Last Update : 05-August-2012, Sunday

 

મોડાસા-શામળાજી હાઇ-વે પર રાજેન્દ્રનગર ચોકડી પાસે
કાર-ટ્રક અકસ્માતમાં પાંચ મોત

શામળાજી દર્શન કરી પરત ફરતા પ્રવાસીઓની કાર ટ્રક પાછળ ઘૂસી જતાં સર્જાયેલો જીવલેણ અસ્માત

મોડાસા, તા. ૪
સાબરકાંઠા જિલ્લામાં મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં ગત રાત્રે શામળાજી-હિંમતનગર હાઇવે ઉપર રાજેન્દ્રનગર ચોકડી બમ્પ આગળ ટ્રક-કન્ટેનર ટ્રેલરની પાછળ ઘૂસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના કરૃણ મોત નિપજ્યા છે જ્યારે એકની હાલત ગંભીર છે. તેને હિંમતનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે. ગત રાત્રે સર્જાયેલા આ અકસ્માતના સમાચાર મળતાં જ રૃરર પો.સ.ઈ. પોતાના સ્ટાફ સાથે તુરત જ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગંભીર ઇજાગ્રસ્ત બે જણને સારવાર અર્તે મોકલી અપાયા હતા જ્યાં એકનું મોત થતાં ઘટના સ્થળે જ ૪ સહિત મૃત્યુ આંક પાંચ થયો હતો. હજુ એક પ્રવાસીની ગંભીર હાલત હોઈ હિંમતનગર ખાતે સારવાર હેઠળ છે.
મોડાસા રૃરલ પોલીસ ચોકી રાજેન્દ્રનગર આગળના હાઇ-વે ઉપરના બમ્પ ઉપર સર્જાયેલ આ ગમખ્વાર અકસ્માતની ઘટનાની રૃરલ પોલીસ મથકે ફોન કરતાં પો.કો. ધવલ ચૌધરીએ ઝીણવટભરી માહિતી આપી હતી તે મુજબ શામળાજી બાજુથી હિંમતનગર તરફ જતી ટ્રકકન્ટેનર ટ્રેલર શામળાજી વટાવી રાજેન્દ્રનગર પોલીસ ચોકીના બમ્પ આગળથી પસાર થતાં બમ્પ ઉપર બ્રેક મારતાં તેની પાછળ દોડી આવતી (શામળાજી તરફથી) ઇન્ડિકા વીટા કારના ચાલક કિરણજી ઠાકોરે એના કબજાની આ કાર ઉપરનો કાબુ ગુમાવતાં આગળ જતી ટ્રક-ટ્રેલરના પાછળના ભાગે આ કાર ઘૂસી જતાં કારના ચાલક કિરણજી ઠાકોર સહિત ૪નાં ઘટના સ્થળે અને અન્ય એકનું સારવાર દરમિયાન એમ કારમાંના પ્રવાસીઓ પૈકી પાંચના મોત અને એક ગંભીર છે. રાત્રે બનેલી અકસ્તની આ ઘટના જાણ થતાં રૃરલ પો.સ.ઈ. ડી.ડી. ચાવડા, રાઈટર કીર્તિભાઈ, પ્રવિણસિંહ વગેરે બનાવના સ્થળે દોડી ગયા હતા અને મૃતકોને કારમાંથી બહાર કાઢતા પી.એમ. માટે મોકલી આપ્યા હતા જ્યારે ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતાં. શમળાજી દર્શન કરી પરત ફરી રહેલા ગાંધીનગર જિલ્લાના પરિવારને જાણે અહીં મોત પોકારતું હોય તેમ આ કારમાંના ૬ પૈકી પાંચ પ્રવાસીઓએ જાન ગુમાવ્યા હતા.
રૃરલ પો.સ.ઇ. ચાવડાએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોની યાદી
(૧) ગલાજી લીલાજી ઠાકોર (ઉ.વ.૨૭), (૨) કીરણજી ચેલાજી ઠાકોર (ઉ.વ.૩૦) કારનો ડ્રાઇવર, (૩) કનુજી ઉર્ફે બડાજી દશરથજી ઠાકોર (ઉ.વ.૩૨), (૪) ફુલાજી પ્રહલાદજી જાદવ (ઉ.વ.૩૦), (૫) દિલિપજી ગલાજી ઠાકોર (સારવાર દરમિયાન)ક્રમ ૧ થી ૩ અને ૫ વાળા પ્રવાસીઓ એક જ ગામ વાંસજડા તા. કલોલ જિ. ગાંધીનગરના રહીશ હતા જ્યારે ફુલાજી ફિરોજપુર જિલ્લો ગાંધીનગરના હતાં.

રૃરલ પોલીસ ચોકીની ચોકડી અકસ્માત ઝોન
મોડાસા, તા. ૪
સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રે વધુ એક જીવલેણ અકસ્માત મોડાસા તાલુકાની ગ્રામીણ પોલીસ ચોકી (ગઢડા-ઉમિયાનગરકંપા નજીક) હાઇ-વે ઉપર જે રાજેન્દ્રકુમાર ચોકડી તરીકે ઓળખાય છે તે સ્થળે સર્જાતા હવે આ સ્થળ અકસ્માત ઝોન બની ચૂક્યો છે ત્યારે અહીં કાયમી થતાં અકસ્માતો રોકવા માટે ઉપાય શોધવા જરૃરી બન્યો છે.
તેજવાહકો એ માટે સલામતીનાં પગલાં વિચારવાનો સમય પાકી ગયો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved