Last Update : 21-July-2012, Saturday

 

અર્ચનાનો આનંદ

આજકાલ - પ્રીતિ શાહ

‘તમે સ્વપ્ન સેવો અને બઘું શક્ય કરી શકશો. મારો પૂરો વિશ્વાસ છે કે ભારતના યુવાન વૈજ્ઞાનિકો ધારે તેવી સિઘ્ધિ મેળવી શકે તેમ છે.’ આ શબ્દો છે ગોડ પાર્ટિકલ શોધનારી ટીમમાં સામેલ ભારતીય વિજ્ઞાની અર્ચના શર્માના. અર્ચના શર્માનો ઉછેર ભારતમાં થયો, અત્યારે જિનીવામાં કામ કરે છે અને છેલ્લા બે દાયકાથી વિશ્વને ચોંકાવનારી શોધ આપનાર સર્નના સ્ટાફમાં સક્રિય છે. ભૌતિકવિજ્ઞાનની આ મહાન શોધ એ અર્ચનાને માટે એક અવિસ્મરણીય ઘટના બની રહી છે. બધા કર્મચારીઓ, વિજ્ઞાનીઓ અને પત્રકારો ઉપરાંત ત્રણસો અનારક્ષિત બેઠકો હતી જેના માટે લોકો આખી રાત કતારમાં ઊભા રહ્યા. જેથી એમને આ જોવા મળે. એક સાથે હજારો કેમેરાની ફલેશ ચમકતી હતી અને ડેટા ઓબ્ઝર્વેશન પછી બધા વિજ્ઞાનીઓ આનંદભેર કૂદી રહ્યા અને એકબીજાને શુભેચ્છાઓ આપતા હતા. અર્ચના શર્માના કહેવા પ્રમાણે આવી ઉપલબ્ધિ અને જાણકારી આપનાર સંશોધનો ભવિષ્યના નવા નવા રસ્તા ખોલે છે. અર્ચના દ્રઢપણે માને છે કે છેલ્લા પચાસ વર્ષમાં ભૌતિકવિજ્ઞાનમાં થયેલી આ સૌથી મહાન શોધ છે.
અર્ચનામાં અપાર ઉત્સાહ છે અને એથી જ હિગ્સ જેવા પાર્ટીકલ શોધાયા પછી એવો ખ્યાલ હતો કે આ કાર્ય થયા બાદ આ સંશોધન બંધ કરવામાં આવશે, પરંતુ એના ડેટામાં એક નવો પાર્ટીકલ જોવા મળ્યો છે. અને હવે એનું સંશોધન આગળ ચાલશે. સર્નની આ સફળતામાં ભારતની ભૂમિકા માટે અર્ચના શર્મા ગૌરવ અનુભવે છે. એના કહેવા મુજબ આ પ્રાયોગિક કાર્યક્રમમાં અનેક લોકોએ મદદ કરી હતી અને આ સંશોધનો વિશે અત્યારે એમ લાગે કે એની પાછળ ઘણો ખર્ચ થાય છે, પરંતુ અર્ચનાના કહેવા પ્રમાણે સમય જતાં એ જનતાને ઉપયોગી બનતા હોય છે. આ કાર્યમાં જે સંશોધન થશે તેનાથી વિશ્વને લાભ થશે. ઝાંસીમાં ઉછરેલી અને સેન્ટ ફ્રાન્સિસ કોન્વેટમાં ભણેલી અર્ચનાએ કલ્પના પણ કરી નહોતી કે પાર્ટીકલ ફિઝીક્સના કાશી ગણાતા જિનીવામાં એને કામ કરવાની તક મળશે. એનો પરિવાર એ શિક્ષકોનો પરિવાર છે. એણે બીજાઓની માફક ડોક્ટર કે એન્જીનીયર થવાનું સ્વપ્ન સેવ્યું નહોતું. બલ્કે કોઈ એવા ક્ષેત્રમા કામ કરવું હતું કે જેનાથી એ જંિદગીમાં કોઈ મહત્ત્વનું કાર્ય કરી શકે. એને માટે પૈસા મહત્ત્વના નથી બલ્કે વિજ્ઞાન માટેની લગન અગત્યની છે. આથી એણે બનારસ હંિદુ યુનિવર્સિટીમાં ઈલેક્ટ્રોનિક્સ જેવો વિષય લેવાને બદલે ન્યૂકિલયર ફિઝીક્સનો વિષય પસંદ કર્યો. અને એને એકએકથી ચડિયાતા ગુરુજનો મળ્યા. મુશ્કેલીઓ સામે ઝઝુમીને કાર્ય કરતી સ્ત્રીઓની એણે હંમેશા પ્રશંસા કરી છે. પિતા પાસેથી અર્ચનાને અખૂટ આત્મવિશ્વાસ મળ્યો અને માતા પાસેથી મુશ્કેલીમાં મહેનત કરવાની કલા શીખવા મળી. એના કહેવા પ્રમાણે ભારતમાં પણ યુવતીઓ વિજ્ઞાનના અભ્યાસમાં આગળ વધી રહી છે. એના કહેવા પ્રમાણે અત્યારે વિજ્ઞાન વિષયના ઉચ્ચ શિક્ષણમાં અડધોઅડધ છોકરીઓ હોય છે અને અત્યારે એની સાથે કામ કરનારામાં ૭૫ ટકા સ્ત્રીઓ છે. જિનીવામાં રહીને કાર્ય કરતી અર્ચના ભારતીય વિજ્ઞાનીઓને સહાય કરવા આતુર છે. સર્નના સ્ટાફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી આ એકમાત્ર વિજ્ઞાની છે !

 

નિર્ભય હિરેમત

 

- રાજકારણમાં ભ્રષ્ટાચાર સામે લડનારાઓ આ દેશમાં ઠેર ઠેર જોવા મળે છે. કદાચ એ મીડિયામાં ચમકતા ન હોય, પરંતુ એમના ક્ષેત્રમાં નિર્ભયતાથી કર્મયોગ કરી રહ્યા છે


 

આજે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અન્ના હઝારેનું આંદોલન દેશમાં સહુનું ઘ્યાન ખેંચી રહ્યું છે અને ટીમ અન્નાના સભ્યોની ગતિવિધિથી દેશ વાકેફ છે ત્યારે અન્ના ઉપરાંત અન્ય લોકો પણ ભ્રષ્ટાચાર સામે દેશમાં જંગ ખેડી રહ્યા છે તે ભૂલવું જોઈએ નહીં. કર્ણાટકના એકસઠ વર્ષના એસ.આર. હિરેમત કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ગેરકાયદેસર રીતે થતા ખાણોના ખોદકામ સામે આંદોલન ચલાવી રહ્યા છે. એન્જિનીયરીંગમાં ગ્રેજ્યુએટ થયા પછી અમેરિકામાં વસવાટ કર્યા બાદ ૧૯૭૯માં હિરેમત સ્વદેશ પાછા ફર્યા. એમને દેશની સ્થિતિ જોઈને અને વિશેષે તો એની પ્રાકૃતિક સંપદાનો વિનાશ જોઈને ભારે અકળામણ થઈ. જો આ રીતે ગેરકાયદેસર રીતે ખાણોનું ખોદકામ થયા કરે તો ભવિષ્યમાં આવનારા પરિણામોનો એને પૂરો ખ્યાલ હતો. સાથી એણે ધારવાડમાં સમાજ પરિવર્તન સમુદાય નામની સંસ્થાની સ્થાપના કરી અને ૨૦૦૯માં ઈન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો.
કર્ણાટકમાં ચાલતા ગેરકાયદે ખાણોના ખોદકામ અંગે એમણે સુપ્રીમ કોર્ટમાં પીટીશન ફાઈલ કરી અને સરકાર સામે પોતાનો જંગ જારી રાખ્યો. બસ્તર અને છત્તીસગઢ જેવા પ્રદેશોમાં આદિવાસીઓની લાકડું મેળવવા માટે પજવણી કરતા માફિયાઓની સામે અવાજ ઉઠાવ્યો. હિરેમતને મોતની ધમકીઓ મળી. જ્યારે જ્યારે એણે આવા શક્તિશાળી અને સત્તાધારી લોકો સામે અવાજ ઉઠાવ્યો ત્યારે એને હંમેશા આવી ધમકી મળતી રહી. આમ છતાં આ સાચો ગાંધીવાદી આદમી સહેજે ડર્યો કે ડગ્યો નહીં. એમાં પણ જ્યારે જર્નાદન રેડ્ડીની ધરપકડ થઈ ત્યારે ઈન્ટેલીજન્સ ડિપાર્ટમેન્ટે એમને પોલીસ સુરક્ષા માટે વિનંતી કરી હતી, પરંતુ એનો એમણે અસ્વીકાર કર્યો. સાચા અર્થમાં ગાંધીવાદી એવા અડસઠ વર્ષના હિરેમત આજે પણ બસ અને ટ્રેનમાં પ્રવાસ કરે છે અને કોઈપણ પ્રકારની ધમકીને તાબે થતા નથી. સત્તાધારીઓ સામે હંિમતભેર માથું ઉંચકે છે અને ૧૯૭૫માં અમેરિકામાં હોવા છતાં ભારતમાં લદાયેલી કટોકટીનો એમણે વિરોધ કર્યો હતો. ગેરકાયદેસર રીતે રચાયેલી રામકૃષ્ણ હેગડેની જનતા સરકારનો વિરોધ કર્યો હતો અને એ જ રીતે એસ.એમ.કૃષ્ણા, ધરમસંિહ અને એચ.ડી. કુમારસ્વામી જેવા સત્તાધારીઓનો તેઓ વિરોધ કરી રહ્યા છે. એમના બે પુત્રો વિદેશમાં વસે છે અને એમના સંઘર્ષને સાથ આપે છે. રાજકારણમાં ભ્રષ્ટાચાર સામે લડનારાઓ આ દેશમાં ઠેર ઠેર જોવા મળે છે. કદાચ એ મીડિયામાં ચમકતા ન હોય, પરંતુ એમના ક્ષેત્રમાં નિર્ભયતાથી કર્મયોગ કરી રહ્યા છે.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved