Last Update : 21-July-2012, Saturday

 

‘બાપુ, સવા લાખ કોરી બઉ કે’વાય !

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટf

અણચૂંટાયેલી પુષ્પકળી જેવી કોમળાંગીના અધરોષ્ઠ જેવી સંધ્યાની આછી રેખા નવાનગરના આથમણા આભમાં તણાઈ ગઈ છે.
દરબારગઢના બગીચામાં રૂપસુંદરીની હથેળી જેવા પુલકિત થયેલાં ફૂલો પર ભ્રમરો ગુંજારવ કરી રહીયા છે.
અનંગના સામ્રાજ્યની છડી પોકારતો વસંતનો વાયરો દોટું દઈ રહ્યાં છે.
સરખી સાહેલી જેવી રંગમતી અને નાગમતીનાં નીર શીળાં થઈને સરી રહીયાં છે.
એવે વખતે જામબાપુને બે રૂપિયાનો ઘોળ કરીને બે હાથ જોડીને ત્રિકમ નાયક બોલ્યોઃ બાપુ, તમારા આશરે રમત કરવા ઊતર્યો છું. આપ ખેલ જોવા પધારો તો મારો બેડો પાર થઈ જાય.
તે દિ’ કચ્છ- કાઠીયાવાડમાં ત્રિકમ નાયકની નામના હતી. એની ટોળીનો ભવાઈવેશ એટલે બોલતો ઇતિહાસ. સંસારની સો સો શિખામણો નીતિ-રીતીની રજૂઆત, અંતરની આરપાર ઊતરી જાય એવા સંવાદો, આંખને અજાયબીથી આંજી દે એવી વેશભૂષા.
એટલે જ ત્રિકમ નાયકના નામે માણસો પાંચ પાંચ ગાઉનો પલ્લો કાપીને પણ એનો ભવાઈવેશ જોવા પુગતા.
નવાનગરનો ચોક માનવ મહેરામણથી છલકાયો. ફહાલારનો હાકેમ જામ બાપુ ઢોલીયો ઢળાવીને આરૂઢ થયા. ત્રિકમની ટોળીએ ચોસઠ કળાઓનો કસબ કરી દેખાડી જામબાપુને રાજીના રેડ કરી દીધા.
બીજા દિવસે રાજકચેરીમાં જામ બાપુએ હુકમ કર્યો કે ‘ત્રિકમને સવાલાખ કોરીનું ઈનામ આપો’
બાપુના બોલ સાંભળી દીવાનની આંખ ફરી. મનમાં પડઘો પડ્યો ‘ભવાઈવેશ કરનારને સવા લાખ કોરી?’
‘બાપુ, સવાલાખ કોરી બઉ કે વાય’
દિવાનજી હું જામ. મારા ખજાનામાંથી સવાલાખ કોરી નીકળી ઈ નીકળી. હવે ઈ પાછી નહીં મુકાય.’
દિવાને જાણ્યું કે બાપુ બોલ્યું પાળશે. ત્રિકમ સવા લાખ લઈ જશે. પળવાર વિચારીને દિવાને દાવ નાખ્યો. આપ ધણી છો. ધારો તે કરવાના હકદાર છો. પણ આ વધારે પડતી વાત છે. સવા લાખ તમારે ખજાનામાં પાછી ન મૂકવી હોય તો આ ઈનામ આપણા બારોટજીને આપો. ત્રિકમને પોશાક પે’રાવી રાજી કરો. એટલે વાતનો ઉકેલ આવે.’
‘તો એમ કરો! બોલાવો બારોટજીને’ બાપુના બોલે કાસદ છૂટ્યા. જસાજી બારોટ નવાનગરની ભરી કચેરીમાં ખડા થયા. એટલે દિવાને કહ્યુંઃ ‘બારોટજી, નવાનગરના ધણી તમને સવાલાખ કોરીની મોજ આપે છે.’
દિવાનજીની વાત સાંભળી જસાજી બારોટ પળવાર વિચારમાં પડી ગયા. પછી દિવાનને સામો પ્રશ્ન પૂછ્‌યો, કોઈ ટાણું નઈ. કોઈ કારણ નઈ. ને આ મને કોરી શાની કઈ મોજનો આ ઉમળકો બાપુને આવ્યો?’
ઈ તો ઘણીને ટાણાવગરની પણ મોજ આવે. બારોટજી સવા લાખ! દિવાને વેણ માથે વજન મૂક્યું.
‘વખત વગરની મોજમાં મજા નઈ.’ બારોટજી લખમી કપાળે કંકુ ચોડવા આવી છે. તરગાળાને તારવીને મેં તમને સંભાર્યો ત્યાં તમે!
‘દિવાનજી ઈતો બઉ ભૂડું કે’વાય’
‘શું?’ બોલતા દિવાનની આંખ ત્રાંસી થઈ.
‘તરગાળાની તાંસળી આડો હું આવું તો તો ભવ આખો ભોઠપનો ભાર વેંઢારવો પડે દીવાનજી.’
‘બારોટજી,’ તમે રાજની કીરતી વધારનાર તમને કાંઈ અપાયું નથી એટલે...
‘ત્રિકમને આપો ઈ બરાબર છે. ત્રિકમ જામ બાપુની કીરતી ગામે ગામે ગાશે.’
દિવાન અને બારોટની વડછડ સાંભળીને જામ બાપુ વેણ વદ્યા.
જસાજી! ત્રિકમને સવા લાખ કોરી દેવામાં કરસન હજુરી અને દિવાનજીનો મત પડતો નથી. હવે કોરી મારાથી ખજાનામાં પાછી મુકાય એમ નથી. મારાથી આ કોરીને રખાય એમ નથી.’
‘બારોટ, નવાનગરનો સીમાડો છોડીને હાલતા થાવ. જોઉં છું તમને કોણ સંઘરે છે.
અવળી ફાટી. ધગી ગયેલા જસાજી બારોટે ભર્યા દરબારમાં દૂહો ફટકાર્યો. જસા ન માંગે જામકો, યે માંગ કી ટેક
તેરે માંગન બોત હૈ મેરે ભૂપ અનેક
હવે હોઉં. રાખો બારોટ. બહુ થયું. બોલતા દિવાન જસાજીની સામે ઊભા રહી ગયા. એટલે બારોટજીએ કહીયુંઃ ‘ખુશામત કરવા સિવાય તમને બીજુ આવડે છે શું’
જસાજી બારોટ ઘરવખરી ગાડે ભરીને નવાનગર રાજ્યને જીવ્યા મૂવાના જુહાર કરીને હાલી નીકળ્યા.
જામ બાપુથી રિસાઈને નીકળેલો જસોજી બારોટ સોરઠના ગામડામાં પૂગ્યો. દિ’ઊગી ગયો છે. ગામના પાદરમાં ઊંચી પડથારના ડેલીના ખાનામાં બાદરા નામનો મેર પસાસેક જાયુ ભાયુથી વંિટળાઈને બેઠો છે. હેડી હેડીના હેતુમિત્ર સાથે મોજુ માણી રહ્યાં છે.
ઘોડેથી ઊતરીને જસાજી બારોટે રામ રામ કર્યા. બાર ગાડાની હેડય પાદરમાં થંભી ગઈ.
‘આવો આવો બારોટ. અમારા ઘન્ય ભાગ્ય. ઘન્ય ઘડી ! અમારે આંગણે આવા મે’માન ક્યાથી? ક્યાં રેવા?
ઉરના ઉમળકાથી બાદરો મેર વેણ વદ્યે જતો હતો. જસાજીએ તમામ સવાલનો એક જ ઉત્તર દીધો.’
‘ઠેકાણું ગોતું છું’
‘ઠેકાણું ઠાવકું લાગે ને તમારું મન ઠરે તો મારા ગામમાં ઘરવખરી ઊતારો. મારું તો છાલીઆનું શિરામણ છે. થાશે એટલી ખાતર બરદાસ કરીશ. આ બાદરો બોલ્યું પળશે.’
‘તારી દાતારીને ઘન્ય છે પણ...’
હોકાની ભૂંગળીને બે હોઠ વચ્ચેથી હેઠી ઊતારીને બાદરા મેરે પાણીદાર નજરને નોંધીને પૂછ્‌યુંઃ બારોટજી. પણ શું?
‘જામ બાપુ હારે બગડ્યું છે. નવાનગરથી નીકળ્યો છું. માથે વેર ગાજે છે. મને સંઘરનારનું ડીંટ કાઢી નાખશે.’
‘બારોટજી, હવે મારા ગામનું પાદર વળોટો તો તમને મોરલીઘર મા’રાજની આણ્ય છે. ભલે આવે નવાનગરના નેજા. આ બાદરો બાથ ભરી પીશે. ઉતારો ઘરવખરી.’
જસાજીની ઘરવખરી ઊતરી. રેણાંક ખોરડું ઉઘાડી દીઘું. જસાજીને આશરો આપીને આશરાધરમ પાળ્યો.
વાવડ પુગ્યા નવાનગર. સોરઠને સીમાડે જસાજીને બગાધારના બાદરા નામના મેરે આશરો દીધો છે. ફોજ છૂટી. બગાધારના પેટાળમાં તંબુ તણાયા. રણસંગ્રામનો ત્રગડ રચાવા માંડ્યો. ફોજે બાદરા મેરના ગામને અજગર ભરડે ભીસ્યું. રડીબમ... રડીબમ... નગારે દાંડીયુ પડી. હાથી માથે આરૂઢ થઈને નવાનગરના કુંવરે ફોજને હાંકી. સામે મેર મરદોએ મોરચો માંડ્યો, નોબતું ગડગડી. કુંવરની માથે ઘા પડ્યો. ફોજે મરણીઓ જંગ માંડ્યો. બાદરો અને ઇલો ચાવડો વેતરાણાં. ખબર પડતા જ સોરઠના ગામડે ગામડેથી મેર જુવાનો હાંકલા પડકારા કરતા પૂગ્યા. નવાનગરની ફોજ માથે ત્રાટક્યા. લશ્કરને તગેડી સોરઠના શૂરવીરોએ તલવારોને મ્યાન કરી.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved