Last Update : 05-August-2012, Sunday

 
પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

પુત્રી પ્રત્યે પ્રેમ કરતા પોતાની આબરૃ વધારે વ્હાલી લાગતી હતી

લંડન, તા.૪
ઈંગ્લેન્ડની એક અદાલતે પોતાની પુત્રીની હત્યા કરવા બદલ એક પાકિસ્તાની દંપતીને જનમટીપની સજા ફરમાવી હતી. ૧૭ વર્ષીય શફીલિયા ૨૦૦૩માં વોશિંગ્ટન, ચેશાયર ખાતેના પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી અને છ મહિના પછી તેની લાશ કેન્ટ નદીમાંથી મળી આવી હતી.
શફીલિયાના માબાપ ૫૨ વર્ષીય ઈફતેખાર અને ૪૯ વર્ષીય ફરજાના અહેમદે આ હત્યા કર્યાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ અદાલતને એ બંને દોષિત જણાયા હતા. ઈફતેખાર અને ફરજાનાએ શફીલિયાના લગ્ન તેનાથી દસ વર્ષ મોટી પાકિસ્તાનની એક વ્યક્તિ સાથે કરાવવાનું નક્કી કર્યું હતું પરંતુ શફીલિયા એ માટે રાજી નહોતી. ન્યાયમૂર્તિ રોડરિક ઈવાન્સે હુકમ કર્યો હતો કે બંનેને ઓછામાં ઓછા ૨૫ વર્ષની જેલની સજા થશે તેમણે ટકોર કરી હતી કે ''તમારી પુત્રી માટેના પ્રેમ કરતા તેમને સમાજમાં બે આબરૃ થવાની ચિંતા વધારે હતી.''
બ્રેડફોર્ડમાં જન્મનારી શફીલિયા વકીલ બનવા ઈચ્છતી હતી. ૨૦૦૩માં તેના માબાપે તેને બળજબરીપૂર્વક પાકિસ્તાન મોકલી દીધી હતી. પરંતુ ત્યાં તેણે ઝેરી દવા પી લેતા તેના ગળાને નુકસાન થયું હતું અને તે ઈંગ્લેન્ડ પાછી ફરી હતી. ઘરે પાછી ફર્યા બાદ શફીલિયાને કાયમ રૃમમાં ભૂખી તરસી પૂરી રાખવામાં આવતી અને માર મારવામાં આવતો આટલું ઓછું હોય તેમ એક દિવસ તેના માબાપે ભેગા મળીને તેના મોઢામાં પ્લાસ્ટિક બેગ ખોસી દઈને તેના શ્વાસ રુંધી નાખ્યો હતો પોલીસ અધિકારીએ આને 'ઓનર કિલિંગ' નહીં પરંતુ હત્યાનો આરોપ દર્શાવ્યો હતો.
શફીલિયાનો મૃતદેહ ફેબુ્રઆરી ૨૦૦૪માં વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. તેની ઓળખાણ પણ તેના દાંતોના રેકોર્ડ અને ઘેરણાંઓના આધારે થઈ શકી હતી. બે વખત પોસ્ટમોર્ટમ કર્યા પછી પણ તેના મૃત્યુનું કારણ સ્પષ્ટ થઈ શક્યું ન હતું. પરંતુ હત્યાની તપાસ કરી રહેલ પોલીસને આ હત્યામાં તેના માબાપનો હાથ હોવાનો વિશ્વાસ હતો.
આ બાબતે પોલીસને મહત્વપૂર્ણ કડી ત્યારે મળી જ્યારે શફીલિયાની નાની બહેન અલીશા અહેમદ એક સશસ્ત્ર લૂંટના મામલામાં ઓગષ્ટ ૨૦૧૦માં ઝડપાઈ. પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર કર્યો કે સાત વર્ષ પહેલા તેણે પોતાના માબાપને પોતાની મોટી બહેનની હત્યા કરતા જોયા હતા.
અદાલતમાં તેણે જણાવ્યું હતું કે તેના માબાપે શફીલિયાને ધક્કો મારીને સોફા પર ગબડાવી દીધી હતી. ત્યારબાદ તેની માએ કહ્યું હતું, ''આને ખત્મ કરી દો.'' એ પછી તેના માબાપે બાકીના ચાર સંતાનોની નજર સામે જ તેને પ્લાસ્ટીક બેગથી શફીલિયાનું મોઢુ દબાવીને મારી નાખી હતી.
ફરજાના અહેમદે એ વાતને નકારી કાઢી હતી કે તેમણે શફીલિયા પર હુમલો કર્યો હતો પરંતુ ત્રણ મહિના સુધી ચાલેલા ખટલા દરમિયાન તેણે પોતાનું કથન બદલતા જણાવ્યું હતું કે તેના પતિએ શફીલિયા પર હુમલો કર્યો હતો અને પોતે ડરના માર્યા એને સાથ આપ્યો હતો. ચુકાદો અપાતી વખતે ઇફતેખાર અહેમદ ભાવશૂન્ય મુદ્રામાં ઊભો હતો અને ફરજાના આંસુ લૂછી રહી હતી. ચુકાદો આપતી વખતે ન્યાયમૂર્તિના અંતિમ શબ્દો હતા ''તમને બંનેને એક જ સજા ફરમાવી શકાય તેમ છે અને એ છે જનમટીપ.''

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved