Last Update : 05-August-2012, Sunday

 

તલોદ માર્કેટયાર્ડ પાસે ભરચક વિસ્તારમાં
બાઈકની ડેકીમાંથી ગઠિયો સવા લાખ તફડાવી ગયો

સીમલીયા દૂધ મંડળીના સેક્રેટરીએ આંખના પલકારામાં રોકડ ગુમાવી

તલોદ, તા. ૪
તલોદ માર્કેટયાર્ડ કેમ્પસના ભરચક વિસ્તારમાં ગત રોજ બપોરે સીમલીયા ગામની દૂધ મંડળીના સેક્રેટરીએ રૃા. ૧,૩૦,૦૦૦/-ની રોકડ રકમ ગુમાવતાં તેઓને પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી. સીમલીયા દૂધ મંડળીના સેક્રેટરી તેમના યુવાન દિકરા સાથે તલોદ બજારમાં આવ્યા હતા. જેઓએ બેન્કમાંથી ઉક્ત રકમ ઉપાડી બાઈકની ડેકીમાં મુકી હતી. સેક્રેટરીના પ્રાથમિક બ્યાન મુજબ જે ડેકીમાં રકમ મુકી હતી તે બાઈક એક એગ્રોની દુકાન બહાર મુકી તેઓ તેમના પુત્ર સાથે દુકાનમાં જંતુનાશક દવાની ખરીદી અર્થે ગયા હતા ત્યારે તેઓની આ ગફલતનો પૂરો લાભ કોઈ જાણભેદુ મનાતા કિમિયાગરોએ ઉઠાવ્યો હતો. બાઈકની ડેકીનું ઢાંકણ ખોલી તે તમામ રકમ કોઈક ઉઠાવી જઈને ઘડીના છઠ્ઠા ભાગમાં રફુચક્કર થઈ ગયાનો મૌખિક દાવો ઘટનાનો ભોગ બનનાર સેક્રેટરીએ કર્યો હતો.
રહસ્યમય રીતે બનેલી આ ઘટનાની વિગત કંઈક એવી છે કે, સીમલીયા દૂધ મંડળીના સેક્રેટરી પ્રવિણકુમાર અંબાલાલ પંચાલ તેમના યુવાન દિકરા સાથે બાઈક ઉપર તલોદ બજારમાં આવ્યા હતા. જેઓ સાબરકાંઠા જિલ્લા સહકારી બેન્કમાં ડેરીના પેમેન્ટની રકમ ઉપાડવા ગયા હતા. જ્યાંથી તેઓએ રૃા. ૧,૩૦,૦૦૦/- રોકડ રકમ ઉપાડી હતી. જ્યાંથી નીકળી કેટલીક રકમની છૂટી નોટો પણ બીજી બેન્કમાંથી લીધી હતી. બાદ સેક્રેટરીના દાવા મુજબ તે તમામ રકમ બાઈકની ડેકીમાં મુકી હતી.
બાદ પ્રવિણભાઈ પંચાલ તેમના દિકરા સાથે જ બાઈક લઈ માર્કેટયાર્ડના દરવાજા નં. ૨ના અંદરના ભાગે આવેલ એગ્રોની દુકાનમાં જંતુનાશક દવાની ખરીદી કરવા ગયા હતા. દરમ્યાન તેમના પ્રાથમિક દાવા મુજબ કોઈક જાણભેદુ મનાતો ઈસમ ડેકીનું ઢાંકણ ખોલી પળવારમાં ભાગી છૂટયો હતો.
સંભવ છે કે, સેક્રેટરીની આટલી મોટી રકમ ડેકીમાં મુકીને જવાની રસમનો અભ્યાસ તેમને શિકાર બનાવવા કોઈ ઈસમે કર્યો હશે. જેણે સેક્રેટરીનો પીછો જારી રાખ્યો હશે અને કદાચ આમ બન્યું હશે. જોકે તેઓ પણ પુરી હકિકતથી વાકેફ ન હતા.
તેઓની તલોદ પોલીસે જાણવાજોગ લીધેલ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે કે, બેન્ક વગેરેનું કામ પતાવી સેક્રેટરી પ્રવિણભાઈ પંચાલ સીમલીયા તરફ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં બાઈકની ડેકીનું ઢાંકણ ખખડતાં ખુલ્લું હોવાનું લાગ્યું હતું જેથી થોભાઈને જોતાં ઢાંકણ ખુલ્લું હતું અને તેમાં મુકેલ રૃા. ૧ લાખ ૩૦ હજારની માતબર રકમ ગુમ થઈ ગઈ હતી. જે ક્યાંક પડી ગઈ હોય અથવા કોઈપણ રીતે ગુમ થયેલ જે મળી આવી ન હતી.
આમ ડેરીના રૃા. ૧ લાખ ૩૦ હજાર જેના પણ હાથ લાગ્યા હશે તે ઈસમ પળવારમાં લખપતિ બની જતાં સહજભાવે નવ, દો ગ્યારહ... કરી ફરાર થઈ ગયો હશે! આ દુઃખદ છતાં રહસ્યમય રીતે ગુમ થયેલ રકમની તપાસનો દોર તલોદ ટાઉન જમાદાર કરમશીભાઈ નાગજીભાઈએ હાથ ધરેલ છે.
તલોદ પંથકમાં કોઈ કિમિયાગર ઈસમો આવા શિકારનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ યોગ્ય તપાસ કરે અને અસરકારક કામગીરી બજાવે તેવી માંગ ઊઠી છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved