Last Update : 05-August-2012, Sunday

 

એસ પી યુનિવર્સિટીમાં
પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગમાં લેકચરરો દ્વારા વિદ્યાર્થીઓનું થતું શોષણ

ઓળખીતા અથવા ખુશ કરતા વિદ્યાર્થીઓને ફાયદો ઃ વિદ્યાર્થીનિઓને લાલચો અપાય છે

આણંદ,તા.૪
સરદાર પટેલ યુનિ.ના કેટલાક પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગના કેટલાક લેક્ચરરો દ્વારા ઈન્ટરનલ માર્કસ તથા વાયવાના નામે વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવતુ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. નજીકના તથા ઓળખીતા પાળખીતા વિદ્યાર્થીઓને વધારે માર્કસ આપવામાં આવતા હોય છે. તો કેટલાક લેક્ચરરો વિદ્યાર્થીનીઓને વિવિધ લાલચો આપીને ફસાવવાની કોશિષ પણ કરતા હોય છે. મોટાભાગે પોતાની કારકિર્દીને નુકસાન ન થાય તે માટે કોઈ વિદ્યાર્થી ફરિયાદ કરતું નથી. જેને કારણે આવા પ્રાધ્યાપકોને ખુલ્લો દોર મળ્યો છે. કેટલાક ડિપાર્ટમેન્ટની માહિતી તો યુનિ.ના અધિકારીઓ પાસે હોવા છતાં તેવા પ્રાધ્યાપકો વિશે કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે યુનિ.ના કોઈ કર્મચારીએ નાની ભુલ કરી હોય તો પણ તેના પર એક્શન લેવામાં આવે છે. શિક્ષણ તથા યુનિ.ની ગરિમા જળવાય તે રીતે પગલાં લેવાય તેવી માંગ કેટલાક શિક્ષણવિદો દ્વારા કરાઈ છે.
જાગૃત શિક્ષણવિદોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય સમયથી શિક્ષણને લાંછનરૃપ બને તેવી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ મોટાભાગે તેમાં ઢાંકપીછોડો થઈ જતો હોય છે. યુનિ.ના જ કેટલાક ડિપાર્ટમેન્ટમાં આ બદી વધવા પામી છે. વિદ્યાર્થીઓને માર્કસની લાલચ આપીને તેમનું શોષણ કરવામાં આવતુ હોય છે. વિવિધ ગીફ્ટો મેળવીને તથા વિદ્યાર્થીની હોય તો બીજી અઘટિત માંગણી પણ કરવામાં આવતી હોય છે. કેટલીક વિદ્યાર્થીનીઓ આવી લાલચમાં ફસાઈ પણ જતી હોય છે. તેઓને તો માત્ર પર્સન્ટેજ સાથે લેવા-દેવા હોય છે. પરંતુ બધી જ વિદ્યાર્થીનીઓ આવી હોતી નથી. જેને કારણે કેટલાક પ્રાધ્યાપકો આવી વિદ્યાર્થીનીઓને ફસાવવા માટે એડી ચોટીનું જોર લગાવી દેતા હોય છે. સીધી રીતે ધમકી પણ આપતા હોય છે કે તારા વાયવા મારે જ લેવાના છે. ઈન્ટરનલ મારે જ મુકવાનું હોય છે. પોતાના સહઅધ્યાપકોને પણ આ બાબતે ફોર્સ કરવામાં આવતો હોય છે. પોતાની કારકિર્દી જોખમાય નહીં તે માટે વિદ્યાર્થીઓ ફરિયાદ કરતાં ડરે છે. તેમ છતાં છેલ્લા એક મહિનામાં આડકતરી રીતે ઉચ્ચકક્ષાએ ફરિયાદો થઈ છે. પરંતુ વિદ્યાર્થીનું ભાવિ ન બગડે તે માટે કેટલાક પગલાં લેતા સત્તાવાળા પણ ડરતા હોય છે. કેટલાક પ્રાધ્યાપકનો ઈતિહાસ પહેલેથી ખરડાયેલો હોવા છતાં તેમને સાચવવામાં આવે છે.
ઉચ્ચ લાગવગ ધરાવતા પ્રાધ્યાપકો ડિપાર્ટમેન્ટમાં આવતા ન હોવા છતાં કે લેક્ચર ન લેતા હોવા છતાં તેમનો પગાર ચુકવવામાં આવે છે. આવી તો ઘણી હકીકતો હોવા છતાં સત્તાવાળાઓ આંખ આડા કાન કરે છે. ફરિયાદને જ હેરાન કરવામાં આવે છે. તારો જ વાંક હશે તેમ કહીને પ્રાધ્યાપકોને છાવરવામાં આવે છે.
ઘણી ફરિયાદો અંગે યુનિ.માં વિદ્યાર્થીઓ દ્વારા નનામી અરજીઓ કરાઈ છે. આમ જોવા જઈએ તો નનામી અરજી ધ્યાને લેવામાં આવતી નથી. મોટાભાગે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ન જોખમાય તે માટે નનામી અરજી કરતા હોય છે ત્યારે સત્તાવાળાઓએ સત્ય તપાસવા થોડી ઘણી પણ યોગ્ય તપાસ કરવી જોઈએ.
ઓપન હાઉસને બદલે એકાંતમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો
આણંદ,તા.૪
સરદાર પટેલ યુનિ.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કોઈપણ તકલીફ હોય તે માટે મહિનામાં એકવાર ઓપન હાઉસ યોજાતુ હોય છે. આ વખતે યુનિ.ના ઉચ્ચઅધિકારીઓ એક સાથે બેઠેલા હોય છે. જેને કારણે કેટલાક વિદ્યાર્થીઓ પોતાનું દુઃખ વ્યક્ત કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં વાઈસ ચાન્સેલર જાતે એકાંતમાં વિદ્યાર્થી સાથે ચર્ચા કરે તો જ આવી ઘટનાઓ ઓછી થઈ શકે છે. યુનિ.ના જ કેટલાક અધિકારીઓ ખાનગી વાતો પણ બીજાને કહી દેતા હોવાથી અંતે તો વિદ્યાર્થીઓને જ શોષાવું પડતું હોય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved