Last Update : 05-August-2012, Sunday

 

ઉત્તરાખંડમાં વાદળ ફાટયું પૂરનો પ્રકોપઃ ૨૬નાં મોત

જમીન ધસી પડવા સહિતની ઘટનાઓથી મોટા પાયે નુકશાન ઃ સમગ્ર ઉત્તર ભારતમાં ભારે વરસાદ

(પીટીઆઇ) દેહરાદુન, તા. ૪
ઉત્તરાખંડનાં ઉત્તરકાશી જિલ્લામાં ભારે વરસાદનાં પગલે ભાગીરથી નદીમાં અચાનક આવેલા પૂર તથા જમીન ધસી પડવા અને વાદળ ફાટવાથી ૨૬ લોકોનાં મોત થયા હતા અને જાન-માલનું ભારે નુકશાન થયું હતું. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવ્યા પછી રાજ્ય સરકારે હાઇ એલર્ટની જાહેરાત કરી દીધી છે. જમ્મુ કાશ્મીરનાં કાથુઆ અને જમ્મુ જિલ્લાઓમાં આવેલા પૂરમાં ફસાઇ ગયેલા ૨૨ લોકોને પોલીસ અને સ્થાનિક લોકોએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતાં. રામબાણ જિલ્લામાં ભારે વરસાદને પગલે જમીન ધસી પડતા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે આજે બંધ કરી દેવામાં આવ્યો હતો.
જેનાં પગલે ૨૦૦ વાહનો અટવાઇ ગયા હતાં. હિમાચલ પ્રદેશનાં કુલ્લુ જિલ્લાનાં મનિલામાં ભારે વરસાદને પગલે આવેલા પૂરમાં ૧ વ્યકિતનું મોત થયુ હતુ અને મહત્વપૂર્ણ પુલો અને ઇમારતોને નુકશાન થયુ હતું. ઉત્તર પ્રદેશમાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોનાં મોત થયા હતાં.
ઉત્તરકાશીમાં આ અગાઉ ૧૯૭૮માં આવુ જ પૂર આવ્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં લોકો બેઘર થઇ ગયા હતાં. ઉત્તરાખંડમાં આજે આવેલા પૂરમાં અત્યાર સુધી ૨૬ લોકોનાં મોતને સમર્થન આપવામાં આવ્યુ છે અને હજુ પણ ઘણા લોકો લાપતા છે. ઉત્તરાખંડનાં મુખ્યપ્રધાન વિજય બહુગુણાએ પૂર અંગે ચિંતા વ્યક્તા કરતાં જણાવ્યું હતું કે જે વિકરાળ સ્વરૃપે પ્રકૃતિનો પ્રકોપ આવ્યો છે તેમાંથી બહાર આવવામાં સમય લાગશે. ઘણા મોટા પ્રમાણમાં નુકશાન થયુ છે. ખેતી અને પશુઓને ભારે નુકશાન થયુ છે. ઘણા મકાનો તૂટી ગયા છે.
તેમણે જણાવ્યું હતું કે મનેરી ભાલી પરિયોજનાનાં બીજા અને ત્રીજા ફેઝને નુકશાન થયુ છે. ગંગોત્રીનાં પુલને ભારે નુકશાન થયુ છે. ફાયર બ્રિગેડની ગાડીઓ પણ વહી ગઇ છે. છેલ્લા કેટલાક દિવસથી ઉત્તરકાશીમાં સમયાંતરે વરસાદ થઇ રહ્યો હતો પરંતુ શુક્રવાર અડધી રાતે વરસાદે વિકરાળ સ્વરૃપ ધારણ કરી લેતા ભાગીરથી અને અસિગંગા નદીઓનું જળ સ્તર ખુબ જ વધી ગયુ હતું. જેના કારણે લોકોનાં ઘરોમાં પાણી પ્રવેશી ગયુ હતું.
અધિકારીઓનાં જણાવ્યા અનુસાર લગભગ ૨૦૦૦ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ૨૦૦ પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પીએસી અને આઇટીબીપીની ટીમનાં સભ્યો રાહત અને બચાવ કાર્ય કરી રહ્યા છે. ગંગોત્રી નેશનલ હાઇવેમાં પણ અવરોધ ઉભો થતાં ચાર ધામ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડનાં મુખ્ય પ્રધાન બહુગુણાએ જણાવ્યું હતું કે રસ્તાઓ ખુલી જશે ત્યારબાદ પ્રધાનો ત્યાંની મુલાકાત લેશે. નુકશાનની વિગતો લઇને રાજ્ય સરકાર કેન્દ્ર પાસે જશે અને મદદની માંગ કરશે. ઉત્તરકાશી ઉપરાંત ચમોલી, ટિહરી અને પિથોરાગઢ જેવા વિસ્તારોમાં પણ જમીન ધસી પડવાની જોવા મળી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved