Last Update : 05-August-2012, Sunday

 

જીટીયુ સાથે જોડાયેલી MBA-MCAકોલેજોમાં ૬૯૯૫ બેઠકો ખાલી પડી

એમબીએની ૧૩૨ કોલેજોમાંથી ૫૦ કોલેજોને પણ પુરતી સંખ્યા ન મળી ઃ તા.૮મી પછી ખાલી બેઠકોનો નિર્ણય કરાશે

અમદાવાદ,શનિવાર
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે સંકળાયેલી એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટેની પ્રથમ રાઉન્ડની કાર્યવાહી બાદ અંદાજે ૩૫૦૦ બેઠકો ખાલી પડી હતી. બીજા તબક્કામાં વિદ્યાર્થીઓને અપાયેલા પ્રવેશ બાદ એમબીએ-એમસીએમાં મળીને ૬૯૯૫ જેટલી બેઠકો ખાલી પડી છે. આગામી બે દિવસ સુધી વિદ્યાર્થીઓને ફી ભરીને રિપોર્ટીંગ કરવાનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ ખાલી પડેલી બેઠકો અંગેનો નિર્ણય લેવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર એમબીએ-એમસીએમાં પ્રવેશ માટે આજે બીજા તબક્કાની કાર્યવાહીમાં વિદ્યાર્થીઓને બેઠોક ફાળવી આપવામાં આવી છે. જેમાં એમબીએમાં કુલ ૧૧૫૩૧ બેઠકો પૈકી ૬૪૪૩ બેઠકો ભરાતા ૫૨૪૮ બેઠકો ખાલી પડી હતી. આજ રીતે એમસીએમાં કુલ ૬૨૧૦ બેઠકોમાંથી ૪૪૬૩ બેઠકો ભરાતા ૧૭૪૭ બેઠકો ખાલી પડી છે.આમ, એમબીએ-એમસીએ બન્નેની મળીને ૧૦૪૪૬ બેઠકો ભરાતા ૬૯૯૫ બેઠકો ખાલી રહી હતી.
એમબીએમાં ૪૧ કોલેજો એવી છે કે જેમાં ૨૦ ટકા કરતાં ઓછી બેઠકો ભરાઇ છે.આજ રીતે એમસીએમાં ૫ કોલેજોમાં ૧૦ કરતાં ઓછી બેઠકો ભરાઇ શકી છે. એમબીએની કુલ ૧૩૨ કોલેજોમાંથી ૫૦ કોલેજોને પુરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ મળી શકયા નથી. આજ રીતે એમસીએમાં ૮૪ કોલેજો પૈકી ૪૬ કોલેજોને પુરતા વિદ્યાર્થીઓ મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે ગતવર્ષે એમબીએમાં ૬ હજાર અને એમસીએમાં ૧૩૦૦ બેઠકો ખાલી પડી હતી. જયારે ચાલુ વર્ષે આ આંકડો વધીને ૬૯૯૫ સુધી પહોંચી ગયો છે. આગામી બે દિવસ એટલે કે તા.૬ થી ૮ સુધી વિદ્યાર્થીઓને ફી ભરવાની મુદત આપવામાં આવી છે. ત્યારબાદ જે બેઠકો ખાલી રહેશે તેનું શું કરવું તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.ગત વર્ષે ખાલી પડેલી બેઠકો પર જીસેટ આપી ન હોય તેવા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved