Last Update : 05-August-2012, Sunday

 

ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

બનાવને પગલે આવતીકાલે 'ભિવંડી બંધ'નું વેપારીઓનું એલાન

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.૪
ભિવંડીમાં ગઇકાલે રાત્રે ગુજરાતી એડવોકેટ અને ગૌરક્ષક ૪૮ વર્ષીય મનોજ રતિલાલ રાયચા પર એક અજાણ્યા શખસે ગોળીબાર કરીને હત્યાનો પ્રયાસ કરતા સનસનાટી ફેલાઇ ગઇ છે. રાયચાને હાથમાં ગોળી વાગતા તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
બીજી તરફ ભિવંડી ક્રાઇમ બ્રાંચે આ કેસમાં ઘાટકોપર બ્લાસ્ટ કેસનાં આરોપી સાકીબ નાચનની ધરપકડ કરી હતી. આ બનાવનાં વિરોધમાં ધર્મરક્ષા મંચે સોમવારે ભિવંડી બંધનું એલાન આપ્યું છે. બીજીતરફ થાણેના પોલીસ કમિશનર કે.પી. રઘુવંશી તથા થાણે પોલીસનાં સિનીયર અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
વિશ્વ હિન્દુ પરિષદનાં કોંકણ વિભાગનાં ગૌરક્ષા પ્રમુખ મનોજ રાયચા ગઇકાલે રાત્રે પોણાદસ વાગ્યે તેમના ઘરે જઇ રહ્યા હતા ત્યારે ધાણગે આખી સ્થિતિ ડૉ. ઊષા પીંગળે હોસ્પિટલ નજીક તેમની પર કોઇ શખસે ગોળીબાર કરતા તે જખમી થયાં હતા, એમ પોલીસે કહ્યું હતું. રાયચાએ તેમની ફરિયાદમાં ઘાટકોપર બ્લાસ્ટ કેસના આરોપી સાકીબ નાયરનું નામ આપ્યું હતું.
નિઝામપુરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. બાદમાં આ કેસની તપાસ ભીવંડી ક્રાઇમ બ્રાંચ યુનિટ-૨ને સોંપવામાં આવી હતી. યુનિટ-૨ના સિનીયર પી.આઇ. વાડકરના જણાવ્યા મુજબ સાકીબ નાચનની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તેને ૧૦ ઓગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી આપી છે.
મનોજ રાયચાએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે હું મારા ભીવંડીનાં બ્રાહ્મણ આઇ સ્થિત ઘરે જઇ રહ્યો હતો. તે સમયે મારી સાથે કારમાં બોડીગાર્ડ તરીકે એક પોલીસ કોન્સ્ટેબલ પણ હતો. અચાનક એક શખસે મારી તરફ ગોળીબાર કરતા કારની જમણી બાજુની બારીનાં કાચ તોડી એક ગોળી મારા જમણા હાથમાં ઘૂસી ગઇ હતી. ત્યારબાદ તેણે બીજી ગોળી ફાયર કરતા તે કારના સામેના કાચ પર વાગી હતી. જોકે બાદમાં પોલીસ કોન્સ્ટેબલ સાવધ થઇ જતા આ શખસ ત્યાંથી ભાગી ગયો હતો.
વધુમાં તેમણે કહ્યું હતું કે ૬ જુલાઇ ૨૦૧૧ના રોજ ભીવંડી કોર્ટ પરિસરમાં મને સાકીબ નાચને મારી નાંખવાની ધમકી આપી હતી. આથી મેં આ અંગે થાણેનાં કમિશનર ને લેખિતમાં ફરિયાદ કરી હતી. ઉપરાંત મને પોલીસ રક્ષણ પુરૃ પાડવામાં આવ્યું હતું.
આ બનાવને પગલે હાલારી પાવરલૂમ એશોશિએશનનાં અધ્યક્ષ રતીલાલ સુમારીયાની અધ્યક્ષતા હેઠળ વેપારીઓની મિટીંગ મળી હતી. જેમાં વેપારીઓએ પવિત્ર રમઝાન અને શ્રાવણ મહિનામાં જ બનેલી આ ઘટનાને વખોડી કાઢી હતી, એમ ભીવંડી પાવરલૂમ એશોશિએશનનાં પ્રમુખ શરદરામ સેજપાલે જણાવ્યું હતું.
આ કેસની વધુ તપાસ ભીવંડી ક્રાઇમ બ્રાંચ યુનિટ-૨ના અધિકારીઓ ચલાવી રહ્યા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved