Last Update : 04-August-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

આજનું પંચાંગ
તા. ૫-૮-૨૦૧૨ રવિવાર
શ્રાવણ વદ ચોથ - વૃઘ્ધિતિથિ, પંચક
આજે બોળચોથ છે. સંકષ્ટ ચતુર્થી છે.
હવામાનમાં - બજારોમાં અસર!

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.


 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૪ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક ૧૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૦ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૦૧ મિ. (સૂ) ૭ ક. ૦૩ મિ. (મું) ૭ ક. ૦૬ મિ.
જન્મરાશિ ઃ આજે બપોરના ૩ ક. ૧૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પૂર્વાભાદ્રપદ રાત્રે ૯ ક. ૩૧ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-બપોરના ૩ ક. ૧૭ મિ. સુધી કુંભ પછી મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન વર્ષાૠતુ રા.દિ.શ્રા./૧૪
માસ-તિથિ-વાર ઃ શ્રાવણ વદ ચોથને રવિવાર (વૃઘ્ધિતિથિ)
- સંકષ્ટ ચતુર્થી ચં.ઉ.(અ) રાત્રે ૯ ક. ૧૯ મિ.
- આજે બોળચોથ છે.
- આજે પંચક છે.
- બુધ ઉદય પૂર્વમાં બજારોમાં વધઘટ જણાય?
- રૂના ભાવ વધે? અનાજના ભાવ વધે?
- કોઈ સ્થળે વરસાદ થાય? અતિવૃષ્ટિ થાય. સુખ વધે!
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો ૧૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પેંર્દામંદ માસનો ૨૩ રોજ

 

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ સંકષ્ટ ચતુર્થી, બોળચોથના પર્વે આજે ઘર-પરિવારના કામમાં, સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધો થાય.

 

વૃષભ ઃ આપના અંગત કામમાં સાનુકૂળતા રહે. પત્ની-સંતાનને મદદરૂપ થવું પડે. મિત્રવર્ગને મળવાનું થાય. બહાર કે બહારગામ જઈ શકો.

 

મિથુન ઃ આપના વ્યવહારિક-સામાજીક-કૌટુંબી કામ અંગે બહાર જવાનું થાય. પુત્ર પૌત્રાદિકના કામ અંગેની ચર્ચા વિચારણા થાય.

 

કર્ક ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચંિતા-વ્યથા હળવી થતી જાય. વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો.

 

સંિહ ઃ સંકષ્ટ ચતુર્થી, બોળચોથના પર્વે સાંજના સમયે અસ્વસ્થતા-બેચેની અનુભવો. ખાવાપીવામાં, આરોગ્યની બાબતમાં કાળજી રાખવી.

 

કન્યા ઃ આપના રોજીંદા કામ ઉપરાંત વધારાનું કામકાજ કરી શકો. ધંધો-આવક થાય. જુના સંબંધો તાજા થાય. સંતાનથી ખર્ચ થાય.

 

તુલા ઃ સંકષ્ટ ચતુર્થી, બોળ ચોથનું પર્વ સાનુકૂળ રહે. પરિવારથી, પુત્ર પૌત્રાદિકથી આનંદ રહે. અગત્યના કામમાં ઘ્યાન આપી શકો.

 

વૃશ્ચિક ઃ પ્રતિકૂળતા-ઉચાટ બપોર પછી હળવો થતો જાય. સાંજના સમયે પોતાના તેમજ અન્યના કામમાં સાનુકૂળતા થતી જાય.

 

ધન ઃ ખાવા પીવામાં તેમજ આરોગ્યની બાબતમાં ઘ્યાન રાખવું. વાત વાતમાં ઉશ્કેરાટ ગુસ્સો, વિવાદથી દૂર રહેવું.

 

મકર ઃ સંકષ્ટ ચતુર્થી અને બોળ ચોથના પર્વે યાત્રા પ્રવાસ-મુલાકાતમાં ઘર, પરિવાર, સંતાનના કામમાં સાનુકૂળતા રહે.

 

કુંભ ઃ શાંતિમાં હોવ છતાં જાત જાતના વિચારોમાં અટવાયેલા રહો. પત્ની, સંતાનથી ચંિતા રહે. સગા સંબંધી-મિત્રવર્ગથી ખર્ચ થાય.

 

મીન ઃ શનિની પનોતીની પ્રતિકૂળતા માનસિક પરિતાપ અને ગુસ્સો આવી જાય, કંઈ ગમે નહીં. તબિયત સાચવવી.

 

- પ્રા. અગ્નિદત્ત પદમનાભ

 

જન્મતારીખ વર્ષ સંકેત તા. ૫-૮-૨૦૧૨ રવિવાર

 


આજથી શરૂ થઈ રહેલા આપના જન્મવર્ષ દરમ્યાન, જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારી પરેશાની-ચંિતા-મુશ્કેલી હળવી થતી જાય. નોકરી ધંધાના કામકાજમાં પરિભ્રમણ વધારે રહે, મહેનત વધારે રહે અને ફળ ઓછું પ્રાપ્ત થાય પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં સારી તક પ્રાપ્ત થતાં તમારી પ્રગતિ-સફળતાનો માર્ગ સરળ થતો જાય. વિશેષમાં...

 

* આ વર્ષમાં આપના આરોગ્યની કાળજી રાખવી તેમજ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, રસ્તામાં આવતા જતા, વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

 

* નોકરી-ધંધાના કામકાજમાં માનસિક ચંિતા-તણાવ, ગેરસમજ, મનદુઃખ, વિવાદના કારણે હૃદય-મનને શાંતિ જણાય નહીં પરંતુ વર્ષના મઘ્યભાગથી તમારી ભક્તિપૂજા-મંત્રજાપ-મહેનત સફળતા અપાવે.

 

* સ્ત્રી વર્ગને વર્ષ ચંિતા-ઉચાટ-મુશ્કેલીનું રહે.

 

* વિદ્યાર્થી વર્ગને ભણવામાં ઘ્યાન આપવું પડે.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગને ઓફિસેથી આવીને પત્ની લીલીને પૂછ્‌યું, ‘‘જમવાનું તૈયાર છે ? બહુ ભૂખ લાગી છે...’’
‘‘બસ, દસ-પંદર મિનિટની વાર છે,’’ લીલી બોલી.
‘‘તો પછી હું બહાર જ હોટલમાં ખાઈ લઉં છું,’’ છગન બોલ્યો, ‘‘બહુ ભૂખ લાગી છે.’’
‘‘તો પછી પાંચ મિનિટ થોભો,’’ લીલી બોલી.
‘‘કેમ, પાંચ મિનિટમાં ખાવાનું તૈયાર થઈ જશે ?’’ છગન બોલ્યો.
‘‘ના,’’ લીલી બોલી, ‘‘હું તૈયાર થઈ જઈશ.’’

[Top]
 

આજ ની રેસીપી

તહેવારોનો આનંદ વધારતી વાનગીઓ

પિસ્તાની ધારી

 

સામગ્રી ઃ ૧ કિલો માવો, ૧૦૦ ગ્રામ પિસ્તા, ૭૫૦ ગ્રામ ખાંડ, ૧ ચમચી દૂધ, પ્રમાણસર બદામ, એલચી-જાયફળ, કેસર-ગુલાબની પાંદડીઓ, જાવંત્રી-ઘી.

 

રીત ઃ બદામ-પિસ્તા - ચારોળી ઝીણા પીસી નાખવા. પીસેલા ભૂકામાં માવો નાખવો. પછીથી ખાંડની એકતારી ચાસણી બનાવવી. તેમાં માવો, બદામ, પિસ્તા, એલચી વગેરેનો ભૂકો ભેળવી દેવો. બરાબર હલાવવું ઘટ્ટ થાય એટલે સગડી પરથી ઉતારી લેવું. આ બધામાં એક ચમચી દૂધમાં ધૂંટેલું કેસર ભેળવવું અને એક ચમચી જાવંત્રી નાખવી. આ બઘું હલાવીને થાળીમાં ઠારી દેવું.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved