Last Update : 21-July-2012, Saturday

 
ઍનકાઉન્ટર - અશોક દવે
 

* દરેક પુરૂષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે. આપને કેમનું છે?
- હું એટલો બધો નબળો નથી.
(મીરાબેન પટેલ, ઊંટડી-વલસાડ)

 

* મૂરઝાયેલી વસંતને પૂરબહારમાં ખીલવવા શું કરવું?
- ‘ગુજકોમાસોલ’નું ખાતર વાપરો.
(સુમન એમ. ચૌહાણ, રાજકોટ)

 

* ગાંધીનગરમાં રહેતી સ્ત્રીઓ રાજકારણમાં વઘુ રસ લે છે, એ સત્ય છે?
- એ સ્ત્રીઓ રાજકારણથી વઘુ નજીક છે, એમ કહેવાય.
(આરતી વોરા, જામનગર)

 

* ગામડાની ગોરી અને શહેરની છોરી વચ્ચે શું તફાવત?
- એ તો એ જોવાના જેને બબ્બે મોકા મળ્યા હોય, તે જાણે!
(અર્જુન રાજપુત, રાંટીલા-દિયોદર)

 

* ઘરસંસાર માંડવો સહેલો છે, પણ નિભાવવો અઘરો છે. તમે શું માનો છો?
- નિભાવે છે તો એકોએક... મંડાતા ઘણા તૂટી જાય છે...!
(હોઝેફા બારીયાવાલા, ગોધરા)

 

* તમારા લાંબા આયુષ્ય માટે પત્ની કોઇ વ્રત કરે છે ખરા?
- ‘એટલું’ લાંબુ એ નથી વિચારતી..!
(વલ્લભ પારેખ, કાલોલ)

 

* ફૂલથી વઘુ કોમળ અને કાંટાથી વઘુ કાતિલ કઇ ચીજ છે?
- તમારો કોઇ કુંડાળામાં પગ પડી ગયો લાગે છે...!
(અલફેઝ અશરફ સાંધા, ધોરાજી)

 

* પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હવે શું કરતા હશે?
- બસ... આપણા ખર્ચે ને જોખમે લહેર કરવા આયા’તા... લહેર પૂરી થઇ ગઇ... હવે પેઢીઓની પેઢીઓ-..... .....
(શ્રીમતી સુવર્ણા વિરાટ શાહ, સુરત)

 

* કેશુબાપા કહે છે, ‘આખું ગુજરાત ભયથી ફફડે છે.’ પણ ખરેખર કોણ ફફડે છે, એનો ફોડ તેઓ કેમ પાડતા નથી?
- ચૂંટણીઓ પતી જવા દો...! બાપા હારી જશે, તો ગુજરાત વધારે ફફડશે.. જીતી જશે તો ગુજરાતની ગલીએ ગલીએ તમને કેશુભાઇ પટેલો જોવા મળશે. જે સી ક્રસ્ણ.
(યશ્વી હેમાંગ માંકડ, જામનગર)

 

* પુરૂષ કરતા સ્ત્રીઓને માન વઘુ કેમ મળે છે?
- પુરૂષો તો નવરા છે... કોઇ સ્ત્રીને બીજી સ્ત્રીને માન આપતા જોઇ?
(અક્ષય હીરાણી, તળાજા-ભાવનગર)

 

* દિલ્હીમાં ચારેકોર ઉચ્ચ હોદ્દે બિરાજમાન સ્ત્રીઓ જ હોવા છતાં, સ્ત્રીઓની સલામતી ત્યાં જ કેમ નથી...?
- તમને ખબર નથી. દિલ્હીમાં સોનિયા ગાંધી અને શીલા દીક્ષિત સંપૂર્ણ સલામત છે.
(મોહન વી. જોગી, ગાંધીનગર)

 

* ચૂંટણી પહેલા આપવામાં આવતા વચનો ચૂંટણી પછી નેતાઓ ભૂલી કેમ જાય છે?
- એ લોકો સુવર્ણ વસંત માલતી બહુ ખા ખા કરે છે, એટલે!
(સુખદેવ શિયાણી, રાણાવાવ-પોરબંદર)

 

* આજે રામ-લક્ષ્મણ જેવો બંઘુપ્રેમ કેમ જોવા મળતો નથી?
- જુઓ ને... ઘરમાં જ ક્યાંક આસપાસ પડ્યો હશે!
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

 

* અશોકભાઈ, તમે ડિમ્પલભાભીને ખરખરો કર્યો?
- અમારામાં ખરખરા ન હોય... બધા ‘ખરા-ખરા’ હોય!
(ઈલ્યાસ તરવાડી, ચલાલા-અમરેલી)

 

* ટીવીના રીયાલિટી શોમાં નિર્ણાયકો ઘણા હરિફોની વઘુ પડતી મજાક ઉડાવે છે...!
- એ શોભતું નથી, છતાં મને એમાં પ્રોબ્લેમ લાગતો નથી. પોતાને કલાકાર માનતા લોકોએ જાહેરમાં આવતા પહેલા સાડી-સત્તરવાર પોતાની કલાને તપાસી જવી જોઇએ... કોઇ હાસ્યાસ્પદ ગાતું હોય, તો આપણાથી હસ્યા-હસાવ્યા વગર કેવી રીતે રહી શકાય?
(અફરોઝબેન મીરાણી, મહુવા)

 

* અગાઉ મોટા પરિવારોમાં ય સુખ હતું ને આજે નાના પરિવારો ય દુઃખમાં કેમ જીવે છે?
- અશોકપુરી ગોસ્વામીનો હજી બીજા બસ્સો વર્ષ ચાલે એવો શે’ર છેઃ ‘પોટાશ જેવો આજનો આ વર્તમાન છે, ને કમનસીબે આપણી રૂની દુકાન છે!’
(મોના જગદિશ સોતા, મુંબઈ)

 

* આજકાલ ફિલ્મોના નામો કેવા રદ્દી આવે છે...!
- એ ફિલ્મ જેટલું એનું નામ રદ્દી નથી હોતું!
(તરલ પી. મેહતા, ભાવનગર)

 

* ૨૦-૨૫ વર્ષના પુત્ર-પુત્રીઓની મમ્મી હીરોઇનો જેવા કપડાં પહેરે, એ વિચિત્ર નથી લાગતું?
- સહેજ પણ નહિ. દરેક વ્યક્તિએ પોતાને સર્વોત્તમ બનાવીને જ ઘરની બહાર નીકળવું જોઇએ. મને તો ૭૦ વર્ષના વડીલો જીન્સ-ટી-શર્ટ પહેરે, એ પણ ખૂબ વહાલા લાગે છે.
(કેશવ કક્કડ, અમદાવાદ)

 

* રસ્તામાં તમને ભગવાન મળે, તો શું માંગો?
- એમનો મોબાઈલ માંગી લઉં. એમના તમામ કૉન્ટૅક્ટ-નંબરો હાથ લાગી જાય, પછી રોજ રોજ જુદા જુદા મંદિરોએ જવાની બબાલ તો નહિ! સુઉં કિયો છો?
(હિતા/દર્શન, વીરમગામ)

 

* આજના યુવાનો વૃઘ્ધ માં-બાપની સેવા કેમ કરતા નથી?
- આજના માં-બાપોએ ખુમારીથી મોટા થવું જોઇએ કે, કોઇના ઓશિયાળા થવું ન પડે!
(મીરાં એચ. કારીયા, મુંબઈ)

 

* ‘કન્યા પધરાવો, સાવધાન’માં પધરાવવાનો ભાવ શા માટે?
- ‘કન્યા વળગાડો’ સારૂં ન લાગે માટે.
(હસમુખ ટી. માંડવીયા, પોરબંદર)

 

* ‘ઘરડાં ગાડાં વાળે’... કેશુબાબા વાળશે?
- એમાં એક ગાડું એમનું પોતાનું ય હશે!
(મોહન બદીયાણી, જામનગર)

 

* કેટલા નેતાઓએ દેહદાન કે ચક્ષુદાનની જાહેરાત કરી છે?
- ગેરકાયદે પુત્ર પેદા કરવાનું એન.ડી. તિવારીએ વગર જાહેરાતે જે ‘દાન’ કર્યું, એ પછી તમામ નેતાઓ એમને પગલે ચાલવા કટિબઘ્ધ છે. અસલી વિકી-ડોનર તો તિવારીજી છે.
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

 

* શું ‘ઍનકાઉન્ટર’ આપના ડાબા હાથનો ખેલ છે?
- હા. હું ડાબોડી છું.
(બિપીન ર. ત્રિવેદી, જંબુસર)

* આ લોહી પીતા નેતાઓની તો બેસણાની જાહેર ખબર કદી ય વાંચવા મળતી નથી...!
- તમારૂં દુઃખ હું સમજી શકું છું. તમામ છાપાવાળાઓ એમની આ જા.ખ. વિના મૂલ્યે છાપવા તૈયાર છે, તો ય કોઇ આગળ નથી આવતું...!
(જયેશ પંચોલી,રાજપિપળા)

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved