Last Update : 05-August-2012, Sunday

 

એડિશનલ કલેકટર સોનાવણેના હત્યારા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

સોનાવણે હત્યાકેસમાં તેની ગૅંગની સંડોવણીને પગલે પોલીસની નજરે ચડયો હતો
મુંબઇ તા.૧૦
પનવેલનાં તાજેતરમાં ગેરકાયદે ઓઇલડેપો પરનાં દરોડાને પગલે ઓઇલ માફિયા મદન સિંહનું નામ બહાર આવ્યું છે. મદનસિંહ ગયા વર્ષે થયેલી એડિશનલ કલેકટર યશવંત સોનાવણેની હત્યાનો આરોપી છે.
રસાયણી પોલીસનાં જણાવ્યા મુજબ સિંહ રાજ્યભરમાં ઓઇલ ભેળસેળનું વ્યવસ્થિત કૌભાંડ ચલાવે છે અને તેણે તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ બદલ્યો છે. કારણકે સોનાવણે હત્યા કેસમાં તેની ગેંગની કથિત સંડોવણીને પગલે તે પોલીસની નજરમાં આવી ગઇ હતી.
૨૫ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ સોનાવણે ચાંદવડ શહેરનાં કાંદાના વેપારીઓ સાથેની મિટીંગ બાદ રાયગઢ જિલ્લા મુખ્યાલયથી પરત આવી રહ્યાં હતા ત્યારે તેમણે પાનેવાડીનાં સાગર ઢાબા નજીક કેરોસીનનો માલ ઊતરી રહ્યો હોવાનું જોયું હતું. આથી સોનાવણેએ આ શખસોને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ ભાગી ગયા હતા.
ત્યારબાદ તેમણે પૂરવઠો પૂરો પાડનારા અધિકારીને ફોન કરીને કબજે કરાયેલા જથ્થાની કામગીરી પૂરી કરવા ઘટનાસ્થળે બોલાવ્યો હતો.
જોકે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા પોપટ શિંદે, તેનો પુત્ર કુણાલ શિંદે, પોપટનો સાળો સીતારામ ભાલેરાવ તથા રાજુ શિરસાદ નામના શખસો અહીં આવી પહોંચ્યા હતા ત્યારબાદ તેમણે સોનાવણે પર કેરોસીનનું કેન ઠાલવીને આગ ચાંપી દીધી હોવાનો તેમની પર આરોપ છે.
સોનાવણેએ અચાનક ઊઘાડા પાડેલા આ બનાવને પગલે ઓઇલની ગેરકાયદે ભેળસેળ કરનારાઓના મુખ્ય સૂત્રધાર તરીકે મદન સિંહનું નામ બહાર આવ્યું હતું. આ હત્યાકેસની એફઆઇઆરમાં પણ સોનાપણેનાં હત્યારાઓએ સિંહના ઇશારે આ કૃત્ય આરર્યું હોવાનું નોંધાયું હતું. સિંહની મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (મકોકા) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેનો જામીન પર છુટકારો થયો હતો.
બુધવારે પનવેલનાં તહસીલદાર પવન ચાંડકે માહિતીને આધારે રસાયણી પોલીસ સાથે મળીને તુરાડે ગામમાં દરોડો પાડીને ૬૦ લાખ રૃપિયાની કિંમતનો ફર્નેસ ઓઇલનો જથ્થો જબજે કર્યો હતો. ઉપરાંત બે ટેન્કરનાં ડ્રાઇવરોની પણ ધરપકડ કરી હતી.
રસાયણી પોલીસ સ્ટેશનનાં સિનિયર પી.આઇ. વી.એસ. જાધવે કહ્યું હતું કે પૂછપરછમાં ડ્રાઇવરોએ તે મદન સિંહ માટે કામ કરતા હોવાનું જણાવ્યું હતું. આ દરોડા દરમિયાન પેટ્રોલ અને ડિઝલનો જથ્થો પણ કબજે કરાયો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved