Last Update : 04-August-2012, Saturday

 

બોલીવુડ ફિલ્મોનું માર્કેટીંગ મર્યાદા વટાવે છે
રાઝ-થ્રી, જીસ્મ-ટુ ઃ સેક્સથી છલકાતા ફિલ્મના પોસ્ટરો

 

- હુસૈને શરૂઆતમાં પોસ્ટર બનાવતા હતા પ્રથમ પોસ્ટર કલ્યાણ ખજાના ફિલ્મનું...

 

બોલીવુડ ફિલ્મના પોસ્ટરોમાં સેક્સ છલકાતી બતાવવા રીતસરની સ્પર્ધા ચાલતી હોય એ દેખાઈ આવે છે. રાઝ-થ્રીમાં બિપાશા બાસુ, જિસ્મ-ટુમાં સની લેઓન, દાલ મેં કુછ કાલા હૈમાં વીના મલિક, જોડી બ્રેકર્સમાં બિપાશા વગેરેના પોસ્ટરો પરથી દેખાઈ આવે છે કે આ ફિલ્મો સેમી-પોર્ન છે અર્થાત ઓપનસીન સાથે સંકળાયેલી છે. ફિલ્મ પોસ્ટરો વિવાદ ઉભો કરી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તો પોસ્ટરોના સીન મર્યાદા વટાવી રહ્યા છે.
બોલીવુડ ફિલ્મોના પોસ્ટર ફિલ્મ કયા વિષય પર બનેલી છે તેનું ટૂંકમાં વર્ણન કરતા હોય છે. આજકાલની ફિલ્મોના પોસ્ટરોમાં ‘સેક્સ’ છલકતી જોવા મળ છે. આ પ્રકારના ઉત્તેજક પોસ્ટરો જોઈને યુવા સમાજ પર તેની વિપરિત અસર થઈ રહ્યાની ફરિયાદો ઉઠી છે.
એક સમય એવો પણ હતો કે જ્યારે ઉત્તેજક દ્રશ્યો દર્શાવવા ફિલ્મ પોસ્ટરો સામે હિન્દુ સંગઠનો મેદાનમાં આવતા હતા અને પોસ્ટરો ઉતારી નાખવાની ફરજ પાડતા હતા. આજે સ્થિતિ અલગ છે અને એવું લાગી રહ્યું છે કે બઘું કોઠે પડી ગયું છે.
ઘણીવાર ફિલ્મ પોસ્ટરો વિવિધ દર્શક વર્ગને ઘ્યાનમાં રાખીને બનાવતા હતા જેમકે મેટ્રોસીટી અને ટાઉન લેવલ માટે અલગ સીનના પોસ્ટરો બનતા હતા. સ્ટેશન વિસ્તારમાં લગાડાતા અને સમૃદ્ધ વિસ્તારમાં લગાડતા પોસ્ટરો અલગ પ્રકારના બનતા હતા. બોલીવુડ પોસ્ટરોની એક ખાસિયત એ હતી કે દર્શકોને તેનું ઘેલું હતું. ઘણાં પોસ્ટરો ભેગા કરવાનો શોખ ધરાવતા હતા. ઘણીવાર બોલીવુડની એજન્સીઓ પોસ્ટરોનું પ્રદર્શન પણ ગોઠવતી હોય છે. જોકે બોલીવુડની જુની ફિલ્મોના પોસ્ટરોમાં ફિલ્મનું હાર્દ જોવા મળતું હતું જ્યારે નવી ફિલ્મોમાં પોસ્ટરમાં ફિલ્મમાં રહેલી સેક્સ જોવા મળે છે.
વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે ઘણા પેઈન્ટર અને આર્ટીસ્ટોએ તેમની કારકિર્દી ફિલ્મ પોસ્ટર બનાવવાથી કરી હતી. ઉદાહરણ તરીકે નામાંકિત આર્ટીસ્ટ એમ. એફ. હુસૈને તેમની કારકિર્દીની શરૂઆત ફિલ્મ પોસ્ટર બનાવવાથી કરી હતી.
બી.આર. ઈશારાની ફિલ્મ ચેતનાનું પોસ્ટર વિવાદસ્પદ બન્યું હતું. જોકે આજની ફિલ્મોના પોસ્ટરો તો ચેતનાને ક્યાંય પાછળ મુકી દે એવા છે.
એક સમય હતો કે જ્યારે ફિલ્મના પોસ્ટરો પીંછીથી બનતા હતા. પીંછી કલરના આર્ટીસ્ટોને કામે લગાડાતા હતા હવે કોમ્પ્યુટર ટેકનોલોજી આધારિત પોસ્ટરો બને છે. કોમ્પ્યુટર ગ્રાફીક્સ આધારિત પોસ્ટરોએ પોસ્ટર ક્રિએટીવીટીના માર્કેટને ધમધમતું બનાવ્યું હતું. નવી ટેકનોલોજીના કારણે જુના પોસ્ટર્સની પીંછી અને કટીંગ-પેસ્ટીંગ ટેકનીક તો ભૂતકાળ બની ગઈ હતી. ટૂંકમાં ડીજીટલ રિવોલ્યુશનની તે ભોગ બની હતી.
બોલીવુડની ફિલ્મોના પોસ્ટર્સ ફિલ્મની માર્કેટીંગ અને એડ્‌વર્ટાઈઝીંગ કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. ૭૦ના દાયકા સુધી પોસ્ટરની ડિઝાઈન હાથથી પીંછી મારીને બનાવવામાં આવતી હતી. ત્યારબાદ કટીંગ-પેસ્ટીંગવાળી ટેકનીક આવી હતી પરંતુ તેમાં ક્રિએટીવીટીને સ્થાન ઓછું મળતું હતું. ૮૦ના દાયકામાં તો કટપેસ્ટવાળી ટેકનીક બોલીવુડના પોસ્ટરોમાં છવાઈ ગઈ હતી.
ફિલ્મોનું માર્કેટીંગ જ્યારે ક્રિએટીવ બન્યું ત્યારથી પોસ્ટરો પર ડાન્સીંગ, સેક્સ, ફાઈટીંગ સીન વગેરે વઘુ જોવા મળવા લાગ્યા હતા. બોલીવુડ ફિલ્મોના પોસ્ટરો ક્યારથી બનવાના શરૂ થયા તેની કોઈ ચોક્કસ વિગતો નથી પણ પરંતુ બોલીવુડની માહિતી બતાવે છે કે ફિલ્મનું પ્રથમ પબ્લિસીટી પોસ્ટર ફિલ્મ ‘કલ્યાણ ખજાના’ માટે બન્યું હતું. ફિલ્મ પોસ્ટરની યાત્રા ઘણી લાંબી છે. ફૂટપાથ પરથી બેડરૂમ સુધીની તેની યાત્રા છે એમ કહી શકાય. ૧૯૫૦ના સમયગાળામાં લીથોગ્રાફીક પ્રિન્ટીંગનો ઉપયોગ થતો હતો જે પ્રચારની દીવાલો પર લગાવવામાં આવતા હતા. ફિલ્મના ખાસ પાત્રોનો તેમાં સમાવેશ કરવામાં આવતો હતો.
આંખોને આકર્ષે તેવા રંગો અને ફિલ્મના થીમ આધારિત બનતા પોસ્ટરોનો મુખ્ય હેતુ લોકોને ફિલ્મ તરફ આકર્ષવાનો હોય છે. ફિલ્મના અભિનેતાની ઈમેજ પણ પોસ્ટરો દ્વારા બનતી હોય છે. જેમ કે એંગ્રીયંગમેન તરીકેની અમિતાભ બચ્ચનની ઈમેજને લોકો સુધી પહોંચાડવામાં પોસ્ટરોનો ફાળો વિશેષ છે.
ફિલ્મ પોસ્ટર બનાવવા પાછળ એક ચોક્કસ ક્રિએટીવ બ્રેઈન કામ કરતું હોય છે. લોકોને શું ગમે છે અને તેમના સબ-કોન્સીયસ માઈન્ડમાં શું છુપાયું છે તેને અસર કરતી અપીલ પોસ્ટરો દ્વારા કરવામાં આવે છે.
ઘણીવાર એવું બને છે કે જે પોસ્ટરોમાં હોય છે એવું કશું ફિલ્મમાં નથી હોતું. તેમ છતાં ઉત્તેજક પોસ્ટરો આકર્ષણનું કેન્દ્ર બને છે તે પણ હકીકત છે. ફિલ્મો કંઈ પોસ્ટરો દ્વારા નથી ચાલતી પરંતુ દર્શકોનો કેટલોક વર્ગ સેક્સી પોસ્ટરો દ્વારા આકર્ષાય છે. બિપાશા બાસુ, કરીનાકપુર, સની લેઓન, વીણા મલિક વગેરેની સેક્સ અપીલ કરતી ફીગરનો પોસ્ટરોમાં મોટાપાયે ઉપયોગ થતો જોવા મળે છે. સેક્સી પોસ્ટરો સામે સમાજમાં જાગૃતિ ઊભી થાય તે જરૂરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 

 

 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved