Last Update : 05-August-2012, Sunday

 

પોલીસ અને પ્રેસને બાતમી આપતો હોવાનો વહેમ રાખી
બુટલેગરોના સાગરીતોએ યુવાનને મારમારી પ્લેટફોર્મ પર ફેંકી દીધો

ભિલાડમાં કનું, સંજય બિહારી અને સુનિલના સાગરીતો યુવાન પર તુટી પડયા ઃ યુવાનને અર્ધબેભાન કરી ટ્રેનમાં બેસાડી વલસાડ લઇ ગયા

વલસાડ, શનિવાર
ટ્રેનોમાં દારૃની મોટાપાયે હેરાફેરી કરતા નામચીન બુટલેગરોના ૨૦ જેટલા સાગરિતોએ ભીલાડ રેલ્વે સ્ટેશન પર પોલીસ અને પ્રેસના બાતમીદાર હોવાનો શક રાખી ભીલાડના યુવાનને બેરહેમીપૂર્વક માર મારતા ચકચાર મચી છે. યુવાનને ઢોર માર મારી અર્ધબેભાન કર્યા બાદ વિરમગામ પેસેન્જર ટ્રેનમાં બેસાડી ચાલુ ટ્રેને પણ વલસાડ સુધી લાકડા-લોખંડની એંગલના ફટકા અને ઢીકમુક્કીનો માર મારી વલસાડ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ પર ફેંકી દીધો હતો. વલસાડ આરપીએફે યુવાનને બેભાન હાલતમાં સિવિલમાં ખસેડયો હતો. બનાવ અંગે રેલ્વે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
રેન્જ આઇજી હસમુખભઆઇ પટેલ તથા વલસાડ ડીએસપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ને.હા.નં. ૮ ઉપર કડક બંદોબસ્ત ગોઠવી દમણથી દારૃ હેરાફેરી પર ભારે અંકુશ લાવતા બુટલેગરોએ ટ્રેન માર્ગે મોટાપાયે દારૃ સપ્લાય કરવા માંડયા છે. વળી રેલ્વે પોલીસના કહેવાતા પુરા સહયોગથી દારૃની હેરાફેરી સરળ બન્યા બાદ બાતમીદારો, મુસાફરોએ વલસાડ પોલીસ તથા મીડીયાને બાતમી આપતા અનેક વખત ટ્રેનોમાંથી દારૃ ઝડપાયો હતો. પરમ દિવસે જ કરમબેલી રેલ્વે સ્ટેશન પરથી વલસાડની કયુઆરટી પોલીસે અને વલસાડ રેલ્વે સ્ટેશન પર મીડીયાએ ટ્રેનોમાં દારૃની હેરાફેરીનો પર્દાફાશ કરી શુટીંગ કરી ફોટાઓ પાડતા બુટલેગરો રઘવાયા બન્યા છે. નામચીન બુટલેગરો કનુ, સંજય બિહારી અને સુનીલના ૧૫થી ૨૦ જેટલા માણસોએ ગઇકાલે રા૬ે ઘોલવડથી વિરમગામ પેસેન્જરમાં દારૃ ચઢાવ્યા બાદ ટ્રેન ભીલાડ રેલ્વે સ્ટેશન પર રાત્રે ૩ વાગ્યે આવી હતી. ભીલાડ રેલ્વે સ્ટેશન પર આજે શનિવાર હોવાથી કલગામ હનુમાનજીના દર્શને જવા ભીલાડ રેલ્વે ફાટક પાસેના એમ.જી. કોલોનીમાં રહેતા અને ગીફટ આર્ટીકલ બનાવતા રાજેશ ઓમપ્રકાશ વૈશ્નવને ત્યાં નોકરી કરતો નેવીલ જોસેફ મેસી (ઉ.વ. ૨૧) અને તેના મિત્રો ચિરાગ, હાર્દિક, કનૈયા સાથે બેઠો હતો. તે સમયે નામચીન બુટલેગરોના માણસોને એક શખ્સે નેવીલ તરફ ંગળી બતાવતા તમામ નેવીલ પાસે આવ્યા હતા અને એક શખ્સે તેની પાસેની લોખંડની એન્ગલ તેના માથામાં મારતા તે અર્ધબેભાન થઇ ગયો હતો. ત્યારબાદ ટ્રેન ચાલુ થતાં તેઓએ નેવીલને ટ્રેનમાં ઉંચકી જઇ ''કેમ તું ખબર આપે છે'' તેમ કહી વલસાડ રેલ્વે સ્ટેશન સુધી લાકડાના ફટકા તથા ઢીક્કામુક્કીનો માર માર્યો હતો. માથા-હાથ-પગમાં ગંભીર ઇજા થતાં બેભાન બનેલા નેવીલને બુટલેગરો વલસાડ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ ઉપર ફેંકી ગયા હતા. ત્યારબાદ ફરજ પરના આરપીએફ જવાને તેને લોહીલુહાણ હાલતમાં જોતાં ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. સવારે ૭ વાગ્યે હોસ્પિટલમાં દાખલ થયા બાદ થોડો ભાનમાં આવતા તેણે તેના શેઠનું નામ તથા મોબાઇલ નંબર આપતા તેના શેઠ રાજેશભાઇને જાણ કરતા તેઓ તથા નેવીલના મિત્રો સીવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. હોસ્પિટલ સ્ટાફે રેલ્વે પોલીસને જાણ કરતા પોલીસે નેવીલનું નિવેદન લઇ અજાણ્યા ૧૫થી ૨૦ ઇસમો સામે ફરિયાદ દાખલ કરી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved