પ્રીક્વલ ટ્રાયોલોજીથી વિશ્વભરમાં પ્રસિઘ્ધિ મળી હતી. ગયા વરસે જ નાટલીએ ‘બ્લેક સ્વાન’ માટે મોટાભાગના પ્રતિષ્ઠીત એવોર્ડસ જીતી લીધા હતા. ટૂંકમાં કહીએ તો આ કન્યા સાથે ઓન સ્ક્રીન જોડી જમાવવા માટે સૈફ અલી ખાનનું કદ ખાસ્સું વામણું ગણી શકાય. અને તેની સાથે જોડી જમાવવાની વાત ફેલાવવાની ગુસ્તાખી ઘણી મોટી ગણી શકાય.
આ કિસ્સાના કારણે પોતાનું નામ મોટું કરવા માટે બીજા મોટા નામનો ઉપયોગ કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિઓ નિયંત્રણમાં રહેશે. આવો જ કિસ્સો રવિ શાસ્ત્રી સાથે પણ બન્યો હતો. તેણે તે સમયની ટેનિસ સ્ટાર ગ્રેબીયેલા સબાટીની સાથે પોતાનું અફેર હોવાની વાત ચગાવી હતી અને તે પછી કોઈ પત્રકારે જ્યારે ગેબ્રીયેલાને આ અંગે પૂછ્‌યું ત્યારે તેણે ‘હુ ઈઝ શાસ્ત્રી?’ કે એવું કશુંક કહીને શાસ્ત્રીની બોલતી બંધ કરી દીધી હતી જે ઠેઠ કોમેન્ટેટર બન્યો ત્યારે તેને જીભ આવી! (માળું આ બી ખરું છે. આ બન્ને પાછા અમૃતાસંિગ સાથે પણ સંકળાયેલા હતા.)
બોલતી બંધ થઈ જવાની ઘટનાઓમાં બોલ બચ્ચનનો સો કરોડ ક્લબમાં સમાવેશ થયાની ઘટનાને પણ ગણવી પડે. સાલુ, આ પ્રકારની ફિલ્મ પણ સો કરોડ ઉસેટી જાય ત્યારે ખરેખર ‘અંધેર નગરી’નો હિસ્સો હોવાની લાગણી થાય. રોહીત શેટ્ટીએ ‘ઝમીન’ પછી કયા વ્રત, જપ, ઉપવાસ, સાધના, માનતાનો સહારો લીધો હતો તે જાણવા માટે તો પવિત્ર અધિક માસમાં આપણે પણ રોહીત માર્ગે ચાલી નીકળવું છે. ખરું કે નહીં?

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved