Last Update : 05-August-2012, Sunday

 

કેશુભાઇનો ગડકરીને ખુલ્લો પત્ર
સત્ય કરતાં આપ સૌને સત્તા વહાલી લાગી.. પક્ષ કરતાં વ્યક્તિ મહાન થઇ

રાષ્ટ્રીય નેતાઓ સત્તાલક્ષી બન્યા છે ઃ ભાજપે પ્રજાની વેદના સાંભળવાની સંવેદના ગુમાવી છે

ગાંધીનગર, શનિવાર
ભાજપના બે વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલ અને કાશીરામ રાણાએ આજે ભાજપ છોડવાના કારણો સાથે રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીને અલગ અલગ પત્રો લખી રાષ્ટ્રીય નેતાઓની ભૂમિકા અંગે પણ ભારે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપમાં શું ચાલી રહ્યું છે તેનું શ્વેતપત્ર આજે રાજીનામાના પત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. કેશુભાઇએ તેમના પત્રમાં લખ્યું છે કે ''નરેન્દ્રભાઇના વડપણ નીચે ચાલતી સરકાર કેટલી લાગણીહીન છે તે અને ગુજરાતની પ્રજા કેટલી પીડાય છે... પ્રજાના દિલમાં આક્રોશ છે... એ વિશે મેં અનેક વખત આપ સૌનું ધ્યાન દોર્યું હતું. પરંતુ સત્ય કરતાં આપ સૌને સત્તા વ્હાલી લાગી... પક્ષ કરતાં વ્યક્તિ મહાન થઇ ગયો.. વિચારધારાને નેવે મૂકી દેવામાં આવી.''
ગડકરીએ પત્રકારો સમક્ષ કરેલા નિવેદનને ટાંકીને તેમણે લખ્યું છે કે ''નરેન્દ્ર મોદી દિગ્ગજ નેતા છે. તેથી મારે ઝૂકવું પડયું. સમાધાન કરવું પડયું. સંજય જોષીને પદ છોડવા માટે કહેવું પડયું.'' પરંતુ દિગ્ગજ નેતા કોને કહેવાય? પોતાની જીદ સંતોષવા માટે વારંવાર પાર્ટીને બાનમાં લેતા હોય તેને મોટા નેતા કહેવાય?
તેમણે ઉલ્લેખ કર્યો છે કે બે મહિના પહેલા ગુજરાતની વાસ્તવિકતા સાથેનો પત્ર લખ્યો હતો. પરંતુ ભાજપ એટલો બધો સત્તાલક્ષી બની ગયો છે કે હવે તેને પ્રજાની વેદના સાંભળવાની પણ સંવેદના નથી. બાળકોના ભોજનના કોળિયા ઝૂટવીને સરકાર ઉત્સવોમાં અને પ્રસિધ્ધિમાં અબજો રૃપિયા લૂંટાવે છે.
આજે કાયદો કે વ્યવસ્થા બેમાંથી કાંઇ જોવા મળતું નથી. અમારા શાસનમાં ગુજરાતને ભયમુક્ત બનાવ્યું હતું. ગુજરાતમાંથી ગુંડારાજ ખતમ કર્યું હતું. અબ્દુલ લતિફ અને મોહમદ સુરતી જેવા રાષ્ટ્રવિરોધી તત્વોને જેલભેગા કર્યા હતા. આજે શું સ્થિતિ છે એ મેં પત્રમાં વર્ણવી હતી.
મેં આપને કહ્યું હતું કે પ્રજાની વેદના દૂર કરવા તમે કોઇ સુધારો કરો, નહિ કરો તો મારે પ્રજાધર્મ બજાવવો જ રહ્યો. હવે એ સમય આવી ગયો છે. જે ગુજરાતની પ્રજાએ જીવનભર મને હૃદયપૂર્વક પ્રેમ આપ્યો છે, બે વાર મુખ્યમંત્રી બનાવ્યો છે, અનેક વખત જીતાડયો છે તેમના પ્રતિ કર્તવ્ય બજાવવું એ મારા આત્માનો અવાજ છે. જે પાર્ટી સાથે મા-બાળક જેવો સંબંધ હતો તે આપ સૌની સ્વાર્થી રાજનીતિથી થાકીને હવે છોડી રહ્યો છું. ભાજપ તેના માર્ગેથી ભટક્યો છે. રાષ્ટ્રસેવા કરવા નીકળેલો ભાજપ હવે વ્યક્તિપૂજામાં પડયો છે. માત્ર સત્તા અને સત્તાલક્ષી કાજકારણ જ પાર્ટીનો ધ્યેય થઇ ચૂક્યો છે.
જેમણે જળ સિંચીને ભાજપના છોડને મોટું ઝાડ બનાવ્યું છે એવા નિષ્ઠાવાન કાર્યકરોને એ ઝાડના છાંયડે બેસવા દે નહીં એવા ક્રુર શાસકથી કાર્યકરો દુઃખી છે. ભાજપનો માહ્યલો મરી પરવાર્યો છે. જે પંચનિષ્ઠાના આધારે ભાજપની સ્થાપના થઇ હતી તેનું ક્યાંય નામોનિશાન નથી. ત્યારે જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું એ વાક્ય લખવા આપ સૌએ મને મજબૂર કર્યો છે ''હું ભાજપ છોડી રહ્યો છું.''
કાશીરામ રાણાએ પણ ગુજરાતની અનેક સ્થિતિ- પરિસ્થિતિની વાત કરી જણાવ્યું છે કે આ પ્રસંગે મને પં. દીનદયાળજીના શબ્દો યાદ આવે છે ''મારી પાર્ટી જ્યારે વિચારધારા અને પ્રજાના અપેક્ષાઓ સંતોષવામાં નિષ્ફળ જશે, ભટકી જશે ત્યારે હું જનસંઘનું વિસર્જન કરીશ.'' આજે પક્ષનું વિસર્જન કરવાની મારી ક્ષમતા નથી. હું આ વિચારધારામાંથી ભટકી ગયેલી ધારા છોડું છું. કેન્દ્રીય નેતૃત્વ કશું જ કરી ન શકે ત્યારે હું ભાજપ છોડું છું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved