Last Update : 21-July-2012, Saturday

 
કેટલાંક ‘બંધનો’ વરદાન સ્વરૂપ હોય છે. ‘રક્ષા’બંધન તે પૈકીનું એક છે
કેમ છે દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- દીદી, અધિકાર ભીખનો વિષય નથી, બહાદુરીપૂર્વક છીનવી લેવાનો વિષય છે

એકાન્ત ઝરૂખામાં બેઠો છે. સાવ ઉદાસ, વ્યથિત અને બેસૂધ.. એકાન્ત તેની બહેન અનુશ્રુતિની રાહ જોતો હતો.... પણ એના જીવને ચેન નહોતું..
‘‘એકાન્ત, જમવાનું ઠંડું થઇ જાય છે, બેટા. ચાલ જમી લેને. ઝરૂખામાં એકલો બેઠો-બેઠો શું વિચાર કરે છે તું?’’ એકાન્તની મમ્મી સીમાદેવીએ જમવા માટે સાદ કર્યો.
‘‘ઓહ, મમ્મી, ખરાં છો તમે તો! તમે નથી જાણતા કે આજે રક્ષાબંધનનો તહેવાર છે? હું મારી અનુદીદીની રાહ જોઉં છું. એ મને રક્ષા બાંધવા આવશે, પછી અમે સાથે જમીનું. તમે જમી લો મમ્મી.’’
‘‘અરે એકાન્ત, તને આજે થયું છે શું? છેલ્લાં પાંચ વર્ષથી તારી બહેન અનુશ્રુતિ તને રક્ષા બાંધવા આવતી નથી તે તું સારી રીતે જાણે છે. પછી તેની રાહ જોવાનો અર્થ ખરો બેટા ! એને એકાગ્રકુમાર આવવા દે તો એ આવેને?’’ સાડીના પાલવથી પોતાની આંખો લૂછતાં લૂછતાં સીમાદેવી બોલ્યાં.
‘‘મમ્મી, મેં નક્કી કર્યું છે કે જો અનુદીદી મને રક્ષા બાંધવા નહીં આવે તો હું આજે જમીશ નહીં. તમે મારી ચંિતા ન કરો. મને હવે ફરી સાદ ન કરતાં. અનુદીદીને મળવા માટે શું કરવું તે મને વિચારવા દો.’’ એકાન્તનો જવાબ સાંભળી સીમાદેવી ઉદાસ ચહેરે પૂજાખંડમાં ચાલ્યાં ગયાં.
સાંજના પાંચ વાગવા આવ્યા, પણ એકાન્ત જમવાનું નામ લેતો નહોતો. સીમાદેવી એકાન્ત શું કરે છે તે જોવા માટે ઝરૂખામાં ગયાં ત્યારે એકાન્ત બહાર જવા તૈયાર થતો હતો.. સીમાદેવીએ એકાન્તને જમ્યા પછી બહાર જવા વિનંતી કરી, પરંતુ એકાન્ત એકનો બે ન થયો. તેણે કહ્યું ‘‘મમ્મી, હું મારી અનુશ્રુતિદીદીને ઘર જાઉં છું. એમને અહીં, આપણે ત્યાં લાવ્યા પછી અમે બંને સાથે જમીશું.’’
એકાન્તનો ઉત્તર સાંભળી સીમાદેવી ચંિતિત થઇ ગયાંઃ ‘‘ના, બેટા ના, તું તારી દીદીને ઘેર જવાનું માંડી વાળ. પરણાવ્યા પછી દીકરી પર આપણો કોઇ અધિકાર રહેતો નથી. એણે જમાઇરાજા કહે તેમ જ કરવું પડે અને સુખેદુઃખે સાસરીઆમાં જ દિવસો ગુજારવા પડે.
વર્ષો જતાં એકાગ્રકુમાર ઠરી જશે. પછી અનુને શાંતિ. બેટા, મારું માન અને ચાલ આપણે બંને જમી લઇએ.’’
એકાન્તને સીમાદેવીની સલાહ જરાપણ પસંદ ન આવી. એણે કહ્યું ઃ ‘‘મમ્મીજી, તમે કેવી માતા છો? તમારી દીકરીનું દુઃખ તમને સ્પર્શતું નથી? શું દીકરીને વળાવી એટલે તમારી જવાબદારી પતી ગઇ? દીકરો હોય કે દીકરી, મા-બાપને મન તો બેઉ સરખાં જ હોવાં જોઇએ. બે-ચાર જોડ વસ્ત્રો કે પેટનો ખાડો પૂરવા જેટલી બે સમયની પતરાળી ખાતર દીદી માટે આપણે એકાગ્રકુમારની મહેરબાની નથી જોઇતી. મમ્મી, જે ઘરમાં મારી દીદીનું ગૌરવ ન સચવાતું હોય ત્યાં તેણે રહેવાની જરૂર શી? અમીરીના ઘમંડવાળા દંભી પતિની પત્ની બનવાનો શો અર્થ? જેના થકી સૌભાગ્યનો અનુભવ ન થતો હોય એના નામનો સેંથો પૂરીને કુમકુમનું ગૌરવ લજ્જિત કરવાનો કશો મતલબ ખરો?
મમ્મી, પપ્પાના અવસાન બાદ તમારી લાચારીને હું સમજી શકતો હતો. અને એટલે જ જ્યારે અનુદીદી એક અમીર પરિવારની પુત્રવઘૂ બનવાની છે, એવુ મેં જાણ્યું, ત્યારે હું ખૂબ ખુશ થયો હતો. આર્થિક સંકડામણો વચ્ચે અભાવોમાં જીવેલી મારી દીદી સાસરે જઇને અમીરીની મોજ માણશે, એ કલ્પના માત્રથી હું આનંદિત થઇ ગયો હતો. પરંતુ સાસરે ગયા પછી દીદીની હાલત જોઇને મને એમ લાગે છે કે ઇશ્વરે મને ઘરમાં સૌથી નાનો કેમ બનાવ્યો? હું દીદી કરતાં મોટો હોત તો તમારી અને દીદીની બંનેની જવાબદારી હું ઉઠાવી શકત.’’ બોલતાં બોલતાં એકાન્તનું ગળું ભરાઇ આવ્યું. તેની આંખોમાંથી વહેતાં આંસુને રોકવા સીમાદેવીએ પાણીનો ગ્લાસ એકાન્ત આગળ ધરતાં કહ્યું ઃ ‘‘બેટા, દીદીના દુઃખ દર્દ સમજે એટલો મોટો તું થઇ ગયો છે એ જાણીને મને આનંદ થયો, પણ એક પુત્રવઘૂ કેવી હોવી જોઇએ એની ખબર તને ન હોય તે સ્વાભાવિક છે. દીકરી સાસરે જાય એટલે સાગરમાં સરિતા ભળે તેમ તે સાસરીઆમાં ભળી જતી હોય છે. પતિની ઇચ્છા અને પરિવાર પ્રત્યેની જવાબદારી એના માટે સર્વોપરી બની જતી હોય છે. લગ્ન બાદ પુત્રવઘૂની સ્વતંત્રતા પર કાપ આવી જતો હોય છે, એવું નથી. સંસ્કારી ઘરની દીકરીઓ પોતાની ફરજ સમજીને જ સ્વીકારતી હોય છે. અને સાસરીઆના સભ્યોને પોતાનો પરિવાર માની દૂધમાં સાકર ભળે તેમ ભળી જતી હોય છે. એટલે બેટા, તું એમ ન માનીશ કે તારી દીદી દુઃખી છે. એકાગ્રકુમારનો સ્વભાવ થોડો આકરો છે. ઉંમર વધતાં એ પણ ઠરી જશે. તારી દીદી ભલે આપણા ઘેર ન આવી શકે પણ પોતાના ઘરમાં તો એ સુખી જ છે!’’
મમ્મીની દલીલો સાંભળી એકાન્ત વ્યાકુળ થઇ ગયો. એણે કહ્યું ઃ ‘ઓહો મમ્મી, તમે કયા જમાનાની વાતો કરો છો? મારી દીદી તેના સાસરે સ્વમાનહીન દિવસો ગુજારી રહી છે, એને તમે ફરજનો એક ભાગ સમજો છો? અભ્યાસમાં અત્યંત તેજસ્વી હોવા છતાં દીદીએ પોતાની કારકિર્દી પડતી મૂકીને સાસરે જવું પડયું, ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ સાસરે ગયા પછી શું? વાતવાતમા અપમાન, આપણી ગરીબીની ઉડાવાતી મજાક. દીદીના સંસ્કારો અને સાદગીને જ્યાં ‘કન્ટ્રી વુમન’નું બિરૂદ મળ્યું છે એવા ‘એટીકેટ’ અને ‘ઠાઠ’ અંગેના દંભી ખ્યાલોવાળા મારા શ્રીમંત જીજાજી ઉર્ફે એકાગ્રકુમાર- મારી દીદીના નસીબે ભટકાયા. મમ્મી, દીદીની હાલત. ‘એક્વેરિયમમાં આમતેમ સરકતી સોનેરી માછલી જેવી છે. તેને જોવાનો આનંદ તો આવે, પણ તેની વેદના, તેની તડપ અને તેનો બેચેનીભર્યો સળવળાટ આપણે સમજી શકીએ છીએ ખરાં? મને એમ થાય છે કે આજ પર્યંત દીદી વિષે મેં કેમ કશું જ ના વિચાર્યું ? દીદીએ મને રક્ષા બાંધી છે. મારી પણ તેમના પ્રત્યેની કોઇ ફરજ ખરી કે નહીં? હું દીદીને ત્યાં જાઉં છું, મમ્મી, મને આજે રોકશો નહીં.’’ - કહીને એકાન્ત ઘરની બહાર નીકળી ગયો, અનુશ્રુતિના બંગલે જવા માટે.
અનુશ્રુતિ ઝરૂખામાં બેઠી છે. સાવ ઉદ્વિગ્ન અને ખિન્ન. રક્ષાબંધનનું પર્વ છે. નાના ભાઇ એકાન્તને રક્ષા બાંધવા માટે જવાની ઇચ્છા છે, પરંતુ છેલ્લાં પાંચ વર્ષથી અનુશ્રુતિ ભાઇને રક્ષા બાંધવા જઇ શકી નથી. પતિ એકાગ્રનું ફરમાન હતું કે રક્ષા બાંધવા ભાઇના ઘેર જવું હોય તો જવાનું, પણ મારે ઘેર ક્યારેય પાછા નહીં ફરવાની શરતે. એટલે લાચાર અનુશ્રુતિ ઝરૂખામાં એકલી બેઠી છે... ટીવીમાં દર્શાવવામાં આવતી ભાઇ-બહેનના સ્નેહની ફિલ્મો તે જોઇ શકતી નહોતી... તેનું હૈયું ભરાઇ આવતું હતું. એ પોતાના ઘરે બેઠી હતી પણ એનું મન હતું મમ્મીના ઘરે, પોતાના નાનાભાઇ એકાન્ત પાસે.
અનુશ્રુતિના માનસપટ પર સળવળી ઊઠે છે પાંચેક વર્ષ પૂર્વેની સ્મૃતિઓ. લગ્નમંડપમાં રેલાતું માંગલ્યસૂચક સંગીત, પુરોહિતના મુખેથી સરતા શ્વ્લોકો, મેરેજ ચેરમાં બેઠેલી બે આકૃતિઓ.. અને એમના ઉપર મૂક આશીર્વાદ વરસાવતી એક વિધવા માતાની આંખો... કન્યાવિદાયને ટાણે અનુની મમ્મી સાવ ભાંગી પડી હતી.. નાના બાળકોની જેમ તેમને ઘૂસ્કે- ઘૂ્રસકે રડતાં જોઇને નાનો ભાઇ એકાન્ત પણ રડવા લાગ્યો હતો.. દીદીના લગ્નનો આનંદ માણવાનો સમય હવે પૂરો થઇ ગયો છે અને દીદી પોતાનું ઘર છોડીને જતી રહેશે, એ કલ્પના માત્રથી એકાન્ત સ્તબ્ધ થઇ ગયો હતો.
અનુશ્રુતિ પરણીને સાસરે આવી... એકાગ્રના ઘરનું વાતાવરણ કૃત્રિમ...ડોળવાળું અને દંભી હતું. ઘરમાં બોલવાનું પણ ‘સ્ટાઇલ’થી. વેશભૂષા અને કેશભૂષાના પણ આકરા નિયમો, ‘લંચ’ અને ‘ડીનર’ માટેની ટેબલ મેનર્સ પણ પશ્ચિમી ઢબની.. મમ્મીને ઘેર સહજ રીતે જીવવા ટેવાયેલી અનુશ્રુતિનો આત્મા સાસરે આવીને ભારે ગૂંગળામણ અનુભવતો હતો. એકાગ્રનાં મમ્મી-પપ્પા પોતાની અમીરીના ઘમંડને કારણે સામાન્ય લોકો સાથે ‘મિક્ષ’ થતાં નહોતાં. એકાગ્રને પણ તેમણે એવી રીતે ઉછેર્યો હતો કે તેનામાં અભિમાન અને ઉદ્ધતાઇનું દૂષણ ઘર કરી ગયું હતું.
અને એકાગ્રએ લગ્નના એકાદ મહિના બાદ પોતાનું મૂળ સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીઘું હતું. અને એ મોડો ઘરે આવતો. મોટે ભાગે લથડિયાં ખાતો-ખાતો! અનુશ્રુતિ એકાગ્ર સાથે જમવાની રાહ જોઇને બેઠી હોય, ત્યારે એકાગ્ર બહારથી જમીને મોડી રાતે આવતો... શરૂઆતમાં અનુશ્રુતિએ એકાગ્રને ટોકવા પ્રયત્ન કર્યો, ત્યારે એકાગ્રએ સટ્ટાક કરતો એક તમાચો તેના ગાલ પર ઝીંકી દીધો હતો. એણે ચીસ પાડીને કહ્યું હતું ઃ ‘‘જો સાંભળ, તને હું સંસ્કારના ટાયલાં કૂટવા અને પ્રસન્ન દામ્પત્યના પાઠો શીખવવા અહીં નથી લાવ્યો, સમજી? મને તારો બુઝાયેલો ચહેરો, ‘‘ઓર્થોડોક્સ’ રીતભાત, લાગણીવેડા,... આમાંનું કશું ય ગમતું નથી. આ તો મારી મમ્મીને ‘લોકસેવા’નું ભૂત સવાર થયેલું છે. તેઓ મહિલા મંડળો ચલાવે છે, અને પોતે ગરીબ મહિલાઓને મદદ કરે છે, એવું સાબિત કરવા તારા જેવી લોઅર મીડલ ક્લાસની છોકરી પસંદ કરી, મારે માથે મારી. તું અહીં આવી જ ગઇ છું તો શાંતિથી રહે અને રહેવા દે. મારી પાસે ફાલતુ વાત કરવાનો સમય નથી એટલે બીજી વાર મારે તને કશું કહેવું ન પડે, તેનું ઘ્યાન રાખજે. અને હા, એક વાત સાંભળી લે, આપણી ગાડી લઇને તારી મમ્મી કે તારા ભાઇના ફટીચર ઘરમાં જવાની જરૂર નથી. ગરીબીના ચસકા હવે તો પૂરા થઇ ગયા હશે, એટલે તેઓની યાદ પણ તને નહીં આવતી હોય. એમને મળવું હોય તો. તેઓ ભલે ફોન પર તારી સાથે વાત કરે, જો તેમને ફોન કરવાનો ખર્ચ પોસાય તો બસ, ચાલ સૂઇ જા, તને ગૂડનાઇટ કહેવાનો કોઇ અર્થ નથી.’’
ત્યારે અનુશ્રુતિને ખૂબ જ આઘાત લાગ્યો હતો.. લાંબા સમય સુધી પુત્રીનું મોં જોવા ન મળતાં એકવાર અનુશ્રુતિની મમ્મી તેને મળવા આવ્યાં, ત્યારે એકાગ્રની મમ્મીએ તેમની સાથે જે વર્તન દાખવ્યું હતું, તેને યાદ કરીને અનુશ્રુતિ અનેકવાર રડી હતી. એકાગ્ર ઘરમાં હાજર હોવા છતાં અનુશ્રુતિની મમ્મીને એપાઇન્ટમેન્ટ લીધા વગર આવ્યાં હોવાથી, મળવા દેવામાં આવ્યો નહોતો. અને અનુશ્રુતિના મમ્મીએ ઉદાસ ચહેરે વિદાય લીધી હતી.. ‘‘મમ્મી, ઊભા તો રહો, મારા ઘરની ચા તો પીતાં જાવ’’ એવું કહેવાની પણ અનુશ્રુતિની હંિમત ચાલી નહોતી..
અનુશ્રુતિની આંખમાંથી અસ્ખલિત નીર વહી રહ્યાં હતાં.. ત્યાં જ રીક્ષા ઊભી રહેવાના અવાજથી તે એકદમ ચમકી ગઇ.. તેણે ધારીને જોયું તો પોતાના બંગલા આગળ જ રીક્ષા ઊભી રહી હતી.. અને તેનો નાનો ભાઇ એકાન્ત રીક્ષાવાળાને ઊભો રાખીને બંગલામાં પ્રવેશી રહ્યો હતો.. એકાન્તને જોઇને અનુશ્રુતિના પગમાં એકદમ ચેતન આવી ગયું. અને ભાઇને મળવા માટે દોડીને એણે દરવાજો ખોલ્યો. એકાન્ત ડોરબેલ મારે તે પહેલાં જ અનુશ્રુતિએ દરવાજો ખોલ્યો એટલે એકાન્ત પણ સમજી ગયો કે દીદી એની રાહ જોતી હશે. અનુશ્રુતિએ રડતી આંખે ભાઇને આવકાર્યો, અને અંદર આવવાનું કહ્યું. એકાન્ત ઘરમાં આવ્યો પણ ઊભો જ રહ્યો, સોફા પર બેઠો નહીં. એકાગ્રની મમ્મી સોફા પર બેસીને પેપર વાંચી રહ્યાં હતાં, તેમણે એકાન્ત સામે જોવાની દરકાર પણ ન કરી. એકાન્તે અનુશ્રુતિને કહ્યું ઃ ‘‘દીદી, ચાલો, તમારી બેગ તૈયાર કરો, હું તમને લેવા આવ્યો છું. મને ખબર નહોતી કે અમીરોનાં દિલ આટલા બધાં ગરીબ હશે, નહીં તો હું તમને સ્વમાનહીન દશામાં આટલા દિવસ રહેવા જ ન દેત. ચાલો, આપણે ઘેર. મમ્મીના ઘરમાં હજી રોટલા નથી ખૂટી પડયા. તમારાં સુખ-દુઃખની ચંિતા કરવી એ અમારી ફરજ છે. સૌભાગ્યના બદલે દુર્ભાગ્યની વસમી પરિસ્થિતિનો અનુભવ કરાવનાર ફરંદા પતિની સતી મંદોદરી બનવાની જરૂર નથી. દીદી, તમે સમાજની ચંિતા ન કરશો. દીદી, અધિકાર ભીખનો વિષય નથી. બહાદૂરીપૂર્વક છીનવી લેવાનો વિષય છે. પતિવ્રતાના ખ્યાલો ‘રાવણો’ ‘દુર્યોધનો’ કે ‘કંસો’ જેવા પતિઓ માટે સેવવાનો વિષય નથી! તમે નારાયણી બની તમારા અધિકારો અને વ્યક્તિત્વની રક્ષા કરો! તમારી સહનશીલતાને તમને આજીવન શોષિત કરવાનો પરવાનાપત્ર ન બનાવો. માત્ર આધિ- વ્યાધિ- ઉપાધિની ક્ષણોમાં નહીં, ભગિનીના જીવનની આંધીમાં પણ ખડે પગે ઉભો રહી રક્ષા કરે તેનું નામ વીરો.’
એકાન્તના શબ્દો પૂરા થાય ત્યાં એકાએક એકાગ્ર ત્રાટ્‌કયોઃ ‘‘અનુ, ઉંબરો ઓળંગવાની હંિમત કરીશ તો...’’
અને અનુશ્રુતિમાં રણચંડી પ્રગટી ઉઠી હતી. એણે કહ્યું ‘‘ઊંબરો ઓળંગતાં આજે મને રોકશો તો તમારું આજનું સરનામું પોલીસ સ્ટેશન હશે, એટલું યાદ રાખજો. તમે મને ત્યજો એ પહેલાં આ જ પતિનો હું ત્યાગ કરૂં છું... આજે રક્ષાબંધનને પર્વે હવેથી હું સુરક્ષિત છું અને તમે અરક્ષિત! ફટ છે મને કે મારામાં રહેલા સાચા નારિત્વને જગાડતાં મને પાંચ વર્ષ થયાં. ચાલ, એકાન્ત, હું ‘આપણે ઘેર’ આવું છું.’’ અને એકાન્ત તથા અનુશ્રુતિ રીક્ષામાં વિદાય થયાં. કેટલાક બંધનો વરદાન સ્વરૂપ હોય છે. ‘રક્ષાબંધન’ એ પૈકીનું એક છે.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved