Last Update : 21-July-2012, Saturday

 

પ્રેમી જનની વાત જ અનોખી !

 

જાતે જાતે વો મુજે અચ્છી નિશાની દે ગયા
ઉમ્રભર દોહરાઉંગા એસી કહાની દે ગયા.
મેં તો યું પ્યાસા રહા પર ઉસ્ને ઈતના તો કિયા,
મેરી પલેકોંકી કતારોંકો વો પાની દે ગયા... જાવેદ અખ્તર

 

એવી વ્યક્તિની યાદ જ નોખી, અનોખી હોય છે. હદયને સહેજ સ્પર્શ કરે કે હર્ષ ચહેરા પર છલકાઈ ઉઠે. રોમ રોમ મલકાઈ જાય. સમગ્ર સૃષ્ટિ પર અમીદ્રષ્ટિ લહેરાવા માંડે. એણે અર્પેલ ક્ષણિક સુખ તમામ દુઃખને તિલાંજલિ આપવા પૂરતા થઈ રહે છે. અલ્પ સમયમાં મળેલ પ્રણય સોગાતો વ્યક્તિને ગીત, ગઝલો ગાતો કરી મૂકે છે. અણકલ્પી મીઠાશ સમગ્ર અસ્તિત્વમાં અદકેરું સત્વ ભરી દે છે. નફરતભરી નજરમાં મહોબ્બત મહોરી ઉઠે છે. ભાગ્યશાળીના હૈયે જ આવી હરીયાળી જેવી શીતળતા સાંપડી શકે. શાયર પણ એવા જ ભાગ્યશાળી બન્યા છે કે વીજળીના ઝબકારા જેમ ફરકીને અલોપ થઈ ગયેલ વ્યક્તિ તેમના માટે યાદગાર બની ગઈ છે. વારંવાર દોહરાવવા, મમળાવવા મન અનાયાસે એ જ દિશામાં વળી જાય છે. એની સ્મૃતિ હદયમાં મૂર્તિ બનીને એક અદ્‌ભુત સાંત્વન ને શાંતિ બક્ષે છે. બસ એમની ફરીયાદ એટલી જ છે કે શાયર અતૃપ્ત રહી ગયા. એ વાતનો વસવસો એમને રહ્યા કરે છે. એવી વિરલ વ્યક્તિ વઘુ સમય સાથે રહી હોત તો કેટલું રૂડું થાત. એક સરસ તરસ બાકી જ રહી ગઈ. પણ છેવટે શાયરે એમનું મન મનાવી લીઘું છે કે પોતે ભલે અતૃપ્ત રહ્યા પણ તેમની આંખોની પલકોને, ક્યારીઓને તો ભીનાશ મળી. એમની તરસ તો ફળી. એ તો વિચારો કેવી તાસીર હશે એ વ્યક્તિમાં કે એની તસ્વીર એક વાર વસે તો આંખ સામેથી ક્યારેય ખસે નહીં...

 

મિલતે હે બિછડતે હે અલતાફ, બહોત હમદમ હોતે હે
મગર દિલ કો છુ લે વો આશના બહુત કમ હોતે હે.

 

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved