Last Update : 04-August-2012, Saturday

 

સુવાક્યોને ‘શેન્ડી’ લગાડો, યાર !

- મન્નુ શેખચલ્લી
રોજ સવાર પડે ને અમુક લોકોના ‘સુવાક્યો’ ભર્યા મેસેજો આપણા મોબાઈલમાં આવી ટપકે છે. એ પણ ડઝનના હિસાબે!
આપણી ગુજરાતી ભાષામાંથી પણ વરસોથી આવાં ચાંપલાં સુવાક્યો આખી જંિદગી આપણે લમણે ટીચાતાં રહે છે. ક્યારેક ક્યારેક આવાં સુવાક્યો ટાંકનારાઓને ખેંચીને બે ફટકારવાનું મન થાય છે. પણ અમે માત્ર ‘શેન્ડી’ કામ ચલાવી લઈએ છીએ...
* * *
હું ‘માનવી’ ‘માનવ’ થાઉં તો ઘણું.
- એ તો સહેલું છે, બોસ. ‘માનવી’માંથી ‘ી’ કાઢી નાંખવાની!
* * *
મારું જીવન ખુલ્લી કિતાબ છે.
- નાનાં છોકરાંઓ પણ લેસન પછી બઘું આમ જ મુકીને જતા રહે છે.
* * *
સામેના પાત્રને સમજીને ચાલે તેનું લગ્નજીવન સુખી હોય છે.
- પણ સામેનું પાત્ર જ ‘લોટો’ હોય તો?
* * *
કોઈપણ વસ્તુ મેળવતાં ‘પહેલાં’ માણસ જેટલો નમ્ર હોય છે એટલો તે વસ્તુ મેળવી લીધા પછી નથી હોતો.
- શું વાત કરો છો, બસની ટિકીટ મેળવવામાં ય એવું હોય છે ?
* * *
સર્વ દિશાઓમાંથી શુભ વિચારો આવવા દો.
- પણ જોડે જોડે ‘ડીલીટ’ પણ કરતા રહો. નહંિતર ઈનબોક્સ ફૂલ થઈ જશે.
* * *
ઈચ્છા દુઃખની મા હોય છે.
- તો બાપ એનડી તિવારી હશે !
* * *
સ્ત્રી, તારું નામ જ ઈર્ષ્યા છે.
ના હોં ! કોઈનું નામ વર્ષા બી હોય.
* * *
સત્ય હંમેશાં કડવું હોય છે.
- અચ્છા. એટલે ખાંડ, ગોળ, ચોકલેટ વગેરે સત્ય નથી. રાઈટ ?
* * *
દુનિયા હંમેશાં ઉગતા સુરજની પૂજા કરે છે.
- અને રાતના જલ્સા કરે છે!
* * *
ધીરજનાં ફળ મીઠાં હોય છે.
- અને ધીરજનાં લીબું ?
* * *
મારું જીવન એ જ મારો સંદેશ છે.
- એમ? અમારું જીવન તો ‘ગુજરાત સમાચાર’ છે!
Share |
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved