Last Update : 05-August-2012, Sunday

 

સોનામાં મિશ્ર હવામાનઃ ઘરઆંગણે ભાવો તૂટયા જ્યારે વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલર પાર થયા

દિલ્હી ચાંદી સિક્કામાં રૃ.૨૦૦૦નો ઉછાળોઃ અમેરિકામાં જોબ આંકડા સારા આવ્યા છતાં ચાર વર્ષથી આઠ ટકા ઉપર રહેલો બેરોજગારીનો દર!

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, શનિવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે હવામાન મિશ્ર રહ્યું હતું. સોનાના ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો જ્યારે ચાંદીના ભાવો આંચકા પચાવી ઝડપી વધી આવ્યા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૩૦થી ૪૦ નરમ રહ્યા હતા. ચાંદીના ભાવો જોકે કિલોના રૃ.૩૧૦ ઉછળ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૭૩૦ વાળા આજે રૃ.૨૯૭૦૦ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૮૮૦ વાળા તૂટી રૃ.૨૯૮૪૦ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૩૨૯૫ વાળા ઉછળી રૃ.૫૩૬૦૫ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશના ૧૫૮૯.૫૦થી ૧૫૯૦ ડોલરવાળા જોકે શુક્રવારે મોડી સાંજે ઉછળી ૧૬૦૦.૫૦થી ૧૬૦૧ ડોલર રહ્યા હતા તે આજે વધુ વધી ૧૬૦૪.૬૦ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વબજારમાં ચાંદીના ભાવો પણ ૨૭.૨૩થી ૨૭.૨૪ ડોલર વાળા ઉછળી ૨૭.૮૫થી ૨૭.૮૬ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વબજાર વધતાં ભાવો વધતાં ઘરઆંગણે આજે ચાંદીમાં ઔદ્યોગિક માંગ નિકળી હતી સામે ઘટયા મથાળે નવી વેચવાલી પણ ધીમી પડી હતી. આયાત પડતર વધી હતી. સોનામાં જોકે આજે ડિમાન્ડ પાંખી રહેતાં ભાવો નરમ રહ્યા હતા. વરસાદની ચાલ ધીમી અને અનિયમિત રહેતાં દેશમાં તહેવારોમાં ખાસ કરીને સોનામાં ગ્રામિણ વિસ્તારોની ખરીદીને અસર થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. મુંબઈમાં મોડી સાંજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૭૦૦, ૯૯.૯૦ના રૃ.૨૯૮૫૦ તથા ૧૦ તોલાના બિસ્કીટના રૃ.૩૪૮૫૦૦ રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવો છેલ્લે રૃ.૫૩૫૫૦થી ૫૩૬૦૦ તથા કેશમાં રૃ.૫૩૩૦૦થી ૫૩૩૫૦ બોલાઈ રહ્યા હતા. દિલ્હી બજારમાં સોનાના ભાવો આજે રૃ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૨૯૯૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૧૦૦ રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવો ત્યાં કિલોના હાજરમાં રૃ.૩૦૦ વધી રૃ.૫૩૩૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૨૮૦ વધી રૃ.૫૩૨૮૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો રૃ.૨૦૦૦ ઉછળી રૃ.૬૩થી ૬૪ હજાર રહ્યાના સમાચારો હતા. અમેરિકામાં જોબડાટા પ્રોત્સાહક આવતાં તથા ત્યાં શેરબજારમાં ભાવો ઉછળતાં હવે ડોલર મજબૂત બનશે તો વિશ્વબજારમાં સોનાના ભાવો ફરી ઘટવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. અમેરિકામાં જોબડાટા સારા આવવા છતાં ત્યાં બેરોજગારીનો દર હજી ૮.૨૦ ટકા જેવો ઉંચો રહ્યો છે. ત્યાં છેલ્લા આશરે ચાર વર્ષથી બેરજોગારીનો દર ૮ ટકાથી ઉંચો રહ્યો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. યુરોપના દેશોમાં આર્થિક સંકર દૂર કરવા માટે યુરોપીયન સેન્ટ્રલ બેન્ક દ્વારા કોઈ નક્કર પગલા જાહેર ન થતાં તેની અસર પર વિશ્વબજારમાં સોનાના ભાવો પર આજે દેખાઈ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved