Last Update : 05-August-2012, Sunday

 

વલસાડમાં કોંગ્રેસના ચૂંટણી નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા
વલસાડ-કપરાડા-પારડી બેઠક માટે માત્ર એક-એક નામ સુચવાયા

ઉમરગામ બેઠક માટે ૭ અને ધરમપુર-વાંસદા બેઠક માટે ૧૫ આગેવાનોએ દાવેદારી નોંધાવી

વલસાડ, શનિવાર
આગામી વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા કોંગ્રેસે હાથ ધરતા આજે પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકોએ વલસાડ જિલ્લાની પાંચ બેઠકો માટે ઇચ્છુક ઉમેદવારોના નામોની નોંધણી પૂર્ણ કરી હતી. જેમાં વલસાડ, કપરાડા અને પારડી બેઠક માટે એકમા૬ નામ નિરીક્ષકોને આપવામાં આવ્યું હતું. જયારે ઉમરગામ બેઠક માટે ૭ અને ધરમપુર-વાંસદાની બેઠક માટે ૧૫ જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આગામી વિધાનસભાની તૈયારી સાથે ઉમેદવારોની પણ પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. આજે પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો હસમુખભાઇ પટેલ અને આણંદ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ નટવરસિંહ મહીડાએ સવારે ૧૦ કલાકે વલસાડ ખાતે મધુસ્મૃતિ હોલ ખાતે વલસાડ વિધાનસભા મતવિસ્તારના ઇચ્છુક ઉમેદવારોને સાંભળવાની અને નામો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી. વલસાડ તાલુકા-શહેર કોંગ્રેસે સંયુકત ઠરાવ કરી એકમાત્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ગૌરવ પંડયાનું નામ આપ્યું હતું અને જો તેઓ ચૂંટણી લડવાની ના પાડે તો તેઓ જે ઉમેદવાર નક્કી કરે તે માન્ય હોવાનું નક્કી કરી આ ઠરાવની નકલ નિરીક્ષકોને આપી હતી. તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ (ભોલા) પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્કેશ દેસાઇ, માજી નગરપતિ કિર્તીભાઇ દેસાઇ, વલસાડ નગરપાલિકા પ્રમુખ રાજુ પટેલ (મરચાં) વિગેરે અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
જયારે આવનારી ચૂંટણીમાં ધરમપુર-વાંસદાને અલગ કરી નવુ સીમાંકન કરવામાં આવતા ધરમપુર બેઠક માટે ૧૫ જેટલા દાવેદારોએ પોતાની રજૂઆતો તેમજ બાયોડેટા આપ્યા હતા. ધરમપુર બેઠકમાં વલસાડ તાલુકાના ધરમપુર રોડના મોટાભાગના ગામોને નવા સીમાંકન પ્રમાણે સમાવેશ થતાં દાવેદારો વધી ગયા છે અને હાલના ધરમપુરના ધારાસભ્ય છનાભાઇ ચૌધરીનો મતવિસ્તાર વાંસદા બેઠક હોય ધરમપુર બેઠક માટે નવા ઉમેદવારની પસંદગી થશે. જેને પગલે ધરમપુરના કાર્યકરોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. બન્ને નિરીક્ષકો સાથે સાંસદ કિશનભાઇ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધીરૃભાઇ મહેતા, ધારાસભ્ય છનાભાઇ ચૌધરી વિગેરે હાજર રહ્યાં હાતં.
કપરાડા ખાતે હાલના ધારાસભ્ય જીતુભઆઇ ચૌધરીનું એકમાત્ર નામ નિરીક્ષકોને આપવામાં આવ્યું હતું. તે જ રીતે પારડી બેઠક માટે એડવોકેટ ભરતભાઇ પટેલના પણ એકમાત્ર નામની દાવેદારી નોંધાઇ છે. ભરતભાઇ પટેલ હાલ પારડી તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે. જયારે ઉમરગામ બેઠકમાં સાત જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved