Last Update : 05-August-2012, Sunday

 

ડીસામાંથી ૧૦૦ ડબા નકલી ઘી પકડાયું

જાણીતી કંપનીના શુધ્ધ ઘીના નામે બનાવટી ઘી બનાવવાના નેટવર્કનો પર્દાફાશ

ડીસા, તા. ૪
વહેપારી મથક ડીસામાં છેલ્લા ઘણા સમયથી અખાદ્ય પદાર્થોની મીલાવટથી બનાવાયેલ અશુધ્ઘ ઘી અને ડીસ્કો તેલ બ્રાન્ડેડ કંપનીઓના માર્કા લગાવી મુક્ત બજારમાં શુધ્ધતાના લેબલ તળે વેચવામાં આવે છે. અખાદ્ય ઘી, તેલ, મરચું અને હળદરમાં મોટા પ્રમાણમાં મીલાવટ કરી ડીસા સહિત આંતરરાજ્ય રાજસ્થાનમાં વેચાણ કરાઈ રહેલ છે. ડીસામાં શુધ્ધ ઘી અને ડીસ્કો તેલ બનાવતી અનેક નાની મોટી ફેક્ટરીઓ ફુડ અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓની મીલીભગતથી ધમધમી રહી છે.
આ પ્રકારના અખાદ્ય ચીજવસ્તુઓ આરોગવાથી માનવજીવન સાથે ગંભીર પ્રકારના ચેડા થાય છે તેમ છતાં તંત્રની મીલી ભગતથી આ કાળો કારોબાર બેરોકટોક શહેરભરમાં ધમધમી રહ્યો છે. થોડા સમય પહેલા ફુડ વિભાગની નિષ્ક્રિયતા સામે જીલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપે ૧૩૮ શકમંદ અશુધ્ધ ઘી ના ડબ્બા ઝડપી પાડયા હતા.
તે બાદ આજરોજ ડીસા શહેર પોલીસે મળેલ બાતમીના આધારે રીસાલા મંદિર પાસે આવેલ એક ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીની વખારમાંથી વિવિધ માર્કાના શંકાસ્પદ ઘી ના ડબ્બાઓ ઝડપી પાડતા ડીસામાં ક્રુડ વિભાગની ભેળસેળીયા વેપારીઓ સાથેની સાંઠગાંઠ ખુલ્લી પડી છે.
જેની વિગતો જોઈએ તો ડીસાના રીસાલા મંદિર પાસે આવેલી એક ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીની વખારમાં અશુધ્ધ ઘી રખાયેલ હોવાની શહેર પી.આઈ. આર.એમ. ભદોરીયાને બાતમી મળી હતી.
આ બાતમી આધારે શહેર પી.આઈ.એ જન આરોગ્ય જોખમ રૃપ અશુધ્ધ ઘી ઝડપી પાડવા બાતમીવાળી ખાનગી ટ્રાન્સપોર્ટની વખાર પર પંચો રૃબરૃ દરોડો પાડયો હતો.
આ દરોડા કાર્યવાહીમાં પોલીસ હાથે શકમંદ એવા ઘી નો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. આ શકમંદ ઘી બ્રાન્ડેડ શુધ્ધ ઘી કંપની ડેરી મીલ્કના નામે તેમજ ગંગોત્રી, આશીર્વાદ, મોહીત્રા, કનૈયા, યશોદા ગગન તેમજ સંજીવનીના નામે વખારમાંથી મળી આવ્યા હતા. શુધ્ધ ઘી ના નામે આ તમામ લેબલો લગાવી મુક્ત બજારમાં વેચાણર્થે આ જથ્થો લાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે.
શહેર પોલીસે હાથે ઝડપાયેલ આ જથ્થામાં પંચ્યાસી કાર્ટુન તેમજ પંદર ડબ્બા સહિત અંદાજી ૧૦૦ ડબ્બા શકમંદ ઘી ઝડપાયું હતું. આ શકમંદ ઘી ડીસામાં શુધ્ધ ઘી ના નામે અનેક વેપારીઓ વર્ષોથી વેચી રહ્યા છે. શહેર પોલીસે આ જથ્થો સંગ્રહીત કરનાર ટ્રાન્સપોર્ટ માલિકની કડકાઈએ જાહેર આરોગ્ય અને જાહેર હિતને નજર સમક્ષ રાખી પુછપરછ હાથ ધરે તો અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવશે તેવું સુત્રોએ જણાવ્યું હતું. આ મામલે પી.આઈ. આર.એમ. ભદોરીયાએ ઘનિષ્ઠ તપાસ હાથ ધરેલ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved