Last Update : 21-July-2012, Saturday

 

સામાયિક, પ્રતિક્રમણ અને ક્ષમાપનાનો મર્મ

જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

- ‘મન સ્થિર અને શાંત થાય છે એટલે એ જ મન શુદ્ધ અને આનંદમય થઈ ગયું જાણો. જ્યાં મન સ્થિર, શાંત, શુદ્ધ, આનંદમય, નિર્વિકલ્પ બન્યું, ત્યાં બ્રહ્મ કે પરમાત્મા ચૈતન્ય તત્ત્વ કે નિર્વાણ દશા તો હાજર જ છે

જ્ઞાનયોગી અને અઘ્યાત્મયોગીનું મિલન એક અલૌકિક વાતાવરણ સર્જે છે. જ્ઞાનયોગીશ્રી ચંદુભાઈનો મેળાપ એક ઘ્યાનયોગી જૈન મહાત્મા સાથે થયો અને પછી એ બંનેની ચર્ચાઓમાં જૈન તત્ત્વજ્ઞાન અને વૈદિક તત્ત્વજ્ઞાનનું અદ્‌ભુત સામ્ય પ્રગટ થયું. વરિઆવમાં આવેલા ઉપાશ્રયમાં જ્ઞાનયોગી ચંદુભાઈ જૈન સાઘુ મહારાજને મળવા માટે જતા. આ સમયે બંને વચ્ચે ઉચ્ચ કક્ષાનો આઘ્યાત્મિક સંવાદ થતો. આ સંવાદમાં એક વાર મહારાજશ્રીએ કહ્યું,
‘ગીતામાં જેને ઘ્યાનયોગ કહે છે તે અમારા સામાયિકને મળતો છે. શરીર, વાણી અને મનનાં બધાં કામો રોકીને અમે સામાયિક કરીએ છીએ. સમતા એટલે મનની સમતા. મનમાં જે રાગદ્વેષની ભાવના રહેલી હોય છે તેનાથી પર જઈને એક મઘ્યસ્થ સ્થિતિમાં રહેવું તે સમતા કહેવાય. એ સમતાનો ભાવ તે જ સમભાવ, આય એટલે પ્રયાણ થવું. ઉપરનો સમભાવ પ્રાપ્ત થાય, એ માર્ગે પ્રયાણ થવું. અને ઈક એટલે એ સૌનું ભાવપણું. સમભાવ પ્રાપ્ત કરવાનું જે રીતે બની શકે તે રીતના ભાવ તરફ કૂચ કરવાની જે ક્રિયા તે સામાયિક છે.’
ઘ્યાનયોગના સાધકની માફક સામાયિક કરનારે પણ એકાંતમાં સુખપૂર્વક બેસાય એવા આસને બેસવાનું છે અને મનમાં ઊઠતા સંકલ્પને જોતા રહેવાનું છે. શરીરથી, વાણીથી અને મનથી અનેક પ્રકારના દોષો થવા સંભવ છે. જૈન દર્શનો પ્રમાણે શરીરના બાર, વાણીના દસ અને મનના દસ દોષો મળીને બત્રીસ દોષો થાય છે. શરીરના બાર દોષો આ રીતના ગણાવાય છે. આસનદોષ (પગ ઉપર ચઢીને બેસવું) એમાં અભિમાનનો ભાવ છે. ચલાચન દોષ વારંવાર આસન બદલ્યા કરવું અગર બેઠા બેઠા ડોલ્યા કરવું. ચંચળ દ્રષ્ટિ કરવી, સાવધ ક્રિયાદોષ. (પાપક્રિયા કરવી કે તેને માટે ઇશારો કરવો) આલંબન દોષ ભીંત કે બીજી વસ્તુનો ટેકા લેવો. હાથપગ સંકોચવા કે હલાવવા, આળસ મરડવું, આંગળી વગેરે શરીરનો ભાગ વાંકો કરવો, ઘસડવું, ગળામાં હાથ નાખી બેસવું. નિદ્રા આવી જવી, વસ્ત્ર લપેટતા રહેવું. ઠંડીથી વારંવાર વસ્ત્ર ખેંચી ખેંચીને શરીર સાથે લપેટતા રહેવું.
એ પ્રમાણે વાણીના દશ દોષ છે, કડવું બોલવું, અવિચારીપણે ગમે તેમ બોલવું, બીજાને અસત્ય શિખામણ આપવી, શાસ્ત્રની પરવા કર્યા વિના બોલવું, ધાર્મિક સૂત્રને ટૂંકમાં બોલી નાખવું, કંકાસ કરવો. ગપાટાં હાંકવાં, હાંસી કરવી, અશુદ્ધ પાઠ કરવો અને પોતાને પણ ન સમજાય એ રીતે ગણગણતો પાઠ કરવો.
મનના દોષોને આ રીતે ગણાવાય. અવિવેકની ઇચ્છા, પૈસાની ઈચ્છા, અભિમાન, ભય, ફળની આશા રાખવી, એટલે સામાયિક કરું છું તો મને અમુક લાભ થશે એવી ઈચ્છા રહેવી, સંશય કર્યા કરવો, ક્રોધ થવો કે માન મેળવવાની વૃત્તિ રાખીને કરવું, નમ્રતા વિના સામાયિક કરવું અને ભક્તિભાવ અને ઉમંગનો અભાવ. ઉપરના બત્રીશ દોષોને તદ્દન દૂર કરવાના છે, પણ સામાયિક સમયે તો ખાસ એ ન થાય એ તપાસતા રહેવાનું છે. એ સૌ દોષોની અસર મન પર રહે છે.
સામાયિક સમયે એ જાગૃત થાય છે, અને વિક્ષેપ પેદા કરે છે. ઉત્તમ સામાયિક એ કે જેમાં મન તદ્દન શાંત રહે, ભાવમય રહે અને ઓછામાં ઓછા સંકલ્પો આવે. આમ ન થાય તો યે સામાયિક છોડવાનું નથી. સામાયિકનું ઘ્યેય એ જ છે. ધીરે ધીરે પ્રગતિ થતી જશે. સામાયિકમાં શાસ્ત્ર વાંચવું, પ્રવચન સાંભળવાં, સુંદર કાવ્યોને યાદ કરવાં અને મનન કરવું, એ સૌ આવી જાય છે. શરૂઆતમાં પોણો કલાક-કલાકનું સામાયિક બસ થશે.
‘જૈન લોકો પરકમણું (પ્રતિક્રમણ) કરે છે તે શું ?’ જ્ઞાનયોગી ચંદુભાઈએ પૂછ્‌યું.
‘પરકમણું એટલે પ્રતિક્રમણ. ઇશાવાસ્ય ઉપનિષદમાં આવે છે ને કે ‘ક્રીતમ્‌ સ્મર કિલ વૈ સ્મર ક્રીતમ્‌ સ્મર’ એના જેવું એ છે. થયેલાં કર્મોનું સ્મરણ કરી જવું. જૈનો જ્યારે પ્રતિક્રમણ કરવા બેસે છે ત્યારે એ સમયની પહેલાં જે જે દોષો થયા હોય છે તેને એક પછી એક તપાસી જવાનાં હોય છે. પછી એને માટે પશ્ચાત્તાપ કરે છે. અને ફરીથી ન કરવાનો નિશ્ચય કરે છે. સવારમાં ઊઠતાં જ અને રાતે સૂતી વખતે એમ બે વાર પ્રતિક્રમણ કરવાનું છે.’
‘‘આવી જાતનાં પ્રતિક્રમણ પખવાડિયે, મહિને અને વર્ષે પણ કરવાનાં હોય છે. પતિક્રમણનું બીજું નામ ‘આવશ્યક’ એવું છે. અવશ્ય કરવા જેવું તે આવશ્યક. પરમાણુ એટલે પ્રતિક્રિણ કરતાં ઉતાવળ નહીં કરાય. ખૂબ શાંતિથી સમજાય તેવી ભાષામાં, મનને સ્થિર કરીને સાવધાનીથી અને હૃદયપૂર્વક પ્રતિક્રમણ કરવાનું છે. એનાથી ધીરે ધીરે મન ઉપરનું આવરણ આછું થવા માંડે છે. એક પ્રકારની મીઠી શાંતિનો આનંદ વધવા માંડે છે. હૃદય નિર્મળ થતું રહે છે અને નિર્વાણની પરમ શાંતિને માટે યોગ્ય બને છે.’’
ત્રીજો એક જૈન શબ્દ ‘મિચ્છા મિ દુક્કડમ્‌’ યાદ આવ્યો. એ શબ્દ માટે એમણે એવું સમાધાન આપ્યું કે, ‘મુંછમિ દોકડો’ એ મૃશ્ચામિ દુષ્કૃતમ્‌નું સ્વરૂપ છે. પોતે જે દુષ્ટ કૃત્ય કર્યાં હોય, તેની માફી માગવાને માટે એકબીજા પ્રત્યે એ વપરાય છે.
યોગસાધનાના સમયે જૈન મહારાજ એક પ્રકાશનાં દર્શન કરી શકતા હતા. એમને થતું હતું કે ઉપરથી કંઈક આવે છે અને તે આંતરમાનસ સાથે મળી જાય છે.
શ્રી ચંદુભાઈએ જણાવ્યું, ‘હજી જેમ જેમ આગળ જવાશે તેમ તેમ એ દ્રશ્યો દેખાતાં બંધ થશે. એ દ્રશ્યો પણ આપણાં મનની પૂર્વકાળે કરેલી કલ્પનાઓનું અગર તો બહારનાં વાચનથી નિપજેલી અસરોનું પરિણામ છે. એ સૌ દ્રશ્યોને હું જોઉં છું એટલે હું એ દ્રશ્યથી પણ પર છું. દ્રશ્યને કે પ્રકાશને જાણું છું, અને એ મને જાણતો નથી માટે મારી સરખામણીમાં એ દ્રશ્ય પણ જડ છે.’
મહારાજશ્રી તરત જ ઘ્યાનમાં બેસી ગયા અને પંદરેક મિનિટે ઊઠ્યા. એ પછી ખડખડાટ હસતા હસતા વાતો કરવા લાગ્યા. એક મીઠું, મઘુરું સુંદર આઘ્યાત્મિક વાતાવરણ સર્જાઈ ગયું.
આ સમયે ઘ્યાનયોગી શ્રી ચંદુભાઈએ મનની વાત કરી અને એમણે કહ્યું, ‘વિચાર માત્રનું મૂળ મન. મનને પોતાને કશી સ્થિર સ્થિતિ નથી. એ પાણી જેવું છે, મઘ્યભાવી છે. એને ગરમી આપશો તો વરાળ થઈ જશે, આકાશમાં ઊડી જશે. ઠંડી આપશો તો બરફ થઈ જશે. પાણી મનરૂપે પણ છે. જગતરૂપે પણ છે. આત્મા પોતે અખંડ, એકરસ, નિરાકાર, નિરંજનરૂપે પણ છે. મન, હું કોણ છું, એનો જે જવાબ મળે એ વિચાર સાથે તદ્રુપ રહે છે, તો તે આત્મા જ છે અને હું શરીર છું. સાડા પાંચ ફૂટમાં જ હું બંધાયું છું એમ માનશે તો બંધાય જ છે.’
‘આત્મા તો સર્વત્ર સર્વરૂપે, અખંડ, એકરસ છે જ, માત્ર મનને મનાવવાની જરૂર છે. દરેક યોગ એટલે આત્માનું પરમાત્મા સાથે જોડાણ. એ મનને મનાવવા માટે જ છે. આત્મવિચાર યોગથી સીધો જ મન ઉપર પ્રકાશ પાડે છે. એની સાધના વધતી જાય છે, તેમ તેમ મનને તે પરમ તત્ત્વ સાથે લીન થઈ રહેવાની ટેવ પડતી જાય છે.’
વઘુમાં ઘ્યાનયોગી શ્રી ચંદુભાઈ ગહન વાત દર્શાવતાં બોલ્યા, ‘મન સ્થિર અને શાંત થાય છે એટલે એ જ મન શુદ્ધ અને આનંદમય થઈ ગયું જાણો. જ્યાં મન સ્થિર, શાંત, શુદ્ધ, આનંદમય, નિર્વિકલ્પ બન્યું, ત્યાં બ્રહ્મ કે પરમાત્મા ચૈતન્ય તત્ત્વ કે નિર્વાણ દશા તો હાજર જ છે. આમ થાય છે એટલે એકાએક ધર્મનાં મહાવાક્યો મળી રહે છે. આપ્પા સો પરમપ્પા. હું અને મારો પિતા એક છે. એ જૈન દર્શન પ્રમાણે બાઈબલમાં ભગવાન ઈસુએ કહ્યું છે. એ પ્રમાણે ‘અહં બ્રહ્માસ્મિ, તત્ત્વમસિ, પ્રજ્ઞાનં બ્રહ્મ, અયમ્‌ આત્મા બ્રહ્મ.’ એ વેદો પ્રમાણે અને સર્વ વાસુદેવમય છે એ ગીતાના જ્ઞાન પ્રમાણે સર્વ ધર્મનો નિચોડ મળી રહે છે.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved