Last Update : 05-August-2012, Sunday

 

લીમડી પાસે અકસ્માતમાં ત્રણનાં મોત બાદ
પોલીસ પર હુમલો તેમજ આગચંપીમાં ત્રણ ધરપકડ

૧૦૪ ના ટોળા સામે ફરિયાદ ઃ પોલીસની મીનીબસનાં ચાલક સામે પણ ગુનો

દાહોદ,તા.૪
દાહોદ - લીમડી હાઈવે પર ત્રણ બાઈક સવારોને કચડી નાંખનાર પોલીસ જાપ્તાનાં વાહન પર રોષે ભરાયેલા ટોળાએ ભારે પત્થરમારો કર્યા બાદ બચાવમાં આવેલી લીમડી પોલીસની સુમોને સળગાવી દીધી હતી. ટોળાનાં હુમલામાં પોલીસે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાનાં લીમડી પોલીસ મથકની ચાકલીયા મોબાઈલ મીની બસનો ચાલક ભયજીભાઈ માનાભાઈ ગઈકાલે ઝાલોદ સબજેલનાં ચાર કેદી લઈ પોલીસ જાપ્તા સાથે દાહોદ કોર્ટમાં આવ્યા હતા અને કેદી સાથે દાહોદ કોર્ટથી ઝાલોદ કાર્યવાહી પુરી થતાં પરત જતા ઝાલોદ તાલુકાના ઘાસીયા ગામના વળાંકમાં લીમડી તરફથી આવતી મોટર સાયકલને ટક્કર મારતા મોટર સાયકલ સવાર જીગ્નેશ જોષી બીલવાળ, કમલેશ જોષીના બીલવાલ બન્ને પિતરાઈ ભાઈ તેમજ અરવીંદ વાલસીંગ સંગાડા (રહે. રેટીયા)ના મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જાતા ઉશ્કેરાયેલા ટોળાએ કેદી જાપ્તાની મીનીબસ ઉપર પથ્થરમારો કર્યો તેમજ કાચની તોડફોડ કરતા લીમડી પોલીસ મથકની ફસ્ટ મોબાઇલ ટાટા સુમો અકસ્માત સ્થળે પહોંચતા ટોળા દ્વારા પથ્થરમારો કર્યો હતો. કેદીઓને બચાવવા માટે પીછેહઠ કરતા ઉશ્કેરાયેલા ટોળાએ ઉગ્ર પથ્થરમારો કર્યો હતો તેમજ બોલેરો જીપમાં ઇસમોએ આવી લીમડી ફસ્ટ મોબાઇલ સુમો જીપ ગાડીના ચાલક વિજય ઉપર હુમલો કરી ગાડી ઉપર જવલનશીલ પ્રવાહી નાસી પોલીસ જીપ ભડકે બાળી હતી.
પોલીસે હુમલો કરનાર ટોળા પૈકી ત્રણ ઇસમો કનુ માવી (રહે. ખોયાખોડવા) લાલા હુમલા બારીયા (રહે. ડુંગરા), વિનોદ પલાસ (રહે. ભાટીવાડા)ની ધરપકડ કરી હતી તેમજ નિલેશ બીલવાળ ફરાર થઇ ગયો હતો.
આ બનાવ સંદર્ભે લીમડી પોલીસે ૧૦૪ ઇસમોના ટોળા વિરૃધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી તેમજ કેદી જાપ્તા મીની બસના ચાલક વિરૃધ્ધ પણ ગુનો નોધ્યો હતો.

 

ત્રણ યુવાનોની અંતિમયાત્રામાં આખું રેટિયા ગામ હિબકે ચડયું
દાહોદ,તા.૪
દાહોદ-લીમડી હાઇવે રોડ ઉપર ઘાસીયા ગામ પાસે વળાંકમાં કેદી જાપ્તાની પોલીસ મીનીબસની ટક્કરે મોટર સાયકલ સવાર જીગ્નેશ જોતી બીલવાળ, કમલેશ બીલવાળનું ઘટનાસ્થળે અને અરવિંદ વાલસીંગ સંગાડાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. રેટીયા ગામના ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નીપજતા શોકની કાલિમા છવાઇ ગઇ હતી. આજે સવારે મૃતક યુવાનોના પીએમ બાદ મૃતદેહ રેટીયા ગામે ખસેડવામાં આવ્યા હતા. ત્રણેય યુવાનોની અંતિમયાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યુ હતું.
પરિવારજનોના આક્રંદ કરતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved