Last Update : 05-August-2012, Sunday

 

HCC કંપની અને મુખ્યમંત્રીના સંબંધો ખુલ્લા પાડતા શક્તિસિંહ
નર્મદાનું ર૯૮ કરોડનું કામ ખોરંભે પાડનાર કંપનીને છાવરતા મુખ્યમંત્રી

કંપનીના અજિત ગુલાબચંદ સાથે નરેન્દ્ર મોદીએ લવાસામાં જલસા કર્યા હતા HCCની ર૬.૧૭ કરોડની ડિપોઝીટ ફોરફીટ કરવાનો આદેશ છતાં અમલ નહીં!

ગાંધીનગર, શનિવાર
નર્મદાની લીંબડી કેનાલનું રૃા.ર૯૮ કરોડનું કામ નહીં કરનારી હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની(HCC)ને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લેઆમ છાવરતાં હોવાનો વિરોધપક્ષના નેતાએ આક્ષેપ કરી જણાવ્યુ હતું કે નબળી કામગીરી બદલ આ કંપનીની ર૬.૧૭ કરોડની ડિપોઝીટ ફોરફીટ કરવા અને કંપનીના ખર્ચે અને જોખમે કામ કરવાનો આદેશ કર્યો હોવા છતાં મુખ્યમંત્રી કાર્યાલય કંપનીને છાવરી રહ્યું છે.
વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે લીંબડી કેનાલનું માટી કામ, કેનાલનું લાઈનિંગ, સ્ટ્રકચર અને સર્વિસ રોડનું કામ ડિસ્ટ્રીબ્યુટરિઝ તથા માઈનોર માટે કરવાનું હતું. આ કામ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીએ તા.ર૬/૪/૧૧ના રોજ રૃા.ર૯૮ કરોડમાં રાખ્યું હતું. કોન્ટ્રાક્ટની શરત મુજબ પપ ટકા ટાઈમ લીમીટમાં પ૦ ટકા કામ કંપનીએ પૂર્ણ કરવાનું હતું. પરંતુ કંપનીએ તા.૧૭/ર/૧ર સુધીમાં માત્ર અડધો ટકો કામ પણ કર્યું નથી. આ કામ ન થવાથી નર્મદાનું પાણી ઝાલાવાડ વિસ્તારમાં પંહોચી શક્યુ નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાદમાં સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા તા.૧૦/ર/૧ર અને તા.ર૭/ર/૧રના પત્રથી કંપનીને નોટિસ આપવામાં આવી હતી. મહિનાઓ સુધી અડધો ટકો પણ કામ નહીં કરવા બદલ કંપનીની રૃા.ર૬.૧૭ કરોડની ડિપોઝીટ ફોરફીટ કરવા અને કંપનીના ખર્ચે અને જોખમે કામ કરવા અપાયેલી નોટિસ સામે કંપનીએ કાનૂની દાવપેચ માંડયો હતો. જેમાં HCC કંપનીને તમામ મોરચે નિષ્ફળતા મળી હતી. તા.૧૦/પ/૧રના રોજ સરદાર સરોવર નર્મદા નિગમે હૂકમ કર્યો હતો કે કંપનીની ઉક્ત ડિપોઝીટ ફોરફીટ કરવી અને ટેન્ડરની શરત-૭ મુજબ કંપનીના ખર્ચે અને જોખમે બાકીનું કામ પુરું કરાવવું.
આ આદેશ હોવા છતાં તે કંપનીના મુખ્યમંત્રી સાથેના મેળાપીપણાના કારણે તેનો અમલ હજુ સુધી થઈ શક્યો નથી. તેમ જણાવી ગોહિલે ઉમેર્યું હતું કે HCC કંપનીના કર્તાહર્તા અજિત ગુલાબચંદ ગત્ ફેબુ્રઆરી માસમાં ખાસ મુખ્યમંત્રીને મળવા આવ્યા હતા. અને અજિત ગુલાબચંદના આમંત્રણથી મુખ્યમંત્રી લવાસા ફરવા ગયા હતા. સરકારની સામે અદાલતમાં જનારા સાથે મુખ્યમંત્રીએ હરવા-ફરવા જવાનું બંધ કરવું જોઈએ. મુખ્યમંત્રીના સલાહકારો, મુખ્યમંત્રીના કાર્યાલયના અધિકારીઓએ પણ આવા કોન્ટ્રાક્ટરોને ન મળવું જોઈએ.
HCC કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસરે તા.૧૧/પ/૧રના રોજ નર્મદા નિગમના ચેરમેનને જે પત્ર લખ્યો તેમાં સ્પષ્ટ લખ્યું છે કે તેઓએ મુખ્યમંત્રી કાર્યાલયનો તથા બી.એન.નવલાવાલાનો સંપર્ક કરેલો છે. ત્યારે જો મુખ્યમંત્રી, તેમનું કાર્યાલય, અને તેમના સલાહકારો ગુજરાતનું અહિત કરનારાઓને છાવરે તો સરકારી અધિકારીઓ આવી કંપની સામે કેવી રીતે કડક પગલા ભરી શકે?

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved