Last Update : 05-August-2012, Sunday

 

દૂષ્કાળનાં માહોલમાં પણ થતાં સરકારી તાયફાઓ સામે વિરોધ
પોરબંદરમાં વન મહોત્સવ સમયે પ્રભારી સચિવને ઘેરાવ કરીને ધરણા

વન મહોત્સવનાં સ્થળે અને કલેકટર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ રોષભેર ધમાલ મચાવતા ૨૦ની અટકાયત

પોરબંદર, તા.૪
પોરબંદર જિલ્લામાં બે ઈંચથી વધુ વરસાદ પડયો નથી, પશુઓ આજે ઘાસચારા માટે ભાંભરડા પાડે છે અને પીવાનું પાણી પણ ડુકી જતાં માલધારીઓ તથા ખેડુતોની હાલત બદતર બની છે. આમ છતાં વન મહોત્સવના નામે સરકારી અધિકારીઓ ભોજન સમારંભ સહીતનાં તાયફા કરી રહ્યાં છે તે સામે વિરોધ દર્સાવવા પોરબંદર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ગાંધીનગરથી આવેલા પ્રભારી સચિવને ઘેરાવ કરીને તથા જિલ્લા કલેકટર કચેરીમાં ધરણા ઉપર બેસી જઈને પોતાનો રોષ વ્યકત કરતા પોલીસે અટકાયત કરી હતી.
પોરબંદરનાં જવાહર નવોદય વિદ્યાલયમાં આજે પોરબંદર જિલ્લા વનખાતા દ્વારા મહોત્સવ તથા વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમનું સવારે ૧૧ વાગ્યે આયોજન થયું હતું, ત્યારે જ માલ ધારી આગેવાનો અને ખેડુતોને લઈને સમારંભના સ્થળ ઉપર ધસી ગયેલા કોંગ્રેસના મંત્રી, છાંયા શહેર કોંગી પ્રમુખ તથા એન.એસય.આઈ.નાં પ્રમુખ માલધારી સમાજના આગેવાનો સહીતનાં કાર્યકરોએ વન મહોત્સવ એક પ્રકારે નાટક છે તેવા સુત્રોચ્ચારો કરીને એમ જણાવ્યું કે, આ સ્કુલમાં પીવાના પાણીની અછત છે, જે પાણી છે તે પણ થોડું ખારાશવાળુ ભાંભરૃ છે અને વૃક્ષો પણ અહીં ઉગે તેવી શકયતાઓ ઓછી છે. આમ છતાં સરકારી બાબુઓ તથા સ્થાનિક ભાજપના આગેવાનોએ દુષ્કાળના વખતમાં જ મીષ્ટાનભર્યાં ભોજનો કરવા તથા સરકારની પ્રકૃતિ પ્રત્યેની કામગીરીની વાહ વાહ કરવા માટે આજે વન મહોત્સવનું આયોજન કર્યું છે. તેની સામે અમારો સ્પષ્ટ વિરોધ છે.
પોરબંદર જિલ્લામાં પશુઓને માત્ર દરરોજ ૪ કીલો ઘાસચારો આપીને તેને ભુખ્યા રાખવામાં આવે છે. સાથોસાથ ખેડુતોને પાક વીમો મળે તેવા સંજોગો પણ ઉભા કરવામાં આવતા નથી. કારણ કે અગાઉથી જે કેટલી જમીનમાં કેવા પ્રકારનો પાકનું વાવેતર કરવામાં આવ્યું છે એ અંગેના પત્રકો મામલતદાર મારફત વાયા જિલ્લા કલેકટરની સુચના મુજબ હજુ સુધી ભરવામાં આવ્યાં નથી. બે ચાર મહિના પછી વીમા અંગેની કાર્યવાહી આગળ વધે ત્યારે વીમા કંપનીના અધિકારીઓ કોઈપણ રીતે પાક વીમો આપી શકે નહીં તેવી સ્થિતી ઉભા થઈ છે. તે અંગે આંદોલન કરવા છતાં ભાજપના કહ્યાગરા ગણાતા સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી હજુ સુધી શરૃ કરવામાં આવી નથી. બીજી બાજુ વન મહોત્સવના નામે સૌકોઈને જલસા કરવા છે અને ભોજન સમારંભમાં મીઠાઈ ખાવી છે. મુખ્ય માંગણી છે કે, તાત્કાલીક પોરબંદર જિલ્લાના જુદા જુદા નજીક નજીકના ગામોમાં ઘાસના ડેપો શરૃ કરો, પશુદીઠ ઓછામાં ઓછુ ૨૦થી ૨૫ કીલો ઘાસ આપવું જોઈએ તથા ખેડુતો માટે પાક વીમો મળે એ પ્રકારે આયોજન થવું જોઈએ. અનેક ગામડાઓમાં પીવાના પાણીની અત્યારથી જ મુશ્કેલીઓ ઉભી થઈ છે અને પુરતા પ્રમાણમાં ટેંકરો દોડાવવા જોઈએ એ અંગે વખતો વખત જાણ કરવા છતાં કોઈ દાદ દેતુ નથી. તેથી વધુ આંદોલનની પણ ચીમકી કોંગીના આગેવાનોએ આપી દીધી હતી.
કોંગ્રેસના આગેવાનોની જવાહર નવોદય વિદ્યાલયમાં અને જિલ્લા કલેકટર કચેરીમાં આ ધાંધલ ધમાલ વખતે પહોંચી ગયેલી પોલીસે કુલ ૨૦થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. અને કમલાબાગ પોલીસ મથકે તમામને લઈ જવામાં આવ્યાં હતાં.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved