Last Update : 04-August-2012, Saturday

 

ગૃહમંત્રી સામેના પડકાર

ભૂતપૂર્વ ઉર્જામંત્રી સુશીલકુમાર શંિદેનું મંત્રાલયપરિવર્તન કઠણ અને કઠણાઇભર્યું રહ્યું. તેમણે વીરપ્પા મોઇલીને ઊર્જા મંત્રાલયનો હવાલો સોંપ્યો તેની સમાંતરે દેશમાં લાગલાગટ બે દિવસ સુધી વીજળીની વહેંચણ કરતાં ત્રણ-ત્રણ માળખાં (પાવરગ્રીડ) ખોરવાઇ ગયાં. દેશનાં વીસ રાજ્યોની તમામ સેવાઓ વીજળીના અભાવે ખોરવાઇ ગઇ. આવું પહેલી વાર બન્યું અને તેમાં કુદરતનો કશો હાથ ન હતો. તે સંપૂર્ણપણે માનવસર્જિત આપત્તિ હતી. ઊર્જા મંત્રાલય છોડીને શંિદેએ ચિદમ્બરમ્‌ની જગ્યાએ ગૃહ મંત્રાલય સંભાળ્યું એ સાથે જ પૂણેમાં ચાર બોમ્બવિસ્ફોટ થયા. તેમાં કોઇ જાનહાનિ ન થઇ, પરંતુ તેનો એક અર્થ તો એવો જ હતો કે વિસ્ફોટ કરનારા એમ ઇચ્છતા ન હતા.
નવી જણાતી ચાર સાયકલના કેરિયર સાથે બંધાયેલા બોમ્બ ઓછી તીવ્રતાના હોવાથી પૂણેના પોલીસ કમિશનરે એક તબક્કે એવું પણ કહી દીઘું કે ‘આ ત્રાસવાદીઓનાં કારસ્તાન નહીં, પણ કોઇનું તોફાન હોય એમ લાગે છે.’ ત્યાર પછી કેન્દ્રીય ગૃહસચિવે જાહેર કરવું પડ્યું કે આ વિસ્ફોટો પાછળ ત્રાસવાદી ગતિવિધિની આ તબક્કે ઊભી રહે છે. મર્યાદિત વિસ્તારમાં (૫૦૦ મીટરની અંદરના વિસ્તારમાં) અને લગભગ સમાંતરે (પોણો કલાકના સમયગાળામાં) થયેલા આ વિસ્ફોટને કારણે તેમની પાછળ વ્યવસ્થિત આયોજન અને તાલમેળ હશે, એવું પણ ગૃહસચિવે જાહેર કર્યું. વિસ્ફોટ પછીની તપાસ દરમિયાન ન ફૂટેલા બે બોમ્બ પણ મળી આવ્યા. વિસ્ફોટના સ્થળ નજીક આવેલી દેના બેન્ક, બાલગંધર્વ ચાર રસ્તા અને મેકડોનાલ્ડ્‌સમાં સીસી ટીવી કેમેરા મૂકવામાં આવ્યા હતા. તેના ફૂટેજનો અભ્યાસ હજુ બાકી છે, પરંતુ મૂકાયેલા કેમેરામાંથી કેટલાક ચાલતા નહીં હોવાની જાણ પણ વિસ્ફોટ પછી જ થઇ છે.
નવા ગૃહમંત્રી શંિદેએ પત્રકારોને તો કહી દીઘું કે ‘અમે આ વિસ્ફોટ ગંભીરતાથી લઇએ છીએ.’ પરંતુ અત્યાર લગી વિસ્ફોટો પછીની તપાસ કાર્યવાહી અને ભાવિ ત્રાસવાદી ગતિવિધિઓ પર અંકુશ રાખવાની બાબતમાં ગૃહ મંત્રાલયનો રેકોર્ડ બહુ હરખ ઉપજાવે એવો નથી. ગૃહમંત્રી તરીકે શિવરાજ પાટિલની નિષ્ફળતા એટલી બધી દૃશ્યમાન હતી કે મુંબઇ હુમલાના પગલે તેમને તત્કાળ ખસેડવા પડ્યા. એ વખતે શિવરાજ પાટિલ ગંભીર મુદ્દા ઉપરાંત ચેનલો પર કપડાં બદલીને ઇન્ટર્વ્યુ આપવા જેવા મામલે પણ ટીકાપાત્ર બન્યા હતા. પાટિલના સમયમાં લશ્કરે તૈયબના ત્રાસવાદીઓનું જાળું એટલી હદે વિસ્તર્યું કે મુંબઇ પર ત્રાસવાદી હુમલા જેવું દુઃસાહસી અને ભારતનું નાક કાપે એવું ઓપરેશન તે પાર પાડી શક્યા. ઇન્ડિયન મુજાહિદ્દીનની ગતિવિધી પણ ચાલુ રહી. ઉપરાંત, લોહિયાળ મોરચે ભારતને પીડનારી માઓવાદી હંિસા તો ખરી જ.
અગાઉ રાજીવ ગાંધી સરકારમાં આંતરિક સુરક્ષા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રહી ચૂકેલા ચિદમ્બરમે આવીને પાટિલની સાથે સંકળાયેલી ઢીલાશને બદલે ચુસ્તીથી કામ લેવાનું શરૂ કર્યું. ત્રાસવાદના ગંભીર બનાવોની તપાસ માટે તેમણે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીની સ્થાપના કરી. ઉપરાંત, જાસુસી માહિતી પૂરી પાડતા વિવિધ વિભાગ તથા સલામતી તંત્ર વચ્ચેનું સંકલન વધારવાનો પણ તેમણે પ્રયાસ કર્યો. સાથોસાથ તેમણે અમેરિકા અને ઇઝરાઇલ જેવા દેશોની ગુપ્તચર સંસ્થાઓ અને ત્રાસવાદવિરોધી કામગીરી કરતી સંસ્થાઓ સાથે પણ સહકાર સાઘ્યો. મુંબઇ હુમલાના મુદ્દે પાકિસ્તાન પર સતત દબાણ રાખવાનો તેમનો પ્રયાસ ફળ્યો નહીં. કારણ કે હજુ સુધી પાકિસ્તાન આ બાબતમાં બંધાવા કે જીભ હલાવવા સિવાય બીજી કોઇ બાબતમાં સહકાર આપવા તૈયાર થયું નથી. આર્થિક બાબતોના નિષ્ણાત અને સફળ વકીલ એવા ચિદમ્બમ્ના ટીકાકારો ઓછા ન હતા. માઓવાદીઓ સામે તેમણે લીધેલાં અને લેવા ધારેલાં પગલાંની ઘણી ટીકા થઇ. એવી જ રીતે અન્ના હજારેની ધરપકડ અને મુક્તિ જેવા તેમના નિર્ણયો પણ ચિદમ્બરમ્‌માં રાજકીય કુનેહનો અભાવ દર્શાવનારા હતા. નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર ઊભું કરવાનો તેમનો ખ્યાલ રાજકીય વિવાદોને કારણે સાકાર થઇ શક્યો નહીં. છતાં, શિવરાજ પાટિલની સરખામણીમાં ચિદમ્બમ્‌ અનેક ગણા ચડિયાતા પુરવાર થયા.
હવે સુશીલકુમાર શંિદેની સરખામણી શિવરાજ પાટિલ સાથે નહીં, પણ ચિદમ્બરમ્‌ સાથે થવાની છે. ઊર્જા મંત્રી તરીકે પાટિલની કામગીરી ઘ્યાનમાં લઇએ તો, ગૃહમંત્રી તરીકે તેમની પસંદગી સમજવી અઘરી પડે. કારણ કે અગાઉના કાર્યકાળમાં શંિદે એવી કોઇ છાપ પાડી શક્યા નથી કે અસરકારક કામગીરીને કારણે પ્રભાવ ઊભો કરી શક્યા નથી. શંિદેની નિમણૂંક ગૃહ મંત્રાલયને લગતી બાબતોમાં તેમની સમજણને બદલે રાજકીય ગણતરીઓને લઇને થઇ હોય એવું વધારે જણાય છે. ભૂતકાળમાં ચિદમ્બરમ્‌ આંતરિક સુરક્ષા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી હતા ત્યારે તેમની નિમણૂંકનો મુખ્ય આશય નબળા ગૃહમંત્રી (બુટાસંિઘ)ને કારણે ઊભા થતા અસંતુલનને સરભર કરવાનો હતો. શંિદને એવી જ રીતે કોઇ મજબૂત સહાયકની જરૂર પડશે કે પછી તે એકલે હાથે ગૃહ મંત્રાલય જેવો નાજુક હવાલો સંભાળી શકશે, એ જોવાનું રહે છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved