Last Update : 05-August-2012, Sunday

 

૧૯ દિવસ બાદ પણ સ્થિતિ યથાવત
વાપીમાં સ્લજનો જથ્થો હજી પણ બીલખાડીમાં જ ઠલવાય રહ્યો છે

૭ એકર વિસ્તારમાં ફેલાયેલો સ્લજના જથ્થાના કારણે કરવડ અને ડુંગરી ફળિયાના રહીશોની હાલત કફોડી

વાપી,શનિવાર
વાપીના વેસ્ટ ડમ્પીંગ સાઈટ ઉપર બનેલી ગંભીર દુર્ઘટનાને ૧૯ દિવસ વિતવા છતાં હજુ સુધી ૭ એકર વિસ્તારમાં ફેલાયેલો સ્લજનો જથ્થો દુર નહીં થતાં પરિસ્થિતિ યથાવત રહી છે. જો કે કંપની દ્વારા સ્લજનો જથ્થો દુર કરવા તેજ ગતિએ કામગીરી હાથ ધરાઈ છે. પરંતુ ખેતીલાયક જમીનમાં પથરાયેલા લીકવીડ સ્લજને સોલિડ વેસ્ટમાં રૃપાંતરિત કર્યા વિના જેસીબીથી દુર કરવાની કામગીરી વેળા આ લીકવીડ સ્લજ નજીકના નાળા મારફતે બિલખાડીમાં જઈ રહ્યો છે. જેને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
વાપી વેસ્ટ એન્ડ એફલુઅન્ટ મેનેજમેન્ટની સિકયોર્ડ લેન્ડફિલ સાઈટના સ્ટોરેજ સેલ નંબર ૪મા સર્જાયેલા ભંગાણ બાદ ૭ એકર જેટલા વિસ્તારમાં પ્રસરેલો હેજાર્ડસ અને ટોક્ષીક કમ્પોનન્ટ ધરાવતો સ્લજનો જથ્થો પથરાઈ ગયાની ઘટનાને આજે ૧૯ દિવસ વિત્યા બાદ પણ પરિસ્થિતિમાં અપેક્ષા મુજબ કોઈ સુધારો જોવા મળ્યો નથી. વેસ્ટ કંપનીની અક્ષમ્ય બેદરકારીને કારણે સર્જાયેલી આ દુર્ઘટના બાદ મોટા ઉપાડે સ્લજના જથ્થાને દુર કરવા કવાયત હાથ ધરી છે. જો કે જીપીસીબીના ચેરમેન અને મેમ્બર સેક્રેટરીએ આ મામલે કંપનીને આપેલી ચીમકી બાદ કામગીરી તેજ ગતિએ આગળ વધી હતી. કરવડના આદર્શ નગર વિસ્તારમાંથી સ્લજના જથ્થાને દુર કરવામાં સફળતા મળી છે.
પરંતુ નજીકમાં આવેલી ખેતીલાયક જમીનમાં ફેલાયેલા લીકવીડ સ્લજના જથ્થાને દૂર કરવા મથામણ યથાવત રહી છે. જેસીબી મશીનથી લીકવીડ સ્લજને જમીનમાંથી દૂર કરવાની કામગીરીમાં લીકવીડ જથ્થાને સોલિડ વેસ્ટ નહીં બનાવાતા આ જથ્થો નજીકમાં આવેલા ગરનાળા મારફતે બિલખાડીમાં જઈ રહ્યો છે. જેને કારણે આવનારાદિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાના એંધાણો પણ વર્તાઈ રહ્યા છે.
બીજી તરફ બનેલી ગંભીર દુર્ઘટનાને પગલે જિલ્લા કલેકટરે જમીનના નુકશાન, લોકોના આરોગ્ય અને પર્યાવરણને થયેલા નુકશાનના અંદાજ અંગે ૧૩ સભ્યોની એક સમિતી બનાવ્યા બાદ સમિતી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે જીપીસીબીએ સ્લજના સેમ્પલો અને આરોગ્ય વિભાગે કરવડ વિસ્તારના બોરિંગ અને નળોમાંથી લીધેલા પાણીના સેેમ્પલોનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. હાલમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિને કારણે કરવડ અને ડુંગરી ફળિયાના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved