Last Update : 05-August-2012, Sunday

 

લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ

કો.ઓપરેટિવ બેન્ક તરફથી નોટિસ મળ્યા પછી આર્થિક ગુના શાખા અને હાઈ કોર્ટનો સંપર્ક કરાયો

મુંબઈ, તા.૪
લોન લીધી ન હોવા છતાં તેમને તે પાછી ભરવા માટે જણાવાયું છે એમ કહીને ઘાટકોપરના છ રહેવાસીઓએ મુંબઈની હાઈકોર્ટનો સંપર્ક સાધ્યો છે. ઘાટકોપરમાં આવેલાં ચિરાગ નગરના ૪૦૦ જેટલાં રહેવાસીઓને લોન ભરપાઈ કરવા માટેની નોટિસ મુંબઈ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લિમિટેડ તરફથી મોકલવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. આ લોનની રકમ રૃ.૧૫,૦૦૦થી માંડીને રૃ.પાંચ લાખ સુધીની છે. પણ આમાંથી કોઈએ જ લોન લીધી હોવાનું તેમને યાદ નથી.
આ અરજદારો વતી કેસ લડનારા વકીલ પ્રકાશ વાઘે જણાવ્યું હતું કે, 'આ કો.ઓપરેટીવ બેન્ક દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે કે તેમનાં આ અસીલોએ સ્થાનિક ક્રેડીટ સોસાયટી દ્વારા બેન્કમાંથી લોન લીધી છે અને આ નોટિસમાં તેમનાં ગેરન્ટરના નામ પણ જણાવવામાં આવ્યાં છે. પણ જેમને ડિફોલ્ટર ગણાવાયા છે એ લોકોમાંથી કોઈ તેમનાં ગેરન્ટરને પણ ઓળખતા નથી.
શુક્રવારે થયેલી સુનાવણીમાં, વકીલ વાઘે એવો આક્ષેપ કર્યો હતો કે, 'ક્રેડીટ સોસાયટીઓ અને બેન્કના ડિરેકટરોમાંના એક ડિરેકટર શિવાજી નલાવડે આ વિસ્તારમાં રહેનારાં સ્થાનિકોના નામે બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને લોનનું મોટું કૌભાંડ ચલાવી રહ્યા છે. અરજદારોએ એવો આક્ષેપ પણ કર્યો છે કે કેટલીક વગદાર વ્યક્તિઓ આમાં સંડોવાયેલી હોવાથી પોલીસ કોઈ પગલાં ભરતી નથી.' વકીલે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, 'રિકવરી માટેના પત્ર જેમને મોકલવામાં આવ્યા છે તેમાંનો એક વ્યક્તિ તો વરસો પહેલાં મૃત્યુ પામ્યો છે.'
વાઘે હાઈકોર્ટમાં એમ પણ જણાવ્યું હતું કે, 'અરજદારોએ નોટિસ મળ્યાં પછી તરત જ આર્થિક ગુના શાખા (ઈકોનોમિક ઓફેન્સ વિંગ)નો પણ સંપર્ક સાધ્યો હતો, પણ હજી સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. આ અરજીની સુનાવણી પછી ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર અને પી.ડી. કોડેની ખંડપીઠે વધારાના સરકારી વકીલને આ કેસની વધુ વિગતો મેળવીને અદાલતને તેની જાણ કરવાનું જણાવ્યું હતું.
૩૦ જેટલી ક્રેડીટ સોસાયટીએ કમિશનર ઓફ પોલીસ, રાજ્યના ગૃહપ્રધાન અને સહકાર ખાતાના પ્રધાનને નવેમ્બર ૨૦૧૧માં લખેલા પત્ર પણ આ અરજી સાથે જોડવામાં આવ્યા છે. તેમાં એવો આક્ષેપ કરાયો છે કે શિવાજી નલાવડેએ બેન્કમાંથી તેમને લોન લેવા માટે લલચાવતાં એમ કહ્યું હતું કે તમે અમારી બેન્કમાંથી લોન એ શરતે લઈ શકો છો કે તમારે એ ભરપાઈ કરવાની નહીં રહે.
આ પત્રમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે નલાવડે અને બેન્કના બીજાં ડિરેકટરો આ લોનની રકમ રાજ્ય વિધાનસભા, સાકર સહકારી કારખાના, રાજ્ય સહકારી સંગઠન, મુંબઈ કોઓપરેટીવ બોર્ડ અને મુંબઈ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કોઓપરેટીવ બેન્ક જેવી વિવિધ ચૂંટણીઓમાં વાપરે છે.
આઠમી ઓગસ્ટે હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થવાની શક્યતા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved